Mahetani Maramari - 1 books and stories free download online pdf in Gujarati

મહેતાની મારામારી - 1 - મહેતાની મારામારી!

મહેતા vs‌ મહેતા ભાગ ૧
પાત્ર - પરિચય
૧. યામિની મહેતા - સાસુ
૨. ગૌતમ મહેતા - સસરા
૩. સૌમ્યા - મોટી દીકરી
૪. શૌમિક - મોટી દીકરીનો પતિ
૫. વ્યોમ મહેતા - વચેટ દીકરો
૬. સુધા (સાગરિકા) મહેતા - વચેટ દીકરાની પત્ની
૭. યશ મહેતા - નાનો દીકરો
૮. હસમુખલાલ - ફૂઆ
૯. જ્યોત્સના બેન - ફૂઈ (ફોઈ)
૧૦. વિજ્યા બાઈ - કામવાળી
૧૧. હરિ - નોકર
૧૨. જયા પુરોહિત - યામિનીની બે'નપણી
૧૩. દિપેન પુરોહિત - જયાનો પતિ

મુંબઈનો પોશ એરિયા એટલે નરીમાન પોઇન્ટ અને
એ જ એરિયાના ૧૦ માળના 'કોપરડિવાઈન' અપાટૅમેન્ટ ના ૧૦મા માળે એકદમ સજ્જ સ્ટુડિયો અપાટૅમેન્ટ માં રહેતા આપણા યામિની મહેતા અને ગૌતમ મહેતા અને નાનો દીકરો યશ મહેતા .
હા,એ વાત સાચી કે યામિનીએ કોઈ કસર છોડી નથી ઘરને સજ્જ રાખવામાં . ધર માં પ્રવેશતા જ સામે દેખાતું નીલા રંગના shades સાથે cushion વાળો સોફો છે,એની બાજુમાં side table છે, સોફાની વચ્ચે નાનું ક્રિસ્ટલ ગ્લાસ નું બનાવેલું સેન્ટર ટેબલ છે. ટેબલ પર થોડી બુક્સ છે અને એનટીક મેટલવાસ માં ઑરકિડ નાં ફૂલ સજાવેલા છે, પછી આગળ જતા open kitchen છે. કિચનની આગળની દિવાલ ઉપર લિયોનાર્દો દ વિન્ચી ની પેઇન્ટિંગ 'મોનાલીસા' લાગેલી છે. એ દીવાલને અડીને જ ડાઇનિંગ ટેબલ છે ડાઇનિંગ ટેબલ થી આગળ વધતા બાલ્કની આવે બાલ્કની પણ સરસ રીતે સજાવેલી છે . આખી બાલ્કનીમાં યામિનીને ગમતા અલગ અલગ જાતના ફૂલો અને છોડ hanging pots માં ઉગાડેલા છે. બાલ્કની થી આગળ યામિની અને ગૌતમનો બેડરૂમ છે. બેડરૂમ પણ સરસ રીતે સજાવેલો છે. અંદર ડાબી બાજુએ મોટું ડ્રેસીંગ ટેબલ છે જેમાં યામિની હંમેશાં તૈયાર થાય છે, બાજુમાં કબાટ આવે છે, યામિનીની ભાષામાં કહો તો closet. થોડાક પગલા ચાલતા સરસ કિંગ સાઈઝ બેડ છે. જેમાં બ્લુ કલરનો બેક કુશન તેના ઘરની blue theme ને ચાર ચાંદ લગાવે છે.
યામિનીની વહુ એનાથી સાવ જુદી! સ્વભાવ, એટીટ્યુડ માં તો જુદી ખરી જ, પણ ઘરને સંભાળવામાં પણ જુદી. એના ઘરનો દરવાજો ખોલીએ તો સૌથી પહેલા તો સરસ શંખેડાની ભાતનું સોફા આવે જેની ઉપર સરસ ગુજરાતી ઢબના કવર વાળા તકિયાઓ આવે જેની ઉપર ધુળની પરત જામી ગઈ છે. આગળ જતાં સરસ શંખેડા નું જ સેન્ટર ટેબલ જેની ઉપર ન તો કોઈ પુસ્તક છે, ન તો કોઈ ફ્લાવર કે ફ્લાવર વાસ છે, છે તો આખા ટેબલ ઉપર છાપાની કાપલીઓ!!. જેમકે, ગંગુરામ પેસ્ટ, A-1બાબા, ગુરુ બાબા, સેલ અને ડિસ્કાઉન્ટ વગેરેની છાપાંમાં થી કાપેલી જાહેરાતોની કાપલીઓ અને પેમપ્લેટની થપ્પીઓ નીચે થી વિણેલા પથ્થરો થી દબાયેલી છે, પછી આગળ જતાં તેનો બેડરૂમ આવે જેમાં કિંગ સાઇઝ બેડ ઉપર 'શાકભાજીના કિંગ' બટાકા પડ્યા હોય છે, રોજ જે શાક બનાવે, (જોકે શાક તો સારા કોઈ'દી બનતા નથી જ, રોજ કોઈ રામકૃપા હોટલ જેવી હોટલનું ખાવાનું આવે) છતાં પણ જો બનાવે તો તેની અવશેષો પલંગમાં જ રહી ગયા હોય!. એની ખાતરી ત્યારે થાય જ્યારે રાતે વ્યોમ અને એ પલંગ પર સૂવે ત્યારે માથામાં, હાથમાં કે પગમાં ખુંચે અને યાદ આપાવે કે આજે કયું શાક ખાધું હતુ! પછી આવા સરસ સ્ટુડિયો અપાર્ટમેન્ટ નું હળાહળ અપમાન કરતું 'A-1 ભેલ પુરી' વાળાનું સેવ બટેટા પુરી નુ તેલ વાળું ન્યૂઝ પેપર રખડતું હોય છે, એ જે જગ્યાએ રખડતું હોય એ જગ્યાને એમ તો open kitchen કહેવાય,પણ સાગરિકા ના હિસાબે એની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે,પછી આગળ જતાં સરસ મોટી બાલ્કની આવે પણ એ બાલ્કનીનુ પણ સીધુ સપાટ અપમાન કરતી મોટી પંદર દિવસે ધોવાયેલી ચાદર જે આખી દુનિયાને બતાડવા એ બાલકની ની રેલિંગ ઉપર સૂકવે છે......
તમને એમ થતું હશે કે આ બે અલગ પ્રકૃતિવાળા, અલગ એટીટ્યુડ વાળા અલગ સ્વભાવવાળા અને અલગ આદતવાળા વ્યક્તિઓ સાસુ અને વહુ કેવી રીતે બન્યા? ના ! ના! ચિંતા ન કરો આ કોઈ સંઘર્ષ કથા નથી પણ હાસ્યરસ થી ભરપૂર કથા છે, આ હાસ્ય છે, પણ નિખાલસ ! કોઈ ગુઢતા નથી!.