Masoom Mohabbat - 2 (Final Part - Climax) books and stories free download online pdf in Gujarati

માસૂમ મહોબ્બત - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)


કહાની અબ તક: ચાર દોસ્તો વિરાટની બર્થડે હોવાથી હોટલમાં જમવા આવ્યા હતા. પણ એમાંથી એક સિદ્ધિ પર પ્યારના નાટક કરવા માટે નટખટ મિતા ખુદ બર્થડે બોય વિરાટને જ કહે છે! રચના એને ઈશારામાં જ આની શું જરૂર છે એમ કહે છે. પણ દોસ્તી માટે એ મીતાની વાત માનીને સિદ્ધિને એનું જેકેટ આપે છે. બાકી બંને દૂરથી આ બધું જોઈ રહી હોય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે તને પણ તો ઠંડી લાગતી હશેને એમ કહીને સિદ્ધિ વિરાટને પણ જેકેટ માં લઇ લે છે. રચના બહુ જ ગુસ્સે થાય છે એ એક ટેક્ષ્ટ મેસેજ તુરંત જ વિરાટને કરી દે છે તો વિરાટ ત્યાંથી લગભગ ભાગે જ છે! પોતે મોડું થતું હોવાનું બહાનું બનાવી એ એને મૂકવા આવવા કહે છે. રચના વિરાટ થી બહુ જ નારાજ હોય છે. મિતા ને ડ્રોપ કરી ને જ્યારે વિરાટ અને રચના જ બાઈક પર એકલા હોય છે તો રચના દૂર બેસે છે. વિરાટ એને પાસે આવવા કહે છે તો એ એને ગુસ્સામાં કહે છે કે સિદ્ધિને બોલાવવાની પાસે! બાઈકને વિરાટ બને એટલી ધીમી ચલાવે છે. પણ સફર હજી પૂરો નહોતો થયો, ઘણું બધું બાકી હતું.

હવે આગળ: "જો હું તો ના જ પાડતો હતો..." વિરાટની વાતને અડધેથી કાપતા જ રચના એ કહ્યું, "હા, હવે મિતા કહે એ માનવાનું અને હું કહું એ નહિ માનવાનું! એ તો તારી કલોઝ ફ્રેન્ડ હે ને?! અને હું તો કઈ જ નહિ!"

"ઓ એવું કઈ જ નહિ! તું મારી કલોઝ ફ્રેન્ડ છું ઓકે!" વિરાટે કહ્યું.

"કોણ કલોઝ ફ્રેન્ડ છે એ તો આજે તે સાબિત કરી જ દીધું ને પણ... કઈ વાંધો નહિ!" રચના એ કહ્યું.

"ખૂબ ઠંડી લાગે છે યાર..." વિરાટે વાત બદલવાના આશયથી કહ્યું. પણ એને જરાય અંદાજો નહોતો કે વાત તો એ જ થવાની હશે!

"હા, તો મેં કહેલું જેકેટ સિદ્ધિ ને આપવાનું!" રચના એ કહ્યું.

"બસ, યાર! માથું દુઃખે છે તારું! શાંત થઈ જા!" વિરાટે એને સમજાવવા ચાહ્યું.

"તને તો તારી સિદ્ધિ એ કહ્યું છે ને કે તારું ધ્યાન રાખજે... હા, એટલે જ હવે મારી વાતોથી તારું માથું દુઃખતું હશે! નહિ બોલું કશું જ! કહેવું જ નહિ કશું! કહેવા માટે બાકી પણ શું છે!" એને કહ્યું અને આગળ કંઇક કહેવા જ જતી હતી કે વિરાટે કહી દીધું.

"આઇ લવ યુ! આઇ લવ યુ, રચના!" પહેલાં તો રચના એ કઈ કહ્યું જ નહિ!

"જા તારી સિદ્ધિ ને બોલ!" એ હજી પણ પારાવાર ગુસ્સામાં હતી!

"રોકેલોને મેં તને? કેમ ના માણ્યો?!" રચના એ પૂછ્યું.

"અરે બાબા, સોરી!" વિરાટે કહ્યું.

"મારી વાત તો માનવી જ નહિ ને!" એને કહ્યું અને બાકી નું પણ ઘણું બધું કહેવાની જ હતી કે વિરાટે એના હાથને પાછળથી જ પકડીને એની પાસે લાવી દીધી.

"જો તને મારી કસમ છે... ચૂપચાપ મને લીપટાઈને ઊંઘી જા!" તો એને વળગીને ઊંઘી ગઈ. એવું પહેલીવાર નહોતું બની રહ્યું, પણ બંને માટે આ અહેસાસ ખાસ હતો!

થોડીવાર પછી રચના એ "મૂ... મૂ..." કર્યું તો વિરાટે એના ઈશારાને સમજીને કસમ છૂટા કર્યા.

"પાગલ! આવી કસમ અપાતી હશે! ઘર પણ આવી જશે હવે તો!" એને કહ્યું.

"કેટલો બેશરમ છું ને તું?!" રચના વિરાટને બહુ જ નજીક હતી.

"સિદ્ધિ નું કહેલું માણવા માટે તું મારો ઉપયોગ ઠંડી થી બચવા કરે છે ને?!" રચના એ કહ્યું.

"ઓ પાગલ! આઇ લવ યુ! હું તને જ પ્યાર કરું છું, બીજા કોઈને નહિ!" વિરાટે કહ્યું.

"જો તું મને પ્યાર કરતો જ હોત ને તો સિદ્ધિ ની નજીક ગયો જ ના હોત!" રચના એ કહ્યું.

"અરે બાબા... તારા એક મેસેજ પર તો હું ભાગી આવ્યો યાર! ભૂલ થઈ ગઈ મારી!" વિરાટે કહ્યું.

"પ્યાર તો નહિ કરતી ને તું મને... બસ બેસ્ટ ફ્રેન્ડ જ માને છે ને!" વિરાટના શબ્દોમાં રીતસર ભીનાશ હતી!

"સોરી તું આટલો બધો હક કરતી તો મને તો એ તારો પ્યાર જ લાગેલો! બટ હું તો હંમેશા તને જ પ્યાર કરતો રહીશ! હંમેશા!" વિરાટ બોલી રહ્યો હતો.

"આઇ લવ યુ ટુ, જાન!" રચના એ વિરાટના વાળમાં એક હળવી કિસ કરી.

"ખબર જ હતી!" વિરાટે કહ્યું, "અને એ પણ ખબર હતી કે હું કેવી રીતે માનીશ તો કેમ સિદ્ધિ સાથે..." રચના એ કહ્યું.

"અરે યાર! આઇ પ્રોમિસ, હું એ બંને સાથે ક્યારેય વાત જ નહિ કરું!" વિરાટે કહ્યું.

"ના... મિતા સાથે તો કરજે ને વાત! એ તો તારી ત્રીજી જીએફ છે ને?!" રચના એ કહ્યું.

"ત્રીજી?! મતલબ સિદ્ધિ પણ તો ખરી જ ને?!" વિરાટ ની સાથે રચના પણ હસી પડી.

"કોઈ જ નહિ... તું મારો અને હું તારી! બીજું કોઈ જ નહિ આપની વચ્ચે!" રચના એ કહ્યું અને વિરાટને એને જકડી લીધો.

(સમાપ્ત)