Tanashah - 1 books and stories free download online pdf in Gujarati

તાનાશાહ - ભાગ 1

ઈ. સ. 2055 ની શરૂઆત થઈ ચૂકી હતી. દિલ્હીના લાલ કિલ્લા પર વામપંથીઓનો કબ્જો થઈ ચૂક્યો હતો. લાલસૈનિકોએ પુરી દિલ્હીને અભેદ કિલ્લાની માફક સુક્ષિત કરી નાખી હતી. ઉપર સતત હેલિકોપ્ટર ફરી રહ્યા હતા. દેશની અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ ચુકી હતી. એકસો ત્રણ વર્ષથી સત્તા માટે ભારતમાં હવાતિયાં મારતા માર્ક્સવાદી, લેલીનવાદી કે પછી માઓના પીઠુઓ અંતે સત્તાની પ્રાપ્તિ કરી દેશમાં નોકરશાહી અને સમાનતાવાદની ઓઠમાં કુખ્યાત તાનાશાહી કરી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનની અંદર કામરેડ સુંદર બેનર્જી પોતાની સેનાના ઊચ્ચ અધિકારી સાથે બેસી આગળની રણનીતિનો ઘડી રહ્યો હતો. એક કાર સ્પીડ મુઘલ ગાર્ડન પાર કરી થઈ. અંદર થી લાલ વર્દી પહેરેલ સાડા પાંચ ફૂટનો માણસ બેઠો હતો અને ડ્રાઈવર ચાલવી રહ્યો હતો. કાર રાષ્ટ્રપતિ ભવન પાસે ઉભી રહી, લાલ વર્દી વાળો માણસ આતુરતાથી ભવન તરફ જવા રીતસરની દોટ મૂકી. જ્યાં મિટિંગ ચાલુ હતી ત્યાં હાંફતા હાંફતા પહોંચ્યો. "લાલ સલામ કામરેડ, ખૂબ અગત્યના સમાચાર છે.... આપણા લેફ્ટનન્ટ જનરલ છેલ્લા ચાર દીવસથી ક્યાંક ગુમ છે. બે દિવસથી તપાસ હાથ ધરી છે પણ કોઈ સુરાખ મળ્યો નથી."

આટલું સાંભળતા જ થોડા વિચાર કરતો હોય એવા હાવભાવ કરી જનરલ યોકો માર્ક બોલ્યો, "કદાચ એ વિદ્રોહી સાથે તો નથી મળી ગયો ને..." ખુફિયા અધિકારી જોસેફ પણ જનરલ યોકો ની વાતમાં સુર પુરાવતો હોઈ એમ વાતને આગળ વધારતા બોલ્યો, "આમ પણ એ થોડો ધાર્મિક દેખાતો હતો. બની શકે એ પોતાના કહેવાતા ફાલતુ ધર્મનું ઝનૂન ચડ્યું હશે ને આપણી સાથે ગદ્દારી કરી બેઠો હશે."

"કામરેડ બે દિવસથી તમામ જગ્યા પર તપાસ કરાવી લીધી છે છતાં કોઈ જ પત્તો નથી, છેલ્લે એ ભારત અને નેપાળ ની બોર્ડર નજીક જોવા મળ્યા હતા. મને અનુમાન એવું છે કે કદાચ એમને અમેરિકાના જાસૂસ તો..." લાલ વર્દીધારી યાસેકનું વાક્ય તલવાર વડે કાપતો હોઈ એમ કામરેડ સુંદર બોલી ઉઠ્યો, "એ અમેરિકી શોષણખોરો ની એટલી હિંમત નથી કે અહીંયાંથી તે લેફ્ટનન્ટ જનરલ ને ઉઠાવી જાય. જોસેફ તમે તમારા અધિકારીને સાબદા કરી જાણ કરો લેફ્ટનન્ટ જનરલ જ્યાં હોઈ ત્યાંથી શોધી લાવે. મને લાગે છે ક્યાંક નશામાં ધૂત થઈ ને પડ્યો હશે. કોઈ રંડી પાસે...." વિસ્કી ના એક ઘૂંટ સાથે સુંદરે પોતાનો વિચાર રજૂ કર્યો. જોસેફ સલામ કરી બોલ્યો, " અત્યારે જ તમામ જાસૂસોને કામે લગાવું છું."

જોસેફના ગયા ઓછી સત્તાના મદમાં ભાન ભૂલેલા સુંદરને સિગાર નો કસ ખેંચી બોલ્યો, " જનરલ યોકો તમને નથી લાગતું જોસેફનો સુર બદલાય રહ્યો છે. એ અમેરિકન સાથે સંધિ કરી હોય એવી ગંધ મને એના વર્તનમાં આવે છે. કદાચ એટલે જ આપણે ખુફિયા સ્તરે વારંવાર પાંગળા સાબિત થઈ રહ્યા છીએ. ઉત્તરપ્રદેશમાં જ વિદ્રોહી એકઠા થયા અને આપણી એજન્સીને જાણ પણ ન થઈ. હવે જોસેફ પરથી વિશ્વાસ ઉડી રહ્યો છે. ક્યાંક એવું ન બને કે જોસેફ વિચારતો હોઈ કે મારો તખ્તાપલટો કરી પોતે વડાપ્રધાનની ખુરશી પર આવી જાય અને આપણને બધા ને જાહેરમાં ફાંસીએ લટકાવી દે."

પાંચ વર્ષથી ભારત દેશમાં શાસન કરી રહેલા સુંદર બેનર્જી ને હવે પોતાના અધિકારીઓ પર જ વિશ્વાસ નથી રહ્યો. ક્યારે કયો અધિકારી તખ્તો પલટાવી નાખે એ કશું કહેવાય એમ નથી. સુંદરને હવે ફરતી બાજુથી ભય દેખાય રહ્યો હતો. દેશના વિદ્રોહી વધી રહ્યા હતા તો બીજી બાજુ અમેરિકા પણ પોતાના પેતરા ભારતમાં અજમાવી રહ્યું હતું. જો કે ચીન નો પૂરો ટેકો સુંદરને હતો, હોઈ પણ કેમ નહિ, ચીનના સામ્યવાદી જૉ ચેંગ ની જીહજૂરી જો કરવી હતી, ચેંગના ટેકાથી તો ભારતમાં કથિત લાલક્રાંતિ થઈ હતી અને તેના માત્ર હજુ પાંચ વર્ષ જ થયા છે. અને એક તરફ સુંદર પોતાની સત્તા કાયમ કરવા પોતાના જ અંગત અધિકારીઓ ને જેલ હવાલે કરી રહ્યો હતો કે મોતની સજા આપી રહ્યો હતો. યોકો અને જોસેફ પણ જાણતા હતા કે સુંદરની ખિલાફ જઉં એટલે પુરા પરિવારનો ખાત્મો કરાવવા જેવું હતું. એટલે ખુદના બચાવ માટે પણ બેનર્જીના વફાદાર રહેવું પડતું હતું. જેટલા લોકો બેનર્જીના વિરોદ્ધમાં ગયા એ તમામ મોતને પ્યારા થયા અથવા ગાયબ થઈ ગયા જેનો આજ સુધી કોઈ જ પત્તો નથી.
બેઠક રૂમમાં એક કાતિલ મૌનની લહેર પ્રસરી ચુકી, બેનર્જી પોતાનો જામ બનાવતો હતો અને તમામ અધિકારી નીચી નજર કરી ઉભા હતા. એ તમામના શ્વાસ બેનર્જીની રહેમથી ચાલતા હતા. અંગ્રેજીએ પોતાના વાઇસરોય માટે બનાવેલ આ ભવનમાં અનેક આઝાદ ભારતના રાષ્ટ્રપતિ આવી ચુક્યા હતા અને જતા પણ રહ્યા હતા. ભારતની આઝાદી ભારતના ભાગલા અને ભારતની આઝાદી પછી નેતાઓએ ભેટમાં આપેલ બરબાદીનું આ ભવન સાક્ષી રહ્યું છે. અને આજ પણ દેશમાં થતી નિર્દોષ લોકોની નિર્મમ હત્યા આ ભવન જોઈ રહ્યું છે. રક્તથી પૂરો દેશ નાહી રહ્યો છે અને તખ્તાપલટ પછી ખુદને દેશનો રહેનુમા કહેતો તાનાશાહ સુંદર બેનર્જી મોજથી મદિરાપાન કરી રહ્યો છે. ત્યાં જ આ શાંતિ ભંગ થતી હોય તેમ કોઈના આવવા ના પગનો અવાજ બધાના કાને પડ્યો, દરવાજાને નોક કરી એક સૈનિક બોલ્યો, " લાલ સલામ કામરેડ, એક પાર્સલનું બોક્સ આવ્યું છે તમારી માટે...." બેનર્જીએ ઈશારાથી તેને ટેબલ પર રાખવા કહ્યું, સૈનિક બોક્સ ને ટેબલ પર મૂકી જતો રહ્યો. ફરી આંખના ઈશારાથી જનરલને એ બોક્સ.આ શું છે એ ખોલીને જોવા કહ્યું અને પોતે ફરી શરાબની બોટલ હાથમાં લઈ ગ્લાસ ભરવા જઈ રહ્યો હતો ત્યાં જ બોક્સ ખોલતા ની સાથે એક દુર્ગંધ આવી અને જનરલ ની ચીખ નીકળો ગઈ..." લેફ્ટનન્ટ જનરલ...."...

બેનર્જીના હાથમાંથી શરાબ ની બોટલ છૂટી ને તૂટી ગઈ, એ ધીમે પગલે આગળ વધ્યો બૉક્સમાં જોયું, બોક્સમાં જોતા જ પોતાની આંખો ફાટી ગઈ. મોઢું ખુલ્લું રહી ગયું. પૂરો રૂમ અવાક બની ગયો. બોક્સમાં હતું લેફ્ટનન્ટ જનરલનું કપાયેલ મસ્તક. પુરા ભવનમાં હાહાકાર મચી ગયો. આવું કૃત્ય કોને કર્યું એની શોધખોળના આદેશ છૂટી ગયા.

અને એક બાજુ લેફ્ટનન્ટ જનરલના મોતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું હતું.

(ક્રમશ:)

મનોજ સંતોકી માનસ