Emotional connection books and stories free download online pdf in Gujarati

ભાવનાત્મક જોડાણ

*United by Emotion.(ભાવનાત્મક જોડાણ)*
*માનવીય ભાવનાઓ, સ્પર્ધાત્મકતા અને ખેલદિલી*

જમૈકા નો રમતવીર *ઉસેઇન બોલ્ટ* કદાચ ઇતિહાસનો સૌથી કુશળ અને ઝડપી દોડવીર છે. તેની કારકિર્દી દરમિયાન, તેણે વર્લ્ડ એથેલેટિક ચેમ્પિયનશીપમાં 11 ગોલ્ડ અને ઓલિમ્પિક સ્પર્ધાઓમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે! ઉસૈને સૌથી ઝડપી ગણાતી એવી 100 મીટર રેસ માં, 200 મીટરની ઝડપથી દોડવાની રેસમાં અને 4x100 મીટર રિલે રેસમાં સૌથી ઝડપી દોડીને અને સૌથી ઓછા સમયમાં રેસ પુરી કરવાના મહત્વના વિશ્વકીર્તિમાન સ્થાપિત કર્યા છે. અને હજુ તો આ ઓછું હોય એમ , ઉસૈન બોલ્ટે આ તમામ પ્રકાર ની રેસ માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને તે પણ ઓલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે સાવ સરળતાથી જીતી બતાવ્યા છે. પોતાની રમતવીર તરીકેની કારકિર્દી ના મધ્યાહને ઉસેઇન બોલ્ટ એટલો ઝડપથી દોડી શકતો હતી કે સાવ હસતા હસતા કોઈપણ ઝડપી દોડની સ્પર્ધા સાવ સરળતાથી જીતી શકતો. પેલી ‘હાથી-ઘોડા ના ફરક વાળી કેહવત ને થોડી ફેરવીને કહી શકાય કે જ્યારે રમતગમતમાં ઝડપી દોડવાની દુનિયાની વાત આવે છે, ત્યાં ઉસૈન બોલ્ટ અને બાકીનાઓ વચ્ચે ‘ચિત્તા-ગેંડાનો ફરક છે!’

પરંતુ દોડની રમતમાં બોલ્ટનું વર્ચસ્વ હોવા છતાં, રેસના આયોજકો માટે બોલ્ટની દરેક જીત માટે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ એનાયત કરવો તે નક્કી કરવું ઘણું અઘરું અને તેઓની અણસમજદારી ઉજાગર કરતુ કામ બની રહેતું. કારણકે અન્ય રમતવીરો પણ બોલ્ટની સાથે જ મેડલ સ્ટેન્ડ પર ઊભીને મેડલ મેળૅવવા હકદાર અને સક્ષમ હતા. અને એક કિસ્સામાં તો ગામ ગજવે એવો ખૂબ જ વિચિત્ર વિવાદ થયો -અને ખેલદિલી અને માનવીય ભાવનાઓ ની લાક્ષણિકતાઓ દેખાડતા અસાધારણ કૃત્ય સાથે સમાપ્ત પણ થયો.

2008 ની સાલમાં બેઇજિંગમાં યોજાયેલ ઓલિમ્પિક સ્પર્ધામાં, ઉસૈન બોલ્ટે પુરુષોની 200-મીટરની ઝડપી રેસ સાવ સરળતાથી જીતી હતી; તમે તેને અલગ યુટ્યુબ લિંક માં જોઈ શકો છો, ઉસૈન બોલ્ટ, પીળા ગંજી અને લીલા રંગના ચડ્ડી માં દેખાય છે તેણે ફક્ત 19.30 સેકન્ડમાં આ રેસ જીતી, એક ઓલિમ્પિક રેકોર્ડ સ્થાપિત કર્યો જે હજુ પણ અતૂટ છે. બરાબર એક વરસ પછી ઉસૈને 0.11 સેકન્ડ ઓછો સમય લઈને ફરીથી વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશિપ માં પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. પણ આપણી વાત હવે બોલ્ટ ના પ્રદર્શનથી થોડી ફંટાય છે. એ200 મીટર રેસ ના અન્ય દોડવીરો ને ધ્યાનથી જોવાની જરૂર છે.

જો ધ્યાનથી જોશો તો જણાશે કે બીજા નંબરે આવેલ એથ્લીટ લેન 7 માં દોડી રહ્યો છે. એ છે નેધરલેન્ડ નો ખેલાડી ચુરાંડી માર્ટિના . પોતાની આખી કારકિર્દી દરમ્યાન માર્ટિનાએ ફક્ત આ એક જ સ્પર્ધામાં મેડલ જીતવા લાયક પ્રદર્શન કર્યું હતું. ઉસૈન સિવાય બાકીના મેડલ કોને આપી શકાય એ માટે આયોજકો કૈક જુદું જ વિચારી રહ્યા હતા અને એ પરિણામ માર્ટિનાની ધારણાથી સાવ વિપરીત હતું. ફોટા જોતા જણાતું નથી કે કોણ ત્રીજા નંબરે આવ્યું. પણ આયોજકો ને હિસાબે લેન 9 માં દોડી રહેલા અને 19.95 સેકેન્ડ માં દોડ પુરી કરી ચૂકેલા અમેરિકા ના દોડવીર વૉલૅસ સ્પિઅરમોનને બ્રોન્ઝ મેડલ આપી શકાય એમ શરૂઆત માં નક્કી થયું. આમ જોવો તો સેકન્ડ ના સો માં ભાગના ફરક માં બાકીનાઓ દોડવીરોએ દોડ પુરી કરેલ જેથી કરીને પરિણામ નક્કી કરવું અઘરું તો હતું જ. ચોથા અને પાંચમા ક્રમાંકે શૉન ક્રોફર્ડ (લેન 9, સમય 19.96 સેકેંડ) અને વૉલ્ટર ડિક્સ (લેન 8, સમય 19.98 સેકેંડ) આવેલા જણાતા હતા. રેસની જજ કમિટીએ વૉલેસ ને દોડ પુરી થયા પછી તરત જ બ્રોન્ઝ મેડલ માટે ગેરલાયક ઠરાવ્યો. ક્ષણવાર માટે પોતાની નિયત લેન માંથી પગ બહાર નીકલી જવાને કારણે દોડવીર વૉલૅસ સ્પિઅરમોન ભારે કમનસીબ સાબિત થયો. (વિડિઓ માં દેખાય છે એમ વૉલૅસ સ્પિઅરમોને બે મિનિટ માટે મેડલ મળવાની ખુશી ની ઉજવણી પુરી કરી કે તરત એને ખરાબ સમાચાર આપવામાં આવ્યા)

ગેરલાયક ઠરાવવાના આ મામલાએ વિવાદનું રૂપ લીધું. વૉલૅસ સ્પિઅરમોનને તો વિશ્વાસ જ ન બેઠો. એણે પત્રકારોને જણાવ્યું કે રેસનો વિડિઓ ફરીફરી ને જોવા છતાં અને કેમેરા એન્ગલ ની અચોક્સાઈ ને લીધે એને પોતાની ભૂલ ધ્યાનમાં ન જ આવી. અને સ્પર્ધાના નિયમો પણ કૈક અસ્પષ્ટ લાગ્યા. સ્પિઅરમોનની સમજ પ્રમાણે, જેમ અમેરિકા માં નિયમ છે તેમ દોડવીર તો જ ગેરલાયક ઠરે જયારે એણે સળંગ ત્રણ વખત પોતાની નિર્ધારિત લેન માં થી પગ બહાર મુક્યો હોય. સ્પિઅરમોનનું ધારતો હતો કે ભૂલ બાબત નો આંતરાષ્ટ્રીય નિયમ પણ સરખો જ હશે. પણ ઓલિમ્પિકના નિયમ પ્રમાણે જો એક વખત પણ પગ નિર્ધારિત લેનની બહાર પડ્યો કે ખેલ ખલાસ! સ્પિઅરમોનના જણાવ્યા પ્રમાણે આ નિયમ ની જાણ જમૈકા અને ટ્રીનીદાદ ના સાથી ખેલાડીઓને પણ ન હતી. અરે! સ્પિઅરમોનનો કોચ પણ આ નિયમ બાબતે અજાણ હતો.

અમેરિકાના ઓલિમ્પિક કમિટીના અધિકારીઓએ તરત જ વિરોધ નોંધાવ્યો. દલીલ કરી કે આ વિચિત્ર નિયમ ને કારણે પોતાના ખેલાડીને ગેરલાયક ઠરાવવાની વાત જ સાવ પાયાવિહોણી છે. પણ, વિડિઓ ફરીફરીને જોતા કમિટીના ધ્યાન માં આવ્યું કે સ્પિઅરમોને કદાચ લેન ક્રોસ કરી પણ હોય પણ આવી ‘ભૂલ’ કરવામાં એ એકલો નથી! રેસમાં બીજા ક્રમાંકે આવનાર ખેલાડી ચુરાંડી માર્ટિના એ પણ આવી જ ‘લેન ઓળંગવાની ભૂલ’ કરી છે. ખોટી માથાકૂટ કરવાથી પણ સ્પિઅરમોન ને મેડલ તો નહિ જ મળે એવું લાગવાથી અમેરિકન ઓલિમ્પિક કમિટીએ નવો દાવ ખેલ્યો. એમેરિકન ઓલિમ્પિક કમિટીના અધિકારીઓએ સ્પિઅરમોન ને પડતો મૂકીને નેધરલૅન્ડ ના ખેલાડી ચુરાંડી માર્ટિનાને ગેરલાયક ઠરાવવા માટે ઓલિમ્પિક કમિટી ઉપર દબાણ ઉભું કર્યું. ફાયદો એ હતો કે જો બીજા ક્રમાંકે આવેલ ચુરાંડી માર્ટિના અને વૉલેસ સ્પેરમોન, બંને સ્પર્ધા માં થી ગેરલાયક સાબિત થઇ જાય તો પછી અજેય એવા ઉસૈન બોલ્ટ પછી બીજા અને ત્રીજા ક્રમાંકે બે બે અમેરિકન ખેલાડીઓ ( ચોથા નંબરે આવેલ શૉન ક્રોફર્ડ અને પાંચમા નંબરે આવેલ વોલ્ટર ડિક્સ) ને અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળી શકે એમ હતું. અને અંતે એમ થયું પણ ખરું. બીજિંગ ઓલિમ્પિક ની 200 મીટર ની ઝડપી દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ ઉસૈન બોલ્ટને ફાળે ગયો, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો અનુક્રમે ક્રોફર્ડ અને ડિક્સ ને એનાયત થયા.

પણ શૉન ક્રોફર્ડને આ રીતે થયેલ મેડલ ફાળવણી યોગ્ય ન લાગી. ચાર વર્ષ પેહલા જ ક્રોફર્ડ 200 મીટર ની દોડ માં ગોલ્ડ જીતી ચુક્યો હતો. સ્પિઅરમોનના ‘ગેરલાયક’ ઠરવાના કારણે પોતાને મેડલ મળે છે એ હકીકત શૉન ક્રોફર્ડ ને ખુંચી રહી હતી.તેણે પાછળથી જણાવ્યું, ‘હું જયારે આ મેડલ સામું જોઇશ ત્યારે મને લાગશે કે હું આ રીતે તો મેડલ મેળવવા માટેનો સાચો હકદાર નોહતો જ. કલ્પના કરો કે મારી પહેલા જ જેણે રેસ પુરી કરી અને સિલ્વર મેડલ જેને મળી શકતો હતો તેની જગ્યાએ મને મેડલ મળે તો એ તો એક ખેલાડી માટે ભારે હતાશાજનક કહેવાય.’ પોતાની રીતે આ ઘટનાનું યોગ્ય મૂલ્યાંકન કરીને શૉન ક્રોફર્ડએ પોતાનો સિલ્વર મેડલ મૂળ બીજા ક્રમાંકે આવેલા નેધરલેન્ડ્સ ના દોડવીર ચુરાંડી માર્ટિનાને આપી દીધો. આમ શૉન ક્રોફર્ડ ફક્ત એક ઉમદા ખેલાડી જ નહીં પણ એક ઉમદા માનવી પણ સાબિત થયો.

2009 માં એસોસિએટ પ્રેસ સાથેની વાતચતી માં તેણે જણાવ્યું કે એ રેસ સ્પર્ધામાં ચુરાંડી માર્ટિના તેનાથી ઘણો જ આગળ હતો. ચુરાંડી માર્ટિનાએ રેસ દરમ્યાન કોઈ બીજા ખેલાડીને નુકસાન કર્યું હોય એમ પણ નોહ્તું. અને કોઈ નિયમની ભૂલ થાય કે ન થાય પણ તો પણ એ રેસમાં શૉન થી ઘણો આગળ એવો *ચુરાંડી માર્ટિના* જીતી જાય એટલું ચોક્કસ હતું તો પછી શૉન ક્રોફેર્ડ શા માટે એના મેડલ ઉપર ખોટો હક્ક કરવો જોઈએ? ઓલિમ્પિક મેડલ માટે દુનિયાના તમામ ખેલાડીઓ ચાર ચાર વર્ષ જેટલો સમય સખત તાલીમ અને મેહનત માં ગાળે છે. આટઆટલી મહેનત પછી અંતે તમે ઓલિમ્પિક માં ભાગ લેવા યોગ્ય લેખાવ, મેડલ પણ જીતી લાવો અને બરાબર વિજય ની ઉજવણી વખતે જ અચાનક જ તમને આવા અપમાનજનક સમાચાર મળે એ તો, ખેલની ભાવના અને ખેલાડીની મહેનતના વળતર, બંને બાબતો માટે બરોબર વાત નથી અને માટે જ એક સમર્પિત ખેલાડી તરીકે ચુરાંડી માર્ટિનાને પોતાનો મેડલ આપી દેવાનો નિર્ણય પોતે લીધો તેમ જણાવ્યું.
ચુરાંડી માર્ટિના એ ભાવવિભોર થઇ ને શૉન ક્રોફર્ડ નો આભાર માન્યો. ક્રોફર્ડ સાથે ફોન ઉપર વાત કરતા કરતા ચુરાંડી શુન્યમનસ્ક થઇ ને રોઈ પડ્યો હતો. ઠીક છે, 2008 ની બૈજીંગ ઓલિમ્પિક કમિટીને તો આ બાબતે ખાસ કઈ લાગતું વળગતું ન હતું પણ આ બંને ખેલાડીઓની ભાવના અને ખેલ અને સાથી ખેલાડી પ્રત્યેનો અભિગમ આપણને ઘણું સમજાવી જાય છે. ટોકિયો ની 2020 (હજુ રમાવાની બાકી છે) ઓલિમ્પિક સ્પર્ધાનો મુદ્રાલેખ United by Emotion”.(ભાવનાત્મક જોડાણ) ની સાબિતી આપણને 2008 માં જ મળી ગયેલ!
Share

NEW REALESED