Nengyu no Maanas - 12 books and stories free download online pdf in Gujarati

નેગ્યું નો માણસ - 12

● CHAPTER : 12
● મારું નવું જીવન - મહેશ પટેલ.
એ ડાયરી માં જેમાં મારા એટલે કે મહેશ પટેલ વિશે લખ્યું હતું , એ ડાયરી નું શીર્ષક હતું : 'Life like not living'. હવે આવું શીર્ષક વાંચી ને જ વિચાર આવે કે આ સમયધારા કેવી ખરાબ હશે ! મન માં ઘણા પ્રશ્નોની સાથે મેં એ ડાયરી વાંચવાની શરૂઆત કરી. શરૂઆતના થોડા પેજ વાંચીને જ ખબર પડી જાય કે મેં (એટલે કે મહેશે) આ ડાયરી લખવાની પ્રેરણા દાદાથી જ લીધી છે. કારણ કે દાદા ની જીવન ડાયરી જે રીતે દાદાએ લખી હતી તેવી જ રીતે મહેશે એટલે કે મેં આ બુક લખી છે. (યાદ રાખજો હું જ મહેશ છું. અથવા મહેશ જ પ્રિન્સ પટેલ છે.)
એ ડાયરી ને ટુક માં લખું તો , જેવી રીતે મને ખબર જ છે કે આ સમયધારા એકદમ બદલી ગઈ છે. તેથી આ સમય ધારા માં મારુ નામ પ્રિન્સ નથી. મારુ નામ મહેશ છે. 'પ્રિન્સ' નામ મારા મમ્મીએ રાખું હતું. ત્યારે મારા દાદા ન હતા. જ્યારે આ સમય ધારામાં દાદાનું મૃત્યુ થતું ન હતું. તેથી આ સમય ધારામાં મારુ નામ 'મહેશ પટેલ' છે. પહેલે કહ્યું તેવી જ રીતે , મારા દાદાનું મૃત્યુ થયું નથી. આથી હું ખુશ હતો. પણ સમય જતાં દાદા અને અશોક દાદાની વચ્ચે જગડા થવા લાગ્યા. આથી અશોક દાદા બીજે રહેવા ચાલ્યા ગયા. દાદી આ વાતથી દાદાથી બહુ ગુસ્સે હતા. ત્યારે એક એક્સિડન્ટમાં દાદીનું મૃત્યુ થઈ ગયું. દાદીના અંતિમ સંસ્કારમાં અશોક દાદાને પણ બોલાવવામાં આવ્યા હતા. પણ તેઓ આવ્યા નહિ. આ કારણથી દાદાએ ક્યારેય પણ અશોક દાદાને બોલાવ્યા નહિ. આજે દાદા કોલેજથી નીકળી ગયા છે અને ઘરે જ પ્રાઇવેટ ટ્યુશન ચલાવે છે.
બીજી બાજુ મારી મમ્મી પણ મારી સાથે નથી. થયું એમ કે , જ્યારે મારા પપ્પા એ પોલીસ ની પરીક્ષા આપી તો ત્યાં જ તેમને મારા મમ્મી મળ્યા. બન્ને વચ્ચે પ્રેમ થયો. પણ મારા પપ્પા એ પોલીસની પરીક્ષામાં પાસ થયા નથી. પણ તેઓ હજુ ટ્રાઈ કરશે અને પરીક્ષામાં પાસ થઈને જ રહેશે , એવા વચનમાં મમ્મીએ પપ્પા સાથે લગ્ન કર્યા. ચાર વાર પરીક્ષા આપ્યા બાદ પણ પપ્પા પાસ ન થયા. ત્યાર બાદ ઘણી જગ્યાએ ધક્કા ખાઈ ખાઈને પપ્પા થાકી ગયા હતા. ઉપરથી ઘરમાં પણ પૈસા ખૂટવા લાગ્યા હતા. તેથી આખરે મારા પપ્પાએ બુલેટ કાર ચલાવવાનું કામ શરૂ કર્યું. પૈસા ઓછા મળતા હતા પણ જેમ તેમ ચાલી જતું હતું. મમ્મીએ પપ્પાના આ નિર્ણય ઉપર સહમતી દર્શાવી. પણ ધીરે ધીરે મારા પપ્પાને દારૂ અને જુગારની આદતો લાગવા માંડી. ધીરે ધીરે ઘરમાંથી પૈસા ઓછા થવા લાગ્યા. આ કારણ થી થોડા જ દિવસોમાં પપ્પાએ ચોરી કરવાનું પણ શરૂ કરી દીધું. જયારે આ વાત મારી મમ્મીને ખબર પડી તો તેઓ નાના-નાની ના ઘરે ચાલ્યા ગયા. તેના 6 મહિના બાદ મારા મમ્મી પપ્પાનું તલાક થયું. અને મારી custody પપ્પાએ લીધી. ત્યારે હું (એટલે કે મહેશ) પણ આ વાતથી સહેમત હતો. પણ આ મારી એક ભૂલ હતી.
ત્યાર બાદ પરિષ્ટિથી ખરાબ થી વધુ ખરાબ થતી ગઈ. જયારે હું નાનો હતો ત્યારે દારૂ પીને મારા પપ્પાએ મને ઘણું માર્યું હતું. સારું થયું કે ત્યારે દાદાએ મારી રક્ષા કરી. નક્કર હું ત્યાં જ મરી જતો. ત્યારે મારા ડાબા પગમાં ફેક્ચર આવ્યું. ત્યારથી આજ સુધી હું મારા દાદાની સાથે એ જ જુના ઘર રહું છું. પણ દર અઠવાડિયે પપ્પા અહીંયા આવે અને પૈસા લઈને ચાલ્યા જાય. જ્યારે દાદાનો સ્વભાવ પણ સારો નથી.
ઘરના આડોસ પડોસથી દર બીજા દિવસે દાદાનો જગડો થાય છે. દાદા મને પણ નાની નાની વાતોમાં ટોકયા કરે. હા , પણ તેઓ ટ્યુશનમાં આવતા પોતાના વિદ્યાર્થીઓ ની સાથે સારો વ્યવહાર કરે. કારણ કે તેમને ખબર છે કે જો વિદ્યાર્થીઓ નહીં આવે તો પૈસા નહિ આવે અને જો પૈસા નહિ આવે તો ઘર નહિ ચાલે. આવી રીતે હું માનસિક અને શારીરિક રીતે બહુ હેરાન થયો છું. જયારે સ્કૂલમાં પણ મારો આવો જ હાલ હતો. સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ મારી રેગીંગ કરતા. તેઓ મને ગુસ્સો દેવડાવતા હતા. આ કારણથી મેં ઘણી સ્કૂલો બદલી , પણ બધી જગ્યાએ આવું જ હતું. આથી મારુ સ્વભાવ પણ ધીરે ધીરે બગડવા લાગ્યું અને મને ઘણી ખરાબ આદતો લાગવા માંડી.
આવી રીતે મારુ આ સમયધારાનું જીવન એકદમ બગડી ગયું હતું. આ સમયધારામાં હું K.S.A. (kopaya space agency) માં જવા માંગતો નથી. જ્યારે મારા પપ્પાએ મને દારૂ પીને માર્યું હતું અને મને ડાબા પગમાં ફેક્ચર આવ્યું હતું. ત્યારે મારી મુલાકાત ડોકટર જોષી થી થઈ. ડો.જોષી એક Podiatrist (પોડિયાટ્રિસ્ત) એટલે કે પગના ડોકટર હતા. તેમને મારા પગનો ઓપરેશન કર્યું , સાથો સાથ તેમને મને પોડિયાટ્રિસ્ત ની ઘણી વાતો કહી. આવી રીતે મને પોડિયાટ્રિસ્ત માં રસ પડવા લાગ્યો. થોડી વિચિત્ર વાત છે પણ આ જ સાચી વાત છે. સ્કૂલ બાદ મેં R.M.C.(રગનમજા મેડિકલ કોલેજ) ની પરીક્ષા આપી. પણ પહેલી વાર હું નપાસ થયો. ત્યાર બાદ ઘણી મહેનત કર્યા બાદ હું R.M.C. ની પરીક્ષામાં પાસ થયો. અને કાલે કોલેજનો પહેલો દિવસ છે.
આ બધું વાંચીને મને ઘણો આઘાત લાગ્યો. મને ઘણું દુઃખ થયું. આ બધું થવાનું કારણ હું 'પોતાને' જ માનતો હતો. જો હું અશોક દાદાને એ એક્સિડન્ટથી ન બચવતો તો , આજનું વર્તમાન સારું હોત. આ મારી જ ભૂલ છે. મેં આવું ક્યારે પણ વિચાર્યું નહતું. હું તો સારું કરવા ગયો હતો. હું એ કરવા ગયો હતો જે મારે જોતું હતું અને મને એ મળ્યું પણ ખરા. પણ જેવી રીતે મેં વિચાર્યું હતું તેવી રીતે નહિ. હું ખરેખરમાં બહુ દુઃખી હતો. હું પોતાને જ ગુનેગાર માનતો હતો. આ બધું વિચારીને હું રડી પડ્યો. હું એટલે ન હતો રડતો કે MISSION NEW TIME સફળ થયા બાદ પણ નિસફળ રહ્યું , નહિ હું એટલે રડતો ન હતો. હું એટલે રડતો હતો કે મારી એક ભૂલને કારણે આ બધું થયું છે.
કાલ રાત્રે હું ક્યારે સૂતો એ મને પણ યાદ નથી. સવારે 7 વાગ્યે દાદાએ મને ઉઠાડ્યો અને ત્યાર થયા બાદ 9 વાગ્યે હું કોલેજે ગયો. મારી માટે બધું નવું હતું. દાદાની વાતો , કોલેજે જવા માટેનો રસ્તો , ત્યાં આવેલા વિદ્યાર્થીઓ , મેં અને બીજા નવા ડોકટરોને લીધેલુ વચન કે 'હું કોઈ પણ વ્યક્તિને હાનિ પહોંચાડીસ નહિ. હું કોઈ પણ વ્યક્તિને મારી નહિ નાખું. વગેરે વગેરે....' એ બધું મારી માટે નવું હતું. હવે મને પછતાવો થાય છે કે મેં એ વચન શા માટે લીધું ! કારણ કે આ જ એ વચન છે જે હું ભવિષ્યમાં તોડવા માટે મજબૂર થયો હતો.
હું બહુ દુઃખી હતો. મને કંઈ પણ કરવાની ઈચ્છા થતી ન હતી. હું એક જ જગ્યાએ ઘણા સમય સુધી બેઢો જ રહેતો હતો. હું depression નો શિકાર હતો. આખા દિવસમાં મેં કોઈનાથી કઈ પણ વાત કરી ન હતી. હું ચૂપચાપ એક ખૂણે બેઠો રહેતો. ધીરે ધીરે હું બીમાર પાડવા લાગ્યો. મને તાવ અને શરદી થવા લાગી હતી. હું અશક્તિ પણ અનુભવ કરવા લાગ્યો હતો. મને કંઈ પણ કામ કરવાની ઈચ્છા જ થતી નહિ. મારો ખોરાક પણ ઓછો થવા લાગ્યો હતો. હું અંદરથી મેરતો જતો હતો. દાદાના કહેવાથી મેં ઘણા ડોકટરોને બતાવ્યું પણ કઈ ફાયદો ન થયો. તાવ વધતો જ જતો હતો. આ વચ્ચે મારા પપ્પા ઘણી વાત ઘરે આવ્યા પણ મારી સાથે મળ્યા નહીં. મને ઘણું દુઃખ થતું હતું. હું અંદરથી એક દમ તૂટી ગયો હતો. આવી રીતે એક મહિનો વીતી ગયો હતો.

તારીખ : 31-મે-2018 (એક મહિના બાદ)
સમય : રાતના 1:30
તાવને કારણે મને ઘરે જ બાટલા ચડાવવામાં આવ્યા હતા. હું બહુ ચિંતા કરવા લાગ્યો હતો. ચિંતા કરવાની કારણે મને ઘણા દિવસ સુધી ઊંઘ જ ન આવતી. પણ આજે અચાનક ઊંડી ઊંઘ આવી ગઈ.

' હું એક ઉંચી ઇમારતની ઉપર ઉભો છું. એ ઇમારત દરિયાની એકદમ વચ્ચોવચ છે. ઇમારતની ચારે તરફ દરિયાનું ઊંડું પાણી છે. એ ઊંડા દરિયાના પાણીમાં ઘણી શાર્ક માછલી છે. જે મારા પડવાની રાહ જુવે છે. હું એ ઇમારતની કિનારે જ ઉભો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને એ દરિયામાં પડવા માટે મારો પગ આગળ વધાર્યો. હું નીચે પાડવા લાગ્યો. કે ત્યારે જ કોઈએ જાદુઈ રીતે મને ઉપર ખેંચી લીધો.જ્યારે મેં એ વ્યક્તિ સામે જોયું તો મને આશ્ચય થયું કારણ કે એ હું એટલે કે પ્રિન્સ જ હતો. હું કઈક બોલું તેની પહેલા મારા સામે વાળા પ્રિન્સએ પોતાની પાસેથી ગન નીકળી અને મને મારી નાખ્યું.'

અને હું જાગી ગયો. જાગ્યા બાદ મેં એક કાગળ લીધું અને તેમાં મને આવેલ સ્વપ્ન લખવા લાગ્યો. મને અંદરથી લાગતું હતું કે આ સ્વપ્નનો કઈક મતલબ છે. પણ મને ખબર હતી કે આ વખતે આ સ્વપ્ન F-7 ના A.I. થી આવ્યું નથી. પણ આ સ્વપ્નનું મતલબ શું હશે ??
હું વિચારવા લાગ્યો. આ વખતે વિચારવું એટલે જરૂરી હતું કારણ કે આ વખતે મારુ સ્વપ્ન મને કોઈ સ્થર બતાવવા માંગતો ન હતો. તેનું કઈક મતલબ હતો. મેં જેમ તેમ એ સ્વપ્નને એ કાગળ ઉપર લખ્યું અને વિચારવા લાગ્યો. જેમ જેમ હું વિચારવા લાગ્યો તેમ તેમ મને બધું સમજાતું ગયું.
એ ઇમારત મારા જીવનને દર્શાવે છે. અને એ દરિયો મારી મુશ્કેલીઓને. અને સ્વપ્નમાં આવેલ હું એટલે કે બીજો પ્રિન્સ એ મારા અંદરની અવાજને દર્શાવે છે. એટલે કે હું પોતાને આ મુસીબતથી બચાવી શકું છું. અને હું જ આ મુસીબતમાં રહીને હેરાન થઈ શકું છું. મારી મદદ કરવા કોઈ નહિ આવે , હું જ પોતાની મદદ કરી શકીશ. હવે શું કરવાનું છે એ મારા હાથ માં છે. હું વિચારમાં પડી ગયો. કારણ કે હું જ પોતાને આ મુસીબતથી બચાવી શકું છું. હવે શું કરવાનું છે એ મારા હાથ માં છે. મેં વિચાર્યું કે મારે એક બીજી જ સમય યાત્રા ની ઘડિયાળ બનાવવી પડશે. અને મારે અશોક દાદાનું મૃત્યુ પણ કરવું પડશે.

- સમય નું કામ એ જ સમય કરશે. -

----------------------------------
નોંધ :

• જુઓ ' નેગ્યું નો માણસ ' ના ટોપ 10 તથ્યો અથવા Facts. મારી બ્લોગ વેબસાઈટમાં 👇

(Did you know =)

(1) Didyouknow136.blogspot.com (IN GUJARATI )

અને

(Parmar ronak = )

(2) parmarronak136.blogspot.com (IN ENGLISH )
----------------------------------