Rewan's confusion books and stories free download online pdf in Gujarati

રીવાનની મૂંઝવણ

આજે બધે જ કોરોનાને કારણે ' હોમ ધ વર્ક ' ની શરૂઆત થઈ ગઈ છે .એવી જ રીતે અભ્યાસ પણ ઓનલાઈન જ થવા લાગ્યો છે .પછી ઘણી વાર બાળકોને ઘણી બાબતો સમજાતી પણ નથી .છતાંય બસ ગાડરિયા પ્રવાહ માં વહેતા રહેવું પડે છે .ના સમજાય એ બાબતો પછી માતા કે પિતાને પુછવી પડે છે .પણ એમને પણ પુછે ક્યાંથી ? એ પોતે પણ લેપટોપ કે કોમ્યુટર કે મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે પોતાનાં કામમાં !
રીવાન ને એની ચોપડીમાં એક ચિત્ર આપ્યું હતું. અને એનાં ઉપરથી પંદર વાક્યો લખીને બીજા દિવસે બતાવવાનાં હતાં .એને સમજાતું નહોતું કે શું લખવું ? એ તો ગયો એનાં દાદા પાસે ! દાદા ને જઇને પુછ્યું કે દાદા મને આ ચિત્ર સમજાવોને ! અને દાદાએ ચિત્ર જોયું અને જોતાં જ ઘણું બધું સમજી ગયાં .બોલ્યાં ,' જો બેટા હું તને જે વાત કહું છું એ તું પહેલાં શાંતિ થી સાંભળજે પછી તું લખજે .'
એક સમય હતો જ્યારે રાજવી લોકો એમનો વધુમાં સમય મોજશોખ,
નાચગાન વગેરેમાં વ્યતીત કરતા, એમ કહી શકાય કે એમાં જ રચ્યાં પચ્યા રહેતાં હતાં .
અને પછી તો સમય બદલાયો અને રાજા મહારાજાઓનો સમય જતો રહ્યો અને સામાન્ય
જનતા નો સમય આવી ગયો, સામાન્ય નાગરિક એ સમયમાં એકલો નહોતો રહેતો પણ સતત
કબીલાઓ અને પરિવારોમાં સાથે જ રહેતો , એ સમયમાં અનેક પરિવારો સંગઠિત થઇ
સંયુક્ત રીતે રહેતા હતા , હવે જ્યારે આટલો મોટો પરિવાર સાથે હોય ત્યારે
સૌ એકબીજાની સતત નિકટ રહે એટલે બીજા કોઈ પાસાઓની આનંદ માટે જરૂર ના રહે , પછી ધીરે ધીરે અનેક પરિવાર સંયુક્ત રહેતા એ પરિવારો જુદા પડ્યા અને અલગ પરિવારો થયા છતાં
હતા તો સંયુક્ત જ. પણ હવે એ જમાનો છે કે પરિવારો સંયુક્ત નથી રહ્યા વિભક્ત થયા
છે. સૌ પોતપોતાનામાં છે, એક સમય હતો કે વાર તહેવારે કે ઉત્સવમાં શુભેચ્છાઓ આપવા
કે દુઃખમાં દિલાસો આપવા કે પછી એમ જ સંપર્ક રાખવા એકબીજાને રૂબરૂ મળતા .
પછી જમાનો આવ્યો "સોસીયલ મીડિયાનો " વોટ્સએપ, ફેસબુક.ઇન્સ્ટાગ્રામ ,ટ્વીટર
કાંઈક કેટલો , હવે શુભેચ્છા તો સોસીયલ મીડિયામાં અપાય જ છે સાથે દિલાસા પણ
વોટ્સએપ ફેસબુકમાં અપાય છે, માણસ માણસના સમ્પર્કમાથી દૂર થતો જાય છે , જુના
સબંધો ભુલાતા જાય છે , જે મિત્રો છે એને સાચવી નથી શકતો અને ત્યાં નવા નવા મિત્રો
થતા જાય છે , માણસ એમાં ગળાડૂબ છે અને જે માણસો જુના સંબંધોમાં જ માનનારા છે.
એ બધા આ બીજે સોસીયલ મીડિયામાં ખોવાયેલા મિત્રોને પાછા ખેંચવા વ્યસ્ત છે , જે
સબંધો લાગણીના હતા એ ઔપચારિક થઇ ગયા છે. નૂતન વર્ષની શુભેચ્છા હોય કે
જન્મદિવસની શુભેચ્છા બધું જ વોટ્સએપ અને ફેસબુક !
અને મજાની વાત એ છે કે
ત્યાંના મિત્રોમાં લગભગ પ્રત્યક્ષ મલ્યા જ ના હોય છતાં ઉમળકો જોરદાર હોય અને જે
જુના નજીકના સંબંધો હોય છે એ ભૂંસાતા જાય છે. આમ એક વસ્તુ છે કે જે સ્કૂલ સમયમાં
વિખુટા પડ્યા છે એ આના કારણે મળી જાય છે પણ સંબંધમાં અંતર હોય છે ! અંતરના સંબંધો
નથી હોતા ! અને જે અંતરના સબંધો છે એ આ આત્મીય સંબંધોને પાછા લાવવા પ્રયત્નો
કરે છે સતત પળેપળ -- આ ચિત્રમાં એ જ બતાવવામાં આવ્યું છે. "
રીવાન તરતજ બોલી ઉઠ્યો , " દાદાજી જેમ આપણા ઘરમાં થાય છે એમ જ ને ! એક ઘરમાં રહીને પણ આપણે બધા ક્યાં સાથે રહીએ છીએ ? " હવે હું સરસ સમજી ગયો , હું હવે લખીશ. થેંક્યુ દાદાજી તમે તો આટલું સમજો છો ?ને મને શીખવ્યું પણ ખરું !!!!

દીપિકા ચાવડા ' તાપસી '
-----------------------------------------------------------------------------------------------------