BHAAGY NI DEVI books and stories free download online pdf in Gujarati

ભાગ્યની દેવી

ભાગ્ય ની દેવી

ઘણા વર્ષો ની જૂની વાત છે. ગ્રીસ નાં સુંદર રમણીય પ્રાકૃતિક સોંદર્ય ધરાવતા આર્ગોસ નાં એક નાનકડા ગામ માં એક ખેડૂત નો પરિવાર રહેતો હતો. ખેડૂત ને બે દીકરી અને ત્રણ દીકરાઓ .જેમાં સૌથી નાનો એડરીન. અત્યંત રૂપાળો અને સોહામણો....

ફિલિપ આખો દિવસ ખેતી કરે.ખુબ પુરુષાર્થ કરી ઘેર આવે ને તેના નાના બાળકો ને ખુબ વહાલ કરે ને રમાડે. એડરીન તેને સૌથી વધુ વહાલો હતો. આમ પણ એડ્રીન તેના ભાઈ બહેનો થી થોડો અલગ હતો. તેના ભાઈ બહેનો પિતા ને ખેતી માં મદદ કરાવે ,જયારે એડરીન તીરંદાજી ,શિલ્પકલા અને સાહિત્ય માં રચ્યો પચ્યો રહેતો. ફિલિપ બાળકો ને સંઘર્ષ ને પુરુષાર્થ ની વાતો કરે જયારે એડરીન તેની દાદી માં પાસે વાર્તાઓ સાંભળતો .

એડરીન ને તેના દાદી ઈવા રોજ વાર્તા સંભળાવે. જેમાં ભાગ્ય ની દેવી ની વાર્તા એડ્રીન ને ખુબ જ ગમતી. ઈવા હમેશ કહેતા “એડરીન, જયારે સુતા પહેલા તું જે ઈચ્છા પ્રગટ કરશે તે રાત્રે ભાગ્ય ની દેવી તારા પર મેહરબાન થઇ જરૂર પૂરી કરશે. બસ...ત્યારથી એડરીન નો એ નિત્યક્રમ થઇ ગયો. એ સુતા પહેલા તેના શોખ,સપનાઓ ને વાગોળતો ને ઈશ્વર નું નામ લઇ સુઈ જતો. તેને એક જ આશ હતી જરૂર એક દિવસ ચમત્કાર થશે...

કેહવાય છે ને સમય જતા બહુ વાર નથી લાગતી. એડરીન હવે જુવાન થયો તેના બે મોટા ભાઈ ને એક બહેન નાં લગ્ન પણ થઇ ગયા. તેનો સોહામણો ચહેરો ને શરીર સૌષ્ઠવ જાણે કોઈ રાજકુમાર જેવા લાગતા હતા. ભલભલી સ્ત્રીઓ ને આકર્ષિત કરે એવું એડ્રીન નું વ્યક્તિત્વ હતું. એડરીન ને ખેતી ને લગત બીજ નો વ્યવસાય સંભાળી લીધો . ધીમેં ધીમે સમય વીતતો ગયો. એક દિવસ...

આર્ગોસ રાજ્ય માં મોટા સમારોહ નું આયોજન થયું. એડરીન પણ એમાં જોડાયો. આટલા મોટા સમારોહ નું આયોજન મહા મંત્રી કોલીન નાં શિરે હતું. દેશ-વિદેશ થી આવતા મેહમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. સમારોહ રંગે ચંગે ચાલી રહ્યો હતો. એડરીન પોતાના બીજ ને લગતા પ્રદર્શન માં અન્ય વ્યાપારી સાથે જોડાયો હતો. સમારોહ નાં અતિથી વિશેષ તરીકે રાજપરિવાર હતું. મહારાજા થીસસ અને તેની પરિવાર સમાંરોહ માં પધાર્યું. રાજકુમારી એલિના ની સવારી મુખ્ય માર્ગ પર થી નીકળી. સંજોગોવશાત રાજકુમારી એલિના ની નજર એડરીન પર પડી. આવો સોહામણો પુરુષ જોઈ એ જાણે મુગ્ધ બની ગઈ. એડરીન ની આંખો એલિના સાથે મળી તેને પણ આવી સુંદર સ્ત્રી અગાઉ ક્યારેય જોઈ નોહતી .પણ એડરીન ને પોતાની મર્યાદા સમજી નજર ઝુકાવી . હજુ એલિના તેને એકીટશે જોઈ રહી હતી. આખરે સમારોહ પૂર્ણ થયો. એડ્રીન પોતાના ગામ માં પાછો ફર્યો.

આ બાજુ રાજકુમારી એલીના નાં મન માંથી એડરીન હટતો નાં હતો. વાત છેક મહારાજા થીસસ સુધો પહોચી . થીસસે તાબડતોબ સેનીકો ને બોલાવી એલિના સાથે ભેટ કરી. એલિના ને આખા બનાવ નું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું અને એલિનાએ એડરીન સાથે જ પરણવાની જીદ કરી. એલિના મહારાજા થીસસ ની એક માત્ર પુત્રી હતી એકબાજુ પુત્રી ની મહેચ્છા ને બીજી બાજુ આવડા મોટા સામ્રાજ્ય ને સાંભળી શકે એવો યોગ્ય વારસદાર શોધવો ..થીસસ ખુબ ચિંતા માં પડ્યા.

તેને મહામંત્રી કોલીન ને બોલાવ્યા ને રાજકુમારી ની જીદ વિષે જાણ કરી. ખુબ વિચાર-વિમર્શ ને અંતે કોલીને મહારાજ ને એક ઉપાય સૂચવ્યો. બીજા જ દિવસે એડરીન ને શોધવા સિપાહીઓ ને દોડાવવામાં આવ્યા. આખરે

ભાગ્ય ની દેવી

ઘણા વર્ષો ની જૂની વાત છે.ગ્રીસ નાં સુંદર રમણીય પ્રાકૃતિક સોંદર્ય ધરાવતા આર્ગોસ નાં એક નાનકડા ગામ માં એક ખેડૂત નો પરિવાર રહેતો હતો. ખેડૂત ને બે દીકરી અને ત્રણ દીકરાઓ .જેમાં સૌથી નાનો એડરીન. અત્યંત રૂપાળો અને સોહામણો....

ફિલિપ આખો દિવસ ખેતી કરે.ખુબ પુરુષાર્થ કરી ઘેર આવે ને તેના નાના બાળકો ને ખુબ વહાલ કરે ને રમાડે. એડરીન તેને સૌથી વધુ વહાલો હતો. આમ પણ એડ્રીન તેના ભાઈ બહેનો થી થોડો અલગ હતો. તેના ભાઈ બહેનો પિતા ને ખેતી માં મદદ કરાવે ,જયારે એડરીન તીરંદાજી ,શિલ્પકલા અને સાહિત્ય માં રચ્યો પચ્યો રહેતો. ફિલિપ બાળકો ને સંઘર્ષ ને પુરુષાર્થ ની વાતો કરે જયારે એડરીન તેની દાદી માં પાસે વાર્તાઓ સાંભળતો .

એડરીન ને તેના દાદી ઈવા રોજ વાર્તા સંભળાવે. જેમાં ભાગ્ય ની દેવી ની વાર્તા એડ્રીન ને ખુબ જ ગમતી. ઈવા હમેશ કહેતા “એડરીન, જયારે સુતા પહેલા તું જે ઈચ્છા પ્રગટ કરશે તે રાત્રે ભાગ્ય ની દેવી તારા પર મેહરબાન થઇ જરૂર પૂરી કરશે. બસ...ત્યારથી એડરીન નો એ નિત્યક્રમ થઇ ગયો. એ સુતા પહેલા તેના શોખ,સપનાઓ ને વાગોળતો ને ઈશ્વર નું નામ લઇ સુઈ જતો. તેને એક જ આશ હતી જરૂર એક દિવસ ચમત્કાર થશે...

કેહવાય છે ને સમય જતા બહુ વાર નથી લાગતી. એડરીન હવે જુવાન થયો તેના બે મોટા ભાઈ ને એક બહેન નાં લગ્ન પણ થઇ ગયા. તેનો સોહામણો ચહેરો ને શરીર સૌષ્ઠવ જાણે કોઈ રાજકુમાર જેવા લાગતા હતા. ભલભલી સ્ત્રીઓ ને આકર્ષિત કરે એવું એડ્રીન નું વ્યક્તિત્વ હતું. એડરીન ને ખેતી ને લગત બીજ નો વ્યવસાય સંભાળી લીધો . ધીમેં ધીમે સમય વીતતો ગયો. એક દિવસ...

આર્ગોસ રાજ્ય માં મોટા સમારોહ નું આયોજન થયું. એડરીન પણ એમાં જોડાયો. આટલા મોટા સમારોહ નું આયોજન મહા મંત્રી કોલીન નાં શિરે હતું. દેશ-વિદેશ થી આવતા મેહમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. સમારોહ રંગે ચંગે ચાલી રહ્યો હતો. એડરીન પોતાના બીજ ને લગતા પ્રદર્શન માં અન્ય વ્યાપારી સાથે જોડાયો હતો. સમારોહ નાં અતિથી વિશેષ તરીકે રાજપરિવાર હતું. મહારાજા થીસસ અને તેની પરિવાર સમાંરોહ માં પધાર્યું. રાજકુમારી એલિના ની સવારી મુખ્ય માર્ગ પર થી નીકળી. સંજોગોવસાત રાજકુમારી એલિના ની નજર એડરીન પર પડી. આવો સોહામણો પુરુષ જોઈ એ જાણે મુગ્ધ બની ગઈ. એડરીન ની આંખો એલિના સાથે મળી તેને આવી સુંદર સ્ત્રી અગાઉ ક્યારેય જોઈ નોહતી .પણ એડરીન ને પોતાની મર્યાદા સમજી નજર ઝુકાવી . હજુ એલિના તેને એકીટશે જોઈ રહી હતી. આખરે સમારોહ પૂર્ણ થયો. એડ્રીન પોતાના ગામ માં પાછો ફર્યો.

આ બાજુ રાજકુમારી એલીના નાં મન માંથી એડરીન હટતો નાં હતો. વાત છેક મહારાજા થીસસ સુધો પહોચી . થીસસે તાબડતોબ સેનીકો ને બોલાવી એલિના સાથે ભેટ કરી. એલિના ને આખા બનાવ નું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું અને એલિનાએ એડરીન સાથે જ પરણવાની જીદ કરી. એલિના મહારાજા થીસસ ની એક માત્ર પુત્રી હતી એકબાજુ પુત્રી ની મહેચ્છા ને બીજી બાજુ આવડા મોટા સામ્રાજ્ય ને સાંભળી સકે એવો યોગ્ય વારસદાર શોધવો ..થીસસ ખુબ ચિંતા માં પડ્યા.

તેને મહામંત્રી કોલીન ને બોલાવ્યા ને રાજકુમારી ની જીદ વિષે જાણ કરી. ખુબ વિચાર-વિમર્શ ને અંતે કોલીને મહારાજ ને એક ઉપાય સૂચવ્યો. બીજા જ દિવસે એડરીન ને શોધવા સિપાહીઓ ને દોડાવવામાં આવ્યા. આખરે એડરીન ની ભાળ મળી ગઈ . મહારાજ થીસસ પોતે મહામંત્રી કોલીન સાથે આ નાનકડા ગામ મા પહોચ્યા . એડરીન નાં કુબા જેવડા ઘર માં પ્રવેશતા મહારાજ ને જરા સંકોચ થયો. એડરીન ને જોતા જ થોડી ક્ષણ માટે મહારાજ પોતાનો નિર્ણય ભૂલી ગયા. પણ ભારે મક્કમતા થી થીસસે કોલીન સામે જોયું. મહામંત્રી એ સમારોહ માં ગેરશિસ્ત બદલ એડરીન ને ત્રણ વર્ષ માટે દેશવટા ની સજા સંભળાવી. ફિલિપ નાં પગ તળે થી જાણે ધરતી સરકી ગઈ. કારણ કે એને પોતાના વહાલા પુત્ર પર પૂરો વિશ્વાસ હતો કે એ ક્યારેય ખોટું નાં કરે. પણ .... આ તો રાજ્યાદેશ.... આ તરફ એડરીન નાં ચહેરા પર ચિંતા ની એક પણ લકીર નાં હતી. એની આસ્થા હજુ ડગી નહોતી. એને ભાગ્ય ની દેવી પર પૂરો વિશ્વાસ હતો. હવે તો કાળ શું ઈચ્છે છે એ જ જોવાનું રહ્યું.....

એડરીન બીજા જ દિવસે ગામ માંથી વિદાય લીધી. તેના પરિવાર અને મિત્રો એ તેને ભારે હદયે વિદાય આપી. તેની વૃદ્ધ દાદી એ તેના માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. બસ્સો માઈલ દુર રાજ્ય ની સરહદ ઓળંગતા નવો ટાપુ નો પ્રદેશ આવ્યો મેડીટશ.... એડરીન નાં મન માં હવે એક જ વિચાર હતો...આજ સમય છે નવું જાણવાનો ને શીખવાનો...નવો પ્રદેશ, નવા લોકો, નવા રીતિરીવાજો...પણ હસમુખો ને સોહામણો એડરીન બધા સાથે એવી રીતે ભળી ગયો કે જાણે આજ પ્રદેશ નો વતની હોઈ...તેને શિલ્પ કારીગીરી શીખી ને ઘણી મૂર્તિઓ બનાવી. ઘોડેસવારી,તલવારબાજી ને તીરંદાજી માં એ નિપુણ થઇ ગયો. ભરપુર સાહિત્ય વાંચ્યું. નવરાશ ની પળો માં એ ઘોડે સવારી કરી પર્વતો તરફ જતો ને પ્રકૃતિ માં જાણે ખોવાઈ જતો. રોજ એ નિત્યક્રમ પ્રમાણે ભાગ્ય ની દેવી નું આહ્વાહન જરૂર કરતો. તેના ઘણા ખરા સપનીઓ જાણે પુરા થઇ રહ્યા હતા. અને વર્ષો ક્યારે પુરા થવા લાગ્યા એ એડરીન ને ખબર નાં રહી. હવે તેનો દેશવટાનો સમય પૂરો થવાનો સમય આવ્યો. તેને આ પ્રદેશ મૂકી ને જવાની ઈચ્છા નાં હતી...પરંતુ અચાનક એક દિવસ....

તેની સમક્ષ મહામંત્રી કોલીન પ્રગટ થયા .એની સાથે એક ગુપ્તચર પણ હતો. જે સમગ્ર ત્રણ વર્ષ દરમિયાન તેની ગતિવિધિ પર નજર રાખતો હતો. થોડી વાર માં મહારાજ થીસસ પણ પધાર્યા . મહામંત્રી કોલીને મહારાજ ને સમગ્ર હકીકત કહી સંભળાવી. મહારાજ એડરીન તરફ આગળ વધ્યા ને તેની પીઠ થબથબાવી અને એડરીન ને આર્ગોસ નાં ભવિષ્ય નાં રાજા તરીકે ઘોષિત કર્યા. એડરીન ને આ બધું સમજાયું નહિ. આ સમગ્ર હકીકત છેવટે મહામંત્રી કોલીને સમજાવી. મહારાજ તો કોલીન ને જોતા જ પસંદ કરી ચુક્યા હતા. પરંતુ આ તેની પરીક્ષા હતી. જેમાં એ સફળ થયો હતો.

એડરીન અને તેના પુરા પરિવાર ને આર્ગોસ લઇ જવામાં આવ્યા. એલીના એડરીન ને ખુબ પસંદ હતી...પણ એક નાનો ખેડૂતપુત્ર આ કહી શકે એવી એની શું વિસાત ?....પણ ભાગ્ય ની દેવી એ આજે અશક્ય ને શક્ય કરી બતાવ્યું હતું. એડરીન અને એલિના નાં લગ્ન ખુબ ધામધૂમ થી થયા. એડરીન ની નજર ખુલ્લા આસમાન તરફ હતી. ..જાણે ભાગ્ય ની દેવી તેના પર પુષ્પવર્ષા કરી રહી હતી.

- ડૉ .બ્રિજેશ મુંગરા.