The Bhagavad Gita from a scientific point of view books and stories free download online pdf in Gujarati

ભગવદગીતા વૈજ્ઞાનિક દૃષ્ટિએ

આધ્યાત્મિકતા (Spirituality) એટલે જ વિજ્ઞાન. ધર્મ(Religion) એ હંમેશા માન્યતાઓ અને વિશ્વાસ ની વાતો કરે છે કે આ ભગવાન માં માનો , આ પરંપરા માં વિશ્વાસ કરો. ધર્મ માં આપણે પ્રશ્ન ના કરી શકીએ ધર્મ ની વાતો માં આપણે ક્યાંય વાંધો ન ઉઠાવી શકીએ.સ્વર્ગ અને નર્ક એટલે શું?માન્યતા જ તો છે. આપણે તેને સાબિત ના કરી શકીએ પરંતુ આધ્યાત્મિકતા(Spirituality) એ સંપૂર્ણ પ્રશ્નોત્તરી છે જેની તમે એક એક વાત ને સાબિત કરી શકો છો.

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા(Spirituality) બંને માં "આવું હોય શકે" ને ક્યારેય સ્થાન હોતું નથી.એમાં જે "છે" એની જ વાતો કરવામાં આવે છે અને જે છે એ ફક્ત એવું નહિ એક એક વ્યક્તિ માટે છે ને બીજા માટે નથી.હિન્દુ માટે છે અને મુસ્લિમ માટે નથી,એવું નથી. Spirituality એટલે કે બધા માટે "છે" એને એક હિન્દુ પણ સાબિત કરી શકે અને મુસ્લિમ પણ કરી શકે છે,બધા જ કરી શકે છે.

ભગવદગીતા માં શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે કણ કણ માં હું છું,હું સર્વસ્વ છું "અને" હું કશું જ નથી. પેહલી નજરે તો લાગે કે આવું તે કેવી રીતે શક્ય છે? એક બાજુ કહે છે કે હું સર્વસ્વ છું અને બીજું જ બાજુ કહે છે હું કશું જ નથી.આને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી પ્રકાશ ના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.

પુનમ ની શિતળ ચાંદની રાત્રે જ્યારે આપણે આકાશ મા ચંદ્ર જોઇએ છીએ તે શુ ખરેખર આપણે ચંદ્ર ને જોઇએ છીએ ચંદ્ર પરથી પરાવર્તિત થતો પ્રકાશ જોઇએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે ચંદ્ર સ્વયમ પ્રકાશિત નથી.પ્રકાશ એટલે આપણે સમજીએ છીએ અંજવાળું પરંતુ વાસ્તવિકતા માં પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે પ્રકાશ ટ્રાવેલ કરે છે પરંતુ ત્યાં તો સંપૂર્ણ અંધકાર છે.એટલે કે જેને આપણે પ્રકાશ એટલે કે અંજવાળુ સમજતા હતા એ તો વાસ્તવિકતા માં અંધકાર છે.એટલે જ્યા સુધી પ્રકાશ અને ચંદ્ર બન્ને એક સાથે મળશે નહિ ત્યા સુધી ન તો પ્રકાશ અસ્તિત્વ મા આવશે ના તો ચંદ્ર અસ્તિત્વ મા આવશે.બન્ને નુ અસ્તિત્વ એક બીજા સાથે જોડાયેલુ છે.એવી જ રીતે એ જ પ્રકાશ જ્યારે કોઈ બીજા પદાર્થ કે કણ સાથે અથડાય છે ત્યારે તે પદાર્થ ના ગુણધર્મ ને આધારે તે પ્રકાશ નું પરાવર્તન,શોષણ અને વક્રીભવન થઈ ને આપણ ને દેખાય છે.આપણે કોઈ પણ વસ્તુ ત્યારે જ જોઈ શકીએ જ્યારે તે વસ્તુ પરથી પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ ને આપણી આંખ સુધી પહોંચે છે.એટલે કે આપણે જે કંઈ પણ જોઈ શકીએ છીએ બીજું કશું નહિ પણ પ્રકાશ જ છે.આકાશ માં દેખાતું મેઘધનુષ પણ પ્રકાશ જ છે.એમાં રહેલા વિવિધ રંગ એ પણ પ્રકાશ જ છે. એક રીતે આપણે કહ્યું કે પ્રકાશ એ પોતે અંધકાર છે અને બીજી બાજુ આપણે કહીએ છીએ કે એ બધા જ રંગો, પ્રકાશ માં છે.આ ઉપરાંત એ જ પ્રકાશ મા હજુ પારરક્ત કિરણો , પારજાઁબલી કિરણો, ક્ષ-કિરણો અને હજુ તો કેટલુ બધુ છે. જે પ્રકાશ પોતે કશું જ નથી પરંતુ આ બધી જ સંભાવનાઓ એ પ્રકાશ માં જ રહેલી છે.એવી જ રીતે આપણે જે કંઈ પણ જોઈએ છીએ ,સાંભળીયે છીએ , સ્પર્શ કરીએ છીએ એ બધા ની કઈક સ્ત્રોત છે કે જેનામાં પોતાના માં કશું જ નથી પણ આ સમગ્ર સૃષ્ટિ ની બધી જ સંભાવનાઓ તેના માં જ છે.