Bus, Taro Sath - 4 books and stories free download online pdf in Gujarati

બસ, તારો સાથ - 4


સ્મરણો

રાજ ઘરે આવી ફરી એ ડાયરી ખોલી બેસી જાય છે, એ ના થી રહેવાતું ન હતું, એનાં દિમાગ માં હજું પણ એજ સવાલો ચાલે છે કે નિશાંત સાથે આગળ શું થયું અને એની આવી હાલત કઈ રીતે થઇ.
રાજ ડાયરી ખોલે છે.
{
કૃતિ હોસ્પિટલ ના બેડ પર બેહોશીની હાલતમાં પડી હતી, તે ધીમે ધીમે હોશ આવે છે,એક હાથ માથા પર અને બીજા હાથ ના ટેકા વડે ઉભી થવાની try કરે છે.
તે નિશાંત ને શોધતા રૂમ ની બહાર આવે છે અને ત્યાં જ સામે એ ને ડૉક્ટર દેખાઈ છે.
ડોક્ટરે (આતુરતા પૂર્વક કહ્યું ):તમને હજું પણ રેસ્ટ કરવાની જરૂર છે, નર્સ... નર્સ...

કૃતિ ના ચહેરા પર ચિંતા અને ડર ના વાદળો છવાયા હતા,
કૃતિ :ડોક્ટર, નિશાંત ક્યાં છે?, ઠીક છે ને?, મારે મળવું છે એને..
ડોક્ટર :નિશાંત (આટલું બોલી મૌન પડી ગયા )
કૃતિ(આંખો માં આંસુ લઈ ગુસ્સામાં બોલવા લાગી ): બોલો ક્યાં છે નિશાંત?, અટકી કેમ ગયા?,નિશાંત..
ડોક્ટર એ ઈસરો કરી તેમની પાછળ આવવા કહ્યું.

ICU રૂમ ની બહાર

ડોક્ટરે બારી તરફ ઇશારો કરતાં કહ્યું,
ડોક્ટર : હાલત બહુ ક્રિટિકલ છે, હજુ હોશ માં નથી આવ્યો, જો આવું જ રહેશે તો કોમા માં જવાની શક્યતા છે, પછી ક્યારે કોમામાંથી બહાર આવે કહી ન શકાય, દિવસો, મહિનાઓ કે પછી વર્ષો...
આ વાતે જાણે કૃતિના પગ નીચેથી જમીન ખેંચી દીધી,એ શોક માં આવી ગઈ, તે માનવા જ તૈયાર ન હતી.
કૃતિ : ના,તે હમણાં આવશે(તે રૂમ માં જાય છે, નિશાંત નો હાથ પકડી તેની બાજુ માં બેસી જાય છે, આંખોમાં આંસુ રોકાયેલા હતા )
કૃતિ : ઓય,mr. Driver ઉઠ... મને મોડું થાય છે ઘરે મમ્મી રાહ જોવે છે.. ઉઠ ને... શું ભાવ ખાય છે.. ઉઠ mr driver..
તે રડતા રડતા નિશાંત ને ભેટી પડે છે, નિશાંત ની ધીમી ધડકન ને જાણે સાંભળી ને સાથે વિતાવેલા સ્મરણો ને યાદ કરતી હોઈ,તેની નજર બાજુ માં પડેલી નિશાંત ની ડાયરી પર પડે છે.

કૃતિ નું ઘર,
[બારી પાસે બેસી નિશાંત ની ડાયરી વાંચી રહી હોઈ છે અને થોડી થોડી વાર તેની નજર phone તરફ જતી હોઈ છે જાણે હમણા નિશાંત નો કોલ આવશે,
કૃતિ રોજ હોસ્પિટલ જતી અને ત્યાં જઈ તેનો આખો દિવસ કેવો રહ્યો, નિશાંત વિશે શું વિચાર કરી રહી હતી બધું ત્યાં બેસી ડાયરી માં લખી નિશાંત ને સંભળાવતી.
મમ્મી :બેટા, ખાઈ લે... ક્યાં સુધી રાહ જોશે એનાં call ની..?
કૃતિ : મમ્મી,મારી સાથે જ કેમ આવું થાય છે,જેમની નજીક હું જાઉં બધા સાથ છોડી દેય છે પહેલા પપ્પા અને હવે...
આટલું કહી અટકી જાય છે, મમ્મી ને ગળે વળગી રડવા લાગે છે.
મમ્મી :ચૂપ થઇ જા, એવું કશું જ નથી
કૃતિ :મમ્મી,આ ડાયરી માં શું છે ખબર...?મારા વિશે એવી વાતો લખી છે જે મેં ખુદ અનુભવ નથી કરી, મારી ખામી ઓને અવગણી આદતો ને અપનાવી છે આને... પહેલી વાર તારા અને પપ્પા પછી કોઈ એ ઓળખી છે મને..કાશ પહેલા આ વાત કરી દીધી હોત તો કદાચ થોડા વધારે પલો સાથે જીવી શકતે.]

હોસ્પિટલ માં,

નિશાંત ને હોશ આવે છે,કૃતિ ના નામ ની પુકાર કરતાં આજુ બાજુ જોવા લાગે છે,ત્યાં એક નર્સ હોઈ છે,
નર્સ : કોણ કૃતિ?, તમે આરામ કરો
નિશાંત : કૃતિ ક્યાં છે, મારે એને મળવું છે (તે દોડી ને બહાર જાય છે ત્યાં સામે બીજી નર્સ સામે થી આવે છે,તે નિશાંત ને હોશ માં જોઈ ખુશ થાય છે )
નર્સ :તમે શાંત થવો , એ ઠીક છે.. તમે પહેલા શાંત થાવો..
નિશાંત : ક્યાં છે એ?
નર્સ :એ રોજ આવતી હતી તમને મળવા અને તમારી સામે બેસી કંઈક લખતી હતી.. પણ
નિશાંત : પણ શું??
નર્સ : પણ તે હમણા કેટલા સમય થી નથી આવતી
નિશાંત : હવે નથી આવતી એટલે.., ક્યાં છે એ?
નર્સ :એ ખબર નથી પણ તે છેલ્લા 1 વર્ષ થી નથી આવતી
નિશાંત શોક માં આવી જાય છે અને તરત પૂછે છે.
નિશાંત : 1 વર્ષ પહેલા એટલે.. હું કેટલા વર્ષ થી અહીં છું?
નર્સ : તમે 2 થી 2:30 વર્ષો થી કોમાં માં હતા

નિશાંત સાંભળી ને જાણે સુન પડી ગયો હોઈ તેમ વર્તન કરતો હતો તે ત્યાં થી ભાગી કૃતિ ના ઘર તરફ જાય છે અને મન માં બોલતો રહે છે
"આવું ન હોય, આવું ન બની શકે, કેવીરીતે પોસિબલ છે?"આવા ઘણા સવાલો નિશાંત ના અંદર ચાલી રહ્યા હતા.

કૃતિ ના ઘરે નિશાંત પોહોંચે છે,
નિશાંત ડોર બેલ વગાડી કૃતિ ને બૂમ પડે છે,
"કૃતિ.. કૃતિ... Miss junior...હું આવી ગયો છું, ડોર ખોલ પાગલ.."
ત્યાં અંદર થી અવાજ આવે છે, "કોણ??"
નિશાંત :આંટી, હું નિશાંત... કૃતિ ક્યાં છે? એને કહો નિશાંત આવ્યો છે
કૃતિ ની મમ્મી બોલતા બોલતા લડખડાઈ છે અને નિશાંત ને ઘર માં બોલાવે છે, તે નિશાંત ને પાણી આપે છે નિશાંત અંદર આવ્યો ત્યાર થી જ કૃતિ ને પાગલો ની જેમ શોધવા લાગે છે.
નિશાંત : કૃતિ... કૃતિ... આંટી કૃતિ ક્યાં છે?, કશે બહાર ગઈ છે?
કૃતિ ની મમ્મી ધીમે ધીમે હિંમત ભેગી કરી ને કહે છે
મમ્મી :બેટા, એનાં મેરેજ થઇ ગયા
નિશાંત ને ઝાટકો લાગે છે
મમ્મી : સોરી,આ મારી જ જીદ્દ હતી, એ રોજ આ બારી પાસે બેસી રહતી અને પાગલ ની જેમ તારા એક call નો wait કરતી હતી, અંદર થી એ તૂટી રહી હતી પણ તારા પાછા આવાની આશ રાખી જીવી રહી હતી, એવું લાગતું હતું કે બસ એક બેજાન શરીર ને જોઈ રહી છું,એની આ હલાત મારા થી જોવાઈ રહી ન હતી એટલે...

{સ્મરણો,
મમ્મી :કેટલા દિવસ આમ આ phone ને જોઈ એનો wait કર્યા કરશે.. કેટલા દિવસ?તારી હાલત તો જો.. કેવી થઇ ગઈ છે તું દિવસે ને દિવસે..એ ક્યારે આવે તે કોઈ ને ખબર નથી, આ વાત ને પણ 1 વર્ષ વિતી ગયું, મેં તારા માટે એક છોકરો જોયો છે સરકારી નોકરી કરે છે, તમે બંને ખુશ રહેશો.
કૃતિ એ કોઈ જવાબ ન આપ્યો.
મમ્મી : હવે આગળ વધ.. મારા થી તારી આ હાલત ન જોવાય, તારી મુસ્કાન પણ છેલ્લે ક્યારે જોઈ હતી એ પણ યાદ નથી, મારે હવે એક દીકરી પણ નથી ખોવી, નઈ તો મારા જીવવાનો પણ કોઈ અર્થ નથી, તને મારી કસમ.. "}

નિશાંત બધું સાંભળી રહ્યો હતો.
નિશાંત :હમણા ક્યાં છે એ?
મમ્મી : નિશાંત..,please તું એને ભૂલી જા,એની સામે ન જા, ઘણો સમય લાગ્યો છે એને ફરી આગળ વધવા માં, હમણાં તેમાં એ પ્રેગનેંટ પણ છે,ઘણા સમય પછી ફરી એ ઉભી થઇ છે,please એનાં સામે જઈ એનાં લડખડાવા નું કારણ ન બન... એ તને જોઈ ફરી તૂટી જશે..અને હું એની નજર માં ખરાબ બની જઈશ, એ દૂર થવા લાગશે... હું હાથ જોડું.

નિશાંત હાથ પકડી ને બોલ્યો
"હાથ ન જોડો, તમે કઈ ખોટું નથી કર્યું, તમારી જગ્યા પર હું હતે તો મારા થી પણ એની આ હાલત જોઈ ન શકાતે અને મારે એને ફક્ત છેલ્લી વાર એને જોવી છે, તમે ચિંતા ન કરો એની સામે હું ન આવું."

નિશાંત કૃતિ ના ઘરની બહાર થોડે દૂર ઉભો હોય છે, કૃતિ બહાર છોડવા ઓને પાણી આપતી હોય છે નિશાંત કૃતિ ને જોઈ રડવા લાગે છે પોતાના આંસુ લૂછી ને કંટ્રોલ કરવા નો try કરે છે અને થોડા સમય પછી ત્યાં થી જવા લાગે છે, કૃતિ ને નિશાંત ના હોવાનો અહેસાસ થાય છે અને તે બહાર તરફ જોઈ છે પણ ત્યાં કોઈ હોતું નથી.

નિશાંત જૂના વિતાવેલા સ્મરણો ને હાથ માં લઈ રસ્તા પર ચાલી રહ્યો હતો, આસપાસ ના મહોલ ને મહસૂસ પણ ન કરી શકતો હતો,, જાણે કઈ હવે બચ્યું જ નથી જીવવા માટે, તે મારવા માટે ના પ્રયત્નો કરવા લાગે છે,તે રસ્તા વચ્ચે ચાલી રહ્યો હતો અને તેમાં તેનું એક્સિડેન્ટ થાય છે, લોકો તેને હોસ્પિટલ લઈ જાય છે.

{"ઉપરવાળા થી માંગ્યો હતો, બસ તારો સાથ...
પણ કદાચ તેને મંજુર ન હતી, મારી આ વાત...
કિસ્મત માંથી મિટાવી નાખ્યો, પ્રેમ નો આ સંગાથ..
પહેલા બનાવ્યો અનાર્થ અને હવે છીનવી લીધો બસ તારો સાથ.. "}

}

હવે રહી ગયી છે તું જીવન માં એક સ્મરણ બની ને,
રાખ બની ગયો હું એ સ્મરણ ને યાદ કરી ને...

રાજ આગળ વાંચવા જાય છે પણ આગળ ના પાનાં ફાટી ગયા હોય છે,સામે ની તરફ બીજું પાનું વાંચે છે, તે વાંચી એનાં હોશ ઉડી જાય છે, તે જેલ માં call કરવા ની try કરે છે પણ કોઈ ઉપાડતું નથી અને તે તરત જેલ તરફ જવા નીકળે છે.