Sanam tamari vagar - 13 books and stories free download online pdf in Gujarati

સનમ તમારી વગર - 13

વિક્રમ પ્રીયા ની કાર માં રાહ જોતો હોય છે ઘરે જવા માટે ત્યા તે થોડીક વાર મા આવીને કાર મા બેસી જાય છે , પછી બન્ને પોતાના ઘર તરફ જાય છે , રસ્તા મા બન્ને વાતો કરતા જાય છે , પ્રીયા વિક્રમ ને કહે છે કે " કેટલો સારો છે આદી નહી ? " હસતા હસતા પ્રીયા કહે છે , ત્યારે વિક્રમ કહે છે " હા , કેટલો સારો છે એ મે જોઈ લીધુ , કેવો તારો હાથ પકડી લીધો ." પ્રીયા બોલી ' ચલ ફગેટેટ યાર ઈતો મોટા માણસો ની ટેવ હોય છે , એમા કઈ વધારે વિચારવાનુ ન હોય . પછી બન્ને શાંતી થી કારમા બેસી ને જાય છે .

વિક્રમ કાર ને મી. શાહ ના બંગલે પાર્ક કરે છે કારણ કે કાર મી. શાહ ની હોય છે , ને પ્રીયા ને પણ અહીં કઈક કામ હોવાથી તે પણ અહીં ઉતરી જાય છે , વિક્રમ કાર પાર્ક કરી ને જ્યારે ચાલીને જવા લાગે છે ત્યારે પ્રીયા વિક્રમ ને પ્રીયા એક મીનીટ ઉભુ રહેવાનુ કહે છે ને કહે છે ' થેંક્સ યાર ' વિક્રમ હજી રોજ બાજુ જ ઉભો હોય છે , તે કહે છે ' એમા થેંક્યુ શેનુ ' એમ બોલી ને તે પોતાની ઘર તરફ ચાલવા લાગે છે ત્યા પ્રીયા તેને ફરી રોકે છે , વિક્રમ હજી પણ શાંત હોય છે , પ્રીયા નુ એટલુ કહેતા વિક્રમ જ્યા હોય છે ત્યા રોકી જાય છે , પ્રીયા કહે છે કે ' એક મીનીટ મારી સાથે નહી આવ . ' તે હજી પણ કઈ ન બોલતા એક મોટો નીસાસો નાખતા પ્રીયા ની સાથે મી. શાહ ના બંગલે જાય છે . પ્રીયા મી. શાહ ને ખુશી થી બોલાવે છે મી. શાહ ખુરશી પર તેમના રુમ માં બેઠા હોય છે , ને પછી બન્ને થોડીક હળવી ફુલકી વાતો કરે છે ને પછી મી. શાહ ના આંખ મા આંસુ જોતા તેમના આંખ મા પણ આસુ આવી જાય છે . પ્રીયા રડતા રડતા મી. શાહ ને કહે છે કે ' તમે શું કામ ને રડો છો? ત્યારે મી. શાહ પ્રીયા ને કહે છે કે ' કઈ નહીં !, આ તો હરખ ના આંસુ છે પગલી , એમા રડવાનુ હોય .' મી. શાહ ખુરશી પર થી ઉભા થતા કહે છે કે " જે રીતે તુ કંપની ને ટોપ પર લાવવા મહેનત કરી રહી છે , આ તેના આઁસુ છે . જ્યાર થી અમર નુ એક્સીડેન્ટ થયુ છે ત્યાર થી લઈને આજ સુધી તે આ કંપની ને ટોપ પર લાવવા તે ક્યારેય પાછુ વાળીને નથી જોયુ બેટા . " એમ કહેતા મી. શાહ ભાવુક થઈ જાય છે. ભાવુક થતા જોતા તરત પ્રીયા દોડીને મી. શાહ ને ગળે લગાડી ને તે પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે એક ખુણે વિક્રમ અડપ વાળી ને એકદમ શાંત થઈને તે બધું જોતો હોય છે તે બન્ને ને તે ભાવુક જોતા તે ત્યાથી નીકળી જવાનુ અને તેમને તેના હાલ પર છોડીને જતા રહેવાનુ ઉચીત સમજે છે.

થોડાક સમય પછી મી. શાહ અને પ્રીયા એકદમ સ્વસ્થ થાય છે ત્યારે તે વિક્રમ ને આમ તેમ ગોતે છે પણ ક્યાય તે દેખાતો નથી , મી. શાહ પુછે છે કે શુ થયુ બેટા ? ત્યારે પ્રીયા ટેંશન મા લાગી હોય તેવુ લાગે છે , તે મી. શાહ તેની મુંઝવણ ને પારખી લે છે .





વધુ આવતા અંકે.........