jhon red - 5 books and stories free download online pdf in Gujarati

જ્હોન રેડ - ૫

એક્સે જ્હોન સામું જોયું તો જ્હોન ની નજર કુવા પર હતી ! તેણે સ્ટાઈલ માં પોતાની કુહાડી હાથ માં લીધી અને કુવા તરફ ચાલતો થયો.

એક્સે ત્યાં જઈ ને જોયું તો એક કુવા જેવું નજરે પડ્યું જ્હોન ની પ્રેગનન્ટ પત્ની મેરી કુવાની અંદર અર્ધચન્દ્ર આકાર ના પથ્થર નીચે પોતાના છોકરા સાથે છુપાઈ ગઈ હતી.

એક્સે નીચે જોયું પણ કોઈ દેખાતું ન હતું જ્હોન ની નજર સતત એક્સ પર હતી ધબકારા વધી રહ્યા હતા , પત્ની ના પકડાઈ જવાનો ડર તેના મોઢા પર દેખાતો હતો.

એક્સે ફરી જ્હોન સામું જોયું ત્યાં જ્હોને બીજે મોઢું ફેરવી લીધું ! એક્સ ને હજુ શંકા હતી તેને લાગ્યું કે કોઈક તો હશેજ આ કૂવામાં અને ત્યાં નજીક પડેલો મોટો પત્થર ઉપાડી કૂવામાં નીચે ફેંક્યો, જ્હોન નું આ જોઈ જીવ અધ્ધર થઈ ગયો.

નીચે પથ્થર આવતા જ પહેલા અર્ધચન્દ્ર આકાર ના પથ્થર પર ટકરાતા તેના નાના નાના ટુકડા થઈ ગયા જેમાનો એક ટુકડો નીચે જ્હોન ના છોકરા ને વાગ્યો એટલે એ બુમ પાડે એ પહેલાં જ મેરી એ તેના મોઢા પર હાથ રાખી દીધો જેથી છોકરા નો અવાજ એક્સ સુધી ના પહોંચે.

એક્સ ને પછી ખાતરી થઈ કે કૂવામાં કોઈ નથી.

આ બાજુ જ્હોન નો જીવ અધ્ધર થઈ ગયો હતો ત્યાં વિકટરે બધા સાથીઓ ને બોલાવી પાછા ઇથોપિયા ફરવા માટે હુકમ કર્યો.

બંદી ઓ ને લાકડીઓ પર બાંધી તેઓ ને જંગલ ની નદી પાર કરી દરિયા તરફ લઈ આવ્યા. બધાને વહાણ માં બેસાડ્યા વિક્ટર ના બંદી માં જ્હોન , મહિલાઓ અને જ્હોન ના ભાઈઓ અને રેડ ટેરર ના સદસ્યો આમ મળી લગભગ 13 જણ બચ્યા હતા બાકી ના બધા લડાઈમાં મૃત્યુ પામ્યા હતા.

એકદમ આઘાત લાગ્યો હોય એવા ચહેરા સાથે જ્હોન વહાણ માં બેઠો હતો, વિક્ટર જ્હોન સામે જોઈ હસતો હતો ! વિક્ટર ને પહેલેથી જ જ્હોને ખૂબ પરેશાન કર્યો હતો જ્હોન ના લીધે વારે વારે તેણે રાણી નો ઠપકો સાંભળવો પડતો હતો, વિક્ટર ધારે તો હમણાં જ પોતાના હાથ માં રહેલી છરી થી જ્હોન નું ગળું ચીરી લે પણ રાણી નો આદેશ હતો કે બધાને જીવતા જ હાજર કરવાના છે.

જ્હોન રેડ એ બીજા વહાણમાં જોયું તો ત્યાં ૧૪ જણ પણ બંદી થઈ ને બેઠા હતા એ ન તો જ્હોન ના પરિવાર માંથી કોઈ હતું કે ન રેડ ટેરર નું મેમ્બર હતું !!

વિક્ટર ૩ વહાણ લઈ ને મદગાસ્કર ટાપુ પરથી રવાના થયો હતો જેમાં બે વહાણ માં વિક્ટર ના સૈનિકો અને જ્હોન રેદ અને તેના સાથીઓ હતા જ્યારે ત્રીજા વહાણ માં બીજા કોઈ વિદેશી લાગી રહ્યા હતા જેમાં અમુક આદિવાસીઓ જ્હોન ને નજરે પડતા હતા.

એ ત્રીજા વહાણ માં ડ્રેકો, રાજુ, સૂર્યદીપ અને બીજા ડ્રેકો ના સાથીઓ હતા તે લોકો ને ડોમ નામના વિક્ટર ના સાથી એ પકડ્યા હતા.

બે દિવસ ના અંતે ઇથોપિયા ની ધરતી પર વિક્ટર નો કાફલો ત્રણ વહાણ સાથે પહોંચી ગયો બધા ને દરિયા કિનારે ઉતાર્યા અને પછી વિકટરે રાણી ના મહેલ તરફ કુછ કરી

રાણી ના મહેલથી દુર એક વિસ્તાર એવો આવ્યો કે જ્યાં બધા બીમાર લોકો પીડાઈ રહ્યા હતા રાણી ના રાજ માં એવી વ્યવસ્થા હતી કે કોઈના પણ ઘરે કોઈ બીમાર થાય એટલે તેનો એક જ ઈલાજ હતો રાણી ના વિસ્તાર માંથી કાઢી મુકવામાં આવતો કેમ કે એ એક ભયાનક બીમારી હતી જેના ચેપ ના કારણે બીજા લોકો ને પણ તેનો ખતરો રહેતો તેના લીધે રાણી એ આ ફેંસલો લીધેલો, રાણી ના વિસ્તાર થી દુર આ બીમાર લોકો એ એક અલગ વિસ્તાર બનાવ્યો હતો કે જ્યાં બધા બીમાર લોકો જ હતા !!!

જ્હોન રાણી ના વિસ્તાર માં દાખલ થઈ ગયો હતો ત્યાં એક બજાર હતી જેમાં મોટી સંખ્યા માં લોકો ઉભરાયા હતા જેવો વિક્ટર દાખલ થયો કે બધા આ લોકો ને જોવા લાગ્યા !!

સામે ની બાજુ જોયું તો જ્હોન એકદમ ચોંકી ગયો !!!