Taari raah ma - 3 books and stories free download online pdf in Gujarati

તારી રાહ માં.... - ભાગ 3 - છેલ્લો ભાગ

( ખનક બે દિવસથી ઓફિસ આવી ન હોવાથી ખુશ બેચેન હોઈ છે અને બીજી બાજુ ખનક પણ બેચેન હોઈ છે .હવે આગળ....)
ખુશ આજે ખનકને જોવાની ઈચ્છાએ જલ્દી ઓફિસ જાય છે. ખુશ ઓફિસ જઈ ખનક ના ટેબલ પર જોવે તો હજી સુધી ખનક આવી ન હતી તેથી તે મેનેજરને ખનક વિશે પૂછે છે. મેનેજર જવાબ આપતાં કહે છે કે ખનકએ ઓફિસમાં બે દિવસની રજા મૂકી છે. આ સાંભળતા સીધો તેની કેબિનમાં જતો રહે છે.આમ ને આમ ખુશ ને બે દિવસ સુધી ખનક વગર ક્યાંય ચેન નથી પડતું. બીજી બાજુ ખનકને પણ ખુશન જોયા વગર ક્યાંય ચેન પડતું નથી. ખુશ જલ્દી આજે જલ્દી ઓફિસ પોંહચી જાય છે અને ખનક ના આવવાની રાહ જોવા લાગે છે. ખનક ઓફિસે આવી સીધી તેના કામ માં લાગી જાય છે. ખુશને ખનકને જોઈને શાંતિ થાઈ છે પણ ખનક હજુ બેચેન હોઈ છે કેમ કે એને ખુશ ને હજી સુધી જોયો નથી.

સાંજે બધા પોતાનું કામ પતાવીને ઘરે જતા રહે છે. ખનક પણ ઘરે જતી હોઈ જ છે પણ ખુશ ખનક ન ફોન કરીને કેબિનમાં બોલાવે છે. ખનક ખુશની કેબીનમાં જાય છે. ખુશ ખનકના હાથ પકડીને એની આંખોમાં જોઈ ને કહે છે. હું તને ખુબ ચાહું છું. ખનક i love you.... ખનકની આંખ માંથી આંસુ નીકળી જાય છે.ખનક ને હજું સુધી વિશ્વાસ નહતો આવતો ખુશ પણ તેને પ્રેમ કરે છે.ખુશ ખનકના આંસુ લૂછતાં પૂછે છે કે તું પણ પ્રેમ કરે છે. ખનક કહે છે જયારથી તમને પહેલી વાર જોયા ત્યારથી તમે મને બોવ હેરાન કરી છે. હું ગુસ્સામાં હતી એટલે તો હું બે દિવસથી ઓફિસ નોતી આવી. આ બે દિવસ તમારા વગર કેવી રીતે કાઢ્યા છે એ તો મારું મન જાણે છે આટલું બોલતાં ખનક વધુ રોવા લાગે છે. ખનકને શાંત કરવા ખુશ ખનક ને હગ કરી લે છે. ખુશના હગ કરવાથી ખનક શાંત થઇ જાય છે. થોડીવાર બંને ઓફિસમાં બેસી ને વાતો કરે છે ખનકને ઘરે જવામાં મોડું થતું હોવાથી ખુશ ખનકને ઘરે મુકવા જાય છે. ખુશ ખનકને ઘરે મૂકી આવે છે અને પછી ખુશ પણ ઘરે જતો રહે છે.

ખુશ બીજે દિવસે ઓફિસ જલ્દી જઈ ને ખનકની રાહ જોવા લાગે છે. ખનક ઓફિસમાં આવતાં પોતાનું કામ કરવા લાગે છે. ખુશને ખનકનું આવું બિહેવિયર ખુશને ખુબ અજીબ લાગે છે. તેથી ખુશ ખનકને ફોન કરીને તેની કેબિનમાં બોલવે છે. ખુશના બોલવા છતાં ખનક ખુશની કેબિનમાં જતી નથી તેથી ખુશ ફરીથી ફોન કરે છે પણ ખનક કોલ ઊચકતી નથી તેથી ખુશ બહાર જઈને ખનકનો હાથ પકડીને તેની કેબિનમ લઇ જાય છે. ખુશ ખનકને પૂછે છે, શુ થયું ..? શા માટે આવું બિહેવિયર કરે છે. તને કોઈ વાતનું ટેન્શન છે ખુશ આટલું બોલે છે ત્યાં ખનક બેહોશ થઈ જાય છે. ખુશ ખુબ ગભરાય જાય છે. ખુશ ખનક ને હોસ્પિટલ માં લઈ જાય છે. ખનકને ડોક્ટર ચેક કરે છે અને કહે છે કે ટેન્શન વઘુ લેવાના કારણે ખનક બેહોશ થઈ ગઈ હતી. થોડીવારમાં હોશ આવી જશે પછી તમે એને ઘરે લઇ જઈ શકો છો.ખનકને હોશ આવે પછી હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવે છે.

ખુશ ખનકને ગાર્ડનમાં લઇ જાય છે અને બંને એક બાંકડા પર બેસે છે. ખુશ ખનકના બંને હાથ પકડીને પુછે છે. શું થયું ... કંઈ વાત નું ટેન્સન છે મને કહે હું તારું ટેન્શન દુર કરવાની પૂરી કોશિશ કરીશ.હું તને આવી હાલતમાં નથી જોઈ શકતો.ખનક કહે છે મને કાલે રાતે બોવ અજીબ સપનું આવ્યું .ખુશ ખનકના ગાલ પર હાથ રાખીને પુછે છે શું સપનું આવ્યું ખનક કહે છે ખનક જવાબ આપતા કહે છે કે મને સપનું આવ્યું કે આપણે બંને કારમાં જતા હોઈ અને કાર નું ઍક્સિડન્ટ થાય છે અને હું ખનક આગળ બોલે એ પહેલાજ ખુશ ખનકના મોંઢા પર હાથ મુકી ને કહે છે તને કંઈ નહીં થાય હું તને કંઈ થવા પણ નહીં દવું અને એ ખાલી સપનું હતું એવું કંઈ નહીં થાય તું એ વાત ભુલી જા...

ખનક ખુશનો હાથ પકડીને કહે છે
ખનક :-" પહેલા પેલું સપનું અને હવે આ...."
ખુશ:-"ખુશ ખનક ને પુછે પહેલા પેલું સપનું એટલે... "
ખનક:-" મને એક સપનું રોજ આવે છે.બે પ્રેમી હોઈ છે . તેઓ એકબીજાને પ્રેમ કરતા હોઈ છે અને કોઈ આવી ને છોકરી ને ગોલી મારી દે છે અને આ ઘટના એટલી અચાનક બને છે.અચાનક શું થઈ ગયું તેનું ભાન છોકરાને રહેતું નથી અને તે છોકરી પેલા છોકરાના ખોળામાં જ મૃત્યુ પામે છે . રોજ આ સપનું આવે છે.ખબર નઈ એ બંને કોણ છે.જરુર આગલા જનમનો કોઈ સંબંધ હશે.નહીંતો રોજ એક ને એક સપનું નાં આવે.ખાલી એ બે કોણ છે એમના ચેહેરા બરાબર જોઈ નથી શકતી.આ સપનાને લીધે હું બરાબર સુઈ નોતી શકતી અને હવે આ બીજું સપનું..."
(ખનક ખુશ સામું જોવે છે તો ખુશ કંઈક વિચારોમાં ખોવાયેલો હોઈ છે. ખુશ ખનક ને હલાવી ને પુછે છે.ખુશ શું થયું ....)
ખુશ:- કંઈ નથી થયું

ખુશ ખનકને કહે છે ચિંતાના કરીશ એ ખાલી સપનું હતું.તને કંઈ નહીં થાય હું તારી સાથે છું એટલે હવે રડીશ નહીં ચાલ ઘણું મોડું થઇ ગયું છે હું તને ઘરે મૂકી જવું. ખુશ ખનકને ઘરે મૂકવા જાય છે. ખુશ ઘરે જઈને ખનક વિશે વિચારતો હોય છે.ખુશ કંઈક વિચારીને નક્કી કરી ને સુઈ જાય છે.

ખનક બીજા દિવસે જલ્દી ઓફિસ જાય છે અને સીધી ખુશ ની કૅબિનમાં જાય છે. ત્યાં ખુશ હોતો નથી એટલે તે ખુશને કોલ કરવા મોબાઇલ હાથમાં લે છે ત્યાં જ તેની નજર ટેબલ પર પડેલી ડાયરી પર જાય છે.તે ડાયરી ખોલીને જોવે છે તો ડાયરી ના પહેલા પેજ પર એનો અને ખુશ નો ફોટો હોઈ છે. જે દરિયાકિનારે લીધો હોઇ.ખનક વિચારે છે હું ખુશ સાથે ક્યારેય દરિયકિનારે ગઈ જ નથી તો આ ફોટામાં હું કેવી રીતે ..ખનકની નજર નીચે લખેલા નામ પર જાય છે તે ફોટા ની નીચે ખુશ અને ખુશી લખ્યું હોઈ છે.ખનક નામ વાંચીને વિચારમાં પડી જાય છે. ખનક ડાયરી આગળ વાંચે છે . જેમાં ખુશ અને ખુશી કેવી રીતે પહેલીવાર મળ્યા.ખુશી ની મોત કેવી રીતે થઈ અને ખુશી મોત પછી ની ખુશ એ ખુશીને લગતી દરેક બાબત આ ડાયરી માં લખી હતી. ખનક ને ડાયરી વાંચી ને બધું યાદ આવી જાય છે.ખનક ને સમજી જાય છે કે અને એ સપનું શા માટે આવતું હતું કેમ કે એ સપનું એના આગલા જન્મનું અતિથ હતું.
ખનક ડાયરી વાંચી એટલું સમજી ગઈ એનો બીજો જનમ હતો . પહેલા જનમ માં ખુશી હતી અને આ જનમ માં ખનક ...ખુશી ની મોત પછી વાતો જે ખુશ એ ડાયરીમાં લખી હતી એ વાંચી ખનક ચોધાર આંશુએ રડી પડે છે.ખુશ અને આટલો પ્રેમ કરતો હતો એ જાણી ને ખુશ થાય છે અને ખુશ ને કોલ કરવા મોબાઇલ હાથમાં લે છે ત્યાં ડાયરી માંથી એક પેજ પડે છે. એ પેજ જોવે છે એમાં ખુશએ લખ્યું હતું. હું તારી રાહ આપડે પહેલીવાર જયાં મળ્યા ત્યાં જોવું છું.

ખનકને આ વાંચી ખબર પડી જાય છે કે ખુશને કાલે જ ખબર પડી ગઇ હતી કે હું જ ખુશી છું જયારે મેં એને મારું સપનું કીધું .એને મને યાદ અપાવા માટે જ આ ડાયરી અહીંયા મૂકી હતી. ખનક સીધી દરિયકિનારે જાય છે. ત્યાં જઈને જોવે તો ખુશ એકલો બેઠો હોય છે . ખનક ખુશને બૂમ પાડે છે.ખનકની બૂમ સાંભળીને ખુશ ઊભો થઈ ને પાછળ ફરે છે. ખનક ખુશને જોતાં જ સીધી ખુશને હગ કરી લે છે. ખનક ખુશ પાસે જતાંજ રડી પડે છે.ખુશ ખનક ને આવી રીતે રડતાં જોઈ એની આંખ માંથી પણ આંસુ નીકળી જાય છે. ખનક ખુશને રડતાં રડતાં કહે છે કે હું જ તારી ખુશી છું તને ખબર હતી તો કાલે કેમ ના કીધું.

ખુશ ખુશી ના આસું લુછતાં કહે છે. જો હું તને સીધી આ વાત કેત તો તને મારી વાત પર વિશ્વાસ ના થાત . મને પણ પાકું ખબર ન હતી તે મને જયારે તારા સપના વિશે કીધું ત્યારે મેં ઘરે જઈએ વિચારું કે જો તું જ મારી ખુશી હોઈશ. તો તને ડાયરી વાંચી બધું યાદ આવી જશે અને તેને એ જગ્યા પણ યાદ આવશે જયાં આપડે પહેલીવાર મળ્યા હતા એટલે મેં પેજ માં એટલું જ લખ્યું કે આપડે જયાં પહેલી વાર મળ્યા હતા ત્યાં તારી રાહ જોવું છું . મેં વિચાર્યું હતું કે જો તું અહીંયા આવીશ તો હું સમજી લઈશતું જ મારી ખુશી છો.

ખુશ અને ખનકને શાંત કરવા માટે ટાઈટ હગ કરે છે. ખનક અને ખુશ થોડીવાર એમજ રહે છે પછી ખુશ તેના બે હાથ ખનક ના ગાલ પર રાખે છે અને ખનકની આંખ માં જોઈ ને કહે છે. તારા વગર હું આટલાં વર્ષ કેવી રીતે જીવ્યો એ મારું મન જાણે છે.હવે મારાથી દુર કયારેય ન જતી. હું તારા વગર જીવી નઈ શકું.આટલું કેતા ખુશની આંખ માંથી પાણી નીકળી જાય છે. ખુશ અને ખનક થોડીવાર ખનક ની આંખમાં જોઈ રહે છે અને પછી ખુશ ખનક નાં હોઠ ઉપર એના હોઠ મૂકી દે છે.ખુશ ઘણી વાર સુધી ખનકને ઘણીવાર સુધી કિસ કરતો રહે છે. ખુશ અને ખનક સાંજ સુધી ત્યાં બેસી ને તેમની યાદો ને યાદ કરી ને વાતો કરે છે.

ખુશ ખનકને કહે છે ઘણું મોડું થઇ ગયું છે. હું તને ઘરે મૂકી જવું ખુશે જયાં કાર પાર્ક કરી હતી ત્યાં જાય છે અને ઘરે જવા નીકળે છે.ખુશ અને ખનક ખુબ ખુશ હોઈ છે.ખુશ વાત કરતાં કરતાં કાર ચલાવતો હોઈ છે.ખુશનુ ધ્યાન ખનક સાથે વાત કરવામાં હતું. સામેથી ટ્રક આવતો હતો ખુશ નું ધ્યાન હોતું નથી.ખનક ટ્રક જોઈ જાય છે. અને ખુશ ને કહયું પણ ત્યાં સુધીમાં કાર ટ્રક સાથે એક્સિડન્ટ થયું.

કાર ઊંઘી પડી હોવાથી ખનક અને ખુશના માથામાં કાચ વાગે છે. ખનક અને ખુશ માંડ માંડ કાર માંથી બહાર આવ્યાં .ખનક અને ખુશ ને માથામાં વાગ્યું હોવાથી બંને ને હાલત ખુબ ખરાબ હતી બંને ને ખબર પડી ગઈ હતી કે હવે એ બંને પાસે વધુ સમય નથી. ખનક અને ખુશ એકબીજા થી દુર હોઈ છે.ખુશ માંડ માંડ ખનક પાસે પોહ્ચે છે અને ખનકનો હાથ પકડે છે બંનેની રડતી આંખોમાં એક પછી એક બધી પળો યાદો બની આસુંની સાથે વહેતી જઈ રહી હતી.બંને છેલ્લા શ્વાસ દરમિયાન એકબીજાની આંખોમાં જોઈ ને એટલું કહે છે .....
"આવતાં જનમમાં તારી રાહ જોઇશ......."
આટલું બોલતાંજ બંનેની એકસાથે આંખો બંધ થઈ જાય છે....
સમાપ્ત.....

Harshita makawana