The goal ... books and stories free download online pdf in Gujarati

ધ્યેય....

મિત્રો,

આજ ના જમણા માં એક જ સવાલ હોય છે. કે હું આ કામ ના કરી શકું, અથવા તો આ કામ મારા લેવલ નું નથી એવું કહી અને કામ પ્રત્યે સરમ અનુભવીએ છીએ.

પરંતુ જો આગળ વધવું હોય તો ક્યું કામ કેનું છે અને ક્યું કામ સારું કે નરસું છે એ જોવા કરતા એ કામ સમજ ની દ્રષ્ટિ એ યોગ્ય છે?

તે કામ કરવાથી અને પૂરતી નિષ્ઠા રાખવાથી આપણને એ કામ પ્રત્યે વધુ ને વધુ રુચિ જાગશે. અને આપડે એ કામ કરવામાં અને આગળ વધવા માં નવા નવા રસ્તા ઓ મળતા રહેશે.જેથી કોઈ પણ કાર્ય જો આપણને આર્થિક ઉપરજન ના આપે તો કાઈ નઈ પણ એ અનુભવ તો આપશે જ.

એ અનુભવ જ આપણને બધું ને વધુ success full કાર્ય કરવા માટે સહાયક થશે,

તો મિત્રો જો સક્સેસ થવું હોયને તો, સૌ પ્રથમ તો આપમાં આત્મવિશ્વાસ, કંઇક કરી બતાવવાનું જુનુન, ભરપુર મહેનત અને સૌથી મહત્વનું ધેર્ય હોવું જરૂરી છે.

મિત્રો, જ્યાં સુધી તમારી અંદર જૂનુન, વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હશે ત્યાં સુધી તમને કોઈ અટકાવી નહિ શકે. દોસ્તો, જિંદગીમાં ધ્યેય પામવા મહેનત સાથે ધૈર્ય પણ અનિવાર્ય છે. તમે માત્ર ઈમાનદારી પૂર્વક મહેનત કરો અને તમારામાં રહેલી ધીરજ ગુમાવશો નહીં તો, એક દિવસ જરૂર મંજીલ પામશે.

તમને વિચાર પણ આવશે કે દુનિયા આટલી ઝડપી છે. બધા જ વ્યક્તિઓ ઝડપી પ્રગતિ કરે છે અને હું કેમ નઈ. તો મિત્રો "કાચબા અને સસલા" ની વાર્તા તો તમે સાંભળી જ હશે તેમાં પણ સસલુ જ ઝડપી હતું. છતાં તે થાકી અને આરામ કરવા રહ્યું ત્યાં કાચબો તેની મહેનત અને ધૈર્ય ન ગુમાવતા જીત પામ્યું.

અને મિત્રો હું પણ આજ થી ૧૩ વર્ષ પહેલા મને મન મંપન નહોતું કે હું એક શિક્ષક બનીશ, અને ભારતના ભાવિ નું ઘડતર કરવાનો મોકો મળશે, અને મારું ધ્યેય પણ એક શિક્ષક બનવાની નહોતો હૂતો મન માં એકજ સવાલ લઈ અને ચાલતો કે જે કાંઈ કામ કરીએ એ પૂરતી નિષ્ઠા અને ખંત થી કરવું કોઈ નું શરૂ ના કરી શકીએ તો કાઈ નઈ પણ કોઈ ના રસ્તા નો પત્થર તો નઈ જ બનવાનું. કેમ કે આપડે સાચા હશું તો કુદરત પણ સાથ આપશે અને મને પુરે પૂરો સાથ આપે છે. એ વાત થી હું ખુશ છું, અને આજે એક શિક્ષક નહી પણ ૩૦ શિક્ષક અને ૨ પ્રિન્સિપાલ સાથે એક સ્કૂલ નું મેનેમેન્ટ કરું છું, અને દિન પ્રતિદિન સ્કૂલ માં નવા નવા ફેરફાર કરી અને બાળકો ને વધુ ને વધુ અભ્યાસ આપી શકાય એવા પ્રયત્નો કરું છું.

આમ જ, મિત્ર ઘણી વખત આપણે મહેનત કરીયે અને યોગ્ય દિશા ન મળે. તો પણ, મંજિલ સુધી પહોંચવા માં સમય લાગી જાય છે.

તો આવા સમયે તમને યોગ્ય દિશા સૂચવે અને સાથ આપે એવા વ્યક્તિની તમને જરૂર છે. અને હા, જો તમને કોઈ પણ વ્યક્તિ કે મિત્ર સાથ ના આપે. તો નિરાશ ન થાઓ મિત્રો, શાંત ચિતે સુતા પહેલા પોતાના અંતર આત્મા ન જ યોગ્ય રાહ સૂચવવા કહો. કેમ કે મેં સાંભળેલ છે, કે "આત્મા એજ પરમાત્મા". તો મિત્રો પરમાત્મા નો માર્ગ કઠિન હોઈ શકે પણ ખોટો નહિ. માટે ઉગતી સવારથી જ તમને તે ધૈર્ય પ્રાપ્તિ નો માર્ગ શોધી જ આપશે.

કેમકે દુનીયા ની કોઈ વ્યક્તિ સાથ ના આપે ત્યારે અંતર આત્મા જરૂર સાથ આપે છે. માત્ર તમારા વિશ્વાસની જ જરૂર છે.

મિત્ર, મેં જે કહ્યું એ સાંભળેલું કે વાંચેલું નહિ. પરંતુ મેં પોતે અનુભવેલું છે.