Your and my memories - 2 books and stories free download online pdf in Gujarati

તારી અને મારી યાદો - 2

જેમ રાત પછી દિવસ આવે છે એવી જ રીતે દરેક સવાર નવા પ્રશ્ન નવા જવાબો નવી આશા લઈને આવે છે એવી જ સવાર નેહાના જીવનમાં આવી હતી ..અભી સવાર સવારમાં નેહાને લેવા આવીયો હતો એની આંખો ખુશીથી છલકાતી હતી .. નેહાને જોતા જ અભી થોડો ગંભીર થઇ જાય છે
નેહા - સવાર સવારમાં તું અહીંયા અભી ... શું થયું છે તારી તબિયત તો ઠીક છે ને અને તું મારી સામે જોયા કરે છે કઈ બોલતો કેમ નથી તારું આમ ચૂપ રેહવું ...મને ડર લાગે છે શુ થયું છે કઈ તો બોલ તું
અભી - અરે ઠીક છું હું અને પેહલા તો તું શાંત થઇ જા અને હું તને આમ જ જોયા કરીશ જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે
નેહા - ના કરીશ એટલો પ્રેમ...હું નહિ હોવ તારી સાથે તો શુ કરીશ તું
અભી - હું તને ક્યારે દૂર જવા જ નહિ દવ અને તું મને છોડીને જઈશ જ ક્યાં...એ બધું જવા દે હવે ..મારે તારી સાથે વાત કરવી છે એને તું સાંભળીશને તો તારી ખુશીનો કિનારો નહિ જડે તને એટલી ખુશીની વાત છે આપણા લગ્ન માટે મમ્મી માની ગયા નેહા અને હું બહુ જ ખુશ છું ( નેહા અભીને ભેટી પડતા )
નેહા- મને લાગે છે આ દુનિયાની બધી જ ખુશી મને મળી ગઈ છે હવે મારે આ જીવનથી બીજું કઈ નથી જોઈતું અભી
અભી - નેહા મેં તને promiss કર્યું હતું ને કે હું મમ્મીને મનાવીને રહીશ આપણા લગ્ન માટે ... હવે બધી જ વાતો અહીંયા જ કરીશ લઈશ તું .. હું તને લેવા આવીયો છું ચાલ મારી સાથે ઘરે ( નેહા અને અભી ઘરે પહોંચે છે )
અભીની મમ્મી - અરે નેહા આવને અંદર બહાર કેમ ઉભી છે તું ( અભી અને નેહા ખુશીથી મમ્મીને ભેટી પડે છે ) અભી ના ફોનની રિંગ વાગે છે
અભી - નેહા તું મમ્મી સાથે વાત કર મારે થોડું કામ છે
નેહા - thank you મમ્મી તમે લગ્ન માટે હા પડી એના માટે હું અભીને બહુ પ્રેમ કરું છું અને
અભીની મમ્મી - નેહા એક શબ્દ પણ ના બોલતી આગળ અભી મારો એક ના એક દીકરો છે એક માઁ થી વધારે પ્રેમ આ દુનિયામાં કોઈ ના કરી શકે ..હા બસ એટલા માટે કરી છે કે મારો દીકરો આ ઘર છોડીને ના જાય મને તો એ નથી સમજાતું કે એને તારા માં જોયું છે શુ કે એ તને છોડવા તૈયાર નથી ... પસંદ તો હું તને આજે પણ નથી જ કરતી બસ અભીની જીદના લીધે હા પાડી લગ્ન માટે અને અભીને પણ જલ્દી સમજાઈ જશે કે તું એના માટે યોગ્ય નથી તને પરિવારનો મતલબ પણ ખબર છે ( નેહા ની આંખોમાં થી બધી જ ખુશી આંશુ બનીને વહી જાય છે )
અભી - નેહા તું રડે છે ?
નેહા - ના તો હું નથી રડતી આ તો આટલી બધી ખુશીની આદત નથી ને એટલે હું સંભાળીના શકી Thank you અભી મને ગણો બધો પ્રેમ કરવા
અભી - હવે તું આ ખુશીની આદત પડી દે હવે હું તને રડવા નહિ દવ તારી આંખોના આંશુ હવે મારા.. આ હાથ હું ક્યારે નહિ છોડું અને તારા માટે એક surprise છે
વધુ આવતા અંકે ફરી મળીશું નવી યાદોની સાથે
Thank you