love story - 2 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી - ભાગ ૨

( તમે અગાવ જોયું એ પ્રમાણે સાંજનો સમય હોય છે અમિત બહાર બેઠો હોય છે... ત્યાંથી એક સુંદર છોકરી ત્યાંથી નીકળે છે અમિતતો એને જોતોજ રહી જાય છે... પછી એ દૂધ લેવા જાય છે... ત્યાં પછી ઓલ્લી છોકરી દેખાય છે... અમિત અને નિશા એક બીજાને જોતા જ રહે છે... પછી રાતે સૂતો હોય છે ત્યારે એ છોકરીના જ વિચાર આવતા હતા... ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબર જ ન પડી... )

હવે આગળ...

સવાર થાય છે અને આજથી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હોય છે... પણ અમિત સૂતો હોય છે... એના મમ્મી એને ઉઠાડવા આવે છે " ચાલ હવે ઉઠી જા સવાર થઈ ગઈ છે... આજથી સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે ચાલ ઉઠી જા "

" મમ્મી પાંચ મિનિટ સુવા દયો હું ઉઠું છું... "

" હા ખાલી પાંચ મિનિટ હો , વધારે નહીં "

આપણે ભલે આઠ કલાક સુતા હોય પણ જે છેલ્લે પાંચ મિનિટ સુવામાં મજા આવે એ આંઠ કલાકમાં નથી આવતી... પાંચ મિનિટ પુરી થઈ જાય છે...

" હાલ અમિત ઉઠી જા હવે પાંચ મિનિટ થઈ ગઈ છે " અમિતના મમ્મી કહે છે...

" હાલો હવે ઉઠી જ ગયો છું "

અમિતતો પહેલા ઉઠીને સ્નાન કરવા જાય છે... સ્નાન કરીને નાસ્તો કરવા બેસે છે... ઘડિયાળમાં જોવે છેતો 7 :10 થઈ ગઈ હોય છે... અમિતતો નાસ્તો પણ નથી કરતો અને ખાલી ચા પીને ઉભો થઇ જાય છે... અમિતના મમ્મી આ જોવે છે...

" કા શુ થયું ખાલી ચા પીધી નાસ્તો કેમ ન કર્યો... "

" મમ્મી ઘડિયાળમાં 7 : 10 થઈ ગઈ છે... જો હું નાસ્તો કરીશ તો સ્કૂલના પહેલા દિવસે જ મોડું થઈ જાશે... "

" પાંચ દસ મિનિટ આમથી આમ હવે , નાસ્તો કરતો જા કાય મોડું નહીં થાય નકર પછી ભૂખ લાગશે... "

" ના મમ્મી હું આવીને નાસ્તો કરી લઈશ... "

" હા કાઈ નહીં પણ જોઈને જાજે હો , બવ ઉતાવળ ન કરતો નિરાંતે જાજે "

" હા બાઈ બાઈ હું જાવ છું "

અમિતના મમ્મી પણ અમિતને હાથ હલાવતા હલાવતા કહે છે " બાઈ બાઈ "

અમિતતો રસ્તામાં હાલતો હાલતો જાય છે... ત્યારે અમિતનો ભાઈબંધ મહેશ મળે છે...

" કા મહેશ કેમ છે , આજેતો ઘણા સમય પછી દેખાનોને મેં કહ્યું હતું કે વેકેશનમાં મારા ઘરે આવજે પણ કેમ ન આવ્યો... " અમિત મહેશને કહે છે...

" એમાં એવુ થયું હતું કે હું મારા મામા ના ઘરે ગયો હતો , ત્યાં એક પછી એક પ્રસંગ આવતા ગયા એટલે આખું વેકેશન ત્યાં જ પૂરું થઈ ગયું... "

" આપણો ત્રીજો પાર્ટનર નિખિલ ક્યાં છે એ આવવાનો છે કે નહીં "

" કાંઈ ખબર નથી , લગભગતો આવ્યો જ હશે "

( અમિત , મહેશ અને નિખિલ ત્રણેય લોકોની ટિમ હતી... એ લોકો સાથે જ બેસતા હતા... અને સાથે જ મસ્તી કરતા હતા... રીસેશ પડે એટલે ત્રણેય ભેગા થઈને નાસ્તો કરતા હતા... સ્કૂલમાં કાઈ પણ થાય એટલે પહેલા આ ત્રણેયને પકડે છે )

એ લોકો સ્કૂલમાં જાય છે તે લોકો પોતાના રૂમમાં જઈને બેસે છે... એ બંને મસ્તી કરતા હોય છે ટીમનો ત્રીજો પાર્ટનર નિખિલ પણ આવે છે...

નિખિલને જોઈને અમિત બોલે છે " ઓહહ... નિખિલ કોઈ છોકરીને જોવા આવ્યો હોય એમ તૈયાર થઈને આવ્યો છો... આજે શુ કાંઈ ખાસ છે... "

" ના ભાઈ ના કાઈ ખાસ નથી આજે સ્કુલનો પહેલો દિવસ છે એટલે "

પછી ત્રણેય લોકો છેલ્લી બેન્ચ પર બેસી એક બીજાની મસ્તી કરતા હોય છે...

ત્યાંતો કાલવાળી છોકરી રૂમમા પ્રવેશે છે... એને જોઈને અમિત પૂછે છે " આ આ ક્યાંથી આવી એને આપણી સ્કૂલમાં એડમિશન લીધું છે કે શું!!! "

એ છોકરીની નજર અમિત ઉપર પડે છે... અમિત પણ એને જોતો હોય છે ત્યાંતો પ્રાર્થનાનો બેલ વાગે છે... રૂમમાં રહેલ દરેક લોકો પ્રાર્થનામાં જાય છે... નિશા પણ બહાર જાય છે... આ ટિમ થોડી વાયડી એટલે સૌથી છેલ્લે નીકળે...

અમિતે કહ્યું " ચાલો આપણે પ્રાર્થનામાં જાઈએ "

મહેશ વળતો જવાબ આપતા કહે છે " તારે આટલી ઉતાવળ કેમ છે , આપણી ટિમનો નિયમ છે કે આપણે સૌથી છેલ્લે નિકળી છી "

અમિત થોડો નિરાશ થાય છે કારણકે ટિમનો મેમ્બર હોવાથી એના નિયમતો માણવા જ પડે ને...

બધા ચાલ્યા જાય છે એટલે આ ટિમ બહાર જાય છે... ત્યાં એવો નિયમ હતો કે પ્રાર્થના સમૂહમાં કરવાની હોય છે પણ છોકરા છોકરીને અલગ અલગ બેસવાનું હોય છે... નિશા છોકરીઓની લાઈનમાં બેઠી હોય છે... અમિત પણ છોકરાની લાઈનમાં જઈને બેસે છે... ત્યારે નિશા પાછળ ફરીને જોવે છે કે અમિત કેમ આવ્યો નથી... નિશા અમિતને જોતી હોય છે...

જોતા રહો લવ સ્ટોરી ભાગ 3

આગળ અંક