Prem ke pachhi judai - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પછી જુદાઈ - 1



આ વાર્તા એક એવા બંને વ્યક્તિની છે, જે એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે, પણ બંનેને એ વાતનો ડર છે કે શું આ સમાજ એમનો પ્રેમ સ્વીકાર કરશે? એમના પ્રેમને મંજૂરી આપશે? અને બીજી વાત એ કે એમના પરિવારવાળા શું આ પ્રેમસંબંધ માટે રાજી થશે? અને જો રાજી ના થયા તો બંનેના પ્રેમનું ભવિષ્ય શું? આ બધી વાતોની આસપાસ આ કહાની ફરતી રહે છે, તો જોઈએ શું થાય છે કહાનીમાં બંનેના પ્રેમનું. બંનેને એકબીજાનો પ્રેમ મળે છે કે બંને જુદા પડી જાય છે. આ કહાની રીયલ પણ છે અને થોડી કાલ્પનિક પણ છે. તો શરૂ કરીએ આપણી કહાનીની વાર્તા પણ એ પહેલાં આપણા નાયક અને નાયિકાનો થોડો પરિચય આપી દઈએ.

હવે વાત કરીએ આપણા મુખ્ય નાયક અને નાયિકાની, આપણા નાયકનું નામ છે આર્યન મહેતા છે, જે એક ગુજ્જુ છે. તેનું મૂળ વતન જામનગર છે, પણ એ હાલમાં અમદાવાદમાં રહે છે. કારણકે તેના પપ્પા કે જે જામનગરના મોટા બિઝનેસમેન છે અને એમનું નામ અશોકભાઈ છે. તેઓ એમનો ફેમિલી બીઝનેસ આગળ વધારવા માટે અમદાવાદમાં સ્થાયી થવાનું વિચારે છે. કેમકે એમના ભાઈ પણ અમદાવાદમાં જ રહે છે અને એમનું નામ અનિલભાઈ છે. તેમના પરિવારમાં અનિલભાઈ પોતે , તેમની પત્ની અંજનાબેન, દીકરો અજય અને દીકરી અનિશા છે. જ્યારે અશોકભાઈ જે અનિલભાઈના મોટાભાઈ છે જે તેમનાથી ઉંમરમાં ત્રણેક વર્ષ મોટા છે. તેમના પરિવારમાં અશોકભાઈ પોતે , તેમની પત્ની અનિતાબેન, દીકરો આર્યન અને બીજો દીકરો અનિમેષ છે.

હવે આપણી નાયિકાની વાત કરીએ તો એનો પરિચય તો જ્યારે એની એન્ટ્રી પડશે ત્યારે જ મળશે, પણ એનું નામ તમને જણાવી દઈએ. આપણી નાયિકાનું નામ એન્જલ પાટીલ છે. અને તેનું મૂળ વતન મહારાષ્ટ્રમાં નાસિક શહેરમાં આવેલું છે. પણ તે હાલમાં અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષથી સ્થાયી થયેલી છે.

હવે જો આપણે આર્યનની વાત કરીએ તો એ એકદમ મસ્ત મૌલા માણસ છે અને ખુશમિજાજી સ્વભાવનો છે. આર્યન અમદાવાદની જ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને સાથે સાથે દરેક રવિવારના દિવસે એના બચપણના શોખ ફોટોગ્રાફી માટે ટાઈમ ફાળવીને અદભૂત ફોટોગ્રાફી કરે છે.

આર્યન પાસે નિકોન કંપનીનો જબરદસ્ત કેમેરા છે. જેમાં એ ફોટોશૂટ પણ કરે છે અને સાથે સાથે વિડિયો શૂટિંગ પણ કરે છે. એટલે આપને ખબર પડી જ ગઈ હશે કે આપણો નાયક આર્યન ફોટોગ્રાફીનો ખૂબ જ શોખીન છે. એ જ્યાં જ્યાં ફોટોગ્રાફી કરવા માટે જાય છે, ત્યાં જે છોકરીઓ હોય છે એ તો આર્યનની ફેન બની જાય છે.

એકવાર આર્યન સવારમાં તેના કેમેરામાં પાડેલા ફોટોગ્રાફ્સ અને વિડિઓઝ જોતો હતો. ત્યારે એની સાથે કોલેજમાં ભણતી એની ખાસ ફ્રેન્ડ જેનું નામ અનુજા હોય છે. તેનો આર્યન પર વીડિયો કોલ આવે છે.

અનુજા : "હેલો આર્યન ગુડ મોર્નિંગ" 😊

આર્યન : "હેલો અનુજા ગુડ મોર્નિંગ" 😊

અનુજા : "આર્યન તું મજામાં છે ને?" 😊

આર્યન: "હા અને તું કેમ છે આર્યન?"😊

અનુજા : "હું પણ મજામાં છું." 😊

આર્યન : "બહુ દિવસ પછી ફોન કર્યો તે અનુજા"

અનુજા: "હા થોડું કામમાં ટાઈમ નથી મળતો આજકાલ એટલે ફોન નહીં કરતી, પણ તું પણ મને ફોન નથી કરતો આજકાલ એનું શું?"

આર્યન: "કેમ અમને કામ ના હોય, તને એકલાને જ કામ હોય એમ કહીને હસવા લાગે છે." 😁😁😁

અનુજા : "બસ હો હવે આર્યન એમાં શું હસવાનું હતું? મૈં કોઈ જોક કીધું તને તો આટલું બધું હસે છે." 🙄🙄🙄

આર્યન : "કંઇ નહીં આ તો બસ એમજ હસ્યો એમ કરીને ફરી હસવા લાગે છે." 😅😅😅

પછી અનુજા કહે કે "જો તું પાછો હસ્યો આર્યન હવે જો હસ્યો તો તને જોઈ લઈશ એમ કહીને એ પોતે પણ હસવા લાગે છે." 😬😬😬

પછી આર્યન કહે કે "હવે જો તું હસી અનુજા તો હું હવે તને જોઈ લઈશ, એમ કહીને બંને પાછા હસવા લાગી જાય છે." 😜😜😜

અનુજા : "આર્યન બસ બસ હવે બહુ હસી લીધું. હવે હસવાનું બંધ કર નહીં તો તને જોઈ લઈશ." 🧐🧐🧐

આર્યન : "હા તો જોઈ લેને મને મારા ઘરે આવીને મને કોઈ વાંધો નથી. એમ પણ આપણે જ્યારે કોલેજમાં જોડે ભણતા હતા ત્યારે તારું ધ્યાન ભણવામાં ઓછું અને મારી પર વધારે હતું, એમ કહીને પાછું હસવા લાગે છે." 🤪🤪🤪

અનુજા : "બસ બસ હવે આર્યન બહુ ડાહ્યો ના થા હવે. ખબર છે મને કોણ કોને જોતું હતું?" 🤪🤪🤪

આર્યન : "હું તો બસ એમજ જોતો હતો. તને કંઇ ધારી ધારીને નહોતો જોતો કોલેજમાં. પણ મને એવું લાગે છે કે તું મને ધારી ધારીને બહુ જોતી હતી. અને એના માટે ચાલુ લેક્ચરમાં ‌તને આપણા કોલેજના પ્રોફેસર આકાશ સર પણ બોલ્યા હતા. તને ચોક માર્યો હતો કેમ કે તારું ધ્યાન મારા પર હતું લેક્ચરમાં નહીં." 😄😄😄

અનુજા : "બસ બસ હવે આર્યન કોલેજની વાતો આપણે પછી કરીશું. મૈં જેના માટે ફોન કર્યો હતો એ વાત તો રહી જ ગઈ."

આર્યન : "હા બોલને શું વાત કરવી હતી?"😊😊😊

અનુજા : "આર્યન તને ખબર જ છે મારો બર્થડે આ મહિનાની ૨૨ તારીખે આવવાનો છે."☺️☺️☺️

આર્યન : "હા ખબર છે મને તારો બર્થડે આ મહિનાની ૨૨ એપ્રિલે આવવાનો છે, પણ એનું શું?" 🤔🤔🤔

અનુજા : "હા તો હું એમ કહેતી હતી આર્યન કે મારા બર્થડેની પાર્ટી રાખેલી છે હોટેલમાં, તો તારે પણ આવવાનું છે, પણ એક મુશ્કેલી છે."🙃🙃🙃

આર્યન : "હા જરૂર આવીશ, પણ શું મુશ્કેલી છે?"

અનુજા : "એકચ્યુલી વાત એમ છે કે એમાં હું આખી બર્થડે પાર્ટીનું ફોટોગ્રાફી રાખવા માંગુ છે. મતલબ કે ફોટો અને વિડિયો બંને , પણ એના માટે કોઈ સારો ફોટોગ્રાફરનો‌ કોન્ટેક્ટ નંબર જોઈતો હતો."

અને પછી અનુજા કહે છે કે "જો તારા ધ્યાનમાં એવો કોઈ ફોટોગ્રાફર હોય તો મને કહેજે. કેમ કે બર્થડે આવવામાં એક અઠવાડિયાની જ વાર છે."

આર્યન : "હું જ કરીશ ફોટોગ્રાફી એ પણ એકદમ જોરદાર રીતે." ☺️☺️☺️

અનુજા : "શું વાત કરે છે આર્યન? તું ફોટોગ્રાફી કરે છે!"🤔🤔🤔

આર્યન : "હા અનુજા હું ફોટોગ્રાફી કરુ છું."

અનુજા : "ઓહ ગ્રેટ આર્યન, પણ આપણે કોલેજમાં હતા ત્યારે તો તે મને આવું કશું કીધું નહોતું." 🤔🤔🤔

આર્યન : "હા અનુજા એ વખતે શરૂ નહોતુ કર્યું. આ તો છેલ્લા ચાર વર્ષથી કરું છું." 🎥🎥🎥

અનુજા : "વાઉ આર્યન ખૂબ સારી વાત છે આ તો." 😊😊😊

આર્યન : "હમમ અનુજા." 😊😊😊

અનુજા : "આર્યન મારે તને મળવું છે. મારે તારી ફોટોગ્રાફીવાળા ફોટોઝ અમે વિડિયોઝ જોવા છે."

આર્યન : "ઓકે સારું મારા ઘરે આવીજા."

અનુજા : "ના આર્યન આપણે બહાર ક્યાંક મળીયે. આમ પણ આપણે કોલેજ પછી મળ્યા જ નથી." 😊😊😊

આર્યન : "ઓકે સારું અનુજા તું કહે એમ રાખીએ." 😊😊😊

અનુજા : "પણ ક્યાં મળવું છે આર્યન આપણે?"

આર્યન : "થોડુંક વિચારવા દે મને." 🤔🤔🤔

અનુજા : "બસ હવે આર્યન તું ના વિચાર મૈં વિચારી લીધું છે કે આપણે ક્યાં મળીશું?"

આર્યન : "ક્યાં મળવાનું છે?"

અનુજા : "આપણી કોલેજ પાસે એક ગાર્ડન આવેલું છે. ત્યાં આપણે મળીયે."

આર્યન : "હમમ સારું અનુજા."

અનુજા : "કેટલા વાગે આવીશ તું આર્યન મારા ઘરે?"

આર્યન : "કેમ તારા ઘરે આવવાનું કહે છે તું?" 🤔🤔🤔

અનુજા : "કેમ આર્યન આવું પૂછે છે તું? મને તું પિક કરવા માટે પણ નહીં આવે." 🙄🙄🙄

આર્યન : બસ બસ હવે આમ આંખો કાઢીશ નહીં મારી સામે નહીં તો હું ડરી જઈશ.😅😅😅

અનુજા : "બસ હવે આર્યન વધુ બોલ્યો તો માર ખાઈશ તું." 🧐🧐🧐

આર્યન : સોરી નહીં બોલું બસ અનુજા. 😊😊😊

અનુજા : "ઓકે આર્યન." 😊😊😊

આર્યન : "અનુજા પણ આપણે તો ગાર્ડનમાં મળવાના છીએ, તો પછી તારા ઘરે કેમ આવવાનું છે?" 🤔🤔🤔

અનુજા : "અરે પાગલ તને ખબર તો છે આપણી કોલેજ પાસેનું ગાર્ડન મારા ઘરથી થોડેક દૂર આવેલું છે."

આર્યન : "હા મને ખબર છે અનુજા અને એ પણ ખબર છે કે તારું ઘર પહેલા આવે છે અને પછી આપણી કોલેજ આવે છે અને એની બાજુનું ગાર્ડન આવે છે." 😊😊😊

અનુજા : "હા તો પછી કેમ પૂછે છે?" 🙄🙄🙄

આર્યન : "બસ એમજ પૂછ્યું એમાં તો તું મારી સામે આંખ કાઢવા લાગી." 🤪🤪🤪

અનુજા : "બસ હવે આર્યન બહુ મજાક કરી લીધી તે." 🧐🧐🧐

આર્યન : "સારું હવે મજાક નહી કરું બસ." 😊😊😊

અનુજા : "આર્યન તું મને કેટલા વાગે પિક કરીશ મારા ઘરેથી?"

આર્યન : "હું સવારે દસેક વાગ્યે આવી જઈશ."

અનુજા : "ઓકે સારું, પણ તું પહોંચે એટલે મને કોલ કરજે હું રેડી રહીશ." 😊😊😊

આર્યન : "હમમ અનુજા." 😊😊😊

અનુજા : "હમમ આર્યન." 😊😊😊

તો જોઈએ આગળના ભાગમાં કે વાર્તામાં આગળ શું થાય છે?
આર્યનને અને એન્જલની મુલાકાત કંઈ રીતે થાય છે?

ખૂબ જ જલદી આગળના ભાગમાં મળીયે. 😊😊😊