Shodh - 3 books and stories free download online pdf in Gujarati

શોધ.. - 3

( ગતાંક થી શરુ.....)


હું : " મેસેજ માં એ જ લખ્યું છે જે તે વાંચ્યું..."

અભિનવ : " મતલબ શું છે , આ બધાં નો નીરા..."

મમ્મી : " અરે અભિનવ શું થયું...??"

અભિનવ : " મમ્મી , નીરાયા એ મેસેજ કર્યો છે કે તે તેનાં મમ્મી પપ્પા ના ઘરે જાય છે..."

પપ્પા : " હા , તો એમાં શું મોટી વાત છે જઈ આવવા દે થોડાં દિવસ..."

અભિનવ : " પપ્પા એ થોડાં દિવસ માટે નહિ પરંતુ આ ઘર છોડી ને જાય છે..."

મમ્મી : " નીરાયા તું ગાંડી થઈ ગઈ કે છે શું...? આ કોઈ રમત ચાલે છે , મન આવે
ત્યારે લગ્ન કરશો મન આવે ત્યારે ઘર છોડી દેશો..."

હું : " મમ્મી , રમત તો તમે ચલાવી છે , મારો અને અભિનવ નો ઝગડો એટલી હદે
વધારી દિધો કે હવે તેને અમારાં લગ્ન પણ ભૂલ લાગે છે.... બે મહિનાથી
એ મારી સાથે વાત પણ નથી કરતો... "

અભિનવ : " નાના મોટાં ઝગડા તો દરેક ઘર માં હોય એમાં કંઈ..."

હું : " અભિનવ જો આ ઝગડા હોત ને તો હું ભૂલી પણ જાત પણ અહી વાત મારા
સ્વાભિમાન ની છે જેને અહીં ની દરેક વ્યક્તિ ઠોકર મારે છે દરેક વખતે .....
મારી જગ્યા આ ઘર માં માત્ર પૈસા લાવનાર મશીન ની જ છે......હું પણ
માણસ જ છું અભિનવ , થોડો પ્રેમ હું પણ ઇચ્છું છું બસ આ વાત તો કોઈ
સમજતું જ નથી ને....!! મે તને પેહલા પણ કીધું હતું મારાં સપનાં મારી લાઇફ છે....અને તે માટે તે પ્રોમિસ આપેલું કે તું મને સપોર્ટ કરીશ.....પણ તને તો બધું જ ભૂલાય ગયું..હું , આપણો પ્રેમ , બધું જ.......હવે બસ થયું મને મારાં સપનાં અને મારું સન્માન વધારે વ્હાલું છે એ માટે હું બધું જ છોડવા તૈયાર છું...."

બધાં ફ્કત મને સાંભળી રહ્યાં , કોઈ કશું બોલ્યું નહિ અને તે જ સમયે મે અભિનવ નું ઘર કદાચ કાયમ માટે છોડી દીધું...

હું મારાં મમ્મી પપ્પા ના ઘરે આવી...બધી જ વાત તેમને જણાવી તેઓએ હંમેશા ની જેમ મારી વાત સમજી....આજે એક વાત નો મને વિશ્વાસ આવી ગયો કે મમ્મી પપ્પા થી વધારે તમને કોઈ સમજી ન શકે....!!

અભિનવ ને છોડવાનું દુઃખ તો હતું...આખરે ક્યાં સુધી હું તે ઘર માં મારા મન ને મારીને રહી શકી હોત...! મે મારો ફોન જ બંધ કરી દીધો હતો...જેથી તેઓનાં સવાલ ના જવાબ ના આપવા પડે...

થોડાં દિવસ પછી રાતે પપ્પા એ મને એક ફોર્મ આપ્યું જે ડાન્સ એકેડમી નું હતું અને ફરીથી મારી ડાન્સ જોઈન કરવાનું આમંત્રણ....!! મે ખુશી ખુશી ફોર્મ ભર્યું....

બીજે દિવસે મમ્મી એ પૂજા પતાવી ત્યારબાદ હું અને પપ્પા નીકળતાં જ હતાં ત્યાં જ ડોર બેલ રણકી...


હું અને પપ્પા બસ ઘરેથી નિકળતા જ હતાં ત્યાં જ ડોરબેલ રણકી...

મમ્મી : " અરે , આટલી સવારમાં સવારમાં કોણ આવ્યું....હું જોવ છું...."

મમ્મી દરવાજો ખોલી અંદર આવી તેની પાછળ પાછળ અભિનવ પણ આવ્યો
પપ્પા એ તેને બધાં સાથે હોલમાં બેસાડયો....

અભિનવ : " પપ્પા હું નીરાયા ને લેવાં આવ્યો છું..."

પપ્પા : " સારું , તો હવે તું જ કહે ક્યાં કારણ થી હું તેને તે ઘરમાં મોકલું...."

અભિનવ : " પપ્પા એ એનું ઘર છે અને હું મારાં વર્તન બદલ માફી માંગુ છું...મમ્મી
પપ્પાને પણ હું સમજાવી લઈશ...."

મમ્મી : " અભિ , દિકરા તારી વાત સાચી પણ હવે તારા મમ્મી પપ્પા નીરા ને..."

અભિનવ : " મમ્મી એ લોકો પણ નીરા ને પૂરાં આત્મસન્માન સાથે રાખશે એની હું
ખાત્રી આપુ છું...અને નીરાયા ની ડાંસ પ્રેક્ટિસ માટે પણ હું તેમને માનવી લઈશ..."

પપ્પા : " નીરાયા , બેટા શું ઈચ્છા છે તારી...??"

નીરાયા : " જેમ તમે કહો પપ્પા.."

પપ્પા : " આજે તો તારી સાથે મોકલું છું અભિનવ , પણ બીજીવાર નહિ મોકલું.."

અભિનવ : " ચિંતા ના કરો પપ્પા , બીજીવાર આ નોબત નહિ આવે..."

અમે પાછાં ઘરે આવ્યાં....અત્યાર સુધીમાં અભિનવ મારી પાસે કેટલીય વાર માફી માંગી ચુક્યો હતો....ભૂલ તો માણસ થી જ થાય ને....! હવે એક નવેસર થી જ શરૂઆત કરવાની હતી મારે....!! અભિનવ એ કહ્યું હતું કે જ્યાં સુધી તે મારા ડાંસ વિશે ઘરે વાત નહિ કરે ત્યાં સુધી મારે કહ્યાં વગર જ ઘરેથી જવાનું હતું.....

ઘરે આવ્યાં બાદ મને થોડો અણગમો તો મમ્મી પપ્પા માં ચેહરા પર દેખાયો પરંતુ હજુ તેમને મારી સાથે ફાવતાં થોડો સમય લાગશે અને એ માટે હું તૈયાર છું....

હવે ફરીથી મારી જીવનની રેલગાડી પાટા પર આવી રહી હતી.....ઘરના કામ માટે પણ હવે એક માસી ને રાખી લીધા હતાં તેથી કામ નું ટેન્શન હતું નહિ....મમ્મી પપ્પા મારી સાથે હજુ પણ કામ પૂરતું જ બોલતાં....હું મારી જોબ પર કામ જલ્દી થી જલ્દી પતાવી ડાંસ એકેડમી માં જતી હતી....જે મારાં અને અભિનવ સિવાય કોઈ ને ખબર ન હતી....હું ખુશ હતી કારણ કે મને મારાં સપનાં સાથે જીવવા મળ્યું હતું..અને અભિનવ પણ હવે અમારાં માટે થોડો થોડો સમય કાઢી જ લેતો....મારી પાસે હવે એક ગોલ્ડન ચાન્સ હતો , દિલ્હી જઈને એક ઓપન સ્ટેજ પરફોર્મન્સ આપવાની.....

એવામાં એક દિવસ...........

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ક્રમશ :


Share

NEW REALESED