Mehta's blows - 2 - Yash disappears! books and stories free download online pdf in Gujarati

મહેતાની મારામારી - 2 - યશ ગાયબ!

" oh my god સાગરિકા what the senseless thing you have done ?" એકદમ sophisticated કકૅશ - મૃદુ અવાજ માં યામિનીએ સાગરિકાને કહ્યું . "શું થયું બા ! આમ કેમ બોલો છો ? સાગરિકા એ પુછ્યુ .
" ઓહ ગોડ સાગરિકા પહેલા તો તું મને બા કહેવાનું બંધ કર , this બા is so સાથ નિભાના સાથિયા serial type" સાગરિકા મોઢું મચકોડતી ત્યાં જ પોતાના જૂના પ્લાઝો માંથી સીવેલા ગમછા થી હાથ લૂછતી ઉભી રહી. યામિની એ ફરી બોલવાનું ચાલુ કર્યું "સાગરિકા બેટા, યશ ને ખાલી ગુજરાતી ઇંગ્લીશ અને હિન્દી જ આવડે છે એને બંગાળી નથી આવડતી....!." હજી તો યામિની આગળ કંઈ બોલે એની પહેલા જ ગૌતમે આવીને કહ્યું " ઓ, સાગરિકા મુર્દાબાદ આંદોલનની લીડર યામિની મહેતા હમણાં એ આંદોલનને વિરામ આપ. આ જો તારો ચમચો યશ ઘરમાંથી ભાગી ગયો છે અને એ પણ ખાલી હાથે નહીં રસોડાનો બધું જ સામાન લઈને ભાગી ગયો છે સાવ ડોબા જેવો " " ગૌતમ તને યશની નથી પડી અને રસોડાના સામાનની પડી છે? તને એ ફરક નથી પડતો કે મારો યશ ઘર છોડીને ચાલ્યો ગયો છે? હવે તો મને પાકું થઈ ગયું કે યશ તારા લીધે જ ઘર છોડીને ભાગી ગયો છે !!!"
ત્યાં જ ઘરની ડોરબેલ વાગી અને સામે..... વ્યોમ ઉભો હતો. એ ઘરમાં આવ્યો અને પૂછ્યું" યશ ક્યાં ગયો કોઈને ખબર છે ? ત્યારે જ સાગરિકા બોલી "હા તો વિયોમ તું આ કેવી વાત કરે છે ? જો અમને ખબર હોત કે યસ ભાઈ ક્યાં છે તો અમે એને લઇ ન આવીયે ?"
" સાગરિકા એનું નામ વ્યોમ છે વિયોમ નથી" યામિની બોલી " કેટલી વાર સમજાવું તને ?" સાગરિકા ત્યાં જ મોઢું મચકોડી ઉભી રહી .
ત્યારે જ ઘરની ડોરબેલ પાછી વાગી અને જેવી સાગરિકાએ દરવાજો ખોલ્યો કે સામે રસોઈયા ના કપડા માં યશ ઉભો હતો બંન્ને હાથમાં મોટી થેલી હતી જેમાં ચમચા, જારા, વાટકા, થાળી, ટોપિયા, તાસરા વગેરે હતું . સાગરિકા અચંબા સાથે એને જોઈ રહી અને કહ્યું "યસભાઈ તમે આવા કપડામાં?"


"સાગરિકા એને અંદર તો આવવા દે....!" યામિની બોલી,
"યશ તને કપડાં બદલવવાની જરૂર નથી લાગતી હેં ને ?!" વ્યોમએ કટાક્ષપૂર્ણ અવાજે યશ સામે આંખ મિચકારી ને કહ્યું.
"શું વ્યોમ ભાઈ તમે પણ હું કેટલો થાકી ગયો છું ખબર છે તમને ?" યશે ફરિયાદ કરતાં કહ્યું .
"હા બાપા, વ્યોમ એને જવા દે ને'તર 'યશબાઈ' ખાવાનું નહીં બનાવે..." ગૌતમે મસ્તી કરતા કહ્યું .
" I hate him mom i hate him" " oh don't worry sweetie" યામિનીએ યશ ને વ્હાલ કરતાં કહ્યું .


-----


૧૫ મીનીટ પછી યશ નાહીને આવ્યો અને ચુપ-ચાપ યામિનીની બાજુમાં બેસી ગયો . " એ યશબાઈ જરાય બેસવાનું નથી હો તારે, સીધો ઉભો થા અને રસોડા નો સામાન ગોઠવ, જલ્દી ઊભો થા" ગૌતમ એ હસતા હસતા કહ્યું
" આઈ હેટ યુ ડેડ" " અરે યસભાઈ આમ પપ્પાને હટ નો કરાય" સાગરિકા વ્યોમ સામે જોઈને કહ્યું.
" ભાભી હું હટ નથી બોલ્યો હું hate બોલ્યો hate means નફરત ઓકે ?" " leave it યશ એ નહીં સમજે " યામિનીએ કહ્યું.‍‌‌
" અરે પણ યશ તુ ઘર છોડીને કેમ ગયો હતો?" વ્યોમે પુછ્યું " " ડેડને જ પુછો ને !" યશે ગૌતમ તરફ ઇશારો કરતાં કહ્યું.
" શું કર્યું ડેડ તમે પાછું ? વ્યોમે ગૌતમ તરફ ફરીને કહ્યું.
"અરે એમાં મારો કંઈ વાંક નથી હું જ્યારે બહાર જતો હતો ત્યારે એણે મને એનો બેકાર જોક સંભળાવ્યો ' ડેડ i am making a new dish 'રાય કા પહાડ' તો મેં એને ચમચો માર્યો


" રીયલી ગૌતમ!???" (યામિની)

" દરવાજા પાસે થી છૂટ્ટો માર્યો " (ગૌતમ)

" You are missing something sweetie" (યામિની)

" એક નહીં પણ ત્રણ મારી" (ગૌતમ)

" Something more ગૌતમ" (યામિની)

" ચમચી નહીં પણ serving spoon મારી બસ "


વ્યોમ એકદમ હસવા લાગ્યો અને પૂછ્યું "પણ ડેડ તમારા પાસે દરવાજા આગળ ત્રણ serving spoon ક્યાંથી આવી?" એટલું બોલીને વ્યોમ એકદમ હસી પડ્યો. " એ તો છે ને હું આ બબૂચક માટે એની અલગ અલગ serving spoon ની ડિઝાઇન આપવા જતો હતો "
" અરે પણ પપ્પાજી એ ન સમજાણું કે યશભાઈ ની રેસીપી ને તમે જોક કઈ રીતે શકો?!" સાગરિકા એ પુછ્યુ .
આ સાંભળીને વ્યોમ અને ગૌતમ એક-બીજા સામું જોઈને હસ્યા.
" સાગુરિ, તે છે ને ક્યારેય પણ યશના હાથની કોઈ પણ રેસિપી ખાધી નથી એટલે તને ખબર ન હોય પણ એની દરેક રેસિપી અને ડીશ જોક જ હોય છે."
" હા , એની દરેક ડીશ એક જોક જ હોય છે . એણે ૨ મહીના પહેલા જ એક રેસીપી બનાવી હતી જેનું નામ ' g for masala' તો મેં યશને પુછ્યુ 'g for masala' કેવી રીતે? તો એણે કહ્યું ' g for garam masala na dad ' એવી તો બેકાર ડીશ બનાવે છે તો એને જોક ના કહીએ તો શું કહીએ?
" ઓહ અચ્છા એવુ!" સાગરિકા એટલું જ બોલી શકી . એને બહું જ હસવું આવતું હતું .


" Ohh, one minute ગૌતમ તુ જેટલું સમજે છે ને એટલી પણ cheap dish નથી બનાવતો એ" યામિની યશનું બચાવ કરતાં કહ્યું . "તો આપણે એક વીક પછી કુકીગ કોમ્પિટિશન રાખીએ ?"
'Dad v/s yash' what do you say? everyone? વ્યોમે કહ્યું .


"Oh yes i am ready આ ડોબાની સામે તો હું જીતી જ જાઈશ " ગૌતમે ગવૅભેર કહ્યું .
" ડેડ હુ પણ તૈયાર છું " યશ બોલ્યો .


તો આગળ શું થાય છે જાણીએ -આગળના ભાગમાં @ મહેતા vs મહેતા ભાગ ૩
ક્રમશ
~ મેધા સંપટ 'માંજર' 🌱
------*-----