An Unknown Relationship ... - 3 (Final Part - Climax) books and stories free download online pdf in Gujarati

એક રિશ્તા અણજાના... - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)


કહાની અબ તક: રોહિણી સત્યજીત ના ભાભીની બહેન છે. ભાભીને પહેલાં જ ખોળે છોકરી થઈ હતી તો દિયરને બોલાવી લીધો હતો. પણ સત્યજીત રોહિણી પ્રત્યે મૃદુ ભાવનાનો ધરાવે છે. એ એને પ્યાર કરે છે. એક વાર એને ખબર પડે છે કે રોહિણી હજી ભૂખી છે તો એ એને એક હોટલમાં લઈ જાય છે. રોહિણીના સ્વાભાવિક પ્રશ્નોના જવાબ સ્વાભાવિક રીતે જ સત્યજીત આપે છે પોતે એને આમ હોટલમાં એ કેમ લાવ્યો એમ પૂછતા એ એને કહી દે છે કે ભાભી એ એને કહેલું કે એની બહેનનું ધ્યાન રાખે એમ. પણ એક વાત એને હચમચાવી જાય છે. "તમારા મેરેજ તો નેહા સાથે થવાના છે ને?!" રોહિણી પૂછે છે તો સત્યજીત એને વાસ્તવિકતા સમજાવે છે કે એના મમ્મી મસ્તીમાં કહેતા હતા ત્યારથી બધા લોકો એમને એ રીતે બસ ચીડવે જ છે. છેલ્લે હોટેલથી જતાં સમયે સત્યજીત એને કહે છે કે વધારે ટાઈમ સ્પેન્ડ કરે; પણ ઘરેથી કોલ આવી જાય છે તો રોહિણી એને પ્રોમિસ આપે છે કે પોતે કામ કરતી હશે તો પણ એની સાથે વાત કરશે એમ. નેહા એકવાર સત્યજિતના ફોનને છીનવીને કોલ કટ કરી દે છે. એ જેનો કોલ એને કટ કર્યો હોય છે એ કોલ વાસણ ઘસી રહી રોહિણી નો જ હોય છે. બધાની વાત અને એનો શક વધારે જ દ્રઢ બની જાય છે. સત્ય જાણવા અને ગુસ્સો જાહેર કરવા બપોરે બધા ઊંઘી જાય ત્યારે બીજા ઘરે એ સત્યજિતને બોલાવે છે. એ એના પર ગુસ્સો કરે છે, એને કહે છે કે તું પોતે એનો નહિ, નેહાનો છે! સત્યજીત એને સમજાવે છે કે પોતે બસ એનો જ છે બીજા કોઈનો નહિ, નેહાનો તો બિલકુલ નહિ! શું સત્યજીત એને સમજાવી શકશે? શું રોહિણી સત્યજીત પર વિશ્વાસ કરશે? હવે આગળ શું થશે? શું સત્યજીત એના દિલની વાત રોહિણી ને કહી શકશે? રોહિણી નો પ્રતિભાવ કેવો હશે?

હવે આગળ: "નથી તું મારો! તું સ્નેહાનો છું! રિનાનો!" રોહિણી એ પારાવાર ગુસ્સામાં કહ્યું અને સત્યજીત થી દૂર ચાલી ગઈ!

"જો તને કંઇક ખાસ વસ્તુ જણાવું..." સત્યજીત એ કહ્યું અને એના ફોનમાં કોલ ની રેકોર્ડિંગ પ્લે કરી દીધી.

"હા... સારું તો તને રોહિણી પસંદ હોય તો તારા લગ્ન અમે રોહિણી સાથે જ કરાવીશું! તારી ખુશીમાં જ અમારી ખુશી! અમારે થોડું પરણવાનું છે!" રેકોર્ડિંગ માં સત્યજીત ની મમ્મી નો અવાજ હતો!

"આઇ એમ સો હેપ્પી!" રોહિણી એ કહ્યું અને સત્યજિતને વળગી પડી.

"ક્યારે આટલું બધું થઈ ગયું, મને તો કઈ કહ્યું જ ના તે!" રોહિણી એ આંસુઓ લૂછી લેતા પૂછ્યું.

"અરે એ રાતે જ ઘરે મમ્મી ને મેં તો બધું કહી દીધું હતું! હું મારી મમ્મીથી કઈ જ નહિ છુપાવતો, મારી મમ્મી જેટલું મને કોઈ ના જાણી શકે!" સત્યજીત એ કહ્યું તો રોહિણી એ એની ભ્રમર તાણી!

"અરે એટલે... એટલે... એક મમ્મી અને બીજી તું! બસ તમે બંને જ મને જાણો છો!" એને કહ્યું તો રોહિનીથી હસી જવાયું.

"યાર, કોઈ પણ કિમતે હું તને નહિ ખોઈ શકતી!" રોહિણી એ ખુદને સત્યજીત ની બાહોમાં ઢાળી દીધી.

"હા... હું પણ તને ક્યારેય ખોઈ ના શકું... એટલે જ તો તારા અને મારા મેરેજનું મમ્મી ને કહી દીધું... હવે કોઈ તારા કે મારા બીજે મેરેજ વિશે વિચારી પણ નહીં શકે!" સત્યજીતે કહ્યું.

"આઇ લવ યુ સો મચ!" રોહિણી એ કહ્યું.

"આઇ લવ યુ ટુ!" સત્યજીત એ પણ કહ્યું.

(સમાપ્ત)