Milan - 2 books and stories free download online pdf in Gujarati

મિલન - 2

અત્યાર સુધી :

પૈસા આવતા જ માણસ પોતાનું રૂપ બદલી નાખે છે અને જુના સંબંધ ભૂલીને અભિમાન ની માળા પહેરી લે છે. તેમજ મે મનને મનાવી લીધું હતું કે, પૈસા મેળવીને લોકો સમજે છે કે એમણે સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી લીધી પરંતુ ખરેખર શું એ વાત સાચી છે..!?

લ્યો વાતો વાતો મા આપણી કર્મ ભૂમી પણ આવી ગયી.

-------------------

આગળ :

આવી ગયો અનિરૂદ્ધ બેટા. તું હંમેશા સમયસર આવીજ જાય છે. તારી સમય પ્રત્યે ની સભાનતા જોઈ ને આનંદ થયો. " ઑફિસ ના પટાવાળા એ પૂછ્યું.

હા રામજી કાકા આવી ગયો. અને વાત સમય ની તો, એમાં એવું છે કાકા કે સમય ને તો માન આપવું જ પડે. સમય સૌથી કિંમતી વસ્તુ છે. એક વખત ચોરી થઈ ગયેલાં પૈસાપાછા આવી જાય. પરંતુ વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો કાકા.

હા દીકરા વાત તો સાચી કહીં. તો હવે તું તારો સમય ખર્ચ કર્યા વગર તારા ટેબલ ઉપર જાઇ ને બેસ..!

હા ત્યાજ જાઉં છું.. અને એક કપ....

રામજી કાકા મને અટકાવતા બોલ્યા " હા  હા... એક કપ ચા લઈને જ આવું છું. "

અને ચા થોડી...!!

રામજી કાકાએ મને ફરીથી અટકાવ્યો અને બોલ્યા, " અરે હા બેટા..! મને ખબર જ છે. ચા થોડી કડક જ હશે. "

હમમ... ઠીક તો જલદી લઈને અવાજો. પછી શેઠ સાહેબ ને કામ હતું થોડું મારું. એમને મને કાલે કહેલું. તો થોડી જલદી કરજો.

સારું. હું હમણાં જ લઈને આવ્યો.

જેમ એક નિષ્ઠવાન વ્યક્તિને તેના કામ પ્રત્યે લગાવ અને ચાહના હોય તેમ જ મારા માટે પણ મારું આ કામ મારો

પ્રેમ છે... મારો લગાવ છે. ખરેખર જ્યાં સુધી હું આ ખુરશી અને ટેબલ ઉપર બેસું નહિ ત્યાં સુધી મારી સવાર નો સૂરજ ઊગતો જ નથી.

રામજી કાકા આવ્યા " આ લો આવી ગઈ તમારી પ્રેમિકા, ચા ...!! ગરમાગરમ અને કડક મસાલા વાળી ચા "

હા.. કાકા તમે આટલા ટુંક જ સમયમાં મને ઘણો બધો જાણી લીધો છે.

કામ મારો પ્રેમ અને ચા મારી પ્રેમિકા.

ઑફિસ મારું ઘર અને અહીંયા રહેલી અશાંતિ મારો સુકુન.

આ કલમ મારો હાથ અને આ લેખ અને કવિતા મારી વાણી.

સમય મારા પૈસા અને શાંત મારું વ્યક્તિત્વ.

વાહ..!! આ ચાર લાઈન મા તો તમે તમારું વ્યક્તિત્વ દર્શાવી દીધું. " રામજી કાકા બોલ્યાં.

"એક લેખક માટે તો એના શબ્દો જ એનો જીવ તેમજ આત્મા હોય છે."

- Bhatat Prajapati

મુદ્દાની વાત કરી હો...! ચાલો હવે તમે તમારું કામ કરો અને હું મારું. ઑફિસ ની બધી ફાઈલ જે કામ વગર ની છે અને જૂની પસ્તીઓ ભંગાર મા આપવાનું કહ્યું છે શેઠે. " રામજી કાકા

હા.. સારું ચાલો બાય.

અરે.. મારી ફાઈલ ક્યાં ગઈ.? ગઇકાલ સાંજે તો અહીંયા ટેબલ ના ખાનામાં મૂકી હતી. રામજી કાકા પણ કામ થી બહાર નીકળી ગયા.

અરે જીગર.. મારા અહીંયા આવવાના પહેલા કોઈ મારા મેજ પાસે કોઈ આવ્યુ હોય એવો ખ્યાલ ખરો..? " મારા ઑફિસ મા મારી બાજુના ટેબલ ઉપર બેસતા મારા ખાસ મિત્ર જીગર ભાઈ ને પૂછ્યું.

હા દોસ્ત, આપણા ઑફિસ નો એકાઉન્ટન્ટ શ્રીધર આવ્યો હતો. અને હા, એ ટેબલ ના ખાના માંથી કેટલીક ફાઈલ લઈને મેનેજર ની ઑફિસ મા પણ ગયો હતો.

ઓહ્..!! ઓકય, થેંક્યું જીગર.

 

માય પ્લેઝર.

જીગર ભાઈ પાછા એમના કામ ઉપર લાગી ગયા. અને મે 4 પાર્ટી ને ફોન કરીને પેમેન્ટ મોકલવાનું કહ્યું. આમ તો ડિસ્ટ્રિબ્યુટર પાસે થી નાણાં તરત જ મળી જતાં હતાં. પરંતુ અમુક વાર યાદ કરાવું પડે છે. પણ એક જ વાર ફોન કર્યા બાદ બીજી વાર ફોન કરવાની જરૂર ના પડે.. તરત જ નાણાં રવાના કરવી જ દે. એટલા પ્રમાણિક નિર્માતાઓ છે. અને સૌથી પ્રમાણિક નિર્માતા ચંદનલાલ શેઠ. એમનું કામ એકદમ પરફેક્ટ જ હોય.

એટલામાં જ એકાન્ટન્ટ શ્રીધર આવ્યો અને કહ્યું કે "શેઠ તમને બોલાવે છે."

હા, હું ઓફિસમાં જ આવતો હતો. ચાલો... આવું છું.

ઑફિસ ની અંદર ગયો કે તરત જ મેનેજર આનંદ એટલે કે મારો મિત્ર બોલ્યો, "આવ અનિરૂદ્ધ, કેમ છે..? તબિયત પાણી સારા ને..? શું મંગાવું... ચા કે લસ્સી? "

નામ આનંદ છે પણ આખો દિવસ અકળાયા જ કરે છે. મે છેલ્લા કેટલાક વર્ષોથી એને કોઈ દિવસ ખુશ નથી જોયો. અને આજ આ મારી સાથે આમ પ્રેમ થી મિત્ર તરીકે વાત કરે છે... નક્કી કંઈક કામ નીકળવું હશે." મન માં બોલ્યો હું. અને પછી એક સ્મિત સાથે પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે,

હા, મારી તબિયત ને શું થાય વાળી. હું એકદમ મજામાં. અને હા.. કંઈ નથી મંગાવું. પૂછવા માટે આભાર દોસ્ત. તમે કાલે કહ્યું હતું કે કંઈક કામ છે.. શું કામ હતું.?

હા.. એજ કામ માટે બોલાવ્યાં હતાં તમને. આપણે કેટલાં ડિસ્ટ્રિબ્યુટર પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે અને કેટલી રકમ નું..? અને કેટલાં પૈસા આપણે આપવાના થાય છે અત્યાર સુધી.

મે હમણાં જ ફોન કરીને જણાવી દીધું છે કે, પેન્ડિંગ પેમેન્ટ જલદીથી મોકલાવી આપે. ચાર ડિસ્ટ્રિબ્યુટર પાસેથી પેમેન્ટ આવવાનું બાકી છે અને એની રકમ 1 લાખ છે. અને આપણે ચૂકવવાના થતા પૈસાની રકમ સાડા 6 લાખ થી પણ વધારે છે.

મારું અનુમાન સાચું જ નીકળ્યું , " આજે એક સારા સમાચાર આપવાના છે. "

હું પામી ગયો કે હવે બધાને પૈસા ચૂકવી દેવામાં આવશે, પણ ત્યાં તો શેઠે જણાવ્યું, "આજે હું કોર્ટમાં મારી જાતને દેવળીયા તરીકે જાહેર કરવાનો છું અને આવતી કાલથી આ કંપની બંધ કરવામાં આવે છે."

આનંદ આ તું શું કહી રહ્યો છે..? તને ભાન પણ છે કે નહીં..?

આમ કેવી રીતે બની શકે..? આ નિર્ણય લેવા પહેલા એક વાર તે તારા પિતાજી ને પૂછ્યું હતું..? અને અચાનક એવું તે શું બન્યું કે તમે તમારી જાતને નાદાર જાહેર કરી રહ્યા છો..? અને પૈસા હોવા છતાં પણ તમે લોકોને પૈસા નથી આપી રહ્યા...!! આ અનીતિ કહેવાય. " આ સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો અને મે પ્રશ્નો ની વર્ષા કરી દીધી.

ક્રમશઃ