Adhuri Puja - 12 books and stories free download online pdf in Gujarati

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ - ૧૨

ભાગ - ૧૨
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પ્રમોદે, દિવ્યાને તેની અઘટિત વાત, અને માંગણીનો જવાબ આપવો ન પડે, એટલે પ્રમોદે બે ત્રણ દિવસથી દિવ્યાની ઓફિસે કામ પર જવાનું બંધ કર્યું છે.
અત્યારે પ્રમોદ, બરાબરનો ભરાયો છે, દિવ્યાને કારણે તે ઓફિસ જઈ નથી શકતો, અને આગળ પણ એ દિવ્યાની કંપની પર તો નથીજ જઈ શકવાનો, પ્રમોદને નોકરી તો બદલવી જ પડશે.
પરંતુ,
પ્રમોદને અત્યારે નોકરીની તો જરાય ચિંતા નથી, કે પછી આ બે ત્રણ દિવસથી તે નોકરી જતો નથી ને ઘરે જ છે, તો ઘરમાં પણ એને કોઈ આ બાબતે પૂછે એવુંય કોઈ નથી.
પ્રમોદ ને ચિંતા એકજ વાતની છે કે, કોઈપણ ભોગે દિવ્યા એને એટલો આસાનીથી છોડશે નહીં,
કેમકે, પ્રમોદ હવે દિવ્યા ને સારી રીતે જાણી ગયો છે કે,
દિવ્યા બહુ ઈગો વાળી, અને નીચ તેમજ હલકા વિચારો વાળી છે, એ મને આજ નહી તો કાલે, પાઠ ભણાવ્યા વિના નહિ રહે.
હા પણ,
દિવ્યા મને પાઠ ભણાવવા શું કરશે ? એ હું નથી જાણતો, પરંતુ
હવે એ મારું લોહી પાણી એક જરૂર કરી નાખશે.
દિવ્યાનો બદલો, જેવો તેવો તો નહી જ હોય.
ગણતરીના દિવસોમાંજ એ મને ધોળે દિવસે તારા ચોક્કસ બતાવશે.
આ બાજુ ગુસ્સામાં સમસમી રહેલી દિવ્યા,
બે ત્રણ દિવસ તો પ્રમોદની રાહ જોવામાં કાઢી નાખે છે, ને
બે ત્રણ દિવસના અંતે,
દિવ્યા તેના અસલી રૂપમાં આવી જાય છે.
દિવ્યા હવે પ્રમોદ સામે, બદલાની ભાવના સાથે આક્રમક થઈ, તેના માણસો દ્વારા પ્રમોદની તપાસ કરાવડાવે છે.
દિવ્યા તેના માણસો દ્વારા તપાસ કરાવે છે કે,
પ્રમોદ ક્યાં રહે છે ?
તેનું ઘર કેવું છે ?
ઘરમાં કેટલા સભ્યો છે ?
એ લોકો શું કરે છે ? અને
પ્રમોદ પોતે આજકાલ ક્યાં છે ? અને શું કરે છે ?
થોડા સમયમાંજ દિવ્યાના માણસો, પ્રમોદની પુરેપુરી તપાસ કરી,
પ્રમોદ વિશે દિવ્યાએ મંગાવેલ પૂરી માહિતી લઈ દિવ્યા સમક્ષ હાજર થઈ જાય છે.
દિવ્યાના માણસો દિવ્યાને જણાવે છે કે,
પ્રમોદ આજકાલ, કંઈ જ કામ-ધંધો કરતો નથી, અને તે ઘરે જ છે.
એનું નાનું એવું ઘર એક ચાલી જેવી વસ્તીમાં આવેલું છે.
તેના પરિવારમાં,
એક દીકરી છે, જેનું નામ પૂજા છે, અને તે એક જીમમાં જોબ કરે છે. પ્રમોદને એક દીકરો પણ છે, તેનું નામ વિનોદ છે, જે હજી સ્કૂલમાં ભણે છે. ભણવાનું તો એના માટે, માત્ર નામ પુરતું જ છે, બાકી વિનોદ બધી વાતે પૂરો છે.
વિનોદ એક નંબરનો રખડેલ ટાઈપનો, ને ઉડાઉ છે.
દિવ્યાને, પોતાના માણસો એ પ્રમોદ વિશે આપેલ આ માહિતી સાંભળતા જ,
પ્રમોદને પાઠ ભણાવવા માટે, દિવ્યાના મગજમાં એક પ્લાન આવે છે.
દિવ્યાના એ પ્લાન મુજબ, તે પોતાનું કામ પણ કઢાવી શકે, ને પ્રમોદને સરખો પણ કરી શકે.
દિવ્યા પ્લાન એવો બનાવે છે કે, કોમામાં ગયેલ પોતાના પતિને હોસ્પીટલમાંજ મારવાનું જે કામ, પહેલા પ્રમોદ પાસે કરાવવાનું હતું, તે કામ દિવ્યા થોડાકજ પૈસાની લાલચ આપીને, તે કામ પ્રમોદના રખડેલ દીકરા વિનોદ પાસે કરાવી લે છે, અને હોસ્પીટલમાં દિવ્યાના પતિને ઝહેર આપી રહેલ વિનોદનો વિડીયો પણ ઉતારી લે છે.
પછી દિવ્યા તે વિડિયો, એક પેન ડ્રાઈવમાં મૂકી, એ પેન ડ્રાઇવ ઈશ્વર ભાઈને આપે છે, ને ઈશ્વરભાઈને કહે છે કે,
દિવ્યા :- ઈશ્વરભાઈ, આ પેન ડ્રાઇવ પ્રમોદને આપજો, કંપનીનો હિસાબ છે એમા, આતો બે ત્રણ દિવસથી એ ઓફિસ આવતો નથી તો, આ કામ થોડું અરજન્ટ હતું એટલે, અને હા પ્રમોદને કહેજો કે, પેન-ડ્રાઈવ જોઈ મને ફોન કરે.
ઈશ્વરભાઈ, એ દિવસે પ્રમોદના ઘરે દિવ્યાએ આપેલ પેન-ડ્રાઈવ આપવા આવે છે.
પ્રમોદને જોતાજ ઈશ્વરભાઈને દાળમાં કંઈ કાળુ હોય તેવું લાગે છે.
પરંતુ, અત્યારે તેઓ વધારે કંઈ બોલતા નથી.
સામે, ઈશ્વરભાઈ સામે અત્યારે પ્રમોદમાં કંઈ બોલવા માટેની હિંમત પણ ન હતી.
એટલે ઈશ્વરભાઈ પણ કંઈ બોલ્યા-ચાલ્યા સિવાય, પ્રમોદના ઘરેથી નીકળી જાય છે.
ઈશ્વરભાઈના જતા, પ્રમોદ ફટાફટ પેલી પેન-ડ્રાઈવ કોમ્પ્યુટરમાં લગાવે છે, પહેલાતો પ્રમોદને એમ હતું કે,
પેન-ડ્રાઈવમાં તેની ને દિવ્યાની અંગત પળો હશે, પરંતુ...
પ્રમોદને અત્યારે એ વાતનુંય ભાન નથી કે, અંગત પળોની વિડિયો ક્લિપમાં તો, તેના કરતાં વધારે બદનામી દિવ્યાની થાય.
પરંતુ, પેન ડ્રાઈવ ભરાવતાજ,
કોમ્પુટર સ્ક્રીન પર, જેવું પિકચર આવે છે,
એ વિડીયો જોતાજ, પ્રમોદ પૂરેપૂરો ટેન્શનમાં આવી જાય છે.
પ્રમોદના પહોંચ બહારની આ વાત હતી, પ્રમોદ વિચારીજ ના શક્યો કે, દિવ્યા આટલી હદે જશે. ને...
હું દિવ્યાનું જે કામ નથી કરવા માંગતો, તે કામ દિવ્યા પોતાના દીકરા વિનોદ પાસે કરાવશે.
આવું તો પ્રમોદે, સપનાંમાં પણ વિચાર્યુ ન હતું.
પણ આ તો, દિવ્યા જેનું નામ.
પ્રમોદ ને હવે શું કરવું ? એની કંઈજ ખબર નથી પડી રહી.
અંતે, પ્રમોદ વ્યાકુળ થઈ,
દિવ્યાએ, ઈશ્વરભાઈ સાથે જે કહેવડાવ્યું હતું તે પ્રમાણે,
પ્રમોદ વિડિયો જોઈ, દિવ્યાને ફોન લગાવે છે.
વધુ ભાગ ૧૩ માં