Paramour - 1 books and stories free download online pdf in Gujarati

પેરેમૌર - ૧

પેરેમૌર :- (અ.) પેરેમૌર એક અંગ્રેજી શબ્દ છે. આ શબ્દનો અર્થ "પ્રેમી" તેમ થાય છે. ઘણી વાર આ શબ્દ લગ્ન પછી થતાં પ્રેમ સંબંધ કરનાર વ્યક્તિના પ્રેમી માટે વપરાય છે.

આ નવલ કથા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં સાલ ૨૦૦૮ માં થયેલ એક કેસ પર આધારિત છે. આ નવલકથા તે "ત્રણ" ભાગમાં વેચાય છે. ત્રણેય ભાગ તે આ કહાનીવાર્તા ના ત્રણ પેહલું દર્શાવે છે.
આ કેસના પાત્રો ના નામ, તેમની અટક, અને થોડાક કિસ્સા બદલવામાં આવ્યા છે, જેથી કોઈને હાનિ ન પહોંચે. ઘણા કિસ્સા તે માત્ર લેખકની કલ્પના પર આધારિત છે.

મેથ્યુ એવેલીન

આજે વરસાદ પડતો હતો. અને મારુ મન તાંડવ કરી રહ્યું હતું. શું તે આવશે? મારુ મન ગાંડુ - ગાંડુ થઈ પૂછી રહ્યું હતું. શું તે મને જોઈ જશે તો? શું એ એલિસને જોઈ જશે તો? એ આવતીજ હતી. શું એ..

જો તમે એન્ડ્ર્યુ હોત તો કદાચ તમને પણ મારી જિંદગી જોઈતી હોત. બિલકુલ, કેમ નહીં. મારી પાસે (જોનાર ને એવું લાગતું) બધ્ધુંજ હતું: એક પૈસા છાપનારી જોબ, એક કેરિંગ પ્રેમાળ પત્ની, એક હોંશિયાર દીકરી. પણ જોનાર સામે બધ્ધુંજ ન હતું. તે એલિસ ને નતા જાણતા.

એલિસ તે મારી બોસ છે. ઓફિસમાં એક મારી 'સૂપરવાઈઝર' છે. પણ બહાર અમે.. પ્રેમી છીએ.

તે, તમને ખબર જ હશે, કોઈ નથી જાણતું. અને, બિલ્કુલ, મારી પત્ની "અમેન્ડા" ને પણ નથી ખબર.

સિવાય મારી દીકરી. ફ્રેયાં બહુ સ્માર્ટ છે. તે તો મને.. બ્લેકમેલ કરી રહી છે. પણ છોડો આ બધુ. આ બધામાં કઇ જાણવા જેવુ નથી.

આજે વરસાદ પડી રહ્યો છે. અને અમેન્ડા લેટ છે, મને ચિંતા છે કે તે આવી જશે. અને એલિસ તો ઘરેજ છે.

***

તે દિવસ બપોરે

અમેન્ડા એની ફ્રેન્ડ "વિવયેન" જોડે કોફી પી રહી હતી. બપોરે અમેન્ડાને ઘણી ઊંઘ આવે, તેથી તે ટાઇમે ફ્રેયાં ને ફોન કરે, વિવયેન જોડે ગપ્પાં મારે અને એન્ડ્ર્યુ પર વ્યંગ કરે. એન્ડ્ર્યુ મારો અસિસ્ટેંટ હતો. તે મારુ પૂજારી છે. તેણે મારી જેવી જિંદગી જોઈએ છે. એ કહે કે મારી જેવી જિંદગી કોઈક નેજ મળતી હોય છે. સાચ્ચીજ વાત છે.

આ વખતે મારુ પ્રમોશન થવાનું છે. અને એ, અફ કોર્સ, મારી વાઈફ કરશે. એને પ્રમોશન, એટલે આખી ઓફિસને.

અને એન્ડ્ર્યુ, તેના માટે કઇ પણ કરી શકે છે. તે બહું મહત્વાકાંક્ષી છે. એને જીવનથી ઘણું જોઈએ છે.

વિવયેન માત્ર એક કન્સલ્ટન્ટ છે. અને તે મારી વાઈફથી ખૂબ જલે છે. અચૂક્તી વાત એમછે કે મારી વાઈફ ને આખી ઓફિસમાં માત્ર એજ ગમે છે. હું પણ એટલો નહીં.

વિવયેન બધાનું ધ્યાન રાખે. તેના આંખ અને નજર ચારે બાજુ હોય. મારી વાઈફ અહીની રાણી છે, તો વિવયેન તેની જાસૂસ.

આજ કારણ છે કે મારાથી પણ નીચી પોસ્ટ હોવા છતાં તે આટલી આગળ નીકળી ગઈ છે. પણ હું જલતો નથી.

આજે બપોરે, એણે મને એની કેબિનમાં બોલાયો. પેહલા તો મારો ફોન ચાલ્યો. પછી, ફોન મૂક્યો તો તે મને જોતીજ રહી.

જાણવા જેવી વાત એ છે કે મારી વાઇફ નો ગુસ્સો બહુ ડ્રામૈટિક છે. તેણે પેહલા તો મને મારા કામ વિષે ટોંટ માર્યા. બધૂ પૂછવા લાગી. ક્લાઇન્ટ્સ અને પર્ફોમન્સ વગેરે.

પણ પછી એને ધડાકો કર્યો.

'સાચ્ચે સાચ્ચે બોલ, વિવયેન સાથે તારું અફેર કેટલા વખતથી ચાલે છે?' એકદમ ગુસ્સામાં તે બોલી.

'શું વાત કરે છે!'

'બિલકુલ. મને જુઠ્ઠું ના બોલ મેથ્યુ. કેટલા વખતથી ચાલે છે આ પ્રેમ પ્રકરણ?'

'અમારા વચ્ચે કાઈજ નથી. તું આવું વિચારી પણ કઇ રીતે શકે છે?'

'એની જોડે નહીં તો કોઈકની જોડે તો છે. પેલી એહ આર વાળી એલિસ જોડે હશે. સૌથી વધારે તારી કેબિનમાં જો મીટિંગ માટે આવતી હોય તો તે એજ છે.'

'હું સાચ્ચું -'

'જુઠ્ઠું ના બોલ!' આખી કેબિન ગાજવા લાગી.

'મને છેલ્લા ચાર મહિના થી તારા પર શક છે. અન નોન નંબર પર આજે આપણા ઘરે ચાર વાગે મળવાની વાત થઈ છે. અને આજે હું તને રંગે હાથો પકડીશ.'

'મારો બિલિવ કર અમેન્ડા -'

'ના. અને એક વસ્તુ યાદ રાખજે મેથ્યુ, જો આ બંનેઉ માંથી કોઈ એક નીકળ્યું છે ને તો..'

કહી તેણે મને દરવાજો દેખાડી દીધો.

છેલ્લા ચાર મહિનાથી.. કેવી રીતે? કોને કહ્યું? શું આ સત્ય હતું?

આટલું વિચારતા મને સવારનો કિસ્સો યાદ આવ્યો.

***

તે દિવસ સવારે

આ વિવયેનનો રૂટીંગ છે, તે તેની ખુરસી પર બેસતા પેહલા લાખો લોકોને મળશે. ગપ્પાં મારશે, અને લંચ વખત એજ સીટ પર બેસશે. આજે સવારે મારી સામે આવી ગામની પંચાત કરવા લાગી.

મારી જોળે સમય નતો તેથી મે એને જવાનું કહ્યું પણ તે માનેજ નહીં.

એજ વખતે તે બોલી હતી. અને એના શબ્દો અત્યારે મારા કાનમા પડઘા પાળતા હતા.

'.. પણ સાચ્ચું કહું તો એલિસ પણ કમાલ છે, તને તો ખબર જ હશે, રોજજે સવારે ઉઠી તરત સ્વિમિંગ કરે, મતલબ મને તો ઊંઘમાં થી ઊઠવું જ.. '

આ વસ્તુ તેણે મને ચેતવણી આપવા કાઢી હતી. અમારી વાતથી આ એકદમ જુદી વાત હતી. અને આ વસ્તુ ઓફિસ માં કોઈ નતું જાણતું. પણ વિવયેન: તેણે ખબર પડી જ જાય.

તેણે આ ખબર કઇ રીતે પડી તે મારા થી પરે છે. પણ અમેન્ડા એ મને અને વિવયેન વિષે કેમ વિચાર્યું તે વસ્તુ મને ન સમજાય.

***

પછી દરવાજો ખૂલ્યો

અને અમેન્ડા ધીમેથી ઘરમાં પ્રવેશી. અમારો એક મોટ્ટો બંગલો છે. એક મહેલ જેવો. હું નીચે આવતો હતો. ત્યાં તો અમેન્ડાની બાજુ માં મે કોઈકને જોયો.

આ હતો પીટર. પીટર અમારીજ ઓફિસમાં એહ આર હેડ હતો. અમેન્ડા અને પીટરની પોજીશન સરખી પણ જુદી હતી.

એટલામાં તો એલિસ કિચન માં થી આવી. તેણે કપડાં બદલી નાખ્યા હતા. અને તેના હાથમાં એક ટ્રે હતી.

'હવે તો કહે.' અમેન્ડા હસી રહી હતી? આવું કઇ રીતે.

'બેસ ને,' એલિસ એ કહ્યું. અને હું બેસ્યો.

અમેન્ડા તેના પતિ સાથે કોઈ છોકરીને જોવા કઈક વધારેજ ખુશ હતી.

પણ પછી પીટર અને એલિસ ઊભા થયા.

'અહં.. (એલિસ એ ગળું સાફ કર્યુ) પેહલા તો સોરી મેથ્યુ, હું તારા ઘર પર આમ કબજો કરી આવી ગઈ, અને મે તને કીધુ પણ નહીં કેમ. અને.. પીટર. મતલબ હું અને પીટર. અમે..'

આટલું કેહતા એલિસ એ તેનો હાથ દેખાળ્યો.

અને એલિસ કુદકા મારવા લાગી. અમેન્ડા પણ ઘણી ખુશ લાગી રહી હતી, અને પીટર એ તો જાણે આખી પૃથ્વી જીતી લીધી હતી.

'હું તને પ્રેમ કરું છું અને કરતો જ રહીશ.' પીટરે કહ્યું, અને એલિસ એ મને આંખ મારી.

ત્યાં તો અમેન્ડા એ શેંપેન' પાર્ટી આ ખુશી માં યોજવવાનું કહ્યું અને ચંદ મિનટોમાં અમે મારી ગાડીમાં હતા.

'મે તારા પર ખોટ્ટો વહેમ કર્યો મેથ્યુ, આઈ એમ રિયલી સોરી.' એને આવતા કહ્યું.

પણ હું સમજી ગયો હતો આ શું હતું: એલિસની નવી ચાલ.

પીટરના પ્રોપોસલથી તેણે અમારા અફેરની જીવન દાન આપ્યું.

પણ કેટલી વાર માટે?