ASTIK THE WARRIOR - 23 books and stories free download online pdf in Gujarati

આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-23

"આસ્તિક"
અધ્યાય-23
વશિષ્ઠજીએ વ્યાસપીઢે બેસી આખો હવનયજ્ઞ કરાવ્યો. યજ્ઞ પછી બધાને આનંદ અને સંતોષ હતો. આસ્તિક પણ ખૂબ આનંદીત હતો. એને ભગવનનાં, માતાપિતાનાં અને ઋષિગણોનાં અનેક આશીર્વાદ અને જ્ઞાન મળ્યાં હતાં. બધાની સેવા કરી પગ દાબીને માઁ પાસે સૂઇ ગયો હતો.
આસ્તિકને નીંદરમાં સરી ગયાં પછી ભગવન વિષ્ણુ નારાયણનનાં દર્શન થાય છે. એમનાં અનેક રુપ સાથે વિરાટ સ્વરૂપનાં દર્શન થાય છે. આસ્તિક ગદગદીત થઇને એમનાં ચરણમાં પડે છે. ચારેબાજુ તેજ છવાય છે. આસ્તિકને આશીર્વાદ આપીને અંતરધ્યાન થઇ જાય છે.
આસ્તિક અચાનકજ ઊંઘમાંથી જાગી ઉઠે છે. એને આવાં અલૌકીક દર્શન થવાથી ખૂબ આનંદીત થાય છે. એ જુએ છે માઁ ઘાઢી નીંદરમાં છે. માંના ચહેરા પર કંઈક એનોખું અગમ્ય તેજ છે. એ માંને મનોમન વંદન કરીને પાછો સૂઇ જાય છે. મનમાં વિચારે છે કે હું કાલે બધાનેજ બધી વાત કરીશ. માંડ થોડી પળ એને દર્શન થયાં પણ જાણે કેટલોય સમય સાક્ષાત નારાયણ સાથે વિતાવ્યો હોય સંવાદ થયો હોય એવો એહસાસ થઇ રહ્યો હતો. એને સંતોષ સાથે આંખ મીચી અને નીંદરમાં સરકી ગયો.
**************
બીજા દિવસે બ્રહ્મ મૂહર્તમાં વશિષ્ઠજી,જરાત્કારુ ભગવન અને ઋષિગણ ઉઠી ગયાં છે. માઁ જરાત્કારુ પણ ઉઠી ગયાં છે આસ્તિક હજી નીંદર માણી રહ્યો છે એં ચહેરાં પર અગમ્ય તેજ અને સંતોષનું હાસ્ય છે માઁ જરાત્કારુ હળવેકથી પ્રેમથી આસ્તિકને ઉઠાડે છે અને કહે છે દીકરા બ્રહ્મમૂહૂર્ત થઇ ગયું છે ઉઠો અને બધાની સાથે ગંગાનંદીએ જઇને સ્નાનાદી પરવારો.
આસ્તિક ઉઠીને માઁ ને વ્હાલ કરતાં કહે માઁ મારી આંખજ ના ખૂલી માફ કરો. પણ મને રાત્રે સ્વપનમાં બગવાન નારાયણનાં વિરાટ સ્વરૂપનાં દર્શન થયાં માં એનું વર્ણન કરવું અઘરું છે પણ નારાયણને જોતાં જ હું એમનાં ચરણોમાં આળોટી ગયેલો માઁ મને ખૂબજ આનંદ થયો છે.
માઁ એ કહ્યું પુત્ર એ તારી પાત્રતા અને ભક્તિ છે ખૂબ આનંદ થયો જાણીને કોઇક કારવશ દર્શન આપ્યાં છે. હવે સન્નાદી પરવારીને આવો આજે ભગવન વશિષ્ઠજી ભોજન લઇને વિદાય લેવાનાં છે. એમની સેવામાં તારે રહેવાનું છે.
આસ્તિક કહ્યુ માં હું નદીએ જઇને સ્નાનાદી પરવારીને આવું છુ ભગવન વશિષ્ઠજી જવાનાં પાછાં જાણીને જાણે દુઃખ થાય છે. કેવો ભવ્ય હવનયજ્ઞ કરાવ્યો છે એમણે મારે એમને ગુરુદક્ષિણા આપવી છે. હું આવીને પછી એમની પાસે જઇશ.
બધાં ઋષિગણો, ભગવુન વિશિષ્ઠજી ભગવન જરાત્કારુ બધાં સ્નાનાદી પરવારીને આવી ગયાં છે પાછળ ને પાછળ આસ્તિક પણ આવી ગયો છે.
બધાં સાથેજ પ્રભુ સ્મરણ પ્રાર્થના અને રુચિઓ બોલીને ભગવાન નારાયણનું ધ્યાન કરવા લાગ્યાં. ધ્યાન અને પૂજા પ્રાર્થના પૂરી થયાં પછી આસ્તીક ભગવન વશિષ્ઠજી પાસે આવ્યો આવીને એમનાં ચરણમાં પડીને આશીર્વાદ લીધાં અને એનાં કોમળ હાથ ફેલાવીને બોલ્યો - ભગવન આપનાં આશીર્વાદ મળ્યાં જ્ઞાન મળ્યું. હવનયજ્ઞ કરવાની સારી રીતે સમજાવી પ્રભુનું સાવ નાનો બાળક આપને સમર્પિત છું આપના આ ગુરુપદને મારાં શીરે ચઢાવીને હું આપને એક ગુરુદક્ષિણા આપવા માંગુ છું એ આપ સીવકારો.
ભગવન વશિષ્ઠજીએ કહ્યું વત્સ આસ્તિક તું હજી બાળ છું છતાં ગુરુદક્ષિણાનો વિચાર આવ્યો છે તો હું એ અવગણી ના શકું પ્રિય પુત્ર સમ શિષ્ય બોલ તું શું આપવા માંગે છે ?
આસ્તિકે કહ્યું ભગવન હું આપની સામે સાવ તુચ્છ છું હું આપને શું આપી શકું ? પરંતુ મારો ભાવ આપવાનો છે તો હું આપને મારાં જીવનની ક્ષણો આપને સમર્પિત કરુ છું આપની આજ્ઞા થશે ત્યારે હું આપની પાસે આવીશ આપ કહેશો એ આખી હુકમ માથે ચઢાવીશ. આ ક્ષણો મારાં જીવનની અમૂલ્ય ક્ષણો આપને સમર્પિત કરુ છું આપની આજ્ઞા થશે ત્યારે હું આપની પાસે આવીશ આપ કહેશો એ હુકમ માથે ચઢાવીશ. આ ક્ષણો મારાં જીવનની અમૂલ્ય ક્ષણો હશે જે મેં આપને સમર્પિત કરી છે. ભગવન આપની પાસે બધું છે હું શું આપી શકું ? છતાં મારો આ ભાવ આપ સ્વીકારી મને આનંદીત કરો.
ભગવન વશિષ્ઠજી આસ્તીકની વાત સાંભળીને હસી પડ્યાં એમણે કહ્યું વાહ વત્સ તેં તારી જીવનની ક્ષણો આપીને મને વધુ ધનવાન બનાવી દીધો તારી હથિયારમાં સોનુ, રૂપુ, જમીન કે સોનાની મુદ્દાઓ નથી, નથી હાથી ઘોડા, ગાય કે બીજી મૂલ્યવાન વસ્તુઓ છતાં તારી આ દક્ષિણા મારાં માટે અતિમૂલ્યવાન છે. વત્સ મેં દક્ષિણ સ્વીકારી લીધી અને મને યાદ પણ રહેશે. ખૂબ સુખી જ્ઞાની અને બહાદુર થાઓ. મને જ્યારે જરૂર પડે હું એ ક્ષણો લેવા માટે યાદ કરીશ.
વશિષ્ઠજીએ આસ્તિકનાં માથા પર હાથ મૂક્યો આશીર્વાદ આપ્યાં અને વ્હાલથી ગળે વળગાવી દીધો અને બોલ્યાં. યશસ્વી અને વિજયી ભવ તમે કુળનાં તારણહાર બનો અને કુળદીપકની ખ્યાતી પામો.
ભગવન વશિષ્ઠજીનાં આશીર્વાદ પામી આસ્તિક ખુબ ખૂશ થયો એણે એનાં માતાપિતાનાં પણ આશીર્વાદ લીધાં. ત્યારબાદ માં જરાત્કારુએ ભગવન વશિષ્ઠજી ત્થા ભગવન જરાત્કારુ ઋષિગણ, ઋષિપુત્ર, બ્રાહ્મણોને જમાડી આતિથ્ય કર્યું બધા ખૂબ આનંદીત થયાં.
ત્યારબાદ ભગવન વશિષ્ઠજીનાં આદેશથી પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યાં માઁ જરાત્કારુ વશિષ્ઠજી પાસે આવ્યાં અને વશિષ્ઠજીનાં આશીર્વાદ લીધાં અને પછી હૃદયની વાત કરતાં કર્યુ ભગવન આપ અમારે આશ્રમ પધાર્યા સરસ પવિત્ર હવનયજ્ઞ થયો મારાં દિકરા આસ્તિકને જ્ઞાન અને કાર્યનાં સફળતાનાં આશિષ આપ્યાં અમે આપનાં ઋણી છીએ. ભગવન હમણાં બે-ત્રણ દિવસથી હૃદયમાં કોઇ ડર કે વિલાપનાં એહસાસ થાય છે એ સહેવાતું નથી તમારાં આશીર્વાદથી એવી લાગણીઓનાં અનુભવા એવું ઇચ્છું છું.
ભગવન વશિષ્ઠજી એ કહ્યું માતા તમે પોતે જ્ઞાની છો તમને બધી જાણ હોય છે. જે સંજોગો ભાગ્યમાં હોય એ નજીક આવવાનાં હોય ત્યારે આવનાં આવાં એહસાસ થતાં હોય છે. દરેક વસ્તુ કે ઘટનાં કોઇ ચોક્કસ કારણથી થતી હોય છે. એ આપ જાણો છો અને એવી સંવેદનાઓ પણ હમેશાં હકારાત્મા પરિણામ આપે છે એટલે આપ નિશ્ચિત રહો. ચિંતિત ના થશો બધાનું નિવારણ હોય છે એમ કહીને ભગવન જરાત્કારુ સામે જોવા લાગ્યાં અને પછી બોલ્યાં તમારાં પતિ સાક્ષાત નારાયણજ છે એમની લીલા ન્યારી છે તમારાં પ્રશ્નનો જવાબ તેઓ જરૂર આપશે.
વશિષ્ઠજી અને અન્ય ઋષીગણો બ્રાહ્મણો સાથે જવા માટે નીકળ્યાં. વિદાય વસમી હતી હમણાં સુધી હર્યોભર્યો આશ્રમ ખાલી થઇ રહ્યો હતો.
માઁ જરાત્કારુ અને આસ્તિકની આંખમાંથી આંસુ વહી રહ્યાં. ભગ્ન હૃદયે બધાને વિદાય અપાએ.
ભગવન જરાત્કારુએ ભગવન વશિષ્ઠજીને કહ્યું પ્રભુ આપ અહીં પધારી પવિત્ર અને ભવ્ય હવનયજ્ઞ કર્યો આપનો ખૂબ ખૂબ આભારી છું ફરીથી અહીં પધારવા અને અહીંની ભૂમિ પાવન કરવા જરૂરથી આવશો. અમારુ આપને નમ્ર આમંત્રણ છે.
વશિષ્ઠજીએ પણ કહ્યું આ આશ્રમની ભૂમિજ એવી પવિત્ર અને બૌલકી છે કે અહીં પગરણ આપો આપ મંડાશે અને આસ્તિક એનું કારણ બનશે બધાનું શુભ થાઓ સર્વ સુખી થાઓ એવાં આશીર્વાદ આપીને ભગવને વિદાય લીધી.
ભગવન જરાત્કારુ માઁ જરાત્કારુ, આસ્તિક અને ઋષિપુત્ર ક્યાંય સુધી એ લોકોને જતાં જોઇ રહ્યાં. પવિત્ર હવનયજ્ઞ થયો એનો આનંદ અને પવિત્ર આત્માઓએ વિદાય લીધી એનું દુઃખ હતું.
માઁ જરાત્કારુએ સજળ નયને ભગવન જરાત્કારુને કહ્યું એમનાં કીધેલાં વચનો મને તમે સમજાવજો. મારાં હૃદયમાં જો દુઃખદ એહસાસ છે એ દૂર કરજો. ભગવન જરાત્કારુ માર્મિક હસતાં આશ્રમમાં આવે છે અને ભગવતી જરાત્કારુ માંને કહે છે તમે આપણાં મિલનની ઘડી યાદ કરો....
વધુ આવતા અધ્યાયે - અધ્યાન ----24