Kaka ek cup cha books and stories free download online pdf in Gujarati

કાકા એક કપ ચા

મુશળધાર વરસાદ અને આ
અંધારી રાત.....

કિશોર કાકા જલ્દી જલ્દી પોતાની ચાની લારી નો સામાન ઠેકાણે ગોઠવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ જ‌‌ હતી. હાઈવે પર એક મોટા વડનાં ઝાડ નીચે હતી તેમની આ લારી જેના પર લખ્યું હતું " કિશોર કાકાની ચા"

‌ હાઈવે ની નજીક ના ગામ વાળા રહેવાસીઓ માટે તો આ જાણે એક ચોક બની ગયો હતો, જ્યાં બધા ભેગા થાય ને સુખ- દુઃખ ની વાતો કરતા અનને મઝા થી કિશોર કાકા ની ચા પીતા. રસ્તા માં આવતા જતા મુસાફરો માં જેને પણ એક વાર અહીંયા ઉભા રહી ને ચાનો આનંદ માણ્યો એ બીજી વાર તો અહીં આવે એટલે આવે જ.અને આજ જાદુ હતો કિશોર કાકા ની ચાનો.

દરરોજ તો મોડે સુધી કિશોર કાકા પોતાની લારી ખુલ્લી રાખતા હતાં પણ આજે આ વરસાદ ના લીધે તેઓ લારી બંધ કરી ને જઈ રહ્યાં હતા કે પાછળ થી એક અવાજ આવ્યો.

કાકા એક કપ ચા....

કિશોર કાકા ની વૃધ્ધ આંખો અંધારા માં તે કોણ હતું એ ઓળખી ના શકી પરંતુ આ અવાજ તેઓ તરત ઓળખી ગયા.

રાજુ દીકારા કેમ આજે આટલું મોડું થયું તને? હું બસ હવે લારી બંધ કરી ને ઘરે જ જઇ રહ્યો હતો.

કહેતાં કહેતાં કિશોર કાકા એ ચા મૂકી.

રાજુ તેમના ઘર ની બાજુ માં જ રેહતો હતો. બાળપણ માં જ માતા-પિતા બંને સ્વર્ગલોક પામ્યા. કિશોર કાકા અને તેમના પત્ની જમાના કાકી એ જ તેને મોટો કર્યો.વિરાસત ના નામ પર રાજુ માટે માતા-પિતા એક ઘર મુકી ને ગયા હતા,એટલે તે ત્યાં જ રહેતો હતો હતો અને ગામ ની બહાર આવેલી કચેરી માં કલાર્ક ની નોકરી કરતો હતો.

કિશોર કાકા નો એક નો એક છોકરો હતો જેને તેમણે રાત-દિવસ મેહનત કરીને વિદેશ ભણવા મોકલ્યો હતો. જ્યા તેણે કોઈ અમેરીકન છોકરી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં જ વસી ગયો.બસ હવે તો કાકા કાકી માટે રાજુ અને રાજુ માટે કાકા કાકી.જાણતા-અજાણતા કુદરતે વિખુટા કરેલા લોહીના સબંધો ને,હૃદય ના સંબંધો એ સાચવ્યા.

સાંજે રાજુ ઓફિસે થી આવતો અને કેહતો,

કાકા એક કપ ચા....

ચા પી ને તે પણ તેમની મદદ કરતો અને બંને રાત્રે સાથે કામ પૂરું કરી ને ઘરે જતા,‌ જ્યાં જમના કાકી તેમની‌ રાહ જોતા બારણે ઊભા રહેતાં.વિખરાયેલા પરીવારને હ્રદય ની પવિત્રતા અને મનની નિર્મળતા એ બાંધી રાખ્યા હતા. રાજુ કાકા-કાકી ની માતા પિતા જેમ જે સંભાળ રાખતો હતો.

કાકાએ ગરમ-ગરમ ચા બનાવી ને રાજુ ના હાથ માં કપ પકડાવ્યો અને માથે હાથ ફેરવતા બોલ્યા - "ચાલ મારા દીકરા ફટાફટ તારી ચા પી લે પછી આપણે જલ્દી થી નીકળ્યે.તારી કાકી રાહ જોતી દરવાજે જ ઉભી હશે.અને તું કેમ આજે આમ ચુપચાપ છે દિકરા?"

રાજુ ને કપ પકડાવ્યા બાદ હાથ માં કંઇક ચિકાસ નો અનુભવ થયો અને વીજળી ના જોરદાર કડાકા સાથે તેમની નજર પોતાના હાથ પર પડી જેના પાર હતો લોહી નો દાગ.....

કાકા ગભરાઈ ગયા.

" અરે આ લોહી મારા હાથ માં ક્યાં થી આવ્યું?" બોલતા કાકાએ નજર પાછળ બાંકડા તરફ ફેરવી પણ ત્યાં કોઈ નહોતું.

રાજુ દીકરા ક્યાં ગયો તું? તે ગભરાયેલી હાલત માં ચારેય બાજુ રાજુ ને બૂમ પાડીને શોધવા લાગ્યાં. આમ તેમ ભાગવા લાગ્યાં. વરસાદ અને તેમની આખોમાંથી વહેતાં આશુ રોકાયે રોકાઇ નહોતા રહ્યાં.

શું આ મારો વહેમ હતો? આ શું થયું?

મનમાં ઉઠતા સવાલોના ભમરાણે તે બધું ત્યાં જ મુકીને ઘર તરફ રવાના થયા. ગામમાં પ્રવેશતા જ પાદરે પગ કશાક સાથે અથડાતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યાં.ત્યાં કોઈ બેભાન હાલતમાં પડ્યું હતું અને જોડે ખાડામાં એક બાઈક હતું.કોઈનો એક્સિડન્ટ થયો હતો લગભગ....

"અહીં તો કોઈ...હે ભગવાન આ કોણ છે? કહેતાં જેવું તેમણે તે વ્યક્તિનો ચહેરો સીધો કર્યો કે,

રાજુ......