One unique biodata - 13 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) - ભાગ-૧૩


નિત્યા સવારે વહેલા ઉઠી નાહી-ધોઈને નાસ્તો કરીને ટીવી જોતી હતી.

"જલ્દી તૈયાર થઈ જા તારે જવાનું નથી"કમિનીબેને પૂછ્યું.

"આજ તો રવિવાર છે આજે ક્યાં જવાનું છે?"જીતુભાઈને ખબર ન હતી કે નિત્યાને દેવના ઘરે જવાનું છે એટલે એમને પૂછ્યું.

"દેવના ઘરે જવાનું છે.એના સાસુમાં એની રાહ જોતા હશે"કામિનીબેને મજાક કરતા કહ્યું.

"મમ્મી"નિત્યા ગુસ્સામાં જોરથી બોલી.

"ચાલ હું એ બાજુ જ જાઉં છું.તને મુકતો જઉં"જીતુભાઇ બોલ્યા.

નિત્યાની મમ્મીને એના માટે દેવ બહુ ગમતો હતો એટલે એ નિત્યાને આવું કઈક બોલીને ચીડવતા હતા.પણ નિત્યાના મનમાં દેવ માટે હજી એવી કોઈ ફીલિંગ્સ હતી નહીં. કે કદાચ હતી પણ એના વિશે નિત્યાને પણ જાણ ન હતી.

નિત્યા ગ્રે ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને તૈયાર થઈ ગઈ.એના વાળ હમણાં જ ધોયેલા હતા તેથી તેને હાફ પોની વાળી હતી.હાથમાં વોચ પહેરીને તૈયાર થઈને એના પપ્પા સાથે નીકળતી જ હતી એટલામાં કામિનીબેન આવ્યા અને બોલ્યા,"ઉભી રે નિત્યા,આ લેતી જા"

"આ શું છે"

"દેવના ફેવરિટ બ્રેડ પકોડા"

"ઓહ,આ ક્યારે બનાવી દીધા?"

"મારા જમાઈને ભાવે છે તો ફટાફટ બનાવી દીધા"કામિનીબેન નિત્યાને હેરાન કરતા બોલ્યા.

"મમ્મી તને બીજું કશું આવડતું નથી"નિત્યા અકળાઈને બોલી અને એના પપ્પાની સાથે નીકળી ગઈ.

નિત્યા દેવના ઘરે પહોંચી અને ડોરબેલ વગાડ્યો.

"નિત્યા,આવ આવ અંદર આવ"સ્મિતા દરવાજો ખોલતા જ બોલી.

"સ્મિતા દી,વોટ અ સરપ્રાઇઝ"નિત્યા સ્મિતાને હગ કરતા બોલી.

"કાલે તને અહીંયા આવવા માટે ઇનવાઈટ કર્યા પછી મેં સ્મિતાને પણ અહીંયા બોલાવી લીધી.કેટલો સમય થયો આમ એકસાથે બેસીને વાતો કર્યે"જશોદાબેન રસોડામાંથી આવતા જ બોલ્યા.

"ક્યાં ગઈ મારી ચકલી,એને તો લઈને આવ્યા છો ને?"નિત્યાએ પૂછ્યું.

(સ્મિતાની છોકરી કાવ્યા.કાવ્યા દોઢ વર્ષની હતી.નિત્યાને કાવ્યા સાથે રમવું બહુ જ ગમતું હતું.)

"બસ કાવ્યાની જ ખબર પુછાય અમને તો કોઈ યાદ જ નથી કરતું"પંકજકુમાર અંદરથી આવતા બોલ્યા.

(પંકજકુમાર:-સ્મિતાના હસબન્ડ.નિત્યા અને દેવ સાથે જાણે એમના જ બેસ્ટ ફ્રેન્ડ હોય એવી રીતે વર્તતા.)

"અરે જીજુ,તમને કેવી રીતે ભૂલી શકાય"નિત્યા પંકજકુમારને હાથ મિલાવતા કહ્યું.

"ચાલો તમે બધા બેસો હું જમવાનું બનાવું"જશોદાબેન રસોડામાં જતા બોલ્યા.

"પહેલા મને એ કહો કે મારી ચકલી ક્યાં છે?"નિત્યાને કાવ્યને મળવાની આતુરતાથી કહ્યું.

"તારી ચકલી એના મામા સાથે મસ્તી કરે છે"પંકજકુમાર બોલ્યા.

નિત્યા સીધી જ દેવના રૂમમાં ગઈ.ત્યાં જઈને જોયું તો દેવ કાવ્યા સાથે રમતો હતો.દેવ પણ કાવ્યા સાથે નાનું બાળક બની ગયો હોય એમ લાગતું હતું.નિત્યાએ એના બેગમાંથી બ્રેડ પકોડાનો ડબ્બો નીકાળ્યો અને દેવને આપ્યો અને કાવ્યાને દેવના હાથમાંથી લેતા કહ્યું,"લે તું આ ખા અને મને મારી ચકલી જોડે રમવા દે"

"ઓહ,બ્રેડ પકોડા"દેવે ડબ્બો ખોલતા જ કહ્યું.

ત્યારબાદ દેવ અને નિત્યા બંને કાવ્યાને રમાડતા હતા એટલામાં સ્મિતા આવી.

"બ્રેડ પકોડા અને એ પણ કામિની આંટીના હાથના"સ્મિતાએ બ્રેડ પકોડા ટેસ્ટ કરતા કહ્યું.

"કેવા લાગ્યા?"નિત્યાએ પૂછ્યું.

"પૂછે છે તો એવી રીતે જાણે એને બનાવ્યા હોય"દેવ નિત્યાની મજાક કરતા બોલ્યો.

"તને કોઈએ પૂછ્યું?"નિત્યા મોઢું બગાડતા બોલી.

સ્મિતા બ્રેડ પકોડા ખાઈ રહી હતી એટલામાં કાવ્યા ચોકલેટથી એના હાથ ગંદા કરતી હતી એ સ્મિતાએ જોયું.અને એના હાથ ધોવડાવવા માટે સ્મિતા એને બહાર લઈ ગઈ.દેવ અને નિત્યા રૂમમાં એકલા જ હતા.નિત્યા થોડી વાર દેવ સામે જોઈ રહી એ જોતાં દેવ બોલ્યો,"મારી સામે આમ ના જોઇશ.મને નજર લાગી જશે"

નિત્યા કઈ જ બોલી નહીં પણ દેવ સમજી ગયો કે નિત્યા શું પૂછવા માંગતી હતી.

બધા ભેગા થઈને બપોરે જમ્યા અને પછી કામ પતાવીને વાતો કરી.ઘણા સમયથી મળ્યા ન હતા એટલે એમની વાતો ખૂટતી ન હતી.એટલામાં પંકજકુમારના ફોનમાં કોઈનો ફોન આવ્યો એટલે એમને બહાર જવાનું થયું.એમને સ્મિતાને રોકાવાનું કહ્યું પણ સ્મિતા ના રોકાઈ.એ પણ કાવ્યાને લઈને પંકજકુમાર સાથે જ જતી રહી.ત્યારબાદ નિત્યાએ જશોદાબેન સાથે બેસીને વાત કરી.સાંજના છ વાગી ગયા હતા એટલે નિત્યાએ ઘરે જવાનું કહ્યું.

"એક મિનિટ તારો ડબ્બો ધોઈને મુક્યો છે હું લઈને આવું"જશોદાબેને નિત્યાને રોકતા કહ્યું.

નિત્યાને થયું દેવ સાથે એક વાર વાત કરી જોવે.નિત્યા દેવના રૂમમાં જ જતી હોય છે એટલામાં દેવ ગાડીની ચાવી લઇને એના રૂમની બહાર નીકળ્યો.

"હજી તું ગઈ નથી"દેવ નિત્યાને જોતા બોલ્યો.

"કેમ તારે કાઢી મુકવી છે?"નિત્યા બોલી.

"એ કહે તો પણ તારે નઈ જવાનું.આ તારું પણ ઘર છે"જશોદાબેન ડબ્બો લઈને આવતા બોલ્યા.

"હું એને કેમ કહું જવાનું.હું તો કહું છું કે હજી બે-ત્રણ દિવસ રોકાઇ જા"દેવે મજાક કરતા કહ્યું.

"નિત્યાને મૂકી આવ"જશોદાબેન દેવને ઓર્ડર આપતા હોય એમ કહ્યું.

"ના આંટી હું જતી રહીશ"

"હું મૂકી જાવ છું.મને ખબર છે તું એક્ટિવા લઈને નથી આવી એટલે તને મુકવા જ આવતો હતો"દેવ બોલ્યો.

"ઓકે"નિત્યાએ કહ્યું.

"મમ્મી મારે લેટ થશે તમે જમી લેજો.મને બહુ ભૂખ નથી"

"સારું પણ બહુ મોડું ના કરતો"

"ઓકે"

નિત્યા અને દેવ ઘરની બહાર નીકળ્યા.ગાડીમાં બેસતાં જ દેવ બોલ્યો,"ઘરે ફોન કરીને કહી દે કે બહાર જમીને આવીશ તું"

"કેમ,આપણે ક્યાં જઈએ છીએ"

"બસ ક્યાંક બહાર"

"ઓકે"

નિત્યા એની મમ્મીને રાત્રે બહાર જમીને આવવાની વાત જણાવ્યું.

દેવ અને નિત્યા એક રેસ્ટોરન્ટના ગાર્ડનમાં ચૂપચાપ બેસ્યા હતા.અચાનક નિત્યાએ પૂછ્યું,"દેવ એક વાત પૂછું?"

"ના"દેવે ઇશારામાં કહ્યું.

"હું તો પૂછવાની જ છું"

"મને ખબર જ છે કે હું ના કહીશ તો પણ તું પૂછીશ"

"તને મારા પર કેટલો વિશ્વાસ છે?"

"શું ગાંડા જેવા સવાલ કરે છે"

"કદાચ વિશ્વાસ નથી એટલે જ તારી તકલીફ મારી સાથે શેર નથી કરી શકતો"

"એવું કંઈ નથી"

"મારી સામે જોઇને બોલ કે એવું કંઈ નથી"

દેવે નિત્યાની સામે જોયું પણ કઈ બોલી ન શક્યો.એની આંખો સહેજ ભીની થઇ ગઈ હતી.દેવની આંખોમાં જોઈને નિત્યાને લાગ્યું જાણે હાલ રડી પડશે પણ દેવે જલ્દીથી એનું મોઢું બીજી તરફ ફેરવી લીધું અને ત્યાંથી ઉભો થઇ ગયો.નિત્યા ઉભી થઈને એની બાજુમાં ગઈ અને દેવને પોતાની તરફ ફેરવ્યો.દેવ સીધો જ નિત્યાને ગળે વળગીને રડવા લાગ્યો.અત્યાર સુધી અંદર રાખેલું ડૂસકું છૂટી પડ્યું.દેવને જોઈને નિત્યા પોતે પણ રડી પડી.

"રડી લે.ત્યાં સુધી રડી લે જ્યાં સુધી તારું મન હળવું ના થઇ જાય"નિત્યા એકદમ સ્વસ્થ અવાજે દેવની પીઠ પર હાથ ફેરવતા બોલી.

"મને રડાવવાની એજન્સી લીધી છે તે.જ્યારે હોય ત્યારે મને રડાવવા આવી જાય છે"

"તારે જે સમજવું હોય એ સમજ"

(દેવના પપ્પાના મૃત્યુ પછી દેવ જ્યારે પણ દુઃખી હોય ત્યારે બોલવાનું બંધ જ કરી દે આખો દિવસ એકલો એકલો મનમાં મૂંઝાયા કરે.એટલે નિત્યા એને રડવાની સલાહ આપતા કહેતી કે રડવાથી મન હળવું થઈ જાય છે.અને સાથે મજાક કરતા બોલતી કે હું તો દિવસમાં એકાદ બે વાર અરીસા સામે ઉભી રહીને એકલી એકલી રડી જ લઉં.એટલે તો બીજાની સામે હસવાની હિંમત મળે છે.)

"મને તો રડાવે છે પણ સાથે પોતે પણ રડે છે.પાગલ છોકરી"દેવે છુટા પડીને નિત્યાના આંસુ લૂછતાં કહ્યું.

"જો યાર તું ઉદાસ હોય તો મને નથી ગમતું.હું તને કોઈ જોક્સ કહીને કે બીજી કોઈ રીતે હસાવી નથી શકતી પણ તારી સાથે રડી શકું છું"નિત્યાએ દેવને કહ્યું.

"થેંક્યું બેસ્ટી"

"એની ટાઈમ.બોલ ચાલ હવે મનમાં શું ચાલી રહ્યું છે?"

"કઈ નહીં,મને મારી મુર્ખામી પર ગુસ્સો આવે છે"

"મતલબ?"

"મેં જરૂરત કરતા વધારે આશા રાખી લીધી હતી.હું સલોનીને લાયક નથી.સલોની મારા જેવા એક મિડલક્લાસ પ્રોફેસર ને થોડું પસંદ કરે.એને તો બિઝનેસમેન જ ગમે ને.એટલે જ કદાચ એને મને રિજેક્ટ કર્યો હશે અને નકુલને પસંદ કર્યો હશે"

"પહેલી વાત તો એ કે એને તને રિજેક્ટ નથી કર્યો.એને તો તારા દિલની વાત ખબર પણ નથી.અને બીજી વાત કે પોતાની જાતને આમ બીજા સાથે સરખાવીને પોતાને નીચું આંકવાનું બંધ કર"

"હું ક્યાં પોતાને નીચું ગણું છું.હું તો બેસ્ટ જ છું"

"આ વાત મને કહ્યા વગર પોતાની જાતને સમજાવ"

"બસ યાર હું હવે એ બધું ભૂલીને આગળ વધવા માંગુ છું"

"તું જો ભૂલવાનો પ્રયત્ન કરીશ તો એ વાત એટલી વધુને વધુ તને યાદ આવશે"

"તો હું શું કરું.તું આમાં મારી હેલ્પ કરીશ ને?"

"અમુક વાર ભૂલવા કરતા સ્વીકારવું સહેલું હોય છે"

"મતલબ?"દેવને ખબર ના પડતા પૂછ્યું.

"મતલબ કે પરમદિવસે જે પણ કઈ થયું એને સ્વીકારી લેવાનું કે ઇટ્સ ઓકે,એવું જરૂરી નથી કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ પણ સામે આપણને જ પ્રેમ કરે.બધાની પસંદ-નાપસંદ અલગ અલગ હોય છે"નિત્યાએ સમજાવતા કહ્યું.

"હા,તારી વાત સાચી છે"

"મને એક વાતનો જવાબ આપ,તું સલોનીને પસંદ કરે છે કે પ્રેમ કરે છે?"

"હવે આ બંનેમાં શું ફેર,જેને પસંદ કરતા હોઈએ એને પ્રેમ પણ કરતા જ હોઈએ ને?"

"જો હું વધારે તો નહીં સમજાવું પણ તારા કેસમાં કહું તો જો તું સલોનીને ખાલી પસંદ કરતો હોઈશ તો એને નકુલને ચૂસ કર્યો એ બાબત પર તારો ઈગો હર્ટ થશે અને ધીમે ધીમે તું એને ભૂલી જઈશ"

"અને જો હું એને પ્રેમ કરતો હોઈશ તો?"દેવે આતુરતાથી આગળનો જવાબ સાંભળવા પૂછ્યું.

"જો તું એને પ્રેમ કરતો હોઈશ તો તું એના ડિસીઝનનો સ્વીકાર કરીશ,આદર કરીશ અને એને આમ જ જીવનભર પ્રેમ કરતો રહીશ,પછી ભલેને એ તને સામે ના કરે"

"સારું,સમયને આમ જ વહેવા દઈએ અને મારા મનમાં સાચું શું છે એ સમજીએ"

"વાહ,તું તો હોશિયાર બની ગયો,મારી જેમ"નિત્યા મસ્તીમાં બોલી.

"હું તો નાનો હતો ત્યારથી હોશિયાર જ હતો"દેવ કોલર ઊંચા કરતા બોલ્યો.

બંને થોડી વાર વાતો કરી પછી ડિનર કરીને ઘરે જવા નીકળ્યા.

"નિત્યા તું આમ જ હંમેશા મારી સાથે રહીશને?"દેવે અચાનક પૂછ્યું.

"કંઈ કહી ના શકાય.કેમ?"

"તુ મારુ ફાયરબ્રિગેડ છે.મને આગળ જિંદગીમાં પણ તારી બહુ જ જરૂર પડવાની છે.બોલ તું રહીશ ને આમ જ મારી સાથે?"

"એક સમય આવશે જ્યારે તું જાતે જ મને ભૂલી જઈશ"

"એવું ક્યારેય નહીં બને"

"જોઈએ"

"જોઈ લે જે"
*
સલોની એના રૂમમાં કંઈક કરતી હતી એટલામાં એના ફોનની રીંગ વાગી.ડિસ્પ્લે પર નામ જોતા જ એના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

"હાઇ"નકુલ બોલ્યો.

"તો તારી હા છે ને?"સલોનીએ હાઇ હેલો કહ્યા વગર જ સીધું જ પૂછી લીધું.

"ઓ મેડમ જરા શાંતિથી.હું કાલે મારી મમ્મીને તારા ઘરે લઈને આવવાનો છું"

"મતલબ તારી હા છે,થેંક્યું નકુલ"

"ફાઇનલ ડીસીઝન મમ્મી લેશે કાલ તને મળીને"

"એમને તો હું પતાવી લઈશ"

"ઓકે પણ મારી એક શરત છે"

"શું"

"તારે દેવ અને નિત્યાને સોરી કહેવાનું છે.અત્યારે જ ફોન કરીને કે મેસેજમાં તને જેમ ઠીક લાગે એમ"

"ના હું નથી કહેવાની.મારી કોઈ ભૂલ નહોતી.મને બસ થોડો ગુસ્સો આવી ગયો હતો"

"ઓકે તો હું કાલ તારા ઘરે પણ નથી આવવાનો"

"નકુલ પ્લીઝ.આવું નઈ કર"

"હું એવું જ કરીશ. તું જિદ્દી છે તો હું ડબલ જિદ્દી છું"

"અચ્છા ઓકે, હું દેવને સોરી કહી દઈશ"

"નિત્યાને પણ"નકુલ ક્લીઅર કરતા બોલ્યો.

"ઓકે બાપા,એ બહેનજીને પણ કહી દઈશ.બીજું કોઈ બાકી રહી જતું હોય તો એ પણ કહી દે જેથી કાલ ન્યુઝ પેપરના જ સોરી છપાઈ દઉં મારા તરફથી"સ્લોની ગુસ્સામાં બોલી.

"ના બસ આટલાને કહે તો પણ કાફી છે"

"બાય"

"ગુડ નાઈટ,બાય"

નિત્યાના કહ્યા પ્રમાણે,તમને શું લાગે છે દેવ સલોનીને પસંદ કરતો હશે કે પ્રેમ?

શું સલોની નિત્યાને સોરી બોલશે?