Success ?? - 1 books and stories free download online pdf in Gujarati

સફળતા?? - 1

સામન્ય્ માણસો સમય સાથે ચાલે છે જયારે ટીનાના સાથે સમયે ચાલવું પડે છે ..  રોજ ની જેમ આજે પણ ટીના સમયસર ઓફિસે આવી ગઈ હતી.. ના એક મિનિટ વ્હેલી કે ના એક પણ મિનિટ મોડી..

ટીના એટલે “multi national company “ ની માલિક. જે દુનિયાની ઉચ્ચતમ દસ કંપનીમાની એક કંપની.  ટીના ઍ શુન્યથી શરૂઆત કરી હતી અને આજે ઍ અને એની કંપની ખૂબ જ્ ઉચ્ચા સ્થાને છે .. ટીના ની રાત દિવસની મહેનત જોઈ ને તો ભગવાન પણ એની  મનગમતી ઈચ્છા પૂરી કરવા મજબુર હતા ....

ટીના ખૂબ જ્ નાની હતી ત્યારે એના પિતા અવસાન પામ્યા અને ત્યાર પછી એના મમ્મીએ એકલા હાથે એને મોટી કરી ..

ટીના ને લખવાનો,કવિતાનો .., શબ્દો સાથે રમવાનો નાનેથી જ્ ઘણો શોખ હતો . ટીના કોલેજ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ત્યારે એના મમ્મીએ આત્મહત્યા કરી હતી ..

કારણ કે એમને કેન્સર હતું અને એમના પાસે એમની સારવાર માટે પૂરતા રૂપિયા ન હતા. ..

ટીના ને આ ઘટનાથી ખૂબ જ ઠેસ પહોચી હતી .. એટલી કે આટલી મોટી ઘટના થયા પછી પણ એની આંખ માંથી એકેય્ આશુ ના પડ્યું હતું . એ દિવસે તો જાણે ટીનાએ સંકલ્પ લીધો હતો ધનવાન થવાનો... અમીર થવાનો..

“મેડમ કોફ્ફિ” ટીનાનુ ધ્યાન કામ માં હતું અને ત્યારે ઓફ્ફિસ માં *સ્ટાફ* આવે છે અને ટીના ની પસંદગીની બ્લેક કોફી લઇ આવે છે .. ટીનાનું આ રુટિન ફિક્સ જ્ હોઈ છે .. કોફી ના સમય માં પણ જરાય મોડું નહિ થવું જોઇએ

ટીના કોફ્ફિ પી છે .. અને ગુસ્સામાં એમના સ્ટાફને બોલાવતા “નરેશ તમને ખબર છે મને ઠંડી કોફ્ફિ નથી પસંદ આ શું છે .. મારા દિવસની શરૂઆત આ કોફ્ફિ થી થાય છે ખ્યાલ છેને???  ફરી વારા આવુ થયું તો આ કંપનીને ભૂલી જાજો .. નાઉ ગેટ આઉટ!!!”  નરેશ ખુબજ ભય જનક અવાજમા “મને માફ કરજો મેડમ ,હવે આવી ભૂલ પાછી ક્યારે નહીં થાય” અને ઓફિસના બહાર જતો રહે છે ..

થોડી વાર ટીના એકલી બેસે છે અને એના વિચારો સાથે વાતો કરે છે .. અને શાંત થાય છે એટલામાં જ કાને અવાજ સંભળાય છે “ મે આઇ કમિન મેડમ !!” ટીના વિચારો પર કાપ મૂકી એના વર્તમાન જીવન પર ધ્યાન દોરે છે .. “યસ પ્લીઝ” 

ટીના ખૂબ જ આન્દિત્ અવાજે .. “ અરે રોહન તું !!!  ઓહ માઇ ગોડ , વૉટ અ ગ્રેટ સરપ્રાઈઝ .. કેટલા સમય પછી મળ્યો ને તું  “  રોહન એટલે જે હમણાંના દાયકાનો નામચિન ગાયક .. એના અવાજ એટલો મીઠો હતો કે કોઈ પણ સાંભળે તો મજ્ઞમુગ્ધ્ થઈ જાય .. કોલેજ સમયમાં રોહન ટીના ને ખુબ જ્ પ્રેમ કરતો ! આખા કોલેજની બધી છોકરીઓ રોહન પાછળ દીવાની હતી .. રોહન સાથે વાત કરવાતો બહાના બનાવતી ..  પણ રોહનતો ટીનાને જ પ્રેમ કરતો એના માટે રોજ ગિફ્ટ લાવતો .. રોજ કંઈક ને કંઈક નવું કરતો .. પરંતુ ટીનાને આ બધું કસું દેખાતું જ્ નહીં

ટીનાએ રોહનને જોઈ જાણે ભુતકાળના કેટલાક પાના સામે આવી ગયા હોઈ એવો અનુભવ કર્યો ..

રોહન એજ પ્રેમભરી અવાજે  : “કેમ છે ટીના? તું તો હવે જીવનના ખૂબ જ મોટા પગથ્યા પર પોહચી ગઈ છે ..” 

આટલું જ કેહતા ઓફિસમા દરવાજા પાસે કંપની મેનેજર મિ. દિલીપ આવે છે .. ‘મે આઇ કમિન્ મેમ.?’ જી આવો દિલીપભાઈ ટીનાએ શાંતિથી જવાબ આપ્યો

મેમ આજે 12 વાગ્યે તમારી મીટીંગ છે તમારે ફાઈલ પણ જોવાની છે .. અને એના પર સહી જોઈએ છે તમારી “ 

ટીના ફાઈલ ચેક કર્યા પછી ખૂબ જ્ ગુસ્સામાં .. આ શું છે મિ. દિલીપ .. તમને હું આના પૈસા આપું છું . આમાં કેટલી ભૂલ છે ઍ જોઉં  .... આ નાની મોટી વસ્તુ નથી  ખબર છે ને તમને.. કેટલો સમય કેટલા રૂપિયા ચુકવ્યે છે તો આવી નાની નાની ભૂલ કેમ થાઈ.. ? મને આવું જરાક પણ પસંદ નથી યાદ રાખજો .. આ સુધારીને લાવો ..

દિલીપ ખૂબ જ્ નિરાશાથી જવાબ આપે છે ..” ઓકે મેમ  આઇ એમ સોરી!”

રોહન થોડી મસ્તીભર્યા ભાવમાં “ નાક તો હજી પણ લાલ અને મોટી જ્ છે એમ ને !!” ટીના ચિડાઈને કહે છે  શું કરું બીજું .. મારે જરાયે રિસ્ક નથી લેવો હું એ અહીં સુધી આવવા માટે કેટલી મેહનત કરી છે .. એ મને ખબર છે ..

રોહન ટીનાને અટકવતા અરે ચિલ કર જસ્ટ ગો વિથ ફ્લૉ .. બોલ બીજું શું કરે છે તારા પતિ શ્રી ... ?