Black hole ni andar mrutyu - 3 books and stories free download online pdf in Gujarati

બ્લેક હોલ ની અંદર મૃત્યુ - 3

● CHEPTER NO.: 3
● FRIENDS

જ્યારે છોકરાને તે બુક ઉપરનું નામ વાંચ્યું-'નેગ્યું નો માણસ'- ત્યારે પિતાએ સર એલેક્ઝાંડર પટેલની વાર્તા આગળ ચલાવતાકહ્યું,

"રસ એલેક્ઝાંડરના જીવનમાં તેમના દાદાની બહુ મોટી અને બહુ મહત્વની ભૂમિકા છે. આ બુકમાં શું શું લખેલું છે એ તો હું અત્યારે કહી શકતો નથી , પણ આ બુક એક મજેદાર અને બહુ રસપ્રદ બુક છે. જે તારે ભવિષ્યમાં જરૂર વાંચવી જોઈએ. પણ વાત કરીએ પ્રિન્સ પટેલની તો, જ્યારે 2020માં પૃથ્વી ઉપર 'કોરોના વાઈરસ' નો સમય ગાળો ચાલતો હતો તેની પહેલા પ્રિન્સ પટેલ એક હોટલમાં વેટરની નોકરી કરતા હતા. જે તેમણે આ બુકમાં પણ લખ્યું છે. જ્યારે 'કોરોના વાઈરસ'ને કારણે લોકડાઉન થયેલ હતું ત્યારે તેમણે પોતાની સાચી ગાથા દુનિયાને કહેવા માટે આ બુક લખી.

આ બૂકના પ્રકાશિત થયા બાદ તેઓને વેટરની નોકરીમાંથી નીકળી દેવામાં આવ્યું. કારણ કે ત્યાંના લોકોને લાગતું હતું કે પ્રિન્સ પટેલ પાગલ થઈ ગયા છે. ત્યાં બાદ તેમણે ઘણી નોકરીઓ માટે ઇન્ડરવ્યુ આપ્યું પણ આ બૂકને કારણે કોઈ તેમણાં ઉપર વિશ્વાસ કરવા માટે તૈયાર ન હતું. એક કંપનીમાં ઇન્ટરવ્યૂ દેતી વખતે તેમણી મુલાકાત 'મોહસીન આમીર' થી થઈ.

મોહસીન આમીર એક મુશલીમ -ભારતીય હતા. જ્યારે તેઓ પ્રિન્સ પટેલથી મળ્યા ત્યારે તેઓ નવા બનેલા રોકેટ સાઈન્ટીસ હતા. તેમની પાસે ઘણા પૈસા હોવાથી તેઓ નવી નવી મશીનો ઉપર કામ કરતા રહેતા.આવી રીતે તેમણે પ્રયોગો કરી કરીને નવી ટેકનોલોજી વાળા અને વધુ શક્તિશાળી રોકેટ ઇન્જીન બનાવ્યા હતા. આ રોકેટ ઇન્જીન માત્ર વધુ શક્તિશાળી કે ઉચ્ચત્તમ ટેકનોલોજી વાળા જ ન હતા. આ રોકેટ ઇન્જીનની ગજબ વાત એ હતી કે તે રોકેટ ઇન્જીન ઓછા ઇંધણ માં બહુ લાંબુ અંતર કાપી શકતા હતા. આ રોકેટ ઇન્જીન તેઓ Isroને વેચવા માંગતા હતા. જેથી તે નવા રોકેટ ઇન્જીન સારા કામમાં આવે અને દેશ આગળ વધે. પણ Isro એ આ રોકેટ ઇન્જીન લેવાની મનાઈ કરી દીધી. અને આ બધી વાતો સમાચાર પત્રોને અને ટીવી ચેનલોને ખબર પડી ગઈ. જેથી મોહસીન આમીર નું નામ ઘણું ખરાબ થયું અને તેમના વિશે ઘણી ખરાબ ખરાબ વાતો થવા લાગી. તેઓએ તે રોકેટ ઇન્જીન ભારતની બીજી પ્રાઇવેટ સ્પેસ એજન્સીને પણ વેચવાની કોશિશ કરી પણ તેઓ પણ એ રોકેટ ઇન્જીન લેવા તૈયાર ન હતા. આખરે તેઓ કોઈ પણ બીજી નોકરી કરવા માટે એક કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયા અને ત્યારે તેમની મુલાકાત સર એલેક્ઝાંડરના દાદા પ્રિન્સ પટેલથી થઈ. અને જલ્દી જ તે બન્ને વચ્ચે મિત્રતા પણ થઈ ગઈ.

લગભગ 4 વર્ષ સુધી તે બન્ને પોતાના દુઃખો એક બીજાને કહેતા રહ્યા. આખરે તે બન્ને એ પોત -પોતાની મુશ્કેલીઓ દૂર કરવાનો નિર્ણય કર્યો. તું જ્યારે પ્રિન્સ પટેલે લખેલી બુક વાંચીશ ત્યારે તને એ પણ જાણવા મળશે કે પ્રિન્સ પટેલ ને રોકેટ સાયન્સ આવડતું હતું. હા, જોકે તે બીજી દુનિયામાં એ બધું શીખ્યા હતા. પણ વિજ્ઞાનના નિયમો બધી દુનિયામાં એક જ જેવા હોય છે. જ્યારે મોહસીન આમીર ને પણ રોકેટ સાયન્સ આવડતું હતું. સાથો સાથ તેમની પાસે નવી ટેકનોલોજી વાળા રોકેટ ઇન્જીન પણ હતા. તેથી એ બન્ને એ પોતાની મુલાકાતના 4 વર્ષ બાદ એટલે કે 2025માં એક ભારતીય સ્પેસ એજન્સીની સ્થાપના કરી. આ નવી સ્થપાયેલી સ્પેસ એજન્સીનું નામ 'Ready To Space' એટલે કે 'R.T.S.' રાખવામાં આવ્યું.

R.T.S. કંપનીમાં કોઈ પણ મૂડીરોકાણ કરવા માટે તૈયાર ન હતું. તેથી તે કંપનીમાં પ્રિન્સ પટેલે અને મોહસીન આમીરે જ રોકાણ કર્યું. આવી રીતે મોહસીન આમીર R.T.S.કંપનીના C.E.O. એટલે કે Chief Executive Officer બન્યા જ્યાંરેે પ્રિન્સ પટેલ C.T.O. એટલે કે Chief Technical Officer બન્યા.

R.T.S. કંપનીનું પહેલું મિશન અંતરિક્ષમાં નેનોસેટેલાઈટ મોકલવાનું હતું. આ મિશન જોખમ વાળું હતું. કારણ કે આ નવા નેનોસેટેલાઈટ નવી અને આધુનિક મશીનો માટે હતી. આ મિશનના રોકેટ માટે મોહસીન આમીરે બનાવેલા ઇન્જીનનો જ ઉપરયોગ કરવામાં આવ્યો. અને આ મિશન સરળ રીતે સફળ રહ્યો. આ મિશન સફળ થવાનું એક કારણ મોહસીન આમીરે બનાવેલા રોકેટ ઇન્જીન પણ હતા.

આ સફળતા બાદ R.T.S. કંપનીને અલગ અલગ મિશનો મળવા લાગ્યા અને તેમની પ્રસિદ્ધિઓ વધવા લાગી. પણ આ પ્રસિદ્ધિઓ તેઓને માત્ર પોતાના દેશમાં જ મળી.

એ સફળતા બાદ R.T.S. કંપનીએ ઘણા મિશનો Isro સાથે પણ કર્યા. પણ દરવખતે તેઓ Isro નું નામ પહેલા રાખતા અને પોતાનું નામ પછી. આવી રીતે તેઓ Isro પ્રેત્યેય પોતાની સાચી લાગણીઓ બતાવતા.

આવી રીતે પ્રિન્સ પટેલની અને મોહસીન આમીર ની દોસ્તી આગળ વધવા લાગી અને પછી તેઓ…''

"અને પછી તેમની બન્નેની દોસ્તી તૂટી ગઈ, મારી જેમ જ...!!" આવું કહીને છોકરો રડી પડ્યો.

"નહિ, એવું થયું નથી. અને જે તારી સાથે થયું એમાં કઈ તારી ભૂલ ન હતી. આ વાત મેં તને પહેલા પણ કહી હતી. તો પણ તું દુઃખી થઈને રડવા બેસી જાશ." છોકરાને સંભાળતા પિતાએ કહ્યું. ત્યાર બાદ પિતાએ છોકરાને શાંત પાડવા માટે ગ્રીબો આપ્યું. ગ્રીબો એટલે કે AP-ll ગ્રહનું પાણી.

જ્યારે A-3ને (એટલે કે છોકરાને) જન્મ આપતી વખતે તેની માતા Q-6* નું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે A-2ને ઘણું દુઃખ થયું હતું. ત્યાં સુધી A-2 (એટલે કે પિતા) પાસે ભૌતિક વિજ્ઞાનની ડીગ્રી ન હતી. પૈસાની અછત હોવાને કારણે તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નથી. આગળ અભ્યાન ન ચલવાને કારણે તેમના લગ્ન Q-6* થી કરી દેવામાં આવ્યા. લગ્ન બાદ A-2 ને એક કામ ચલાઉ નોકરી મળી ગઈ હતી. સમય જતાં તેઓ પોતાની એક નવી થિયરી ઉપર પણ કામ કરવા લાગ્યા હતા. નોકરી કરવાથી તેઓ પોતાની થિયરી ઉપર ધ્યાન દઈ શકતા ન હતા. પોતાની પત્નીની વાત માનીને A-2એ પોતાની કામ ચલાઉ નોકરી પડતી મૂકી અને પોતાનો સંપૂર્ણ સમય નવી થિયરી ઉપર જ નાખ્યો. જ્યારે તેમની પત્નીને ઉંચા દરજાની નોકરી મેળવી લીધી હતી. આવી રીતે બન્ને પોત-પોતાનું સ્વપ્ન પૂરું કરી રહ્યા હતા. પણ જ્યારે Q-6* નું મૃત્યુ થયું તો આ સમાચારથી A-2 ને ઘણો આઘાત લાગ્યો. સમય પસાર થતા છોકરો મોટો થતો ગયો અને તેની જરૂરિયાતો પણ વધવા લાગી. આ સાથે ઘરનો ખર્ચો પણ વધવા લાગ્યો. આ કારણે પિતાને ન છૂટકે બીજી નોકરી કરવી પડી.

સવારે તેઓ નોકરી કરતા અને રાત્રે તેઓ પોતાની અધૂરી થિયરી ઉપર કામ કરતા. તેઓ પોતાના છોકરા સાથે સમય પસાર કરવા માંગતા હતા પણ સમય આવું માંગતું ન હતું. મોટો થતા છોકરો સ્કૂલે જવા લાગ્યો. ત્યાં તેના ઘણા મિત્રો બન્યા. પણ આગળ જતા તે બધા મિત્રો તે શહેર ને મૂકીને બીજે રહેવા ચાલ્યા ગયા. આવી રીતે મોટા થતા તેનો એક જ પ્રિય મિત્ર તેની સાથે રહ્યો. તે પ્રિય મિત્રનું નામ 'F-4' હતું.

F-4 અને A-3નું ઘર નજીક જ હતું તેથી તે બન્ને સ્કૂલ બાદ પણ રમતા અને મજા કરતા. જ્યારે બીજી બાજુ A-2ની થિયરી પ્રકાશિત થઈ ગઈ હતી અને તે બહુ પ્રસિદ્ધ પણ થઈ. આ થિયરીના કારણે તેઓનું નામ મોટા વૈજ્ઞાનીઓમાં લેવામાં આવ્યું. આ સાથે જ તેઓએ તેમની નોકરી મુકી દીધી અને કોલેજ ના આગ્રહથી ત્યાં ભણાવવાનું શરૂ કર્યું.

પણ પોતાના પપ્પાના કામને કારણે F-4ને બીજા શહેરે જવું પડ્યું. ત્યાં જવાની પહેલા F-4એ તેના પ્રિય મિત્રથી એક વચન લીધું. છેલ્લા એક મહિનાની અંદર તે છોકરો F-4ના ઘરે આવે નકર F-4 તેનાથી કદી વાત નહિ કરે. છોકરાએ આ વચન તો લઈ દીધું પણ છેલ્લા 2 વર્ષથી તે F-4ના ઘરે જઈ શક્યો નહિ. કારણ કે ક્યારેક તેના સ્કૂલ વાળા તેને રજા ન આપતા તો કેદી તેના પિતાને રજા ન મળતી. આઆ કારણે તે બન્ને મિત્રો 2 વર્ષો સુધી અલગ રહ્યા. આવી રીતે F-4એ છોકરાથી વાત કરવાની બંધ કરી દીધી. આ વાતથી છોકરાને ઘણું દુઃખ થયું કારણ કે નાની ઉંમરમાં તેની પાસે ન તો માતા હતી કે ન તો પિતા પાસે સમય હતો. ત્યારે તેનો મિત્ર માત્ર F-4 જ હતો.

ત્યારથી આજ સુધી A-3નો બીજો કોઈ મિત્ર નથી બન્યો. અને મિત્ર ન હોવાના કારણે પિતાને પણ પોતાના છોકરાની ચિંતા રહે છે.

"એક કામ કરીએ હું આગળની વાર્તા કાલે ચલાવીશ. તું અત્યારે સુઈ જા." પિતાએ ગ્રીબોનો ગ્લાસ મુકતા કહ્યું.

"નહિ મારે અત્યારે જ એ આખી વાર્તા સાંભળવી છે અને મને મારા પ્રશ્નો જવાબ પણ જોય છે કે ભવિષ્યમાં મારે શું બનવું જોઈએ..." છોકરાએ પોતાના આંસુ પહોંચતા કહ્યું.

"કાલે વિકેન્ડ છે અને મારે પણ કાલે રિસર્ચ લેબ જવાનું નથી તેથી કાલ સવારે વાર્તા આગળ ચલાવીશું." પિતાએ છોકરથી કહ્યું.

"એવી વાત છે !... હા, તો કાલે વાર્તાને આગળ ચલાવીશું. ઠીક છે!" આ કહીને છોકરો પોતાના બેડરૂમમાં જઈને સુઈ ગયો.

જ્યારે બીજી બાજુ પિતા સોફા ઉપર બેસીને વિચારવા લાગ્યા : 'A-3 એ વાતને હજુ ભુલ્યો નથી. જો કે મેં તેને ઘણી વાર F-4 ને ફોન કરવાનું પણ કહ્યું હતું પણ એ એજ વાતમાં અટકીને બેઠો હતો કે તેને F-4ના ઘરે જ જવું છે. અને આખરે આવું થવાનું જ હતું. હવે મારે શું કરવું જોઈએ ? A-3ના મનમાંથી હજુ એ વાત નીકળી જ નથી.' આ વચ્ચે પિતાને એક આઈડિયા આવ્યો.

પિતાએ F-4ના પપ્પાને ને ફોન કર્યો. છોકરાના પિતાને જાણવા મળ્યું કે કઈક કામને કારણે F-4ના પપ્પા એ શહેરમાં આવે છે જ્યાં તેઓ પહેલા રહેતા હતા. પણ તે એકલા આવવાના છે. આ વાતથી છોકરાના પિતા ખુશ થઈ ગયા અને તેઓએ F-4 ના પપ્પાને આગ્રહ કર્યો કે તેઓ F-4 ને પણ સાથે લેતા આવે જેથી ફરીથી એક વાર F-4 અને A-3 વચ્ચે દોસ્તી થાય. આ વાત સાંભળીને F-4ના પપ્પા ખુશ થઈ ગયા અને તેઓ આ વાત માટે માની ગયા.

(ક્રમશઃ)