Rah : Waiting for love - 2 books and stories free download online pdf in Gujarati

રાહ : એક અનોખા પ્રેમની સફર - 2

બીજા દિવસે સવારે રાહી વહેલાં ઊઠીને બાલ્કનીમાં બેઠી બેઠી ચા ની ચુસ્કીઓ લઈ રહી હતી અને ખુશનુમા સવારની મજા માણી રહી હતી.વોકિંગ કરતાં લોકોને નિહાળી રહી હતી.થોડીવાર પછી ઊભી થઈ તાશાને ઊઠાડવા માટે ગઈ.

"તાશા ઊઠ તો કોલેજ જવાનું મોડું થશે."રાહી બોલી.

"અરે,યાર સૂવા દે ને તું પણ સુઈ જા હજી વાર છે કોલેજ જવાની."તાશા ઊંઘમાં બોલી.

"ઘડિયાળમાં જોતો ઊભી થા નઈ તો હું તને મૂકીને જતી રહીશ હો."રાહી ગુસ્સે થઈને બોલી.

"ઓય, ચીલ કર મારી માં આ ઉઠી."તાશા પથારીમાંથી ઊભા થતાં થતાં બોલી."

"હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી તું ચા- નાસ્તો કરી લેજે."તાશાને કહીને રાહી નહાવા માટે ગઈ.

"વાહ આજે તો મજા પડી ગઈ,મસ્ત ચા બનાવી છે રાહી એ."તાશા બોલી.

રાહી તૈયાર થઈને આવી ગઈ.બ્લેક ટોપ અને બ્લુ જીન્સમાં આજે મસ્ત લાગી રહી હતી. તાશા પણ નાહી ધોઈને થોડીવારમાં તૈયાર થઈને આવી ગઈ.રેડ ટોપ અને બ્લેક જીન્સમાં તાશા પણ મસ્ત લાગી રહી હતી.

બંને નીચે આવી ફ્લેટની અંદર મંદિર હતું એમાં દર્શન કર્યા.દર્શન કરીને સ્કૂટી લઈને કોલેજ જવા માટે નીકળ્યા.

"ધીમે ચલાવ મારે જીવવાનું છે.મરી નથી જવાનું."પાછળ બેઠેલી રાહી બોલી.

"મારે પણ જીવવાનું જ છે હો ડાહી તું શાંતિથી બેસી રહે."તાશા હસતા હસતા બોલી.

થોડીવારમાં બંને કોલેજ પહોંચી ગયા.સ્કૂટી પાર્કિગમાં પાર્ક કરી બંને ક્લાસરૂમમાં ગયા.

* . *. *. *. *

મોર્નિંગ એલાર્મ વાગ્યું તો હયાન બંધ કરીને પાછો સુઈ ગયો.

રોહનનો ફોન આવ્યો,"કેટલે પહોંચ્યો મારા ભાઈ?"

"બસ આ નીકળ્યો પાંચ મિનિટમાં."કહીને હયાને ફોન મૂકી દીધો.

ઘડિયાળમાં જોયું તો મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ ફ્રેશ થઈને તૈયાર થઈ કોલેજ જવા માટે નીકળ્યો.

"હયાન નાસ્તો કરીને જા તો."નીમાબેન બોલ્યાં.

"આજે બહુ મોડું થઈ ગયું છે અને રોહન રાહ જોઈને ઊભો છે માટે આજે નાસ્તો નથી કરવો."હયાન બોલ્યો.

"રોજ કહું છું વેલા ઊઠ પણ સાંભળતો જ નથી."નીમાબેન બોલતાં રહ્યાં એટલામાં તો હયાન ગાડીની ચાવી લઈને બહાર નીકળી ગયો.

"આજે નક્કી રોહનની ગાળો ખાવી પડશે એ ક્યારનો એ રાહ જોઈને ઊભો છે." હયાન મનમાં બોલ્યો.

હયાન થોડીવારમાં રોહન ઊભો હતો ત્યાં પહોંચી ગયો.

"ચાલ ગાડીમાં બેસી જા અને સોરી લેટ થઈ ગયો માટે." હયાન ગાડીના કાચ ઉતારીને બોલ્યો.

"એ સોરીની માસી સાલા તારો વિશ્વાસ જ ના કરાય છેલ્લાં અડધા કલાકથી અહીં ઊભો છું."રોહન ગાડીમાં બેસતાં બેસતાં બોલ્યો.

"યાર તને ખબર તો છે મારાથી વહેલાં નથી ઉઠાતું તો પણ સોરી."હયાન ગાડી ચલાવતાં ચલાવતાં બોલ્યો.

"બંને રસ્તામાં વાતો કરતાં કરતાં કોલેજ પહોંચી ગયા. ગાડી પાર્ક કરીને બંને ક્લાસરૂમમાં ગયા.બંને જઈને એમનાં ગ્રુપ જોડે બેઠાં.ત્યાં થોડીવારમાં સિનિયરો ક્લાસમાં આવ્યા.

"હેય મિત્રો,આવતા સોમવારે તમારી ફ્રેશર પાર્ટી રાખી છે.આલ્ફા મોલમાં બધાંએ ફરજિયાત આવવાનું છે. લેટ્સ રેડી ફોર પાર્ટી."રાઘવ બોલ્યો.

"તમે બધાં તૈયાર છો ને પાર્ટી માટે આપણે એક ગેમ પણ રમવાની છે પણ એ સરપ્રાઈઝ છે તમારાં માટે." અંજલી બોલી.

બધાં એકસાથે હા બોલ્યાં.

"ચાલો મિત્રો તો મળીએ સોમવારે ફ્રેશર પાર્ટીમાં,બાય." સિનિયરો એટલું કહીને જતાં રહ્યાં.

"વાઉ,ફ્રેશર પાર્ટી આઈ એમ સો એકસાઈટેડ."નિયા બોલી.

"હા,કેમ નહીં આફ્ટર ઓલ આપણી ફ્રેશર પાર્ટી જો છે."દિપમ બોલ્યો.

"હું તો આજે જ જઈને શોપીંગ કરી આવીશ તું આવીશ ને મારી સાથે નિયા?" નિર્વી બોલી.

"હા,ચોક્કસ આવીશ."નિયા બોલી.

"તો આજે સાંજે જઈએ શોપીંગ કરવા માટે."નિર્વી બોલી.

"હા,ઓકે ડન."નિયા બોલી.

આ બાજુ રાહી વિચારતી હતી કે મારી પાસે કંઈ છે નહીં અને નવું લેવાનાં પણ હાલ પૈસા નથી તો હું શું પહેરીશ.

તાશા સમજી ગઈ કે રાહી શું વિચારે છે."મારી પાસે બે વનપીસ છે તું એમાંથી એક પહેરજે."તાશા બોલી રાહીએ થોડી સ્માઈલ આપી.

એટલામાં પ્રોફેસર સુભાષ જાની આવ્યાં ક્લાસરૂમમાં આજે ફોરેન્સિક બાયોલોજીનો પ્રથમ લેક્ચર હોવાથી તેની બેઝિક માહિતી આપી.થોડાં પ્રશ્નો પૂછ્યાં સરે એટલે વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા.લેક્ચર પત્યો એટલે બ્રેક પડી. બ્રેકમાં બધાં કેન્ટીનમાં નાસ્તો કરવાં જતાં હતાં.

દિપમ અને હયાન મસ્તી કરતાં હતાં. દિપમ હયાનને મારવાં પાછળ દોડ્યો એટલે હયાન દોડવા લાગ્યો. હયાનનું ધ્યાન ના રહ્યું એટલે આગળ જતી રાહી જોડે ટકરાયો.હયાનના હાથમાં ખુલ્લી પાણીની બોટલ હતી એટલે બધું પાણી રાહી પર ઢોળાઈ ગયું.

રાહી પડવાં જ જતી હતી ત્યાં હયાને એનો હાથ પકડીને બચાવી લીધી.એક મિનિટ માટે તો હયાન પણ એની સુંદરતામાં ખોવાઈ ગયો.રાહીને બહુ ગુસ્સો આવ્યો.એ તો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી.

"રાહી તું ઠીક છે ને?"તાશા બોલી.

"સોરી,સોરી માફ કરજો મારું ધ્યાન ના રહ્યું ને ટકરાઈ ગયો.તમને વાગ્યું તો નથી ને?"હયાને પૂછ્યું.

"હા તો ધ્યાન રાખવું જોઈએ ને મારાં કપડાં પલળી ગયાં હવે મારે શું કરવાનું અને વાગી ગયું હોત તો મને."રાહી ગુસ્સામાં બોલી.

"આઈ એમ રિઅલી વેરી વેરી સોરી.હવે ધ્યાન રાખીશ."હયાને શાંતિથી જવાબ આપ્યો.

"આજે જવા દઉં છું ફરીવાર આવું થયું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય."રાહી ગુસ્સામાં બોલી.

"જવા દે ને હવે કે તો છે કે ભૂલથી ટકરાઈ ગયો આપણે મોડું થાય છે ચાલ."તાશા બોલી.

"ખબર પડવી જોઈએ ને એને."રાહી બોલી.

"મારી ભૂલ હતી હું એને મારવાં દોડ્યો હતો એટલે અમે બંને માફી માંગીએ છીએ."દિપમ બોલ્યો.

"હા, ઓકે ફરીવાર આવી ભૂલ ના થવી જોઈએ."રાહી બોલીને જતી રહી.

"યાર કેટલી જોરદાર લાગે છે.ગુસ્સામાં તો વધારે જ મસ્ત લાગી રહી હતી.આય હાય શું અદા છે.હું તો પીગળી ગયો."દિપમ બોલ્યો.

"એ આશીક બસ કર હવે હો."હયાને ટપલી મારીને દિપમને કીધું.

એટલામાં રોહન,નિયા અને નિર્વી આવી ગયા.દિપમે એમને આ ઇન્સિડેન્સ વાત કરી એટલે બધાં હસવા લાગ્યા.સાથે મળીને પછી બધાં કેન્ટીનમાં ગયા.નાસ્તો કરીને ફરી પાછાં ક્લાસરૂમમાં આવી ગયા.બે લેક્ચર પછી કોલેજ છૂટી ગઈ.રાહી અને તાશા ઘરે ગયાં.હયાન અને તેનું ગ્રુપ શોપીંગ કરવા માટે ગયા.શોપીંગ કરીને જમીને છૂટા પડયાં.

આમ જ જોત જોતામાં ફ્રેશર પાર્ટીનો દિવસ આવી ગયો...

આજે સોમવાર હતો.ફ્રેશર પાર્ટીનો ટાઈમ થઈ ગયો હોવાથી વારાફરતી એક પછી એક બધાં આવવાં લાગ્યા. રોહન બ્લૂ જીન્સ અને વાઈટ શર્ટ, બ્લૂ બ્લેઝર પહેરીને આવ્યો હતો. નિયા બ્લેક વનપીસ પહેરીને આવી હતી.નિર્વી ગોલ્ડન વન પીસમાં સુંદર લાગી રહી હતી.દિપમ બ્લેક જીન્સ અને યલો શર્ટમાં મસ્ત લાગી રહ્યો હતો.આ ચાર આવી ગયા હતા.

થોડીવાર રહીને હયાન આવ્યો.હયાનનાં આવતાં જ બધી છોકરીઓ એની તરફ જોવાં લાગી.

રેડ શર્ટ,બ્લેક બ્લેઝર,બ્લેક જીન્સ,એક્સાઈડ સરખી રીતે ઓળાવેલાં વાળ,પુમાના શૂઝ,હાથમાં જી શોકની ઘડિયાળ.આજે રણબીર કપૂરથી કમ નહોતો લાગી રહ્યો હયાન.જાણે બધી છોકરીઓના સપનાનાં રાજકુમાર જેવો લાગી રહ્યો હતો.

"લો આપણા હીરો આવી ગયા."દિપમ બોલ્યો અને એણે હાથ ઊંચો કરીને હયાનને બોલાવ્યો.હયાન તેમની પાસે આવ્યો.

"વાહ,શું વાત છે આજે કોઈને પટાવવાનો ફુલ પ્લાન લાગે છે હયાન."નિયાએ હયાનની મશ્કરી કરતાં કહ્યું.

"ના રે ના આપણને એ બધું ના ફાવે છોકરીઓથી દૂર જ સારા."હયાન બોલ્યો.

"પણ છોકરીઓ તારાથી દુર નથી રહેતી એનું શું ભાઈ આ જો મોટાભાગે બધી તને જ જોઈ રહી છે."રોહન બોલ્યો.

"જોવાં દે ને મારે શું."હયાન બોલ્યો.

"એ જો તારો હયાન આવી ગયો."પ્રાચી બોલી.

"વાઉ યાર શું લાગી રહ્યો છે આજે મસ્ત."તનુ બોલી.

"પ્લીઝ,શટ અપ એ ફકત મારો જ છે તમારે એનાં પર નજર નાખવાની જરૂર નથી નહીં તો ખબર છે ને."રીયા ગુસ્સે થતાં બોલી.

રીયા એટલે શહેરનાં મોટાં રાજકારણી માનવ દેશમુખની દિકરી.નાનપણથી જ લાડકોડથી ઉછરેલી હતી એટલે સ્વછંદી અને ઘમંડી હતી.રિયાને હયાન ગમતો હતો એટલે એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે હયાનને પામીને જ રહીશ.

"અરે બેબી,ચિંતા ના કર એ ફકત તારો જ છે અને આમ પણ તું આટલી સુંદર છે કે તારો થઈ જ જશે."પ્રાચી બોલી.

"હા,આમ પણ એને થવું જ પડશે."રીયા બોલી.

"નહીં થાય તો તું શું કરીશ?"પ્રાચી બોલી.

"ના કેમ થાય એ મારી જીદ છે જે હું પુરી કરીને જ રહીશ."રીયા બોલી.

"આમપણ તારે જે જોઈએ એ જોઈએ જ છે માટે એ તારો થઈને જ રહેશે."તનુ બોલી.

"હા હવે એ તો થવાનું જ છે."રીયા બોલી.







રીયા હયાનની જીંદગીમાં શું તોફાન લઈને આવશે ? કેવી રહેશે ફ્રેશર પાર્ટી ? કેવી હશે રાહીની એન્ટ્રી ?હયાન અને રાહી ફ્રેન્ડ બનશે કે દુશ્મન?

જાણવા માટે જોડાઈ રહો મારી સાથે...


Next part will be published soon.....

✍️✍️✍️
Hemani Patel