Reunion. - 2 books and stories free download online pdf in Gujarati

રિયુનિયન - (ભાગ 2)

હિરવા તો ઘરે જઈ ને ખૂબ જ ખુશ થઇ ગઇ હતી....
હવે તો બસ બીજા દિવસ ની રાહ જોઈ રહી હતી....એ એના નવા દોસ્તો સાથે બેસવાની હતી....

એ લોકો નું ગ્રુપ ખૂબ જ મોટું હતું અને તે ગ્રુપ નો હિસ્સો બનવા માંગતી હતી....આજે હિરવા નું સપનું પૂરું થઈ ગયું હોય એવું એને લાગી રહ્યું હતું...

એ ગ્રુપ માં દસ વિદ્યાર્થી હતા પાંચ છોકરા અને પાંચ છોકરી ...હવે એ ગ્રુપ માં હિરવા પણ હતી એટલે ડ્રીમ ટીમ ગ્રુપ અગિયાર નું બન્યું હતું....

બીજા દિવસે હિરવા તાની ની પાસે જઈને બેસી ગઈ ...

ધીમે ધીમે હિરવા ગ્રુપ માં ભળી ગઈ હતી... હિરવા નો શાંત સ્વભાવ બધાને ખૂબ પસંદ આવ્યો હતો...

હિરવા એ બધા કરતાં ખૂબ જ હોશિયાર હતી ....ધીમે ધીમે ક્લાસ ની ટોપરમા હિરવા નું નામ આવી ગયું હતું...એના ગ્રુપ ને હિરવા ઉપર ખૂબ ગર્વ થતો હતો....ગ્રુપ માં કે ક્લાસ માં કોઈને કંઇ ન આવડે તો એ હિરવા પાસે શીખવા આવતા જેનું થોડુક પણ અભિમાન હિરવા ને ન હતુ....

હવે ગ્રુપ માં કોઈ નવા સદસ્યો ને લેવામાં નહિ આવે એવો નિયમ બનાવી દેવામાં આવ્યો હતો...

હિરવા ગ્રુપ માં બધાની ફેવરિટ બની ગઈ હતી....

_________________________________________

બધા આઠમાં ધોરણમાં આવી ગયા હતા બધા હજી એક સાથે એક પરિવાર ની જેમ ગ્રુપમાં રહેતા હતા....

હિરવા ધીમે ધીમે એ ગ્રુપ ના સદસ્યો ને ઓળખી ગઈ હતી ....
એ ગ્રુપ માં ધાની, અનિશા,તાની,ભવ્યા, વાણી આ પાંચ છોકરીઓ હતી...
રાગ, નભય,પનવ, આનવ, સમીર આ પાંચ છોકરાઓ હતા....

આમા કોઈ કપલ ના હતું પરંતુ આવી નાની ઉંમરે એકબીજાને એકબીજા સાથે ખીજવવાની ટેવ તો હોય જ એ રીતે જ ધાની અને રાગ ની જોડીને ખીજવવામાં આવતી હતી....

ધાની ને જોવા જઈએ તો એક હિરોઈન જેવી લાગતી હતી ...રૂપ રૂપનો અંબાર હતી ધાની ...એના રેશમી વાળ ના લીધે એ વધારે સુંદર દેખાતી હતી...એની આંખો ઉપર કાળી ફ્રેમ ના ચશ્મા હતા પરંતુ એના લીધે એના ચેહરા ની સુંદરતા માં કોઈ ઘટાડો થતો ન હતો...
ખૂબ જ હોશિયાર હતી....પરંતુ એની સાથે એ ખૂબ જ મસ્તીખોર પણ હતી....

રાગ તો બધી છોકરીઓ નો હીરો હતો....આટલી નાની ઉંમરે આટલો મસ્ત અને સ્માર્ટ દેખાતો છોકરો ટીચર નો પણ ફેવરિટ હતો...પરંતુ એ બધા કરતાં વધારે મજાક મસ્તી કરવા વાળો હતો...

ધાની અને રાગ ની જોડી બધાની ફેવરિટ જોડી બની ગઈ હતી...

આ રીતે બધા બંનેને ખીજવતા હતા એટલે બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા જેની જાણ એ બંનેને પણ ન હતી પરંતુ આ વાતની જાણ હિરવા ને જરૂર હતી...આ વાત ની જાણ એ ધાની ને કરવા માંગતી હતી પરંતુ સારા સમય ની રાહ જોઈ રહી હતી...

સ્કૂલ નો ડાન્સ પ્રોગ્રામ હતો ...જેમાં ગ્રુપ ના બધા લોકોએ ભાગ લીધો હતો ....ધાની અને રાગ દેશભક્તિ ગીત ઉપર ડાન્સ કરવાના હતા ...પરંતુ ડાન્સ ટીચરે એ બંનેને અલગ કરી દીધા હતા ....અને બંનેના જોડીદાર અલગ અલગ રાખવામાં આવ્યા હતા....એના કારણે ધાની અને રાગ ની સાથે સાથે બધા લોકો નાખુશ હતા ...કોઈનું ધ્યાન પણ ડાન્સ માં રહેતું ન હતું....

રાગ એની જોડીદાર સાથે સરખો ડાન્સ કરવામાં ધ્યાન આપતો ન હતો એટલે એની જોડી બદલાવી દેવામાં આવી ....ટીચરે ધાની અને રાગ ની જોડી પસંદ કરી....ત્યાર પછી તો એ બંનેનો ડાન્સ પણ ટીચર ને ખુબ જ પસંદ આવ્યો અને એ બંનેને ડાન્સ કરવા માટે આગળ રાખવામાં આવ્યા ...

ધાની અને રાગ ની સાથે સાથે ગ્રુપ ના બધા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા....

આ રીતે જ બધા એકબીજાની નાની નાની ખુશી માં અને દુઃખ માં સાથ આપતા હતા....

હિરવા ખૂબ જ સારી રીતે ગ્રુપ માં હળીમળી ગઈ હતી પરંતુ ગ્રુપ નો એક છોકરો જેની સાથે હિરવા નું ક્યારેય બનતું જ ન હતું....એ હતો નભય...

નભય એના નામ ની જેમ જ હતો....કોઈથી પણ ડરતો નહિ અને જેને જે કહેવું એ એના મોઢા ઉપર જ કહી દે ...કોઈને સારું લાગે કે ન લાગે એનું એ ક્યારેય વિચારતો જ નહિ...એક જાતનો અકડું જ હતો...એના આવા સ્વભાવ ને કારણે હિરવા એની સાથે ક્યારેય બોલતી જ નહિ....નભય ને જ્યારે કંઇક કામ હોઈ નોટબુક લેવાનું કે એવું કંઈ તો એ વાતચીત હિરવા સાથે થતી બીજી કોઈ પણ નહિ....

નભય ના આવા સ્વભાવ ના કારણે એના ગ્રુપ માં પણ ઓછું જ બોલતો હતો...અને બધા એને ક્યારેક જ બોલાવતાં હતા...

_________________________________________

સ્કૂલ નો નિયમ બદલાઈ ગયો હતો ....છોકરા અને છોકરી ને અલગ બેસવાનો નિયમ આવી ગયો હતો...હવે એ ગ્રુપ અલગ થઈ ગયું હતું ક્યારેક જ બધા સાથે હોય....છોકરીઓ બધી એક સાથે હતી ....

એ તો રોજ અડધી કલાક વહેલા સ્કૂલ પર પહોંચી જાય અને અલક મલકની વાતો ચાલુ કરી દે.....( યે હૈ મોહબ્બતેં માં કાલે ઈશિતા શું લાગતી હતી...મને તો એનો નેકલસ ખૂબ જ પસંદ આવી ગયો....) બસ આવી ટીવી સિરિયલો ની જ વાતો ચાલતી હોય ...ક્યારેક એના ગ્રુપ ના છોકરાની વાતો પણ કરી નાખે.....
આ ગ્રુપ માં એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે ગમે એવી વાત હોય એ છુપાવવી નહિ અને જે હોય એ સાચું કહેવાનું.....

એટલે આજે હિરવા ને લાગી રહ્યું હતું....એ ધાની ને રાગ વિશે જણાવી દે અને એના દિલ ની વાત બધા સામે બહાર આવી જાય ....

પરંતુ જ્યારે હિરવા એ પૂછ્યું ત્યારે ધાની એ ના પાડી દીધી અને કહી દીધું કે એ બંને ખાલી ડાન્સ પાર્ટનર હતા બીજું કઈ નહિ....આ જાણીને હિરવા ને સમજાઈ ગયુ કે ધાની ખોટું બોલી રહી છે પરંતુ હિરવા નો સ્વભાવ જ એવો હતો એણે સમજદારી બતાવીને વિચાર્યુ કે ધાની ખોટું બોલે છે એની જાણ બધાને થશે તો એ નિયમ તોડ્યો કહેવાશે એટલે એનું અપમાન ન થાય એની માટે હિરવા એ વાત ને ત્યાં જ પૂરી કરી દીધી....

આખુ ગ્રુપ એક જ ક્લાસ માં હતું પરંતુ અલગ અલગ બેસતા હતા ....એક નભય જ એવો હતો જે અલગ ક્લાસ માં હતો....

સ્કૂલમાંથી એ લોકો સાથે ટ્યુશન માં જતા હતા ....ત્યાં આવેલા લીમડાના વૃક્ષ નીચે છોકરીઓની ટોળી જમાવી હોય અને છોકરાઓ વૃક્ષ ની સામે આવેલા બાંકડા ઉપર એની ટોળી જમાવે....

ધાની અને રાગ તો બસ એકબીજાને જોવાનો એક પણ સમય ભૂલે જ નહીં.... જે હિરવાની નજર થી બચી શકતું નહિ....

ક્લાસ માં બધાને ખબર પડી ગઈ હતી કે ધાની અને રાગ એકબીજાને પસંદ કરે છે.....

બીજી બાજુ તાની અને આનવ ની જોડી બનાવી હતી ....પરંતુ તાની ને અાનવ ક્યારેય ગમતો જ નહિ એની સાથે જોડી બનાવે એટલે તાની ના ગુસ્સાનો પારો આસમાન ઉપર ચડી જતો...બીજી બાજુ આનવને પણ તાની પસંદ જ ન હતી.....

બીજી બાજુ અનીશા અને પનવ ની જોડી બનાવી હતી... આ બંનેની જોડી બનવાનું એક કારણ હતું ...બંનેના પપ્પાનું નામ નીરજભાઈ હતું....બીજી બાજુ અનિશા ને પનવ પહેલેથી જ ગમતો એટલે એ મનમા ને મનમા મરક મરક હસી લેતી હતી....

કમ્પ્યુટર અને પી.ટી. આ વિષયો ના લીધે ક્લાસ અલગ થઈ જવાના હતા પરંતુ ગ્રુપ માં બધા એ કમ્પ્યુટર રાખ્યું હતું.....નભય એક જ એવો હતો જે પી.ટી. માં હતો...

ભવ્યા જેની જોડી પણ સમીર સાથે બનાવી દીધી હતી....એનું પણ એક કારણ હતું...
(પંદરમી ઓગસ્ટ ના દિવસે બધાને સફેદ કપડાં પહેરવા નું કહ્યું હતું....પરંતુ ભવ્યા એ વાદળી રંગના પહેર્યા હતા બીજી બાજુ સમીર પણ વાદળી શર્ટ પહેરીને આવ્યો હતો એના કારણે બંનેની જોડી બનાવી દેવામાં આવી...)

ગ્રુપ માં હવે બધાની જોડી બનાવી દેવામાં આવી હતી ....સિવાય હિરવા ,વાણી અને નભય....

ધાની અને રાગ ની જોડી માં બંને એકબીજા ને પસંદ કરતા હતા....
તાની અને આનવ એકબીજાની વિરુદ્ધ માં હતા બંને એકબીજાને પસંદ કરતા ન હતા....
અનીશા ને પનવ પસંદ હતો પરંતુ પનવ ને અનીશા પસંદ ન હતી....
સમીર ને ભવ્યા પસંદ હતી પરંતુ ભવ્યા ને સમીર થોડોક પણ પસંદ ન હતો....
_________________________________________

( ક્રમશઃ)