Vishvas - 13 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ - ભાગ-13

(આપણે આગળ ના ભાગ માં જોયું કે માધવ તેના પપ્પા ને માનવી લે છે અને રાધિકા ના મનમાં છુપાયેલી લાગણીઓ પણ બહાર લાવવામાં સફળ રહે છે પણ તેમ છતાં રાધિકા લગ્ન માટે માનતી નથી ગોપાલભાઈ સમજાવે છે છતાં તે માનતી નથી , ગોપાલભાઈ પર કોઈ નો ફોન આવે છે અને તેમને હાર્ટએટેક આવે છે.હવે આગળ...)

ભાગ -13 રાધિકા ના લગ્ન

રાધિકા ખુબ ચિંતામાં આવી જાય છે કઈ ન સમજતા તે માધવ ને ફોન કરે છે,માધવ તરત જ દવાખાને પહોંચી જાય છે.

રાધિકા અને મીનાબહેન ખુબ દુઃખી હોય છે માધવ તેમને ધીરજ રાખવાનું કહે છે પણ ગોપાલભાઈની હાલત જોઈને માધવ ને પણ ચિંતા થતી હોય છે.

ગોપાલભાઈનું ઓપરેશન કરવામાં આવે છે જે સફળ નીવડે છે પણ ડોક્ટર નું કહેવું છે કે તેમને ખુબ મોટો આઘાત લાગ્યો છે તેથી તેમાંથી બહાર નથી આવતા એટલાંમાં માધવ ના મમ્મી પપ્પા આવે છે માધવ ને થોડુંક અચરજ થાય છે કારણકે એને તો ફોન કર્યો નહોતો તો એ લોકોને કઈ રીતે ખબર પડી તેથી પૂછે છે,

મમ્મી પપ્પા તમને કઈ રીતે ખબર પડી?

"અમે એમના ઘરે મળવા ગયા હતા તો ત્યાંથી ખબર પડી કે ગોપાલભાઈને અહીં લાવ્યા છે".એમ માધવ ના પપ્પાએ કહ્યું.

થોડા સમય પછી ડોક્ટર મળવા જવાની મંજૂરી આપે છે એટલે બધા વારાફરતી મળવા જાય છે.

માધવ ના મમ્મી પપ્પા પણ મળવા જાય છે એ લોકો ગોપાલભાઈની માફી માંગે છે એમાં બન્યું તું એવું કે માધવ ના મમ્મી રમાબેન ને તેના પપ્પા રાધિકા વિષે જણાવે છે અને બધી વાત જાણ્યા પછી રમાબેનને ખુબ ગુસ્સો આવે છે અને તે ગોપાલભાઈને ફોન કરીને ઘણું બધું ખરું ખોટું સંભળાવે છે જે એમનાથી સંભળાતું નથી અને તેમને એટેક આવે છે.

હરેશભાઈ રમાબેન પર ખુબ ગુસ્સે થાય છે અને ચોખ્ખા શબ્દો માં કહી દે છે કે માધવ રાધિકા શિવાય બીજી કોઈ સાથે લગ્ન નહિ કરે અને એટલા માટે એ લોકો ગોપાલભાઈની માફી માંગવા માટે તેમના ઘરે ગયા હતા ત્યાંથી તેમને ખબર પડી કે તેમને એટેક આવવાના કારણે દવાખાને લઇ ગયા છે તેથી એ લોકો અહીં આવ્યા.

રમાબેન ગોપલભાઈની માફી માંગે છે અને હરેશભાઈ તો કહી દે છે કે માધવ અને રાધિકા ના લગ્ન કરાવી દઈએ તેથી ગોપાલભાઈ જલ્દી સારા થઇ જાય છે અને રાધિકા પણ ગોપાલભાઈની તબિયત ને કારણે ના નથી પડી શક્તી.

ગોપાલભાઈ ને દવાખાનામાંથી રજા મળતા રાધિકા ના મમ્મી પપ્પા ને બોલાવી ને બધી વાત કરવામાં આવે છે અને બધાની હાજરી માં સાદાઈ થી રાધિકા અને માધવ ના લગ્ન કરાવાય છે
બધું જ ખુબ જલ્દીમાં બની જાય છે તેથી કોઈને કઈ પણ વિચારવાનો સમય મળતો નથી.

રાધિકા ધીરે ધીરે સાસરી ના વાતાવરણ માં ભળી જાય છે અને બધાની લાડકી બની જાય છે એમાં હરેશભાઈ તો એના વખાણ કરતા નથી થાકતા પણ રમાબેન તેનાથી ક્યારેય ખુશ ન થતા રાધિકા ને ખુબ દુઃખ થતું પણ એવું વિચારતી કે સમય જતા બધું સારું થઇ જશે.

રમાબેન ના સપના ધૂળ માં મળી ગયા તે બહારથી હસતા પણ અંદર તો જાણે તોફાન ઉમટ્યું હતું ખુબ ગુસ્સો આવતો હોય છે પણ માધવ ના કારણે ચુપ હોય છે પણ તેમને રાધિકાથી છુટકારો મેળવવો હોય છે તેથી મન માં ને મન માં એક યોજના ઘડી કાઢે છે.


હવે રાધિકાનું શુ થશે?

રામબેન શુ કરશે?

જાણવા માટે જોડાયેલા રહો.....

ક્રમશઃ