Pleasure books and stories free download online pdf in Gujarati

પ્રસન્નતા

-: પ્રસન્નતા :-

----------------------------------------------------------------------------------------------------------------

ઘણા માણસ નો સ્વભાવ જ એવો હોય છે કે, તે કોઈપણ મંડળીમાં આવી મળે કે તે મંડળીને આનંદમય કરી નાખે. તે વ્યક્તિ ત્યાં ન હોય ત્યારે તેની ખોટ તમામને લાગી આવે છે.

પ્રસન્નતા એટલે આપણી જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ. જે સર્વ સ્થળે અને સર્વ સમયે સંતોષથી રહે છે તે નિત્ય પ્રસન્ન જ રહે છે. આવું એની મેળે થઈ શકતું નથી; ધૈર્ય, શાંતિ આદિ શુભ ગુણોના બળને પરિણામે જ આ શક્ય બને છે.

આ જગતમાં આપણને જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે આપણી ઈચ્છા પ્રમાણે જ થતું નથી. એટલે શ્રમ કરે જવો, પણ જે ફળ થાય તેથી નિરંતર સંતોષ રાખી પ્રસન્ન રહેવું એ મોટામાં મોટો સદ્ગુણ છે. આપણા જેવનને સુખમય કરવું કે દુઃખમય કરુવું એ જેટલું આપણા પોતાના ઉપર આધાર રાખે છે એકલું બીજાના ઉપર નથી રાખતા અમુક મને ગમતું નથી, એમ આપણી પોતાની સ્થિતિ વિશે જ્યારે બડબડાટ કર્યા કરીએ છીએ, ત્યારે આપણને કદી નીરાત વળતી નથી. અને સુખે રોટલો આપણાથી ખાઈ શકાતો નથી. જેટલું જેવું જોઈએ તેવું જગતમાં મોટા રાજાને પણ મળેલું નથી. તો પછી આપણે એવી વિનાકારણ પીડા શા માટે વહોરવી ?

દુઃખને સમયે હરબડી જતા પહેલા આપણા થી વધુ દુઃખી લોકો જે ધીરજ રાખી હોય તેને યાદ કરવા જરૂરી છે, અને સુખની વખતે ફુલાઈ જતા પહેલા, સુખી છતાં દુઃખી થયેલાને સ્મરણમાં લાવવા, હેમ સંતોષ ઉપર મનને ચોંટાડવું. એમ થવાથી અંતઃકરણ આપણું સર્વદા પ્રસન્ન રહેશે, સર્વત્ર- બધી જગ્યાએ પ્રસન્નતા જ દેખાશે અને બધે પ્રસન્નતા પેદા કરવાનું કારણ પણ થઈ શકશું.

પ્રસન્નતાનો એટલો બધો ચમત્કાર છે કે એનાથી ઘણા રોગ થતાં અટકે છે, કે ઓછા પણ થાય છે. અ પ્રસન માણસ મનમાં દુઃખી રહે છે એટલું જ નહીં, તેનું શરીર પણ નાકામ થઈ જાય છે. વળી જે માણસ બહુ અસંતોષી અને અપ્રસન્ન હોય તેનામાં ઈર્ષ્યા અને લોભ જેવા દુર્ગુણો પ્રવેશ કરી જાય છે. જે લોકો પોતાના કરતા પ્રસન્ન અને સુખી હશે તેની તેને ઈર્ષ્યા થશે; અને ગમે તે રીતે પણ તેની પ્રાપ્ત કરવાની ઈચ્છા થવારૂપી તેને લોભ પેદા થશે. ઈર્ષ્યા અને લોભથી માણસો જે કુકર્મ કરે છે અને જે દુઃખ જાતે વેઠે છે, તેના અનેક દ્રષ્ટાંતો આપણે આપણી સમક્ષ દેખાતા હોઈએ છે. માનવીને તેનું પોતાનું એક કુકર્મ બીજા દસ કરાવે છે, કેમકે તે વિના પ્રથમનું જે કુકર્મ હતું તે ઢંકાતું નથી. અપ્રસન્નતાની ટેવમાંથી અનેક અનર્થ ઉપજે છે. માટે સર્વદા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો જે અત્યંત જરૂરી અને ફાયદામંદ છે.

કોઈ કોઈ માણસની પ્રકૃતિ એવી હોય છે કે તે બોલતા બોલતા પણ ઝઘડી પડે છે. સહજમાં માઠું લગાડી બેસે છે, અને એમ કોઈ ને રીતે, કોઈ રીતે નીરાંત વાળી બેસતા નથી. એનાથી આપણને કોઈને કોઈપણ લાભ નથી. કેટલાકને તો એવી ટેવ હોય છે કે એક સામાન્ય વિનંતી પણ પ્રસન્નતાથી કરી શકતા નથી. આજ્ઞા કરવાને જ જાણે તે અવતર્યા હોય, સામા માણસના મન દુભાવવાનો તેમનો ધંધો હોય, બીજાની દરકાર ન કરવી એને તે પોતાનો હક માનતા હોય, તેમની જે કઈ માન સન્માન મળે તે પણ તેમને ઓછું લાગતું હોય, તેમને કશું ગમતું નથી. બધી વાતોમાં કાંઈ ને કાંઈ ખામી જણાય છે; આ પ્રકારના માણસ નિરંતર અપ્રસન્ન રહે છે અને તેમનું કાર્ય જ્યાં જાય ત્યાં પ્લીઝ પેદા કરવાનું કારણ બને છે. ઘરમાં પોતાના બાળકો ને પણ જાણે વાઘ વાળું આગળ ઊભા હોય તેમાં તેના આગળ ફરે છે; બહાર લોક માત્ર તેનાથી દુર ચાલ્યા જાય છે. એ બધાનું કારણ શું ? માત્ર ને માત્ર આ પ્રસન્નતા સિવાય બીજું કાંઈ નહીં.

જેનામાં કોઈ ઉત્તમ ગુણો હોય છે, તે તો બિલકુલ નમ્ર અને વિવેકપૂર્ણ હોય છે. બધી જગ્યાએ તેમના મુખ ઉપર પ્રસન્નતા છવાયેલી હોય છે. તે પોતે જાતે પ્રસન્ન રહી બીજાને પણ અતિશય પ્રસન્ન રાખવામાં અતિશય નમ્રતા ધારણ કરતા હોય છે. ખોટી પ્રશંસા કરવી, એનું નામ ખુશામદ, જેની ખુશામત કરવામાં આવે છે તે માણસ પોતાની કિંમત જાણતો જ હોય છે. એટલે ખોટી ખુશામતથી ક્વચીત જ રાજી થાય છે. સારા માણસ એ રીતે પ્રસન્ન થતા નથી, અને આપણે જૂઠું બોલવાનું પાપ કરીએ છીએ કોઈની ખોટી ખુશામદ કરવી તે પણ એક પ્રકારનું પાપ છે.

અનેક વિદ્યાભણવી, અને અધિકાર પ્રાપ્ત કરવા, એ બધાનું ફળ એટલું જ છે કે ચારે બાજુ સબ સલામત રહે; ઘરમાં બધાને આપણાથી શાંતિ મળે, કોઈ આપણાથી વિનાકારણ ખચકાટ અનુભવે અને ઘરની તમામ વ્યક્તિ પણ આપણી ઉપર પ્રસન્નતાથી રહી શકે. એવું તેમને લાગવું જોઈએ પરંતુ તે એકલા હોય ત્યારે પણ તેમને એમ રહેવું જોઈએ કે અમુક વાત મારા માતા-પિતા સારી ગમશે નહી, અને હું તેમ કરીશ તો મને તેઓ પોતાનું પ્રિય પાત્ર ગણેશ શકશે નહીં.

આમ એક પાસાં ખુશામદ કે ખોટા લાડમાં ન પડી જતા, તેમ બીજા પાસાં અતિશય કરડાં (ભારે) ન થતાં યોગ્ય અને નરમાશથી સર્વ પ્રસન્ન રહે તેમ વર્તવું ; અને તેવા વર્તનમાં પણ મુખ્ય કારણ એ જ જાણવું કે આપણા પોતાના અંતઃકરણમાં પ્રસન્નતાનો સંગ્રહ કરી રાખવો.

----------------------------------------------------------------------------------------------------------------

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)