Ghost Live - 6 books and stories free download online pdf in Gujarati

ઘોસ્ટ લાઈવ - ૬


બસ પહોંચી ગયા...
વાહ !! યાર
અમેજિંગ...
જેટલું સાંભળ્યું તું એના કરતાં પણ ખતરનાક જગ્યા છે બ્રો !
હ એબોન્ડટન્ટ પ્લેસીસ એવા જ હોય યાર,
ચલ હવે જલ્દીથી આગળનું કામ પતાવીએ અને નીકળીએ મને કોઈ ખરાબ વાઈબ આવે છે કાલ રાતની,
તું એવો જ રહીશ,
જો પાછળ કોઈક આવે છે.
ક્યાં? લક્ષ્યને ન દેખાયું એટલે નજર બદલી ધ્રુમિલ સામે જોયું અને પૂછ્યું,
યાર થિસ સાઈડ,
લક્ષ્યએ નજર મિલાવી તો દૂરથી કોઈ બે બંદા આવતા દેખાયા, હવે તેના હાથ અને પગ કંપવા લાગ્યા, આ એ જ તો નથી ને જે રાત્રે સપનામાં આવેલા?
ધ્રુમિલ યાર મને સાચે માં કઈક ઠીક નથી લાગતું કાલે રાત્રે પણ મેં આમ જ કોઈકને જોયેલા,
શીટ બ્રો આખા મૂડની પથારી ના ફેરવિશ યાર એ બન્ને પણ આપણી જેમ જ અહીંયા આવ્યા હોય એમ લાગે છે મને.
તો પણ....
તું શાંતિથી જો અને તારે જવું હોય તો લે આ કારની ચાવી જતો રે હું તો આજે એન્જોય કરીશ અહીંયા જ,

શુ પ્લેસ છે એકદમ યાર મતલબ આવી તો મારા આખા કરિયરમાં મેં નથી જોઈ આખુંનું આખું સોસાયટી વીરાન છે તને શું લાગે છે કેટલા વર્ષોથી આ આમ જ હશે?
મને શું ખબર, લક્ષ્યના જવાબમાં સહેજ પણ રોમાંચ નહોતો.
એ તો પેલા બન્ને જે દૂરથી એમની પાસે આવી રહ્યા હતા એમની પર જ નજર માંડીને ઉભો રહ્યો.
હેલો બ્રો,
લક્ષ્ય અને ધ્રુમિલએ જોયું,પેલા બન્નેએ આવતા જ સીધુ કીધુ.
યા બ્રો હુ યુ?
મી રાજીવ એન્ડ માય ફ્રેન્ડ પ્રવીણ,
ઓહ !! વી આર લક્ષ્ય એન્ડ ધ્રુમિલ,
ફોટોશૂટ માટે આવ્યા છીએ અહીંયા, ઓહો ફોટોશૂટ માટે?
સારું લોકેશન છે અહીંયા,
હા બ્રો સારું તો છે જ આવી એબોન્ડન્ટ પ્લેસ આજકાલ ક્યાં જોવા મળે છે.
અચ્છા તમે બન્ને??
ધ્રુમિલએ પ્રશ્ન કર્યો,
યાર આ બન્નેને મેં ક્યાંક તો જોયા છે બટ જોયા કયા??
યાદ કેમ નથી આવતું યાર !!,
તમને બન્નેને મેં ક્યાંય તો જોયા છે બટ યાદ નથી આવતા,
ઓહ રિયલી? રાજીવ નામનો પેલો શખ્સ બોલ્યો,
હશે હું તમને નથી જાણતો,
તો આપણે જવું જોઈએ અંદર?
ક્યાં? ધ્રુમિલને આ જગ્યાની થોડીએ જાણકારી નહોતી પણ જેવું પેલા બન્નેએ કીધું એટલે એને લાગ્યું કે આ બન્ને ચોકકસ અનુભવી માણસો છે.
એમને શાયદ આ જગ્યા વિશે જાણ છે જ,
આજે તો 'ટુ વન ગો બેટર' થઈ ગયું યાર
લક્ષ્ય...
તમે આ સિટીના જ છો? લક્ષ્યએ ઇન્કવાયરી કરવાના હેતુથી પૂછવાનું ચાલુ કર્યું.
હા ના...એકસાથે બન્ને અવાજ ગુજયાં,
રાજીવએ હા કીધું અને
પ્રવિણએ ના પાડી.
ઓહ સોરી મીન હું અહીંયા આ સીટીનો જ છું અને આ મારો માસીનો છોકરો છે પ્રવીણ હમણાં એને એકેડેમિક વેકેશન ચાલે છે એટલે મારી જોડે આવે છે.
અમે તો કેટલીયે વખત અહીં આવી ચુક્યા છીએ આજે તો ૩ જો દિવસ હશે અમારો.
લોકેશનની કોઈ જ કમી નથી ૧૦ દિવસ તો આરામ થી અહીંયા શૂટ થાય એમ છે.

લગભગ ૩૦ જેટલા મકાનો છે અને એમાં તો એક શાહી બંગલો પણ,
બ્યુટીફુલ, કોણ હતા આ બધા કે આટલી સરસ જગ્યા પર અને આવા મકાનો છોડીને જતા રહ્યા?
રિચ સોસાયટી લાગે છે આમ તો.

જી ધ્રુમિલ પ્રોપર તો કોઈ નોલેજ નથી બટ હા મેં જ્યાં સુધી વાંચ્યું છે મને ખબર છે કે આજથી ૨૦ એક વર્ષ પહેલાં એટલે કે ૯૦ ના દશકમાં અહીંયા સીટીના બધા જ બિઝનેશમેન સાથે જ રહેતા તા,
એમાં હવે આપણે જે ઘરમાં જવાના છીએ એ તો એનઆરઆઈ પાર્ટી હતી. હતી મતલબ? લક્ષ્યને અજીબ લાગ્યું,
હતી મતલબ બ્રો હવે એ વંશમાં કોઈ જ જીવતું નથી બધા જ મરી ગયા.
બાપ રે!! કેવી રીતે?
આમ તો સ્ટોરી લાંબી છે પણ શોર્ટ માં કહું તો એ પરિવાર બેજીકલી હતો રજવાડી પરિવાર મતલબ રાજાના પૌત્રો,
અહીંયા તો કોઈ રહેતું નહોતું બસ કોઈક ટાઈમ સમર વેકેશન પડે અને નજીકના ગામના લોકોની મદદ કરવાનું મન થાય તો આવી જતા અને જ્યારે એ અહીંયા ન હોય એ વખતે માવજી નામનો એમનો નોકર આખાએ બંગલાની સંભાળ કરતો હતો.
....માવજી સ્વાભાવે એકદમ ક્રૂર બધા જ જાણે પણ કોઈની હિંમત ન ચાલે કે એની કોઈ ફરિયાદ આ રજવાડી પરિવારને કરી શકી.

કેમ એવું તો શું હતું એ માવજીમાં??
એટલું જ ધ્રુમિલ બોલ્યો ત્યાં જ સામે ભસતું ભસતું કૂતરું આવ્યું અને ધ્રુમિલ પર એટેક કરવા લાગ્યું.
યાર બ્રો થેન્ક યુ,
રાજીવ
તું ના હોત તો આ ડોગ મારી ચરબી કાઢી નાખતું આજે.
નો વરી આવી જગ્યા પર આવું તો ચાલ્યા કરે કૂતરા નવા લોકોને જોવે એટલે,
હ તો આગળ વાત કરું તો,
માવજી સનકી મગજનો હતો એવું પણ નહોતું કે કોઈએ ટ્રાય નહોતા કર્યા.
એકાદ બે જણએ હિંમત કરી પણ એ જ દિવસ એમના ઘરેથી કઈક ને કઈક નવા જૂની બન્યું.
માવજીનું મગજ એટલુ ખરાબ હતું કે એક ફરિયાદીની તો વાઈફ જોડે રેપ કરી નાખ્યું.
ઓહ ગોડ, તો પોલીસ ફરિયાદ કોઈ કેમ નહોતું કરતું?
એ પણ કરી જોઈ બટ માવજી જેટલો નીચ હતો એટલો જ ચાલાક પોલીસની સાથે જાય એટલે પોતાનું મગજ સારું ન હોવાનો ઢોંગ કરે,
એની વાઈફને પણ
એટલી બધી ટ્રેઈન કરી દીધી તી કે એ કંઈપણ કરીજે માવજીને છોડવી જ લાવતી.
ઘણા લોકોનું તો એવું માનવું છે કે એની વાઈફ ડાકણ હતી.
કોઈ જો માવજી સામે અવાજ પણ કરે અને એને ખબર પડી જાય તો એમના છોકરાઓને ઘણું નુકશાન કરતી.
આવા નોકરો તો રાખવા જ ના જોઈએ.
હા પણ બ્રો શુ કરવાનું,
એમના કર્મો હશે કે જે હશે એ, પછી આગળ?? ધ્રુમિલ અને
લક્ષ્ય રાજીવની વાતોમાં પરોવાઈ ગયા.
વાત વાતમાં એમને ખબર જ ના પડી કે જે ઘરમાં એમને જવાનું છે એ આવી ગયું.

આગળ !! ચાલો આ બંગલામાં, આલિશાન છે એક વખત અંદરથી જોશો તો બધું જ ભૂલી અહીંયા રહી જવાનું મન કરશે.
ચારેય અંદર પ્રવેશ્યા.

આ પ્રવીણ કેમ કઈ નથી બોલતો??
લક્ષ્યએ રાજીવની સામુ જોઈ પ્રશ્ન કર્યો.
બ્રો એ નાનપણથી જ ગુંગો છે એ મારી જોડે જ વાત કરી શકે છે ખાલી ઇશારાઓમાં,
સોરી પણ મને લાગ્યું.. નો પ્રો હવે જે છે એ છે.
હા એ વાત બરાબર કીધું જે છે એ માની લેવુ જોઈએ.
ગેટ ખોલો હવે મારાથી તો રાહ નથી જોવાતી.
ધ્રુમીલના મનના ઉછાળા બહાર નીકળી રહ્યા હતા.
પણ બડી આ ગેટ ખુલે એ પહેલા વાત પૂરી કરી લઈએ.

જલ્દી બ્રો!
માવજીનું શુ થયું પછી?
પછી જે થયું એનું પરિણામ જ આ સોસાયટી છે,
અમુક લોકો ત્રાસી ગયા હતા એના કામોથી એટલે બધાએ ભેગા મળી એક દિવસ પ્લાન બનાવ્યો કે એની વાઈફનું મર્ડર કરી નાખીએ અને બધાએ લાગ જોઈ એવું જ કર્યું ને એની વાઈફને એ જ્યાં રહેતા'તા ત્યાં જ સળગાવી દીધી.
પોતાના માલીક પરિવાર સાથે વિદેશથી આવેલા અને માવજીને રજા ના આપી આખી રાત એટલે એ બીજા દિવસ સુધી ત્યાં જ ઘરમાં રહ્યો અને જ્યારે આગળના દિવસે એણે ઘરે આવીને જોયું તો,
એનાથી રહેવાયું નહિ અને પોતે નક્કી કરી લીધું કે આત્મા બનીને આ બધાને અહિયાથી ભગાડી દેશે અને આખો વંશ સ્માપ્ત કરી દેશે.

..માવજીએ આત્મહત્યા કરી લીધી અને પછી એક બાદ એક બધા જ ઘરના લોકોને મારી નાખ્યા.
બધાનો વંશ સમાપ્ત કરી દીધો આજે આ ૩૦ ધરમાના એકેયનું કોઈ નથી.

શહેરમાં આવી વાત ફેલાયેલી છે એટલે અહીં કોઈ અવાની હિંમત પણ કરતું નથી બટ મને લાગે છે કે આ બઘી ફેક વાતો છે.
જે હશે એ હું દરવાજો ખોલું હવે.

રાજીવએ દરવાજો ખોલ્યો,
એક પછી એક બધા ઘરમાં ઘુસ્યા,

...ઓ તેરી....
શુ ઘર છે બે !!!
ધ્રુમિલ ઘર જોઈને સ્તબ્ધ થઈ ગયો. આવું ઘર ન તો તેણે ક્યારેય સાચેમાં જોયું તું કે ન તો સપનામાં,
ઠીક એવી જ કંઈક હાલત લક્ષ્યની હતી.
બ્રો આ તો કઈ નથી ચાલો અંદર બતાવું કઈક, રાજીવ બોલ્યો અને કઈક વિશેસ બતાવવાના ઉદ્દેશ્યથી આગળ વધવા લાગ્યો.
યાર ધ્રુમિલ આ પ્રવીણને જોઈને તો બીક લાગે છે મને,
લક્ષ્યએ કીધું.
કેમ ! ઠીક ઠાક તો છે બિચારો બોલી નથી શકતો એટલે હશે.
ના ના એવું નથી પણ એને જો કોઈપણ એક્સપ્રેશન મોઢા પર છે જ નહીં યાર,

...'પેલુ સાવ મડદું હોય એમ ચાલ્યા કરે છે'
આ વાત રાજીવ સાંભળી જતા હસ્યો, બ્રો ચિલ એ એવો જ છે એની જીભ સાથે એના મગજના તાર પર થોડા ઢીલા જ છે.
તમે જેમ કરશો એમ કરશે એ એટલે વધારે ધ્યાન ના આપો આગળ વધીએ ઘણું મોટું ઘર છે જોવામાં જ કેટલાય કલાક નીકળી જશે.
ધ્રુમિલતો વાતથી સહમત થયો પણ લક્ષ્યના મોઢા પર ચિતાઓ ઘેરાયેલી દેખાતી.
આખા ઘરમાં અચાનક જ લાઈટ ચાલુ થઈ.
હાસ !! લાઈટ આવી. રાજીવ બોલ્યો,
લે આવી જગ્યા પર પણ લાઈટ હોય છે?? બિલ કોણ પે કરતું હશે રાજીવ?? ધ્રુમિલએ પૂછ્યું,
વળતા ઉત્તરમાં રાજીવએ સમજાવતા કીધું,
આ જગ્યા ભલે એબોન્ડન્ટ છે પણ કોઈ વીજળી શાખા વાળાની હિંમત નથી ચાલતી કે લાઈટ આવીને કાપી જાય.
મતલબ??
મતલબ એમ કે અહીં કોઈ આવતું જ નથી જે પણ આવે છે એ બધા પોતાનું ગુમાવી દે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ૩ લાશ મળી છે અહીંયાથી વિદ્યુત શાખા વાળાની.
અરે બાપ રે! મને તો ડર લાગે છે. લક્ષ્યથી રહેવાયું નહિ મોઢામાંથી આખરે કાઢી જ દીધું.
પણ જાણે રાજીવ પાસે દરેક પ્રશ્નોના જવાબ રેડી જ હતા એમ સમજાવી જ દેતો.
બ્રો ડરવા જેવું કાંઈ નથી આટલા ટાઇમથી આ જગ્યા બંધ પડી છે એટલે બની શકે કે વીજળીના તારો બગડી ગયા હોય અને હવે એ એટલા ખરાબ થઈ ગયા હશે કે બદલવા અશક્ય છે પણ લોકો એના કરતા ભૂત પ્રેત સાથે વધારે જોડી દે છે બધું,
એટલે કઈ કશું કરવામાં આવતું નથી.
અને એ જ વાતનો તો ખુલાસો કરવા અમે બન્ને અહીં આજકાલ આવીએ છીએ.
અમારી એક યુટ્યુબ ચેનલ છે. ભૂતો પરથી પરદો ઉઠાવાની,
હમણાં યાદ આવ્યું,
લક્ષ્ય બોલ્યો, તમે પેલા 'ઘોસ્ટ લાઈવ' ચેનલના તો હોસ્ટ નથી ને?
જેના ૧ મિલિયન સબસ્ક્રાઇબર છે અને જેના પર ઘણી સ્ટોરી બની છે કે એ બન્ને..
હા બ્રો અમે એ જ છીએ.
તો તમે આમ કેવી રીતે અહીંયા? લક્ષ્ય બધા તાર ભેગો કરતો હોય એમ જાણવા ઉતાવળો હતો.
છેલ્લા ૨ વર્ષથી તો આ બન્ને ગાયબ છે અને,
સમજાવું તમને, એકચુલી એક દિવસ મેં અને મારા આ ભાઈએ મળીને ઘોસ્ટ ફાઇન્ડ કરવા આ પ્લેસ નક્કી કરી.
૨૦૧૮ માં પછી અહીંયા આવ્યા. અમને એમ હતું કે દરએક વખતની જેમ અમે એક જ વીડિયોમાં બધું સમજાવી શકીશું કે જે માનવામાં આવે છે એમ નથી.
એક રાત અમે બન્નેએ અહીં કાઢી અને પછી એ રાત એવું ઘણું જ બધુ અમારી સાથે થયું કે જે આમ સામાન્ય માણસ જો માને તો ભૂત જ લાગે પરંતુ હું નથી માનતો.
એટલે સળંગ ૨ વર્ષથી અમે બન્ને અહીંયા એક એક તથ્યો ભેગા કરીને બસ હવે ખુલાસો કરવાને નજીક જ છીએ.
ઉએ દિવસ આમરા આ ફેક્ટસ યુટ્યુબ આવશે ને તો સેન્સેશન બની જશે.
એક હોરર હોલીવુડ ફિલ્મ કરતા પણ વધારે કઈક,
લક્ષ્યના ચહેરા પર હવે એક નવી જ ચમક જોવા મળી.
એ તરત બોલ્યો, એક ફોટો મળી શકશે મને? હા જરૂર કેમ નહિ.
લક્ષ્યએ પોતાનો ફોન કાઢ્યો અને એક સેલ્ફી લીધી.
હું આ સાચવી રાખીશ તમે બન્ને તો ખાલી આ બધું ના બોલો અને યુટ્યુબ પર તમારી ચેનલમાં પાછા આવો ને તો પણ ઘણું સેન્સેશન બની શકે એમ છે.
એટલા બધા ફેક ન્યૂઝ તમારા બન્ને વિશે ચાલે છે સોશિયલ મીડિયા પર,
તો લક્ષ્ય તું મને આ બન્ને વિશે કહેતો તો?
હા આ જ બન્ને યાર યુ કેન્ટ બિલિવ બ્રો આ બન્ને યુટ્યુબર સામે છીએ આપણે!!!
પહેલા કેમ યાદ ન આવ્યું મને, બને બને ચાલો હવે આગળ વધીએ?
રાજીવએ કીધું.
બધા આગળ વધ્યા રાજીવ પાછળ ધ્રુમિલ અને લક્ષ્ય અને એ બન્નેની પાછળ પ્રવીણ કેમેરો લઈને ચાલતો હતો.
બ્રધર્સ એક વખત પોતાની આંખ બંધ કરો કેમ કે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ તમારા હો....શ ઉડાવી દેશે.
ઓહ રિયલી, હવે ધ્રુમિલ સાથે સાથે લક્ષ્ય પણ ઉત્સાહમાં હતો.
બન્નેએ આંખ બંધ કરી,
રાજીવ તે બન્નેને પકડીને આગળ લઈ ગયો અને ઉભો રહી ગયો.
૫ મિનિટ પછી જ્યારે ધ્રુમિલ અને લક્ષ્યની આંખો ખોલવા તેણે કીધું તો,.....
ઓ...હહહહહ
માય ગો.....ડ્......અ
વોટ્સ ધીસ ??
હાવ કેન પોસિબલ થિસ???
ધ્રુમીલએ આંખો મીંચોળી અને ફરીથી ખોલી
જોયું તો સામે,
એક પછી એક કાચના મ્યુઝીયમ માફક,
લોકોની લાશો લટકતી હતી.
લક્ષ્યને ડર તો લાગ્યો પણ એ લાશો જોઈને ડર ઓછો પણ આશ્ચર્ય વધારે થાય એમ હતું. ડેડ બોડી ક્યાંયથી ડેડ બોડી નહોતી લાગી રહી બધી જ બોડીની આંખો ખુલ્લી હતી હસતા ચહેરે બધાના બે હાથ કાચના અલગ અલગ બોક્સમાં લેટકાવેલા ખીલા ઉપર દોરડાથી ટંગાવેલા હતા.

ધ્રુમિલએ પોતાનો મોબાઇલ કાઢ્યો અને એક એક ફોટો લેવા લાગ્યો.
બ્રો હજી તો ઘણું છે આગળ આ તો ખાલી ટ્રેલર છે.
હું તમને સમજાવિસ પણ ખરો ચાલો, આ ઘરમાં રહેલુ મ્યુઝીયમ છે પણ હા નાનું ના સમજતા ઘણું જ મોટું છે.
આવા તો કાચના ૩૦૦ બોક્ષ છે.
મતલબ કે ૩૦૦ ડેડ બોડી??
હા ૩૦૦ ડેડ બોડી. કોની છે અને ક્યાંથી આવી એ બધું જ લખેલુ છે.
તમે વાંચી લેજો ટાઈમ મળે તો,
હમણાં મારી સાથે ચાલો એક નાયાબ વસ્તુ બતાવું કોઠારમાં,
ધ્રુમિલ ખુશખુશાલ હતો, આજે તો સ્વર્ગ મળી ગયું.
સોશિયલ મીડિયામાં તહેલકો મચાવી દેશે આ ફોટોસ તો,
હા ધ્રુમિલ છે તો બધુ જ યુનિક પણ...
શુ પણ તને તો બધી જ વાતોમાં શક હોય નય, ચલ હવે વધારે શક ના કર યાર તને મારા પર વિશ્વાસ નથી તું તો આ લોકોનો સબસ્ક્રાઇબર છું ને તો એમના પર તો વિશ્વાસ કર.
ધ્રુમિલ....
ચલ ને ધ્રુમિલ વાળી અને તારો ફોન મુક હું પાળુ છું ફોટા એ તને આપી દઈશ.
ધ્રુમિલએ લક્ષ્યને બોલવા ના દીધો અને સીધો જ ખેંચી રાજીવ ની પાછળ ચાલવા લાગ્યો.
લક્ષ્ય વારંવાર પાછળ નજર નાખી રહ્યો હતો.
પાછળ ચાલતો પ્રવીણ ક્યાંય એને નજર નહોતો આવી રહ્યો.
રાજીવએ કોઠારમાં લઇ ગયો જ્યાં જોઈને બન્ને ફરીથી ચોંકી ગયા.
સામે એક આખુ સ્ટીલ કાટ ચઢી ગયેલું કોઠાર જેવું કઈક દેખાયું જેમાં વચ્ચે એક મેજ છે અને આજુબાજુ કાપવાના સાધનો કુહાડી,કાતર,ચપ્પુ,મોટું કટર મશીન વગેરે..
કોઠારમાં એક જ લાઈટ હતી અને આજુબાજુ લોહીથી રંગાયેલી દીવાલો હતી.
થોડા થોડા અંતરે દીવાલ પર લટકતા કોઈના પગ હતા કોઈનું હ્યદય હતું કોઈની કિડની,
એક મોટી ઉંમરના લાગતા કાકાનું ધડ અને માથું પણ લટકતું જોઈ લક્ષ્યને ત્યાં જ ઉલટી થઈ ગઈ.
... ધ્રુમિલને આવામાં ઘણો રસ પડતો એ આગળ વધ્યો અને એક એક વસ્તુને હાથ લગાવી પૂછવા લાગ્યો.

બ્રો આ શુ છે? કોઈક ઓપરેશન રુમ જેવું છે પણ આટલું જૂનું?
હા બ્રો આ એવું જ કંઈક છે આનું રહસ્ય હજી મને નથી ખનર પડી પણ મારા મુજબ આ હ્યુમન પાર્ટ્સ સેલ કરતા લોકોનું લાગે છે જે લોકોને લાવીને અહીંયાથી એમના શરીરના અંગ કાઢી લઈ બજારમાં વેચી દેતા હશે.
પણ હજી હું એ પણ નથી સમજી શક્યો કે
એવું તો કયું કેમિકલ એ લોકોએ આ કાચની પેટીમાં વાપર્યું છે કે અત્યાર સુધી આ લાશો એમની એમ જ છે.
ખેર અહીંયા વધારે રહેવું યોગ્ય નથી ચલ બહાર જઈએ.
રાજીવએ ધ્રુમિલ સામે જોયું.
હા...
આ ક્યાં ગયો ?? ધ્રુમિલ બોલ્યો.
એને ઉલટી આવી ગયેલી એટલે બહાર જતો રહ્યો લાગે છે.
લક્ષ્ય અજુબાજુ ક્યાય ન મળ્યો.
લક્ષ્ય...
લક્ષ્ય... લક્ષ્ય બુમો પાડતો પાડતો ધ્રુમિલ બહાર આવ્યો.
જોડે રાજીવને જાણે ખબર જ હોય કે અહીંયા જ છે એમ પોતાની જ ધૂનમાં આગળ ચાલવા લાગ્યો.
બ્રો ક્યાં જવાનું છે હવે?
હું મારા દોસ્તને તો શોધી લઉં, હા શોધી લે આજુબાજુમાં જ હશે ક્યાંક, મળી જશે તું હમણાં ચાલ હજી તો શરૂઆત છે બીજું ઘણું જ જોવાનું છે.
એ તો ઠીક છે યાર પણ આ પ્રવીણ ક્યાય નથી અને હવે લક્ષ્ય..
ધ્રુમિલ આટલું બોલ્યો ત્યાં જ એક બૂમ પડી,
....ધ્રુમિલ ભાગતો ભાગતો,
રાજીવ સાંભળ્યું તે?? આ અવાજ લક્ષ્યનો જ છે.
ઉપરથી આવે છે લાગે, ચલ ફટાફટ.. ધ્રુમિલ ભાગતો ભાગતો સીડીઓ ચઢી ઉપર બાજુ જવા લાગ્યો.

ક્રમશ :