Rah : Waiting for love - 1 books and stories free download online pdf in Gujarati

રાહ : એક અનોખા પ્રેમની સફર - 1

સવારનો છ વાગ્યાનો સમય હતો. રાહી અને તેનો પરીવાર લગભગ છેલ્લા એક કલાકથી લેપટોપ સામે બેસી ગયા હતા.આજે ધોરણ 12th સાયન્સનું રીઝલ્ટ હતું.રાહી નર્વસ હતી.

"દર વખતની જેમ આ વખતે પણ તમારાં સારા જ ટકા આવશે.તમે ચિંતાના કરો દીદી." આરવ (રાહીનો ભાઈ )બોલ્યો.

"હા,બેટા જે ટકા આવે એ એમાં શું ચિંતા કરવાની એક રિઝલ્ટથી આપણી જિંદગી થોડી અટકી જવાની છે." અલ્પેશભાઈ બોલ્યા.

એટલામાં રીઝલ્ટ મુકાઈ ગયું રાહી એ ફટાફટ નંબર નાખ્યો.રીઝલ્ટ જોઈને રાહી તો કૂદવા માંડી કેમ કે 92 % જો આવ્યા હતાં.

રાહીએ નક્કી કરી રાખ્યું હતું કે મારે ફોરેન્સિક સાયન્સ જ લેવું છે માટે એડમિશન માટે ફોરેન્સિક સાયન્સની બધી કોલેજોમાં ફોર્મ ભરી દીધાં.

મેરીટ લીસ્ટ આવ્યું અઠવાડિયા પછી તો રાહીને ઘરથી દૂર અમદાવાદ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી ગયું. એ જ કોલેજમાં રાહીની બેસ્ટ ફ્રેન્ડ તાશાને પણ એડમિશન મળ્યું હતું.તેથી બંને બહેનપણીઓએ કોલેજની નજીકમાં જ ફ્લેટ રાખીને રહેવાનું નક્કી કર્યું હતું.

*. *. *. *.

"હયાન ઉઠ તો આજે તારું રીઝલ્ટ છે તને કંઈ ચિંતા છે કે નહીં, ઉઠ છ વાગ્યા જલદી લેપટોપ ચાલુ કર અને રીઝલ્ટ જો."નીમાબેન હયાનને ઉઠાડતાં બોલ્યાં.

"અરે,મમ્મી થોડી વાર સૂવા દે ને રીઝલ્ટ જે આવવાનું છે એ આવવાનું છે એમાં શું વહેલાં ઉઠવાનું." હયાને સૂતાં સૂતાં કહ્યું.

"ઉઠે છે કે તારાં પપ્પાને બોલાવું."નીમાબેન બોલ્યાં.
હયાન બેડ પરથી ઊભો થઈ ગયો ફટાફટ અને ફ્રેશ થવા જતો રહ્યો.ફ્રેશ થઈને આવીને લેપટોપ લઈને રીઝલ્ટ જોવા બેસી ગયો.

હયાનને પણ 91% આવ્યા હોવાથી ખુશ ખુશ થઈ ગયો.દોડતાં દોડતાં નીચે આવીને તેનાં મમ્મી - પપ્પાને રીઝલ્ટ જણાવ્યું. બધાં ઘરમાં બહુ જ ખુશ થઈ ગયા.નીમાબહેને હયાન માટે તેનો ફેવરેટ નાસ્તો બનાવ્યો હતો.નાસ્તો કરીને મિત્રોને મળવા ચાલ્યો ગયો.

હયાનને પણ ફોરેન્સિક સાયન્સમાં એડમિશન લેવું હોવાથી ફોરેન્સિક સાયન્સની બધી કોલેજમાં અપ્લાઈ કરી દીધું. હયાનને પણ વિક્રમ સારાભાઈ કોલેજમાં એડમિશન મળ્યું.તેની સાથે તેના ગ્રુપને પણ એ જ કોલેજમાં એડમિશન મળ્યું હોવાથી બધાં બહુ ખુશ હતાં.

હયાનના પપ્પાએ તેમનાં પ્રોમિસ મુજબ હયાનને નવી નક્કોર "BMW" કાર લઈ આપી તેથી આજે હયાનની ખુશીનો કોઈ પાર નહોતો.

બે દિવસ પછી...

આજે કોલેજનો પ્રથમ દિવસ હતો. થોડાં વિદ્યાર્થીઓ કોલેજના કેમ્પસમાં ટોળે વળીને ઊભાં હતાં. તો થોડાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમ શોધી રહ્યાં હતાં. થોડાં વિદ્યાર્થીઓ કેન્ટીન તરફ જઈ રહ્યાં હતાં.તો થોડાં લવ બર્ડ્ઝ એમની મસ્તીમાં હતાં.

એટલામાં જ કોલેજના કેમ્પસમાં BMW ગાડીની એન્ટ્રી થઈ.બધાં તો જોતાં જ રહી ગયા.આટલી મોંઘી ગાડી કોલેજમાં કોણ લઈને આવ્યું હશે?બધાં વિચારતાં હતાં ત્યાં જ ગાડીમાંથી એક છોકરો ઊતર્યો.

એકદમ દેખાવડો, 5'10 હાઈટ, ગોરો વાન, જિમમાં જઈને કસાયેલું શરીર, હલ્કી દાઢી, મોહક સ્માઈલ અને ક્યુટ ચહેરો.આ હતો શહેરની મહેરા ઈન્ડસ્ટ્રીઝનાં માલિક નૈતિક મહેરાનો દીકરો હયાન મહેરા.

બધી છોકરીઓ તો તેને જોઈને જ તેના પર ફિદા થઈ ગઈ.તેમાંથી તાશા પણ એક હતી.

"રાહી જો ને કેટલો ક્યુટ અને હેન્ડસમ છે, હાય મેં મરજાવા."તાશા બોલી.

"મરજાવા વાળી ક્લાસમાં ચાલ અહીંયા તું ભણવા માટે આવી છે આ બધું કરવા માટે નહીં."રાહીએ કહ્યું અને તાશાને લઈને ચાલવા માંડી.

તાશાને લઈને રાહી જતી હોય છે ત્યારે છોકરાઓ એનાં રૂપમાં ખોવાઈ ગયાં. અણીયારી આંખો, લાંબું નાક, હસતી વખતે ગાલમાં પડતાં ખંજન,દૂધ જેવી સફેદ, ગુલાબી હોઠ, ખુશનુમા સાથે શોર્ટ ટેમ્પર પણ.

આ બાજુ બધી છોકરીઓ હયાનની પાછળ પાછળ એના ક્લાસરૂમ સુધી આવી ગઈ હતી. હયાન એ બધાં પર ધ્યાન આપવાના બદલે ક્લાસરૂમમાં જઈને તેના મિત્રો રોહન,નિયા,દિપમ,નિર્વી સાથે જઈને બેસી ગયો.

"દર વખતની જેમ આજે પણ લેટ અમે તારી ક્યારના રાહ જોઈ રહ્યા છીએ."નિર્વી બોલી.

"સોરી,સોરી આજે પણ ઉઠવામાં લેટ થઈ ગયું એટલે હવે વહેલાં આવી જઈશ બસ."હયાન બોલ્યો.

"છેલ્લાં પાંચ વર્ષથી આ સાંભળી રહ્યાં છીએ ક્યારે થશે તારી આ સવાર એ જ ખબર નથી પડતી હવે તો." રોહન બોલ્યો અને બધાં હસવા લાગ્યાં.

એટલામાં રાહી અને તાશા ક્લાસરૂમમાં આવ્યા.

"જો તો ખરા કેટલી સુંદર છે જાણે સુંદરતાની મૂર્તિ જ જોઈ લ્યો."દિપમ બોલ્યો.

"તારી આ છોકરીઓને ઘુરવાની ટેવ ક્યારે જશે." હયાને કીધું અને બધાં હસવા લાગ્યા.

રાહી અને તાશા પહેલી બેન્ચમાં બેસી ગયા.

બધાં અંદરોઅંદર એકબીજા જોડે વાતો કરતા હતા. તો કોઈ એકબીજાનો પરિચય લેતાં હતાં.ઘણાં વિદ્યાર્થીઓનું સપનું હતું આ કોલેજમાં એડમિશન લેવાનું એટલે બધાં ખુશખુશાલ હતાં.

ત્યાં જ પ્રોફેસર વીર મલ્હોત્રા ક્લાસરૂમમાં આવ્યા. બધાંને પોતાનો પરિચય આપવાનું કહ્યું.બધાંએ વારાફરથી પોતાનો પરિચય આપ્યો.થોડીક વિષયની સમજ આપી કે આ આ વિષય ભણવામાં આવશે.આજે પ્રથમ દિવસ હોવાથી પ્રોફેસરે જલદી લેકચર પતાવી દીધો.

લેક્ચર પત્યું એટલે હયાનનું ગ્રુપ કેન્ટીન તરફ ગયું અને રાહી અને તાશા શોપીંગ કરવા માટે નીકળ્યા.શોપીંગ કરીને આવીને બંને સામાન ગોઠવી જમીને સૂઈ ગયા.

હયાન પણ તેનાં મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરી ઘરે આવી જમીને મમ્મી - પપ્પા જોડે વાતો કરી સૂવા માટે એનાં રૂમમાં ચાલ્યો ગયો.

Next part will be published soon....