Naam - 3 books and stories free download online pdf in Gujarati

નામ - 3

નામ 3

આગળના ભાગમાં જોયુંકે જશોદાને રાજય લેવલે પરફોર્મન્સ આપવાનું હતું પણ જશોદાએ માટે તૈયાર ન હતી કેમકે દરેક પરફોર્મન્સ માટે હાર્દિક તેને મદદ કરતો હતો. હવે આગળ જશોદાને હાર્દિક વાત કરે છે.

" હાર્દિક કાલની જવાની તૈયારી કરી લીધી "

" ના "

" કેમ
શું થયું તબિયત તો સારી છે ને? "

" હા પણ નથી જવું "

" કેમ "

" તારા વગર કોલેજની ઈવેન્ટમાં હું કંઈ રીતે ભાગ લ્ઈ લેમ "

" પણ એમાં હું આવીને શું કરી શકું આગળ તો તારે જ "

" હા પણ તમે આવતે તો "

" જેમ શાળાના પેહલા દિવસે તને હું શાળા એ મુકી આવી પછી આગળનો સફર તો તારો જ છે તેમ આમાં પણ શરુંઆત કઠિનાઈ જરુંર હોય છે પણ પોતાના ના પર વિશ્વાસ જરૂર રાખવો જોઈએ તો જ તને સફળતા મળે આમાં ભાગી જવાથી કંઈ ન મળે "

" પણ મમ્મી તમે તમારી વાત બરાબર સમજી લીધી? "

" હા "

" તો પછી તમે વારા વગર પરફોર્મન્સ આપવાથી પાછળ કેમ હતો છે? "

" પણ મારી વાત કંઈ અલગ છે "

" પણ વાત તો બધાં ને જ લાગું પડેને એની પણ કયાં મારું નામ કે તમારું નામ લખેલું હોય "

" પણ
અત્યારે કોઈ પણ ગીતનો અભ્યાસ નથી કરયો"

" શું જયારે તમે પેલા દિવસે ગાર્ડન માં ગીત ગાયું અને એક લાખ લાઇક્સ વીડિયો ને મળી ત્યારે તો તમે કોઈ પણ ગીત નો અભ્યાસ ન કર્યો હતો તો આજે "

" પણ હવે મારે નથી જવું "

" તો મારે પણ નથી જવું"

" હાર્દિક આમાં તારી વાત જ કયાં આવી"

" મમ્મી જો તમે રાજય લેવલે પર્ફોર્મન્સ આપવા જશો તો જ હું જઈશ "

" સારું હું જઈશ "

આખરે હાર્દિકની દલીલો પછી જશોદા જવા માટે તૈયાર થઈ. હાર્દિક બીજા દિવસે દિલ્લી જતો રહે છે અને એનાં બે દિવસ પછી રાજય લેવલની સંગીત સ્પર્ધા શરું થાય છે. જશોદા નું નામ અનાઉન્સમેન્ટ થાય છે અને જશોદા સ્ટેજ પર જાય છે. જશોદા ગીત ગાવાનું શરૂ કરે છે.

" नाम गुम जायेगा, चेहरा ये बदल जायेगा
मेरी आवाज़ ही, पहचान है
गर याद रहे

वक़्त के सितम, कम हसीं नहीं
आज हैं यहाँ, कल कहीं नहीं
वक़्त से परे अगर, मिल गये कहीं
मेरी आवाज़ ही ...

जो गुज़र गई, कल की बात थी
उम्र तो नहीं, एक रात थी
रात का सिरा अगर, फिर मिले कहीं
मेरी आवाज़ ही ...

दिन ढले जहाँ, रात पास हो
ज़िंदगी की लौ, ऊँची कर चलो
याद आये गर कभी, जी उदास हो
मेरी आवाज़ ही ... "

ગીત પુરુ થતાં બધાં ખુરશી પરથી ઊભા થઈ તાળીઓના ગડગડાટથી જશોદાના ગીતને માન આપે છે. જશોદા આ દૃશ્ય જોયું આંખોમાં આંસુ આવી જાય છે. મહેશ, હેમંત અને સરીતા પણ એના આ ગીત ગાવાની કળા થી ધણી ખુશ હતી. આ બાજુ હાર્દિક પણ ટીવી પર આ પ્રોગ્રામ નિહાળી રહ્યો હતો. થોડી વાર પછી વિજેતા નું નામ અનાઉન્સમેન્ટ થાય છે એમાં જશોદા પ્રથમ નંબર આવે છે ટ્રોફી લીધા પછી જશોદા ને પોતાના અનુભવ વિશે કંઈ બોલાવાનુ કહેવામાં આવે છે.

" મારા વિશે તો હું જણાવું હું એક ગૃહિણી જ હતી. ઘરની ચાર દિવાલ ની અંદર જ મારું જીવન હતી હું પણ બધી ગૃહિણી જેવી જ હતી. ઘરની જવાબદારી, છોકરાઓની જવાબદારી આ બધાં જ વચ્ચે જ મારું જીવન પસાર થતું હતું. નાનપણથી ગીત ગોવાનો ખુબ શોખ હતો. સ્કુલમાં હતી ત્યારે દરરોજ પ્રાર્થના ગાવા જતી, ઘરમાં કોઈ ના લગ્ન હોય ત્યારે ફિલ્મી ગીતો ગાતી કોઈ વાર ભજન સંધ્યા હોય ત્યારે ભજન ગીત ગાતી બસ ગાવાનું છોડયું નહીં પણ જેમ જેમ મોટી થતી ગ્ઈ પછી લગ્ન થયા પછી છોકરાઓને મોટા કરતાં મારી ગીત ગાવાની કલા કયાઈક ખોવાઈ ગ્ઈ અને એક દિવસ એવો આવ્યો કે મે મારું નામ તો કંઈ બનાવ્યું જ નથી મારી પહેચાન તો કંયાક રહી જ ગ્ઈ એ દિવસે હું ધણી દુઃખી હતી પણ કેહવાય ને પ્રભુ હંમેશા મદદ કરતાં જ હોય છે કોઈ પણ રીતે તેમ મને પણ મારાં છોકરાં હાર્દિક ધણી મદદ કરી મારું નામ બનાવા આજે જશોદાને એના નામથી સૌ કોઈ જાણે છે. છોકરાનું કરિયરમાં માતા-પિતા બનાવામાં મદદ કરે છે તેમ મારું નામ બનાવા મારાં છોકરા હાર્દિકે ધણી મદદ કરી છે. "

આટલું બોલતાં બોલતાં જશોદાની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી.

" આભાર " બોલીને પોતાની સ્પીચ પુર્ણ કરે છે. ફરી બધાં તાળીઓ પાડે છે.

એના પરિવાર પણ આંખોમાં આંસુ હતાં. મહેશ ને એની ભૂલનું ભાન થયું. હાર્દિક પણ ઘણો ખુશ હતો. પછી જશોદાને એક પછી એક ફિલ્મમાં ગીત ગાવાનું મળ્યું અને એક મહાન સંગીતકાર બની.

" નામ " નામની વાર્તા અહીં જ પુર્ણ થાય છે. આશા રહેશે કે વાંચક મિત્રો ને વાર્તા ગમી હશે. ભુલ હોય તે તરફ ધ્યાન દોરવવા ન્રમ વિનંતી.