Baarish - 3 books and stories free download online pdf in Gujarati

બારીશ - (ભાગ 3)

એક દિવસ સવાર માં ઉઠીને શ્રવણે વિચારી લીધું કે એ એના દિલ ની વાત મીરા ને આજે જણાવશે...ધીમે ધીમે મીરા સાથે થતી વાતચીતને કારણે શ્રવણ મીરા ને ઓળખવા લાગ્યો હતો અને પસંદ કરવા પણ લાગ્યો હતો...એના દિલ માં મીરા માટે નાની કોમલ કળી ફૂટી રહી હતી જેની જાણ આજે મીરા ને કરવાની હતી....

બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મીરા બધું આમથી તેમ ગોઠવી રહી હતી...
શ્રવણ રૂમ માંથી બહાર આવ્યો...શ્રવણ હજુ એ જ મૂંઝવણ માં હતો કે સાદું સરળ પ્રપોઝ કરી દવ કે પછી કંઇક તામજામ કરું...
"હું નીકળું છું હવે..." શ્રવણ કંઇક વિચારે એ પહેલાં મીરા ઘરના દરવાજા પાસે પહોંચી ગઈ અને ચંપલ પહેરતા બોલી રહી હતી...
"અરે એટલું જલ્દી જઈને શું છે...થોડી વાર ઘરે આરામ કર ..." શ્રવણ ને કંઈ સૂઝ્યું નહિ એટલે જલ્દી માં આવું બોલી દીધું...
"એવું તમારે ચાલે મિસ્ટર.શ્રવણ પટેલ ...અમારી હોસ્પિટલ માં લેટ ન ચાલે..." મીરા હસી ને બોલી રહી હતી...
"મારે ચાલે એટલે...તું કહેવા શું માંગે છે ...અમારે કંઈ કામધંધો નથી એમ..." શ્રવણ ઉતાવળ માં કંઇક બીજું વિચારીને બોલી ગયો..."
"અરે પતિદેવ હુ તો એમ જણાવું છું કે તમે ઓફિસ ના બોસ છો અને હું એક હોસ્પિટલ ની કર્મચારી..." મીરા ઠાવકાઈ થી બોલી રહી હતી...

આ નાની તકરાર માં શ્રવણ અને મીરા વચ્ચે ઝઘડો થઈ ગયો અને મીરા ગુસ્સા માં ત્યાંથી નીકળી ગઈ...થોડા સમય બાદ શ્રવણ બ્રેકફાસ્ટ કર્યા વગર ઓફિસ માટે નીકળી ગયો...

સાંજ ના દસ વાગ્યે શ્રવણ ઘરે આવ્યો ત્યારે મીરા હજુ ઘરે આવી ન હતી...
આખો દિવસ ઓફિસ ની અંદર શ્રવણ એ જ વિચારતો હતો કે સવાર ની નાની તકરાર માં વાંક એનો હતો અને એ વધારે જ બોલી ગયો હતો...એટલે ઘરે આવીને મીરા ને સોરી કહેવાનું વિચાર્યું હતું...પણ ઘરે આવીને ઘરમાં નજર કરી તો મીરા હજુ આવી ન હતી...સવારનું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર એમ જ પડ્યું હતું...
"જો આ બધું મીરા જોઈ લેશે તો વધારે ગુસ્સો કરશે ..."એવું વિચારીને શ્રવણે બધી સાફ સફાઇ કરી નાખી ...આજે મીરા માટે ડિનર શ્રવણ બનાવી રહ્યો હતો...શ્રવણ ને રસોઈ ના નામ ઉપર મેગી બનાવતા આવડતી હતી એને પણ એ પોતાનું એક ટેલેન્ટ સમજતો હતો...મેગી ક્યારે કાચી હોય અને ક્યારે પાકી જાય એની જાણ થાય એ પણ ટેલેન્ટ ની વાત છે એવું શ્રવણ સમજતો હતો...

દસ વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ ગઈ હતી મીરા હજુ આવી ન હતી...હવે શ્રવણને ખરેખર ચિંતા થવા લાગી..
શ્રવણ છેલ્લી મીણબત્તી કરીને ફોન લેવા માટે બહાર આવ્યો...
શ્રવણ આજે મીરા ને સોરી ની સાથે એના દિલ ની વાત પણ કહેવાનો હતો...એટલે આખુ ઘર અને એની રૂમ મીણબત્તીઓ અને લાઈટિંગ થી શણગારી રહ્યો હતો....

શ્રવણ એ મીરા ને ફોન જોડ્યો...મીરા નો ફોન સ્વિચ ઓફ આવતો હતો....શ્રવણ તરત જ નીચે આવ્યો અને ગાડી લઈને નીકળી પડ્યો ...અત્યારે શ્રવણ ને મીરા ઉપર ગુસ્સો આવતો હતો...ઘરની ગાડી હોવા છતાં મીરા ટેક્સી માં હોસ્પિટલ જતી હતી ...બીજી બાજુ એને ક્યાં ગાડી ચલાવતા આવડે છે એ વિચારીને હસુ આવતું હતું...

શ્રવણ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એને બહાર ઊભેલા ગાર્ડ પાસેથી જાણ થઈ કે મીરા સાડા નવ ની નીકળી ગઈ છે...શ્રવણ ખૂબ જ ગભરાઈ ગયો હતો...એટલા માં શ્રવણનો ફોન રણક્યો...
"હેલ્લો ક્યાં છે તું...."મીરા હશે એવા ભાવથી શ્રવણ બોલી ઉઠ્યો...

" હેલ્લો ....તમારી પત્ની મારી ઘરે છે..." સામેથી કોઈ મૃદુ પુરુષ ના અવાજ માં બોલ્યું...

(ક્રમશઃ)

Stay safe ,
Stay healthy ,
Stay beautiful ❤️