Shodh - 4 books and stories free download online pdf in Gujarati

શોધ.. - 4

( ગતાંક થી શરુ...)

મને એક સુવર્ણ તક મળી હતી જેથી હું મારાં કારકિર્દી માં આગળ વધી શકું... પણ કહેવાય ને કે જે વાતો તમે છૂપાવવા પ્રયત્ન કરો એ જ સૌથી પેહલા સામે આવે છે.....બસ આમ જ થયું ખબર પણ કોઈકે આવીને મમ્મી ને જણાવી દીધું કે હું ડાંસ કરું છું.......અમે નોહતા ઈચ્છાતા કે ઘરે આ રીતે ખબર પડે અને એ જ થયું આખરે.....મમ્મી પપ્પા ને એ વાત જરા પણ મંજૂર ન હતી કે તેમના દીકરા ની વહુ આ રીતે ડાંસ કરે....ઘરમાં શરૂ થઈ ગયું મહાભારત વાત એટલી હદે વણસી
ગઈ કે અભિનવ ને બોલાવવો પડ્યો.....

મમ્મી : " જો અભિનવ તારી ઈચ્છાથી અમે તારા લગ્ન તો તારી મરજી થી કરાવી
દીધા પણ હવે આ બધું નહિ ચાલે..."

પપ્પા : " હા , આ ઘર માં રેહવું હોય બધાં નિયમો માનવા પડશે... આપડા આખા
કુટુંબમાં કોઈ કરે છે આવા ધતિંગ.. "

હું : " એમ તો આપડા આખા કુટુંબમાં કોઈ જોબ પણ નથી કરતું હું કરું છું ને "

પપ્પા : " દલીલો કરવાની કોઈ જરૂર નથી..."

અભિનવ : " પપ્પા , જો એવું જ હોય તો હું અને મારા નિરાયા અલગ રેહવાં જતાં
રહીએ બીજું તો શું..?"

મમ્મી : " હા, હવે તને કાલ ની આવેલી છોકરી સામે માં - બાપ તો નહિ જ ગમે?
એટલે એકલા રેહવું છે...."

અભિનવ : " મમ્મી , એવું કંઈ નથી પણ તું જ વિચાર ને શું થઈ જશે જો નીરાયા
ડાન્સ કરશે તો...? લોકો વાતો કરશે બસ એટલું જ ને...! એમનું તો
રોજ નું છે કરવાં દે ને વાત શું ફર્ક પડશે તેનાથી..."

પપ્પા : " સમાજ માં રહીએ છીએ , લોકો વચ્ચે આપણી શું ઈજ્જત રહે...?"

હું : " પણ પપ્પા એમાં ઈજ્જત કયાં આવી વચ્ચે...? અને હું કંઈ ખોટું કામ થોડું
કરું છું...!!"

મમ્મી : " નીરાયા તમને અહી મારાં દીકરા ને અને ઘર સંભાળવા લાવ્યાં છીએ નહિ
કે નાચવા..."

વાત વધુ ને વધુ બગડતી જતી હતી અને મમ્મી ની બ્લપ્રેશરની તકલીફ ના લીધે આખરે અભિનવે વાત અહીં જ પડતી મૂકી.... રાતે અને અગાસી પર બેઠાં હતાં...

હું : " અભિનવ , હવે ...?"

અભિનવ : " ચિંતા ના કર મનાવી લઈશું મમ્મી પપ્પા ને.."

હું : " એ તો ડાંસ ની પણ ના પાડે છે , તો દિલ્હી જવાની તો વાત જ કયાં રહી..?"

અભિનવ : " થઈ જશે બધું .....કાલે હું વાત કરીશ મમ્મી પપ્પા સાથે..."

હું ક્યાંય સુધી અભિનવ ની સાથે બેસીને આકાશના એ ચમકતાં તારાઓ જોઈ રહી. એ પણ મારાં સપનાં જેવા જ તો હતાં...ફ્કત સુંદર દેખાતાં હતાં પરંતુ તેને પકડવા અશક્ય હતાં .....!!

બીજે દિવસે હું જોબ પર હતી ત્યાં જ મને હર્ષિલ નો ફોન આવ્યો અને ફ્કત એટલું જ કહ્યું કે જલદી હોસ્પિટલ પહોંચું..... અસંખ્ય વિચારો મગજ માં આવતાં હતા અને હું બને તેટલી જલ્દી ત્યાં પહોંચી....

હું શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ પહોંચી....હર્ષિલ બહાર જ હતો ,

હું : " કોને હોસ્પિટલ લાવ્યાં છે , હર્ષિલ..??"

હર્ષિલ : " ભાભી , મમ્મી અગાસી ના દાદર પરથી નીચે પડી ગયાં હતાં તેમને લાવ્યાં
છીએ , ચાલો.."

હું : " હા. ,"

અમે અંદર આવ્યાં , મમ્મી ને પગ માં ફ્રેકચર હતું અને માથમાં વાગ્યું હતું થોડું.....

હું : " મમ્મી , આમ કેવી રીતે વાગ્યું તમને...??"

મમ્મી : " તમારે તો ઘરે રહેવું નથી , હું એકલી ક્યાં સુધી કામ કરું , અગાસી પરથી
કપડાં લેવા ગઈ હતી તો પગ લપસી ગયો..."

અભિનવ : " મમ્મી , થોડો આરામ કરી લો , બે કલાક પછી રજા મળી જશે..."

હર્ષિલ : " ભાઈ હું દવા લઈ આવું ...."

અભિનવ : " હા , તું લઈ આવ અને નીરાયા તું અહી બેસ હું અને પપ્પા બિલ આપી આવીએ..."

હું મમ્મી સાથે બેઠી હતી.....વાતો વાતોમાં પણ મમ્મી વારંવાર મને આડકતરી રીતે ડાંસ છોડવા કહેતાં જ હતાં.....થોડી વાર પછી મારાં ફોનમાં મેસેજ આવ્યો મારે 5 દિવસ પછી જ દિલ્હી જવાનું હતું...મારી ચિંતામાં વધારો થઈ ગયો....!!

બે કલાક પછી મમ્મીને અમે ઘરે લઈ આવ્યાં , બે મહિના આરામ કરવાનું કીધું હતું ડોક્ટરે.....અભિનવ પણ મમ્મી ને લઈને ખૂબ ચિંતિત હતો....અભિનવ માટે એના મમ્મી જ ભગવાન હતાં.....મને પણ મમ્મીની ચિંતા હતી...પરંતુ હવે એક બાજુ મમ્મી ની બે મહિના સુધી માટે સારસંભાળ રાખવાની હતી અને બીજી બાજુ મારી ડાંસ કોમ્પિટીશન...... આ હાલત માં હું અભિનવ સાથે પણ વાત નોહતી કરી શકતી કારણકે અત્યારે તો તે પણ મને જવા માટે પરમિશન આપશે નહીં....તેથી મે તેને હમણાં વાત કરવાનું ટાળ્યું....

બીજા દિવસે મે રજા લઈ લીધી હતી જોબ પરથી હું અને અભિનવ ઘરે જ હતાં..

અભિનવ : " નીરાયા તારે દિલ્હી જવાનું હતું ને...કયારે??"

હું : " હા, એ કાલે મેસેજ આવ્યો હતો 5 દિવસ પછી..."

અભિનવ : " પણ જો તું જઈશ તો પછી મમ્મી નું ધ્યાન કોણ રાખશે આખો દિવસ
એ પણ સાત દિવસ માટે...??"

હર્ષિલ : " ભાઈ , આપડે બધાં છીએ જ ને...."

પપ્પા : " તો પણ , નીરાયા ની જેમ તો ન જ રાખી શકીએ ને....!!"

નીરાયા : " હા...."

મમ્મી : " અરે , પણ તમે બધાં તો છો જ ને મારું ધ્યાન રાખવા માટે નીરાયા ભલે ને
જતી..."

અભિનવ ; " પણ , મમ્મી તારાથી તો ચલાતું પણ નથી અને નીરાયા નહિ હોય તો
તમે..."

મમ્મી : " જવા દે એને મારા માટે તમે બધાં છો જ...!"

મમ્મી માં આવેલો આટલો બધો બદલાવ અને એ પણ અચાનક મને સમજ માં નોહતો આવતો....પણ મને થયું કે કદાચ હવે તેઓ પણ મને સમજવા લાગ્યાં હોય તેથી મને પરમિશન આપી હોય...! હું ખુશ હતી પણ સાથે સાથે મમ્મી ની તબિયત ની ચિંતા પણ...! રાતે હું મમ્મી ને દવા આપવાં તેમનાં રૂમમાં ગઈ ત્યારે પણ મમ્મી એ મને કહ્યું કે હું દિલ્હી જાવ મારાં ડાંસ માટે......હું અભિનવ સાથે વાત કરવા હોલમાં આવી...

હું : " અભિનવ , મમ્મી કહે છે કે હું દિલ્હી જાવ શું કરું....?"

અભિનવ : " મમ્મી ની હાલત તો ખરાબ છે , તો પણ તારી ઈચ્છા બાકી અહીં અમે
મમ્મી ને સંભાળી લઈશું..."

ચાલો , હવે મમ્મી ને તો સંભાળી લેશ એ વાત ની શાંતિ હતી મે પણ દિલ્હી સાત દિવસ ને બદલે ત્રણ દિવસ જ રેહવાનું નક્કી કર્યું.......અભિનવ મને એરપોર્ટ સુધી મૂકી ગયો......હું દિલ્હી પહોંચી અહીં આવી ને એવું લાગ્યું કે બસ મારા સપનાં થી બસ થોડી જ દૂર છું....હું બહુ જ ખુશ હતી....પરંતુ મારી આ ખુશી માત્ર થોડાં સમય ની મહેમાન હતી એ ક્યાં ખબર હતી ......!!!!!




ક્રમશ: