Khamoshi - two livelihoods books and stories free download online pdf in Gujarati

ખામોશી - બે જીવનાધાર

Krupali Patel

ચૂપચાપ બેસી ને આકાશ તરફ મીટ માંડીને જોવું. ન કોઈ ની સાથે બોલવાનું કે ન કોઈ ની સામે હસવાનું, ના કોઈ ના પ્રશ્ર્ન ના જવાબ આપવા. તેની નજર શાયદ કોઇને ગોતી રહી હતી યા યાદ કરી રહી હતી. હંમેશા હસતી રમતી ,વાતો માં કોઈ નો વારો ન આવવા દેતી અવનિ ની ખામોશ આંખો માં આજે કંઈક જુદું જ દેખાય રહ્યું હતું.

અવનિ અને અલી બંને બાળપણથી સાથે રમીયા, સાથે નિશાળે જતાં, એક જ થાળીમાં જમતાં , એમ જ કહી શકાય કે તે બંનેની જાન એકબીજામાં હતી. જો બંને માંથી કોઈ એક ને પણ કશું થાય તો દર્દ​બંને ને થતું આવી હતી તે બંને ની લંગોટી યારી..

અવનિ નાં બધા સવાલો ના જવાબ અલી પાસે હોય. તેમની દોસ્તી એટલે લોકો માટે લડુ અને પૌવા નો કોમ્બો .

આ કોમ્બો જેવી રીતે અલગ તરી આવે તેવી જ રીતે અલી-અવનિ ની દોસ્તી પણ અલગ તરી આવે.

આજે અવનિ આકાશ તરફ જોઈ ને તેની બાળપણની યાદો ને ફરી યાદ કરી રહી હતી. અચાનક કોઈ એ તેના ખભે હાથ મૂક્યો અને અવનિ એ વિચારોનાં વંટોળમાંથી બહાર નીકળી ને જોયું તો તે હાથ નીલ નો હતો.

નીલ એ અલી-અવનિ નો મિત્ર કોલેજ ટાઈમ નો…

કોલેજ માં પણ તેમની દોસ્તી ની એટલી ચર્ચા થતી કે એકવાર માટે તો લોકો ને તેમની ઈષૉ પણ થઈ આવતી.

એક વખત અલી ની તબિયત સારી ન હોવાથી ના છુટકે પણ અવનિ એ એકલા કોલેજ જવું પડ્યું. તે તેની સ્કુટી લઈને કોલેજ ના રસ્તે આગળ વધી રહી હતી ત્યાં જ તેના સ્કુટી ના એક ટાયર માં પંચર થઈ ગયું.

આવા સમયે તે કોની મદદ લે તે વિચારતી હતી કે જો અત્યારે અલી સાથે હોત તો મને કંઈ જ વાત નું ટેન્શન નાં થાત, ત્યાં જ પાછળથી હોર્ન​નો અવાજ આવ્યો.

મેં પાછળ ફરીને જોયું તો એક છોકરો તેની બાઈક પર સવાર થઈને આ તરફ આવી રહ્યો હતો.

થોડી ક્ષણ માટે તો અવનિ વિચાર માં પડી કે શું આની પાસે મદદ માગું કે...

કેમકે આજ સુધી અવનિ એ ક્યારેય આવી રીતે કોઈ પાસે મદદ માંગી ન હતી, ક્યારેય જરૂર જ ના પડી જ્યારે અલી તેની સાથે હોય..

પણ આજે વાત અલગ હતી એ વિચારી જ રહી હતી ત્યાં ફરીથી એકવાર પેલો હોર્ન​સંભળાયો.. અને અવનિ વિચારો માંથી બહાર આવી.

તેણે બંને હાથ ઉંચા કરી ને પેલા બાઈક સવાર પાસે લીફટ માંગી. પછી અવનિ એ તેને બધી વાત કરી ને તેને કોલેજ સુધી લીફટ આપવા માટે રીકવેસ્ટ કરી.

આમ ધીમે ધીમે અવનિ અને નિલ વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. ને હવે આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થતી ગઈ.

પણ બીજી તરફ અલી પણ અવનિ ને પોતાના પ્રેમનો એકરાર કરવા માંગતો હતો. એક દિવસ અવનિ અને અલી બંને કેન્ટીનમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં નીલ આવ્યો. અને તે અવનિ ને પોતાની સાથે લઈ ગયો.

તેણે અવનિ ની આંખો પર પટ્ટી બાંધી અને તેને સરપ્રાઇઝ આપવા માટે એક રોમેન્ટિક જગ્યા પર લઇ ગયો. અવનિ એ આંખો પર રહેલી પટ્ટી હટાવી ત્યારે તેણે જોયું તો નીલ પોતાના હાથમાં એક રીંગ લઈને પ્રપોઝ ની પોઝીશન માં બેઠેલો હતો. તેણે અવનિ સામું જોઈને એટલે જ પૂછ્યુ,

Will you marry me????

આ સાંભળતા જ અવનિ એટલી ખુશ થઈ ગઈ તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. આ સાથે તેણે નીલને હા પણ કહી.

આ સમાચાર તે બંને મળીને એક સાથે આપવા માંગતા હતા એટલે તેણે અલીને મળવા બોલાવ્યો. અલી જેવો ત્યાં આવ્યો કે તેઓએ તરત આજે તેને આ સમાચાર સંભળાવ્યા. આ સાંભળતા જ અલી નું દિલ એક ધબકારો ચૂકી ગયું પણ તેણે અવનિ ને આટલી ખુશ આ પહેલા ક્યારેય જોઈ ન હતી એટલે તેણે તેના દિલ પર તેના ફીલિંગ્સ પર કાબુ મેળવ્યો અને બન્નેને શુભેચ્છા આપી.

આમને આમ અવનિ અને નીલ ના લગ્ન લેવાઈ ગયા બંને એકબીજા સાથે ખુશ હતા તે જોઈને અલી પણ ખુશ થયો અને હજી અવનિની વિદાય થાય તે પહેલા જ તે ત્યાંથી પોતાની બેગ લઇ ને જતો રહ્યો અવનિ માટે ચિઠ્ઠી મૂકતો ગયો.

કે હું મારા આગળના અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યો છું.

આમને આમ બે વર્ષ વીતી ગયા. અલીને પણ હવે કોલેજ પૂરી થઈ ગઈ હતી અને તે પોતાના પપ્પાના બિઝનેસની આગળ વધારવા પાછો ઇન્ડિયા આવવાનો હતો પણ તેણે આ વાત ના કરી કેમકે તે અવનિ સરપ્રાઈઝ આપવા માંગતો હતો.

આ બાજુ અવનિ ને ખબર પડી કે, She is pregnant. અવનિએ નીલ ને ફોન કર્યો અને કહ્યું કે she is pregnant પણ સામેથી નીલ ના અવાજ ને બદલે......

ધડામ અવાજ આવ્યો. પણ અવનિ ને કંઈ ખબર ન પડી કે ત્યાં સામેથી નીલના ફોન માંથી બીજી વ્યક્તિ નો અવાજ આવ્યો.. તે વ્યક્તિ એ અવનિને જે કહ્યું તેનાથી અવનિના પગ નીચેથી જમીન સરકી ગઈ.

સામેથી કોઇ વ્યક્તિનો અવાજ આવ્યો, "આ ફોન જેનો છે તેનું એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે".

આ સાંભળતા જ અવનિ અને દિલ માટે ખુશીનો દિવસ હતો તે ગમમાં ફેરવાઇ ગયો.

એક દિવસ અવનિ નીલ​ની બધી વસ્તુઓ લઈને બેઠી હતી. તે વારાફરતી બધી વસ્તુઓ પર નજર ફેરવી રહી હતી ત્યાં તેની નજર એક બુક પર પડી. તે મુકને ઉપાડવા જતી હતી ત્યાં તેના ઘરના દરવાજે ડોરબેલ વાગી ટ્રીંગ... ટ્રોંગ....

અવનિએ બહાર આવી ને દરવાજો ખોલ્યો તો સામે એક વ્યક્તિ ઉભી હતી. અવનિ એ તે વ્યક્તિ સામે નજર કરી અને તે જોતી જ રહી ગઈ. આ એજ વ્યક્તિ હતી જે નીલા એકસીડંટ વખતે ત્યાં તેની સાથે જ હતો.

તે વ્યક્તિ અવનિ ને કહ્યું મારે તમને એક જરૂરી વાત બતાવવાની છે જે એ દિવસે તમારા પતિ એ મને તમને કહેવા માટે કહેલી.

આ સાંભળીને અવનિ ને થોડું આશ્ચર્ય થયું..

અવનિએ તે ભાઈને કહ્યું કે એવી તે શું વાત છે જે મારા પતિ મરતા પહેલા તમને કહી ગયા હોય એ જાણવા માગું છું.

તે વ્યક્તિએ કહ્યું કે જ્યારે તમારા પતિ નું એક્સિડન્ટ થયું ત્યારે હું ત્યાં રસ્તા ની સામેની સાઈડ પર હતો. અચાનક ધડામ દઈને અવાજ આવ્યો અને જોયું તો ત્યાં એક ગાડી એકસિડેન્ટ​થયેલું હતું તેને તે ગાડીમાં રહેલો વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હતો.

મેં તેમની હાલત જોઈને તેને હોસ્પિટલમાં લઈ જવા માટે હું બીજાની પાસે મદદ માંગી રહ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું કે હવે મારી પાસે ઝાઝો સમય નથી મારે તમને એક વાત કહેવી છે જે તમે મારી પત્નીને સુધી પહોંચાડશો એ જ મારી આખરી ઈચ્છા છે ત્યારે તમારા પતિ એ મને હાથ માં એક ચિઠ્ઠી પકડાવી.

અને કહ્યું આ ચિઠ્ઠી તમે મારી વાઈફ ને આપી દેજો એને કહેજો કે પ્લીઝ મને માફ કરી દે હજુ તે કંઈ આગળ બોલે તે પહેલાં જ તેણે તેના શ્વાસ છોડી દીધા.

જે હું તમને એ જ ચિઠ્ઠી દેવા આવ્યો છું. વ્યક્તિ અવનિના હાથ માં ચિઠ્ઠી પકડાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. અને જતા જતા ઊભો રહી જાય છે અને કહે છે એ હા તેમણે છેલ્લે મને બસ એટલું કહેલું "અલી"...

અવનિ તેના હાથમાં રહેલી ચિઠ્ઠી ને જોતી જ રહે છે પછી હિંમત કરીને તે ચિઠ્ઠી ને ખોલે છે અને તેને વાંચવાની શરૂઆત કરે છે.

માય ડિયર wife

પ્લીઝ મને માફ કરી દે મેં તારાથી એક વાત છુપાવી છે. અને તે વાતન મારી ડાયરીમાં પાનાં નંબર 26 પર લખેલી છે. તુ એ ડાયરી ત્યારે જ​ખોલજે જ્યારે અલી ઇન્ડિયા પાછો આવતો રહે અને તેની સામે જ ડાયરી વાંચજે..

ફરી એક વખત આઈ એમ સોરી પ્લીઝ મને માફ કરી દેજો

તારો નીલ

આ વાંચતાની સાથે જ અવનિ નું માથું ચકરાવા લાગ્યું કે નીલે ક્યારે મારાથી એક પણ વાત છુપાવી નથી તો આ ચિઠ્ઠીમાં તેમણે એમ એવું કેમ લખ્યું છે મારે એ ડાયરી જઈને જોવી જોઈએ હજી તે ઉભી થઈને ડાયરી લેવા જતી હતી ત્યાં જ તેને યાદ આવ્યું કે નીલે કે ડાયરી અલી ની સામે જ ખોલવાનું કહ્યું છે.

૭ મહિના પછી,

અવનિ એક એનજીઓમાં કામ કરવા લાગી તે એનજીઓ બાળકો અને સ્ત્રીઓ માટે કામ કરતું હતું.

તે પોતાની લાઈફમાં આગળ વધવાની કોશિશ કરી રહી હતી તે આ બધું વિચારી રહી હતી ત્યાં સામેથી કોઈ નો અવાજ સંભળાયો.

“અવનિ..ઓ.. અવનિ.. વિચારોમાં ખોવાયેલી છે મેં જે અત્યારે કહ્યું તે સાંભળ્યું કે નહીં”, એનજીઓની ઓનર બોલી રહી હતી.

અવનિએ વિચારોમાંથી બહાર નીકળીને તેમણે કહ્યું કે સોરી ફરી વખત કહેશો મેં નથી સાંભળ્યું.

ત્યારે તેમણે કહ્યું કે, “આપણી એનજીઓમાં જે પ્રોગ્રામ થવાનો છે તેના ચીફ ગેસ્ટ તરીકે એક​બિઝનેસમેન આવવાના છે. જે આ શહેરના બહુ ફોટા બિઝનેસ ટાયકૂન છે.”

અને તેના સ્વાગતની તૈયારી તારે ખુદ કરવાની છે.

અવનિ હા માથું હલાવ્યું અને તેમના સ્વાગતની તૈયારીમાં લાગી ગઇ પણ તેની પ્રેગનેન્સી ને કારણે તે ઝાઝું કામ કરી શકતી ન હતી. તોપણ તેને બાળકો અને મહિલાઓ માટે આ કામ ને પૂરું કરવાની જવાબદારી ઉપાડી હતી.

જોત જોતામાં આ પ્રોગ્રામ ની બધી થઈ ગઈ બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા બધા પાર્ટિસિપન્ટ પોતપોતાના પર્ફોર્મન્સને લઇને એક્સાઇટેડ હતા. બસ બધું રેડી હતું બસ માત્ર ચીફ ગૅસ્ટ આવવાની જ રાહ હતી .

બહાર થી અવાજ આવ્યો ચીફ ગૅસ્ટ આવી ગયા છે. અવનિ ચીફ ગૅસ્ટ ના સ્વાગત માટે આવી શકે તેમ ન હતી કારણ કે તે એટલે થાકી ગઈ હતી તે ઉભી પણ ના થઇ શકે તે એટલે તેણે તેની જગ્યાએ બીજી વ્યક્તિને તેમનું સ્વાગત કરવા માટે કહ્યું. સ્વાગત વિધિ પતી પછી કાર્યક્રમની શરૂઆત થઈ કાર્યક્રમ ખુબ સારી રીતે પતી ગયો. કાર્યક્રમમાં બાળકો અને સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાનો ઉદ્દેશ હતો તે ખૂબ સફળતાપૂર્વક પાર પડયો. કાર્યક્રમના અંતમાં ચીફ ગૅસ્ટ નું સન્માન કર્યું અને આ કાર્યક્રમને વિરામ આપ્યો.

અવનિ ને હવે તેની તબિયત થોડી સારી લાગતી હતી એટલે તે પોતાનું બધું કામ પતાવીને ઘર તરફ જઈ રહી હતી. રસ્તામાં અચાનક એક ગાડી આવીને ઊભી રહી ગઇ જો તે ગાડીવાળા થી બ્રેક ના લાગી હોત તો આજે અવનિ હોસ્પિટલમાં હોત પણ આમ અચાનક ગાડી આવાથી અવનિ તો ડઘાઈ ગઈ અને તે નીચે બેસી ગઈ.

અચાનક બેસી જવાથી અમીના પેટમાં દુખાવો શરૂ થયો. તેને એ પણ નહોતી ખબર કે ગાડીમાંથી કોણ નીચે ઉતર્યો અને કોણ તેને હોસ્પિટલ લઈ આવ્યો. જેવી તેની આંખ ખુલ્લી તો તેની સામે એક વ્યક્તિ ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો. તેની આ વાત અવનિ બરાબર સાંભળી શકતી ન હતી. અવનિ પોતાના બેડ પરથી ઊભી થવા લાગી અને તે વ્યક્તિને થેન્ક્યુ કહેવા માંગતી હતી.

જેવો તેણે તે વ્યક્તિને થેન્ક્યુ કહેવા માટે તેનો હાથ પકડ્યો તેને એક અજીબ અહેસાસ થયો કે આ ટચ મેં પહેલા પણ અનુભવ્યું છે. કોણ હશે આ વ્યક્તિ જેને હું પહેલેથી જ માનું છું??

જેવો અવનિએ તે વ્યક્તિનો હાથ પકડ્યો કે તરત જ તે વ્યક્તિ તેની સામે જોયું જીવ તેની સામું જોયું કે અવનિની આંખો પહોળી થઈ ગઈ. જાણો છો તે વ્યક્તિ કોણ હતો તે હતો આ શહેરનો સૌથી મોટો બિઝનેસ ટાયકૂન "આહાન શર્મા"..

અવનિની આંખો પલકારા કરવાનું ભૂલી ગઇ અને એકિટશે તે વ્યક્તિની સામું જોઈ રહી.

દુનિયા માટે તે "The ahaan Sharma" હતો પણ અવનિ માટે તો તે તેને લંગોટી યાર અલી હતો. અલી ને જોતા જ તે તેને ભેટીને રડવા લાગી પછી તેને યાદ આવ્યું કે અલી તો અમેરિકામાં છે તેથી અહીં કેવી રીતે??.. ત્યારે અલીએ તેને બધી માંડીને વાત કરી કે તેને સરપ્રાઇઝ આપવા માંગતો હતો પણ મને ક્યાં ખબર હતી કે મને ખુદને જ એક સરપ્રાઈઝ મળશે.

અલીએ અવનિ નીલ વિશે પૂછ્યું ત્યારે અવનિ કંઈ બોલી ન શકી અને બંને ઘરે આવતા રહ્યા.

ઘરે આવતા જ અલીએ નીલાના ફોટા ઉપર હાર જોયું. તે જોતાં સમજી ગયો કે કંઈક થયું છે. તો તેને અવનિ ને પૂછ્યું. હવે તેને બધી વાતની જાણ થઈ. વાતમાં ને વાતમાં અવનિને યાદ આવ્યું અને તે તેના રૂમમાંથી બે ડાયરી લઈને આવી અને તેને માંડીને વાત કરી.

શું હશે તે ડાયરીમાં રહસ્ય અવનિ ને થોડો થોડો અંદાજો તો હતો જ...

એક દિવસ કે એવું બને છે કે અલી કહે છે

"ખામોશ રહીને સે અગર કિસી કો ખુશી મિલતી હૈ તો એ મેરી ખામોશીયા"

આ સાંભળતા જ અવનિ ની આંખો પહોળી થઇ જાય છે અને તે તરફ એકીટશે જોયા કરે છે.

અલીને કંઈ સમજાતું નથી કે અવનિ તરફ આ તરફ કેમ જોઈ રહી છે. તે અવનિને પૂછે છે તને શું થયું?

અવનિ અલીના પ્રશ્નોના જવાબ આપ્યા વગર જ દોડીને સીધી તેના રૂમમાં જાય છે એને જઇને તેના કૉલેજના સમયના લવ લેટર બહાર કાઢે છે અને કે તેને જોયા કરે છે અને જેને આ જોતાં જોતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તે આંસુ તે લવ લેટર પર પડે છે.

અચાનક અવનિ ને નીલે ચિઠ્ઠીમાં કહેલી એ વાત યાદ આવે છે અને તેની ડાયરી શોધવા લાગે છે તેની નજર ત્યાં પડેલી એક ડાયરી ઉપર પડે છે અને તે નીલની​ડાયરી હોય છે.

તે ડાયરી લઇને અલી પાસે આવે છે અને તેને બધી વાત કરે છે તે જેમ જેમ ડાયરી વાંચતી જાય છે તેમ તેમ તેને વાત સમજાવવા લાગે છે તે આગળ ડાયરી વાંચવાને બદલે અલી ની સામે જોયા કરે છે અને કહે છે કે મારે હવે તારા મોઢેથી વધુ સાંભળવું છે.

અલી કહે છે હા આ બધું સાચું છે કોલેજના સમયમાં જે તે લવ લેટર તને આવતા હતા તેવું જ મોકલતો હતો.

મારામાં એટલી હિંમત ન હતી કે હું સામે ચાલીને તને લવ લેટર આપી શકું એટલે મેં નીલને આ બધું કરવા માટે કહ્યું અને છેલ્લે જ્યારે તેને સરપ્રાઇઝ આપીને પ્રપોઝ કર્યું ત્યારે એ સરપ્રાઈઝ પણ મેં તારા માટે જ એ જ કરાવ્યું હતું. મને ક્યાં ખબર હતી કે જેની ઉપર એટલો ભરોસો કર્યો હતો તે જ મને દગો દઇ દે થઈ જશે.

પછી જ્યારે મને ખબર પડી કે તેણે તને પ્રપોઝ કર્યું છે અને તે હા પાડી છે ત્યારે હું તને તો બધી વાત જણાવી દેવાનો હતો. પણ મેં તારા ચહેરા પર એટલી ખુશી આજ સુધી નથી આવતી જોઈ જેટલી મેં એ દિવસે જોઈ હતી. એટલે મેં તને એ વાત કહેવા નું રહેવા દીધું અને હું ત્યાંથી મારા અભ્યાસ માટે ચાલ્યો ગયો કારણ કે મને ખાતરી હતી કે નીલ પણ તને એટલો જ પ્રેમ કરશે એટલે મેં તને કર્યો છે.

આ બધું સાંભળીને અવનિ સ્તબ્ધ થઇ ગઈ. તેને કંઈ સમજાતું ન હતું કે તેને કેવી રીતે આ બધાનો સામનો કરવો. તેણે હિંમત કરીને કહી જ નાખ્યું કે તે મને એ દિવસે શા માટે ના કહ્યું હતું. ત્યારે અલી માત્ર એટલું જ કહ્યું.

"ખામોશ રહીને સે અગર કિસી કો ખુશી મિલતી હૈ તો એ મેરી ખામોશીયા"

બંને વચ્ચે વાત ચાલી રહી હતી ત્યાં અચાનક અવનિ બેહોશ થઈ ગઈ અને તેની વાત અધૂરી જ રહી ગઈ.

અવનિની ડિલિવરી થાય તે પહેલા જ અલીએ વિચાર્યું હતું કે તે અવનિ અને તેના બાળકને અપનાવશે.

તેણે અવનિ ને પ્રપોઝ કરવાનું વિચાર્યું હતું ત્યાં અવનિ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી કેમકે તેને delivery નો દિવસ આવી ગયો હતો. અલી એમ ચાહતો હતો કે આ બાળક આ દુનિયામાં કદમ રાખે ત્યારે તેના માતા-પિતા બંનેનું મોઢું જોવું એટલે અલીએ હોસ્પિટલની રૂમમાં પ્રપોઝ કર્યું ત્યારે અવનિ એ તેને ફરી એક વખત વિચારવા કહ્યું કે હું તારા પર બોજ​બનવા નથી માંગતી. તને તો કોઈ પણ​છોકરી મળી જશે લગ્ન કરવા માટે તો શું કામ મારા અને મારા થયેલા બાળકની જવાબદારી ઉઠાવવા માંગે છે.

ત્યારે અલી એ કહ્યું તું મને લગ્ન કરવા માટે તો કોઈ પણ મળી જશે પણ એ કોઈ પણમાં તું નહિ હોય. હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું કે જેટલો તે સમયે કરતો હતો. હું તને દિલથી અપનાવવા માગું છું અને આ બાળકને દુનિયામાં પિતાના નામ સાથે લાવવા માગું છું.

આટલું બોલતાની સાથે જ​અવનિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણી એ પુછ્યું કે તું આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે. ત્યારે અલીએ કહ્યું અરે ગાંડી પ્રેમ કેમ ભૂલી જવાની વસ્તુ છોડી છે એ તો નિરંતર વહ્યા કરે છે....

આ સાથે જ તે રૂમમાં શાંતિ છવાઈ ગઈ બંને એક બીજા ની સામે જોઈ રહ્યા હતા માત્ર તે બંનેની ખામોશી જ બોલી રહી હતી.

અલી અવનિ ની માંગ ભરી અને મંગળસૂત્ર પહેરાવી અને હોસ્પિટલના રુમમાં પોતાના લગ્ન મંડપ બનાવ્યું.

બે કલાક પછી અવનિએ એક નાની બાળકીને જન્મ આપ્યો. આ સાથે અવનિની ખુશીનો પાર જ ના રહ્યો. તેને ભગવાન નો આભાર વ્યક્ત કર્યો. અલી અને અવનિના જીવનમાં નાની બાળકી ખુશીઓ લઈને આવી એટલે અલીએ તે બાળકીનું નામ ખુશી શર્મા કર્યું..