Taari raah ma - 2 books and stories free download online pdf in Gujarati

તારી રાહ માં.... - ભાગ 2

(ખનક નાસ્તો કરી ને ઈન્ટરવ્યુ આપવા જાય છે.હવે આગળ.......)
ખનક ઈન્ટરવ્યુ માટે પોહચે છે. એક પછી એક યુવતીને બોલવામાં આવે છે.એક યુવતી ઈન્ટરવ્યુ આપીને આવી. બહાર આવીને એ બહુ ખુશ દેખાતી હતી. એ યુવતએ કહયુ '' મને દરેક સવાલના જવાબ આવડ્યાં. મારી જોબ તો પાકી છે .'' એટલામાં જ ખનકન નું નામ બોલાયુ . ખનક ઈન્ટરવ્યુ આપવા જાય છે . ખનક જેવી અંદર જાય છે .ખુશ ખનકને જોઈ ને ચોકી જાય છે . ખનક અંદર જતાં જ ખુશ ને એક ધારી જોતી રઈ જાય છે. ખુબ દેખાવડો ,ચહેરા પર આછી દાઢી ,ફૂલ સિલ્વનું બ્લેક ટીશર્ટ, ગ્રે કલરનું જીન્સ ,હાથમાં રોલેકસની ઘડિયાળ ખનક એક ધારી ખુશ સામું જોઈ રહી હોઈ છે. બીજી બાજુ ખનકને જોતાંજ ખુશની આંખોમાં આશું આવી જાય છે . કેમ કે ખનક ખુશી જેવીજ દેખાતી હોઈ છે. જો ખુશીને ઓળકીતું કોઈ પણ ખનકને જોવે તો એમજ લાગે કે આ ખુશી છે. બીજી પળે ખુશ ભાનમાં આવે છે અને એમ થાય છે આ ખુશીના હોઈ શકે એની હમશકલ હશે.

ખુશ કંઈક વિચારે છે અને પછી ખનકનો ઇન્ટરવ્યૂ લે છે.ખનકને જેટલા જવાબ આવડયા તે આપ્યા.ખનક ઈન્ટરવ્યુ આપી ઘરે જાય છે.ખનક વિચારી રહી હતી કે અને જોબ મળશે કે નહીં. એટલામાં જ ખનક ને મોબાઇલ માં મેસેજ ની ટોન સાંભળલે છે. ખનક મેસેજ વાંચીને ખુશ થઇ જાય છે.ખનક ને જોબ મળી ગઈ હોઈ છે . ખનકને બીજા દિવસથી ઓફિસ જોઈન કરવાની હતી.ખનક સવારે વહેલા ઉઠી જાય છે. ખનક ઓફિસ જવા તૈયાર થાય છે.ખનક એકદમ સિમ્પલ તૈયાર થઇ ગીતાબેન અને રમણભાઈનો આશીર્વાદ લઇને ઓફિસે જવા નીકળે છે .

ખનક ઓફિસ પહોચે છે.ખનકને થોડું કામ સમજાવે છે.ખનક પછી એનું કામ કરવા લાગી જાય છે.ખનકની આખો વારંવાર ખુશ ને શોધી રહી હતી. ખનક વિચારી રહી હતી કે હજી સુધી ખુશ કેમ નથી આવ્યો .એટલામાં ખુશ ઓફિસ માં આવે છે. ખનક ખુશ ને ખુશ થઇ જાય છે. ખુશ આવીને સીધો એની ઓફિસમાં જતો રાહ છે. થોડીવારમાં એક યુવતી ખનકને આવીને કહે છે કે તું આજથી સરની આસિસ્ટન છે. ખુશ ખનકને કેબિનમાં બોલાવે છે. ખનક ખુશની કેબિનનો દરવાજો ખોલી કહે છે '' may i come in sir...?"
(ખુશ કોઈ ફાઈલ જોઈ રહ્યો હતો. ખુશે દરવાજા તરફ જોયા વગર જ કહ્યુ "come....")
ખનક એકધારી ખુશ સામે જોઇ રહી હોય છે.ખુશ ખનક તરફ જોવે છે....
ખુશ:- '' ખનક તું આજથી મારી નવી આસિસ્ટન્ટ..?''
ખનક:- "હા સર...."
ખુશ:- "આ ફાઈલ જોઈ લેજે."
(ખુશ કોઈ ફાઈલ જોઈ રહ્યો હતો. ખુશે દરવાજા તરફ જોયા વગર જ કહ્યુ "come....")
ખનક એકધારી ખુશ સામે જોઇ રહી હોય છે.ખુશ ખનક તરફ જોવે છે....
ખુશ:- '' ખનક તું આજથી મારી નવી આસિસ્ટન્ટ..?''
ખનક:- "હા સર...."
ખુશ:- "આ ફાઈલ જોઈ લેજે."
(ખનક ફાઈલ લઈને બહાર જતી રહે છે.ખનક મનમાં વિચારે છે . ખુશ મારા આવા બિહેવિયર ને કારણે મારા વિશે શું વિચારતો હશે.મારે હવે મારા બિહેવિયર પર કંટ્રોલ રાખવો પડશે.ખબર નઈ ખુશને જોવું ત્યારે મને શું થઈ જાય છે. ખુશ મારા વિશે શું વિચારતો હશે?હું પણ પાગલ જેવું વિચારું છું.ખુશ પાસે ફાલતુ ટાઈમ થોડો છે જે મને જોવે?તું ખુશ ના ચક્કરમાં પાગલ થઇ ગઈ છે.)

સાંજે એક પછી એક કર્મચારીઓ ઘરે જવા લાગ્યા.ખનક પણ ઘરે જવાની તૈયારી કરતી હતી એટલામાં એક યુવતી આવીને ખનકને કહ્યું તને સર કેબિનમાં બોલાવે છે.ખનક ખુશ ની કે કેબિનમાં જાય છે બંને થોડીવાર કામ કરે છેખુશએ ખનકને થોડીવાર પછી જવા કહયું. ખનક પર્સ લઇને ઘરે જવા નીકળે છે.ઘડિયાળમાં જોયું આઠ વાગી ગયા હતા.અંધારું થઈ ગયું હતું અને થોડો થોડો વરસાદ આવતો હતો.ખનક ના જતાં જ ખુશ વિચારે છે કે ખબર નઈ ખનકને જોતાં જ મને શું થઇ જાય છે.મને ખબર છે કે એ ખુશી નથી ફક્ત એના જેવી દેખાય છે. તો હું શા માટે એની તરફ આકર્ષયા રહ્યો છું . કાદચ તેની આદતો ને કારણે એની આદતો બિલકુલ ખુશી જેવી જ છે એટલે જ કાદચ .મને ખબર છે કે ખુશી હવે કયારેય પાછી નઈ આવે . તોપણ મને શા માટે એમ લાગે છે કે ખનક જ મારી ખુશી છે .દિમાગ આ વાત માનવા તૈયાર નથી કે ખનક જ ખુશી છે જયારે દિલ કહે છે ખનક જ તારી ખુશી છે.એટલામાં ખુશના મોબાઈલમાં કોઈ નો ફોન આવે છે અને એ વિચારો માંથી બહાર આવે છે. ફોન પર વાત કરી એ ઘરે જવા નીકળે છે અને પાર્કિંગમાં પોહચે છે.

વરસાદ ને કારણે ખનક હજી સુધી પાર્કિંગમાં જ ઉભી હોઈ છે. ખુશ ખનકને જોવે છે એટલામાં વરસાદને કારણે પાવર જતો રહે છે અને પાર્કિંગમાં અંધારું થઇ જાય છે. લાઈટ જેવી ગઈ ખનક ત્યાં જ દીવાલ પાસે ઉભી રહી જાય છે.અચાનક કોઈ ખુશ ખનક નો હાથ પકડે છે અને ખનકને સીધું હગ કરી લે છે.અંધારું હોવાને કારણે ખનક તે વ્યક્તિનો ચહેરો જોઈ શકતી નથી. ફક્ત તે વ્યક્તિની તફ્લીક મહેસુસ કરી શકતી હતી. ખનકને લાગ્યુ તે વ્યક્તિ રડી રહી છે.અચાનક જ ખુશે ખનકને હગ કયું હોવાથી ખનક ને ખ્યાલજ ના આવ્યો કે અને કોને હગ કર્યું . ખુશ થોડીવારમાં ખનકને છોડી દે છે અને ત્યાંથી જતો રહે છે.પછી દસ મિનિટમાં લાઈટ આવી જાય છે. વરસાદ પણ બંધ થઇ ગયો હોવાથી ખનક ઘરે જવા નીકળે છે. બીજી બાજુ ખુશ ગાડીમાં જતાં જ રડી પડે છે. ખુશને આજે ખુશીની બહુ યાદ આવતી હતી. ખનકને જોતાં તે પોતાને સંભાળીના શક્યો. થોડીકવાર અને એમજ લાગ્યુ કે ખનકજ એની ખુશી છે. તેથી ખુશથી ના રહેવાતા તે ખનક ને હગ કરીલે છે. ખુશ થોડીવારમાં ઘરે જતો રહે છે.

ખનક ઘરે જઇને જમીને ને રૂમમાં પથારીમાં સુતા સુતા વિચારે છે કે ''કોણ હશે એ યુવક ? જાણે કે વર્ષો પછી પોતાની પ્રેમિકાને મળ્યો હોઈ અને એને મળીને રડી પડ્યો હોઈ.એ યુવક કેટલો તડપ્યો હશે એની પ્રેમિકાની જુદાઈને લીધે.આમ જ વિચારતાં વિચારતાં ખનકને ઊંઘ આવી જાય છે.બીજા દિવસે ખનક ઉઠે છે અને પછી તૈયાર થઇને ઓફિસ જવા નીકળે છે. ખનક ઓફિસ પોહચી જાય છે અને પછી એનું કામ કરવા લાગી જાય છે . ખનક ની નજર કયારની ખુશને શોધતી હતી એટલામાં ખુશ ઓફિસે આવ છે. ખુશ સીધો એની કેબિનમાં જતો રહ છે. ખનક નું કામ પૂરું થતા તે ફાઇલ લઇ ને ખુશ ની કેબિનમાં જાય છે. ખુશ ખનક સામે નજર કર્યા વગર જ ફાઈલ ટેબલ પર જ મૂકી જવા કહે છે. ખનક ફાઇલ મૂકીને જતી રહે છે.

આમ ને આમ એક મહિનો વીતી જાય છે. આ એક મહિના દરમિયાન ખનકને એટલી તો ખબરતો પડી ગયી હતી કે તે ખુશને પ્રેમ કરે છે . ખનકની સવાર અને સાંજ ખુશના વિચારોમાં જતી કે ખુશ ને પોતાના મનની વાત કેવી રીતે કહેવી. આ એક મહિના દરમિયાન ખુશ હંમેશા ખનકને ખ્યાલ ના આવે એવી રીતે ખનક ની આજુબાજુ રહેતો અને ખનક ને જોયા કરતો . ખુશ પણ ખનકને પ્રેમ કરવા લાગ્યો હોઈ છે. આ વાત ની જાણ ખનક ને હોતી નથી .

સાંજે બધા ઓફિસનું કામ પૂરું કરી એક પછી એક જઈ રહ્યા હતા. ખનક હવે ખુશની રાહ જોઈને થાકી ગઈ હતી. ખનક વિચારે છે કે '' હું ખુશ ને આટલો પ્રેમ કરું છે તેના માટે તડપી રહી છું. પણ ખુશને તો એનો એહસાસ પણ નથી. આટલું વિચારતા ખનકની આંખ માંથી આસું નીકળી જાય છે. ખનક તરતજ આસું સાફ કરી નાખે છે. ખુશ ખનકને રડતાં જોઈ જાય છે. ખનક આજે ખુબ દુઃખી હોઈ છે. એટલે સીધી ઘરે જતી રહે છે. ખુશ ઘરે પહોંચી જાય છે. ખુશની સામે ખનકનો રડતો ચહેરો વારંવાર આવે છે. ખુશ ખનકનો વિચાર કરતો સુઈ જાય છે.

બીજા દિવસે ખનક ઓફિસ જાય છે.ખનક મનમાં વિચારે છે ખુશ ને મારા પ્રત્યે તો કંઈ ફીલિંગ્સ જ નથી. ખનકને ખુશ પર ખુબ ગુસ્સો આવતો હતો. તેથી તે ખુશ ઓફિસ આવે એ પહેલા ખનક ઓફિસ માંથી રજા લઇ ને જતી રહે છે. ખુશ ઓફિસ આવીને પહેલાં ખનકના ટેબલ પાસે જોવે છે. પણ ખનક હોતી નથી. ખુશ એની કેબિન જઈને બેસી જાય છે અને ખનકની રાહ જોવા લાગે છે. ઘણો ટાઈમ થઇ જાય પણ હજી સુધી ખનક આવીના હોવાથી ખુશને ચેન પડતું નથી. તેથી તે પીયુનને બોલાવી ખનક વિશે પૂછે છે. પીયુન જવાબ આપતાં કહે છે કે તે આજે સવારે આવી ને રજા લઇ ને ગયા. ખુશનું હવે ઓફિસમાં મન લાગતું ન હોવાથી ઘરે જલ્દી જતો રહે છે. ખનકને જોયા વગર ખુશનું મન આખો દિવસ બેચેન રહે છે.
ક્રમશ્......