Milan - 1 books and stories free download online pdf in Gujarati

મિલન - 1

શુભ રાત્રી મોમ ડેડ... હવે હું સુવા માટે જાવ છું. જય શ્રી કૃષ્ણ.

સારું જેવી તારી ઈચ્છા.. પણ જો તું પણ અમારી સાથે ફિલ્મ જોવા આવે તો અમને પણ મજા આવે.

ના યાર..! થકાવટ મહસૂસ થાય છે. એટલે આરામ કરી લવ. ને પાછું કાલે સવારે જોબ ઉપર પણ જવાનું છે. તેથી કરીને નથી આવતો. તમે જતાં આવો... Enjoy your day...!!

સારું બાય. શુભ રાત્રી...

ચાલો મોમ ડેડ ગયા... હવે હું પણ સુવા ની તૈયારી કરું. ગમે તે કહો પણ ઉનાળા માં ધાબા ઉપર સૂતાં સૂતાં રાત્રી ના આકાશ નિહાળવાની મજા જ અલગ છે.

શરીર ને શીતળતા આપે એવો પવન

આંખ ને શીતળતા આપે એવા તારા અને ચંદ્ર

મન ને શીતળતા આપે એવું મીઠું મધુર સંગીત

અને દીલ ને શીતળતા આપે એવી રાત્રી ની શાંતી.

ખરેખર લાગણી તો રાત્રી મા જ હોય છે. જાણે સવાર મા બનેલી બધી જ ઘટનાઓ રાત્રે લાગણી બની ને ભેટવા આવી રહી હોય.

અને આ રાત્રી અને લાગણી ઉપર થી એક વાત અત્યારે જરૂર યાદ આવે છે કે, જ્યારે હું નાનો હતો ત્યારે મામાં ના ઘરે ગયેલો અને ત્યાં એમણે આમ જ રાત્રી ના ખુલ્લા આકાશ ની નીચે મને એક વાત કરેલી. વાત એમ છે કે ;

દુઃખ - સુખ જીવન ના રથ ના પૈડાં કહેવાય. અને એનાથી છટકી ના શકાય. અને જે માણસ છટકવા જાય એ પોતાની જાત ને ગુમાવી બેસે છે. યાદો ના સ્મરણ માં સુખ ની વાતો કરવી કે દુઃખ ની..? સ્મરણ એટલે ખરેખર લાગણી કહેવાય. સ્મરણ સારું કે ખરાબ હોય સકે પરંતુ લાગણી તો હંમેશા દીલ મા વસેલી હોય છે. લાગણી સારી હોય કે ખરાબ હોય દુઃખ દાયક હોય પરંતુ તેને યાદ કરવાથી ચક્ષુ તો ભીંજાવાના જ. સારી લાગણી યાદ કરતા શાંતી મળે કારણ કે આપણા જીવન માં પણ ભગવાને ખુશી આપેલી છે. ખરાબ લાગણી યાદ કરવાથી સંતોષ મળે કારણ કે જીવન ના એક કપરા પળ ને આપણે હરાવી દીધો.

સારો સમય આવે તો ખુશ પણ થવાય અને કપરા

સમય મા દુઃખી પણ થવાય. પણ બંને સમય મા સંયમ ના ખોવાય. નહિતર સારા સમય મા દુઃખી ક્યારે થઈ જઈએ એ ખબર ના પડે. અને ખરાબ સમય મા ક્યારે આપણે આપણું સર્વસ્થ ખોઈ બેસીએ એનું જ્ઞાન ના રહે. અને સાથે સાથે.....

( અચાનક પપ્પા નો અવાજ આવ્યો)

અરે.. અનિરૂદ્ધ બેટા..!! હજી સુધી જાગી રહ્યો છે..?

હા... થોડા વિચારો મા ખોવાઈ ગયો હતો.

હમમ... મને ખબર જ હતી કે મહાશય સૂવાના તો છે જ નહીં આટલી વહેલાં. વિચારો ના મહારાજ જો છે.

અરે.. ના ના હું તો સૂઈ જ રહ્યો હતો. પણ આ જુવો ને કુદરત ની જાદુગરી કેવી મીઠી મજાની રાત આપી છે સંપૂર્ણ દિવસ નો થકાવટ ઉતારવા. બસ એજ જોઈ રહ્યો હતો.

હા, ભગવાન ની લીલા કોઈ ના સમજી શકે.

હમમ.. પરંતુ તમે 1 કલાક પહેલા જ આવી ગયા..?

કેમ, મૂવી મા દમ નહતો?

કોને ખબર શું હતું પિક્ચર મા..!

એનો મતલબ તમે મૂવી જોવા નહોતા ગયા?

મૂવી જોવા જ ગયા હતા. પરંતુ... ( પપ્પાને બોલતા અટકાવી ને મમ્મી બોલી )

પરંતુ તારા પપ્પાએ કહ્યું કે તું નથી આવ્યો એટલે નથી જવું. તો અમે ગાર્ડન માં ચક્કર લાગ્યું અને પછી થોડી વાર બેસ્યા ત્યાં અને આઈસ ક્રીમ ખાઈ ને પાછા આવી ગયા.

યાર..! આવું તો થોડું કંઈ હોતું હશે..? હું ના આવું તો તમારે પણ એન્જોય નઈ કરવાનો. આતો વ્યાજબી વાત ના કહેવાય.

બધુંય વ્યાજબી જ છે. હવે તું સૂઈ જા. નહિતર લેટ થઈ જશે કાલે.

સારું. ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ.

જય શ્રી કૃષ્ણ બેટા..!

 

હમમ... ચાલો સવાર થઇ પણ ગઈ. ખબર પણ ના પડી કે ક્યારે મીઠી મીઠી રાત વીતી ગઈ. હવે પાછું કામે લાગી જવું પડશે.

અનિરૂદ્ધ ચાલ નાસ્તો તૈયાર છે. વધારે મોડું નઈ કર નહિતર લેટ થઈ જશે.

હા આવ્યો મોમ.. જસ્ટ અ મિનિટ.

અરે વાહ પૌંઆ..!! ચાલો દિવસ ની શરૂઆત તો સ્વાદિષ્ટ થઈ. હવે ચોક્કસ દિવસ પણ સારો જ જશે.

હા હા... સારો જ જશે.

ચાલો સારું તો બાય.. હવે હું જાવ. ટેક કેર મોમ. જય શ્રી કૃષ્ણ.

તું પણ ધ્યાન રાખજે તારું. જય શ્રી કૃષ્ણ.

એક વાત તો સાચી જ છે કે સવાર સવાર મા ટ્રાવેલ કરવાનો આનંદ જ અલગ હોય છે.

એકચ્યુલી, મારી ઑફિસ.. અરે ઑફિસ મારી નથી, હું તો ત્યાં જોબ કરું છું. મારી કર્મ ભૂમિ એટલે કે મારું કામ કરવાનું સ્થળ મારા ઘરે થી દસ એક કિલોમટર દૂર છે એટલે મારે બસ મા ટ્રાવેલ કરવું પડે. અને ટ્રાવેલ કરવાનું તો મારું ફેવરીટ કામ છે.

અને હા, વર્ષો પહેલા મારા મિત્ર ના બાપા એ ખુબ જ ધૂમધામ થી 'પબ્લિસિટી ઓફિસ' ખોલેલી એને એ જ મારુ કાર્ય સ્થળ અને મારો મિત્ર આનંદ ત્યાંનો જનરલ મેનેજર.

અમારે ત્યાં અલગ અલગ કંપનીઓની જાહેરખબરો ને તૈયાર કરી પ્રચલિત વર્તમાનપત્રો અને મેગેઝિનમાં મોકલી આપવામાં આવતી. અને જાહેરાતોમાં હેડલાઇન લખવાનું તેમજ મુખ્ય મુદ્દાઓ ઉપર આર્ટિકલ્સ લખવાના એ જ મારું કામ.

કંપનીઓ તરફથી અમને એડવાન્સ માં જ પેમેન્ટ મળી જતુ પરંતુ મેગેઝિન અને વર્તમાનપત્રો વાળા ને અમે એક મહીના પછી જ પેમેન્ટ નો ચેક મોકલી આપતા.

એક રીતે અમારો આ બિઝનેસ બહુ સરસ જામી ગયો પણ જેમ જેમ બિઝનેસ જામતો ગયો તેમ તેમ મારા મિત્રનું વર્તન પણ બદલાવવા લાગ્યું.

મારા મિત્ર આનંદ એ અમારી ઓફિસ ના ઉપર ના માળે પોતાના માટે એક અલગ જ કેબીન બનાવી અને પોતાના માટે એક પર્સનલ સેક્રેટરી પણ રાખી લીધી.

હવે તો મારો મિત્ર આખો દિવસ પોતાની કેબીનમાં જ બેસી રહેતો એને જો કોઈ કામ હોય તો અમને તેની કેબીનમાં બોલાવી લેતો.

ઓફિસ નો સમય પુરો થયા પછી પણ પોતાના કર્મચારી પાસેથી વધારાનું કામ કરાવવામાં પણ એણે મહારથ હાસીલ કર્યો હતો અને આવુ કરવામાં પણ આનંદ ને વિશેષ આનંદ આવતો.

ઉપરાંત હવે અમારી મિત્રતા પણ પહેલાં જેવી રહી ન હતી. સત્તાનો હોદ્દો આવતા જ માણસ બદલાઈ જ જતો હોય છે એ વાત તદ્દન સાચી જ છે. હવે તો એ મેનેજર અને હું એક સામાન્ય એવો કર્મચારી બની ગયો હતો.

પૈસા આવતા જ માણસ પોતાનું રૂપ બદલી નાખે છે અને જુના સંબંધ ભૂલીને અભિમાન ની માળા પહેરી લે છે. તેમજ મે મનને મનાવી લીધું હતું કે, પૈસા મેળવીને લોકો સમજે છે કે એમણે સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી લીધી પરંતુ ખરેખર શું એ વાત સાચી છે..!?

લ્યો વાતો વાતો મા આપણી કર્મ ભૂમી પણ આવી ગયી.

ક્રમશઃ