Manasvi - 9 books and stories free download online pdf in Gujarati

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - ૯

મોક્ષ અને તેના મિત્રો ,શાહી સિતારાની રોશની માં ગુફાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.આગળ વધતા અલગ અલગ ચિત્રો હતા .જે રહસ્ય ને વધારે ગૂઢ બનાવી રહ્યા હતા.ચિત્રો જોતા જોતા શ્યામ આગળ નીકળી ગયો.સામે નું દ્ર્શ્ય જોઈ શ્યામના મોઢા માંથી ચીસ નીકળી ગઈ..

"અહિ આવો બધા, અહીંયા જુઓ."શ્યામ બધાનું ધ્યાન એ તરફ દોરતાં બોલ્યો.

"શું છે ત્યાં"મોક્ષ આંખોને ઝીણી કરતા બોલ્યો.

" બાપરે!!આવળી મોટી ખાઈ અને તેમાં પાણી,અને લાવા બન્ને એક સાથે ભેગુ છે.આવું દ્રશ્ય તો કલ્પના બહાર નું છે.યાર " નકુલ, શ્યામ પાસે આવીને જોતા બોલ્યો.

"આ શું!!નદીમાં પાણી છે.કે પછી પાણી માં લાવા બધું ભેગું થઈ રહ્યું છે ." નકુલ ત્યાંથી દૂર ખસીને પછી, પોતાના માથે હાથ મૂકતા જમીન પર બેસી ગયો.

"અહી જો શ્યામ સામેની બાજુથી પાણી વહીને આ બાજુ આવી રહ્યું છે.અને અહી આવતા જાણે લાવા સ્વરૂપ બની ગયું હોય એવું લાગે છે ." મોક્ષે બારીકાઇ પૂર્વક તપાસ કરતા કહ્યું.

" નદીની પેલે પાર જવા માટેનો રસ્તો જોયો તમે, કેવો વિચિત્ર છે."રુચિ બોલી.

"તને એ રસ્તો દેખાઈ રહ્યો છે.મને તો આ લાવા થી બીક લાગી રહી છે.કેવો દરિયાના મોજાની જેમ ઉછળી રહ્યો છે. અને આ બાજુથી પાણી શાંત નિર્મળ વહી રહ્યું છે. કેવું વિચિત્ર દેખાય છે.અડધું પાણી ,અડધું લાવા, આને નદી કહેવાય કે પછી કોઈ બીજું નામ હશે અહી નું." રોમી નકુલની પાસે આવી બેસતા બોલ્યો.

"સુગંધા સાચું કહી રહી હતી.સાચેજ આ એક વિચિત્ર પ્રકારની માયાવી નગરી છે."પૂજા પોતાની ભાષા માં બોલી.

"પણ આ રસ્તો જો, રામાયણ માં કેમ પત્થરો માંથી સેતું બાંધવામાં આવ્યો હતો. એવો સેતુ લગી રહ્યો છે. પરંતુ આ તો એક, એક પથ્થર જ છે.આના પરથી પસાર થવું એટલે મોત ને આમંત્રણ આપવા જેવું છે."રુચિ એ પથ્થર નાં રસ્તા પાસે જઈ ને બોલી. રુચિ એ પથ્થર નાં રસ્તા પાસે બેસી ને પથ્થર ઉપર હાથ મૂક્યો.રુચિ નો હાથ અડતાં પથ્થર નદી માં ડૂબી ગયો. આ જોઈ બધા આશ્ચર્ય માં મુકાઈ ગયા.અને ચિંતા પણ ખરી.

"હવે આપણે પેલે પાર કઈ રીતે જઈશું.એનો વિચાર કર્યો છે?" શ્યામે બધા તરફ એક નજર નાખતા કહ્યું.

"હું તો અહીંથી જાવ છું. ચાલ મોક્ષ આપણે કોઈની મદદ નથી કરવી.આમ આપણા બધાના જીવ જોખમ માં મુકાઈ જશે."રુચિ એ મોક્ષનો હાથ પકડતા કહ્યું.

" રુચિ તું આમ સ્વાર્થી કેવી રીતે બની શકે ? આપણે સુગંધા ને વચન આપ્યું હતું ને. હવે જરાક મુસીબત આવી એટલે પીછેહટ કરવાની." શ્યામ ગુસ્સામાં બોલ્યો.

આ તને જરાક મુસીબત લાગી રહી છે." રૂચીએ આંખો પહોળી કરતા કહ્યું.

"જો સાંભળ રુચિ.અહી, આવ બેસ મારી પાસે. " મોક્ષે રુચિને પોતાની નજીક બોલાવતા કહ્યું.રુચિ મોક્ષ પાસે જઈને બેઠી.

"બોલ,શું કહી રહ્યો હતો.રુચિ એ સવાલ કર્યો.

"તમે બધા કહેતા હતાને ,કે હું કેમ અચાનક ઋચીની આટલી બધી નજીક આવી ગયો. અને હું મનસની દુનિયામાં કેવી રીતે ગયો."

"હા,એય. એ વાત તો આપણી અધૂરી રહી ગઈ હતી.તું એ ગુફા માંથી બહાર કઈ રીતે આવ્યો? અને સુગંધા અને આ શાહી સિતારા ને તું કેમ અડકી શકે છે.? "શ્યામ ઉત્સુકતા થી બોલ્યો.

"હું જ્યારે ગુફામાં ફસાયેલો હતો.સુગંધા મારી પાસે મદદ માંગી રહી હતી. પરંતુ મને અચાનક ખુબ ગરમી થવા લાગી.મારું શરીર જાણે આગમાં તાપી રહ્યું હતું.અને હું એ ગરમી થી વ્યાકુળ થઈને બેભાન થઈ ઢળી પડ્યો.જ્યારે મારી આંખો ખુલી તો હું એક ફૂલો થી બનેલ પથારી માં સૂતો હતો. મે ઊઠીને જોયું તો સુગંધા સામે ઉભી હતી.જે મને ઘણી વખત જમવાનું આપી જતી હતી.એ ખુબ મનમોહક,મન મોહિની, લાગી રહી હતી. જાણે બધા ફૂલો આની પાસે થીજ પોતાની ખુબ સુરતી ,અને સુગંધ માંગીને લઇ આવતા હોય.હું તો એને એકી ટસે જોઈ રહ્યો."

" મોક્ષ તું ઠીક તો છે ને " એના મો માંથી નીકળેલ એ શબ્દો. મારા રદયમાં આરપાર થઈ ગયા. હું એના આવજ થી ચમક્યો.મે એની સામે જોયું. સુગંધા તું મારી પાસે મદદ માંગી રહી હતી ને? શું આ જ મનસ છે.મે ચારે બાજુ નજર ફેરવતા કહ્યું."

"હા,આ મનસ છે.કેવું છે જો."


"મે ,ચારેય બાજુ નજર ફેરવી,જોયું તો ફૂલોનો બગીચા માં શહેર હતું કે ,પછી શહેર માં ફૂલો.ચારેય બાજુ હરિયાળી.વહેતા ઝરણા. મને લાગ્યું ક્યાંક સ્વર્ગ માતો નથી પહોંચી ગયો ને. મે મારા ગાલ ઉપર જોર થી થપાટ મારી ને જોયું.ના ના જીવતો છું.શરીર ને લાગે.કઈ આત્માને થોડું લાગે. વિચારી મે નિરાંત નો શ્વાસ લીધો."

"શું વિચારી રહ્યો છે મોક્ષ?" સુગંધા એ મને તંદ્રા માંથી બહાર લાવતા પૂછ્યું.

" તું તો કહેતી હતી ને કે મનસ ભળકે બળે છે.અહી તો કોઈ એવા અણસાર નથી લાગતા."

" હું સાચું બોલું છું મોક્ષ,તું જે જોઈ રહ્યો છે તે એક છળાવો છે.ખરે ખર તો મનસ એક મહા ભયાનક મુસીબત માંથી પસાર થઈ રહ્યું છે."

" તો પછી, હું અહી કેમ આવ્યો,મને તું અહી શા માટે લઈને આવી?શું મને પણ તે કોઈ મુસીબત તો નથી મૂક્યો ને."

" ના ,મોક્ષ તને સખત તાવ હતો.અને તું તડપી રહ્યો હતો.એટલે હું તને અહી લઈને આવી.પણ હવે તું ઠીક છે ."

" તે મારી સારવાર કરી? ખુબ ખુબ આભાર તારો. મે સુગંધા નો આભાર વ્યક્ત કર્યો. મારી વાત સાંભળી ,સુગંધા હસી પડી. " કેમ હસી રહી છો.
શું ,મે કઈ ખોટું કહ્યું."એને હસતા જોઈ મે તેને પૂછ્યું."

" મે તને સાજો નથી કર્યો.તને સાજો કર્યો રુચિ એ.."

"રુચિ એ.. પણ હું તો અહી તારી સાથે છું.તો પછી રુચિ અહીંયા ક્યાંથી આવી.મને અચરજ લાગતા મે સુગંધા ને પૂછ્યું."

" હા ,રુચિ , એ તને ખૂબ પ્રેમ કરે છે.સાચો પ્રેમ નસીબ વાળા ને જ મળે.મોક્ષ તું ખુબ નશીબદાર છે.તને રુચિ દોસ્ત તરીકે મળી."

"પરંતુ તને કેમ ખબર રુચિ વિશે"

"તારી આંખો બંદ કર. સુગંધાએ મારી આંખોને પોતાના હાથ વળે બીડી દીધી.મે બંદ આંખે જે દ્ર્શ્ય જોયુ ,એને જોઈ મારા પગ નીચેથી જમીન સરકવા લાગી. હું બરાડી ઉઠ્યો આ કઈ રીતે બની શકે.મને વિશ્વાસ નહોતો બેસતો.મારી આંખો ની સામે હું ખુદ પથારી માં સૂતો છું.બેભાન છું.અને રુચિ મારી સેવા કરી રહી હતી. જો હું મારી ઘરે છું તો હું અહી કઈ રીતે.આ શું છે બધું."

"હા, તું છેલ્લા બે ત્રણ દિવસ થી ના દેખાયો એટલે હું તને મળવા તારા ઘરે આવી હતી.મે જોયુ કે તું પથારી માં સૂતો છે.અને તને સખત તાવ છે.મે તને ઢંઢોળ્યો પણ ખરો.પણ તું બેભાન હતો.એટલે મે પૂજા ને બોલાવી,અને પછી ડોક્ટર પાસે તારી ટ્રીટમેન્ટ પણ કરાવી હતી."રુચિ મોક્ષની વાત વચ્ચે થી કાપતા બોલી.

"રુચિ તું મને જ્યારે પણ મારા કપાળ પર સ્પર્શ કરતી.મને તારા હાથેથી જમાળતી હતી.તારા હાથના ટેકે મને સહારો આપતી.આ બધું હું અનુભવ કરી રહ્યો હતો.અને મેં ત્યારે જ વિચાર કર્યો કે તને હું હમેશા ખુશ રાખીશ." બોલતા મોક્ષ ગદગદિત થઈ ગયો અને રુચિ ને ગળે વળગી ગયો.રુચિ પણ જાણે આ પળ માણી રહી હોય તેમ મોક્ષને પોતાનામાં સમાવી લીધો.અને ફરી બંને છુટા પડ્યા.


"તો તું ફરી નોર્મલ કેવી રીતે થયો?અને તું કેમ સુગંધા ની આટલી મદદ કરે છે?" શ્યામ મોક્ષના ખંભા પર હાથ મૂકતા બોલ્યો.

"શ્યામ સાચું કહે છે.તું એમ કહી રહ્યો છે ,કે તું મનસ
ની દુનિયામાં હતો.તો પછી આપણે અત્યારે કેમ આટલી મુસીબતોનો સામનો કરીએ છીએ.કેમ આપણે સીધા ત્યાં નથી પહોંચી જતા."રોમીની ધીરજ હવે ખૂટી રહી હતી.તે આ બધા રહસ્યોને જાણવા માટે આતુર હતો.

મોક્ષ બધાના સવાલોને ધ્યાન પૂર્વક સાંભળી રહ્યો હતો.