One unique biodata - 15 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૫

દેવ અચાનક લેક્ચરમાંથી સીધો જ કોલેજમાંથી બહાર નીકળી જાય છે.

"ગીવ મી ફ્યૂ મિનિટ પ્લીઝ"નિત્યાએ કહ્યું.

"ટેક યોર ટાઉમ"નકુલ બોલ્યો.

નિત્યાએ એના કેબિનની બહાર જઈને દેવને ફોન કર્યો.

"હાઇ ક્યાં છે તું?"નિત્યાએ દેવને પૂછ્યું.

"કામ છે તો ઘરે જાવ છું"

"તને ખબર છે ને કે સલોની અને નકુલ આવ્યા છે તને મળવા?"

"હા,એટલે જ હું બહાર નિકળી ગયો"

"પણ શું કામ આમ કરે છે?"

"એ હું તને પછી સમજાવીશ.મારુ એક કામ કરીશ?"

"શું?"

"એ લોકોને એમ ના કહેતી કે મારે નહોતું મળવું એટલે હું બહાર નીકળી ગયો.કઈક કામ હતું એમ કહેજે ને"

"હું જૂઠું નઈ બોલું"

"ઓકે તારી મરજી"

"સારું હવે કહી દઈશ.પણ તું રાતે મારા ઘરે આવજે"

"કેમ?"

"કામ છે"

"ઓકે"

નિત્યા ફોન મૂકીને અંદર ગઈ અને નકુલ અને સલોનીને કહ્યું કે દેવને કામ હતું એટલે એ ઘરે ગયો રહ્યો.

"ઓકે તો પછી મળીએ"નકુલ કહ્યું.

ત્યારબાદ સલોની અને નકુલ ત્યાંથી જતા રહ્યા અને નિત્યા એના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
*
નિત્યા રાત્રે જમીને બહાર હિંચકામાં બેસી હતી.એના ઘર આગળ નાના છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા એમને જોતી હતી.

એટલામાં આરવ નિત્યા પાસે હિંચકામાં આવીને બેસ્યો અને બોલ્યો,"હાઇ બ્યુટીફૂલ, કૈસી હો?"

(આરવ:-નિત્યાનો પડોશી ફ્રેન્ડ.આરવ મુંબઈનો હતો.આરવને ગુજરાતી બોલતા નહોતું આવડતું તેથી એ નિત્યા સાથે થોડું થોડું ગુજરાતી ભાષા બોલતા શીખવાનો પ્રયત્ન કરતો.નિત્યાને લેપટોપ કે ફોનમાં કઈ સમજ ના પડે તો એ આરવ પાસે જઈને શીખતી.એને આઇ ટી એન્જીનીયરીંગ કરેલું હતું અને છ મહિનાથી એ એના જોબ ના લીધે અહીં શિફ્ટ થયો હતો.નિત્યા સાથે એને સારું બનતું હતું.)

"એક દમ બઢીયા.તુમ બતાઓ કૈસે હો?"નિત્યા બોલી.

"ક્યાં લગતા હે તુમ્હે?"આરવે પૂછ્યું.

"બિન્દાસ લગ રહે હો"નિત્યાએ કહ્યું.

"હા,પર તુમ આજ-કલ કહા હો.શાદી-બાદી કર લી ક્યાં?"આરવે મજાકમાં પૂછ્યું.

"ક્યાં યાર તુમ ભી અજીબ સોચ રખતે હો,ઇન્સાન કો શાદી કે અલાવા ભી દુસરે કામ હો શકતે હે"

"મેરી સોચ અજીબ નહીં હે,તુમ અજીબ હો"

"ક્યૂ?"

"અબ તુમ્હારી શાદી લાયક ઉંમર હો ચૂકી હૈ ઓર તુમને અભી તક લડકા દેખના શુરું ભી નહીં કિયા.ઐસા અજીબ લોગ હી કરતે હૈ"

"તુમ તો ઐસે બોલ રહે હો જેસે તુમને શાદી કર લી"

"મેને શાદી ભલે હી ના કી હો પર મેને તુમ્હારી ભાભી તો ઢૂંઢ લી હૈ ના"

"હા,વો તો હૈ, વૈસે કેસી હે ભાભી?"

"અચ્છી હૈ"

નિત્યા અને આરવ વાત કરી રહ્યા હોય છે એટલામાં પેલા ક્રિકેટ રમી રહ્યા હતા ત્યાંથી દડો એમની તરફ આવ્યો અને એક છોકરો એ દડો લેવા આવ્યો અને બોલ્યો,"આરવ ભૈયા આપ દડો-બેટ રમને ચલોના હમારે સાથ"

"એ લડકા ક્યાં બોલ રહા હૈ"આરવને ખબર ના પડતા નિત્યાને ઇશારામાં પૂછ્યું.

"વો તુમ્હે અપને સાથ ક્રિકેટ ખેલને કે લિયે બુલા રહા હૈ"નિત્યાએ આરવને સમજાવતા કહ્યું.

"હા ચલો"કહીને આરવ નાના છોકરાઓ જોડે ક્રિકેટ રમવા ગયા.થોડી વાર પછી આરવ થાકીને પાછો નિત્યા પાસે આવીને બેસ્યો.

"ક્યોં,થક ગયે ક્યાં?"નિત્યા આરવને પરસેવો લૂછતાં જોઈને પૂછ્યું.

"હા,થોડા"

"હા અબ યે સબ ખેલના કુદના તુમ્હારે બસ કઈ બાત નહીં"નિત્યા મજાક કરતા કહ્યું.

"મતલબ"

"તુમ્હારી ઉમ્ર હો ગઈ હૈ,તું અબ બચ્ચો કી તરહ નહીં ખેલ શકતા"

"વેરી ફની"

"થેંક્યું"

"થોડા પાની મિલેગા?"

"થોડા ક્યૂ,બહોત મિલેગા.હમારે ઘર પાની કી કમી નહીં હૈ"

નિત્યાએ આરવને પાણી આપ્યું એટલામાં કામિનીબેન ત્યાં આવ્યા અને બોલ્યા,"આરવ મેને સુના તુમ્હારી એંગેજમેન્ટ હો ગઈ"

"હા આંટી"

"અચ્છા,લડકી કી ફોટો તો દિખાઓ હમેં"

આરવે નિત્યા અને કામિનીબેન બંનેને ફોટો બતાવ્યો.

"બહોત પ્યારી હે"કામિનીબેન બોલ્યા.

"હા,તુમ દોનો સાથ મેં બહોત અચ્છે લગ રહે હો"નિત્યાએ કહ્યું.

નિત્યા,એની મમ્મી અને આરવ વાત કરી રહ્યા હતા એટલામાં નિત્યાની મમ્મીની નજર દેવ પર પડી.દેવ ચાલતો ચાલતો નિત્યાના ઘરે આવી રહ્યો હતો પણ સોસાયટીના ગેટ પર કોઈ ઓળખીતું મળી ગયું હતું એની સાથે વાત કરવા ઉભો રહ્યો હતો.

"નિત્યા તારા પ્રોફેસર સાહેબ આજે રસ્તો ભૂલી ગયા કે શું"કામિનીબેન બોલ્યા.

"વોટ?"નિત્યા અને આરવ બંને એકસાથે બોલ્યા.

"દેવ આવે છે જો"

નિત્યા અને આરવે દેવ સામે જોયું.

"નિત્યા તુને દેવ કો જીજુ બના લિયા ઓર મુજે બતાયા તક નહીં?"આરવે મજાકમાં કહ્યું.

"હે?"નિત્યાને સમજ ના પડતા પૂછ્યું.

"અભી આન્ટીજી ને કહા કી તુમ્હારે પ્રોફેસર સાહબ આ રહે હૈ તો મુજે લગા કી..........."

"ચૂપ રહો તુમ.વૈસે તો તુમ્હે ગુજરાતી સમજમેં નહીં આતી તો યે બાત કૈસે સમજ ગયે"નિત્યા ગુસ્સામાં બોલી.

"મૈને કબ કહા કી કુછ ભી સમજ નહીં આતા,થોડી થોડી ગુજરાતી મને આવડે છે"આરવે તૂટક તૂટક ગુજરાતી બોલતા કહ્યું.

દેવને એકદમ નજીક આવતો જોઈ આરવ,નિત્યા અને કામિનીબેન ચૂપ થઈ ગયા.

"કેમ અચાનક ચૂપ થઈ ગયા.મારી વાતો કરતા હતા?"દેવે બહાર ઓટલા પર બેસતા કહ્યું.

"હા,અમારી પાસે બીજું કામ શું છે તારી વાતો કરવા સિવાય"નિત્યા કટાક્ષમાં બોલી.

"આવ દેવ અંદર"કામિનીબેન બોલ્યા.

"ના,આંટી બહાર જ બેસીએ"

"ઓકે તો બેસો હું જાઉં મારી સિરિયલ નો ટાઈમ થઈ ગયો છે"કામિનીબેન આટલું કહીને અંદર જતા રહ્યા.

"હાઇ દેવ,મજામાં ને?"આરવે પૂછ્યું.

"ઓહ,ગુજરાતી"

"હા,થોડા થોડા શીખ રહા હૂં"

"અચ્છા હૈ, અચ્છા હૈ. ધીરે ધીરે શીખ જાઓગે"

એટલામાં દેવના ફોનમાં કોઈનો ફોન આવ્યો એનું ધ્યાન ફોનમાં હતું.ત્યાં આરવ નિત્યાના કાનમાં ધીમેથી બોલ્યો,"તુમ જીજુ કે સાથ બેઠો,મેં ચલતા હૂ"

નિત્યાને આ સાંભળી થોડો ગુસ્સો આવ્યો પણ એ કઈ બોલતી નથી.દેવે ફોન મુક્યો અને નિત્યાને હિંચકામાં બેસવા માટે પૂછ્યું,"હું અહીંયા બેસું?"

"ના"

"હું તો બેસવાનો જ"

"તો શું કામ પૂછવાની ફોર્મલિટી કરે છે"

"બોલ કેમ બોલાવ્યો હતો?"

"તું જાણી જોઈને શું કામ જતો રહ્યો હતો?"

"બસ યાર મળવાની ઈચ્છા ન હતી"

"એવું જ હતું કે બીજું કંઈ?"

"હું એ બંને માટે ખુશ છું પણ મને મારાથી જ ડર લાગે છે"

"શેનો ડર?"

"એ બંનેને સાથે જોઈને મને જેલસી ના થવા લાગે,મારામાં એમના પ્રત્યે કોઈ ઈર્ષ્યાની ભાવના ના આવી જાય એટલે હું બને એટલું નકુલ અને સલોનીથી દુર રહેવા માંગુ છું"

"એક વાત સાચી કહું?"

"હા બોલને"

"જો તું એ બંનેને સાચે જ બેસ્ટ ફ્રેન્ડ માનતો હોઈશ અને સલોનીને સાચે જ પ્રેમ કરતો હોઈશ તો એ બંનેને સાથે ખુશ જોઈને તું પણ ખુશ થઈશ.તારા મનમાં એમના પ્રત્યે અણગમાની ભાવના નહીં આવે"

"શું એવું પોસીબલ છે?,કેમકે અત્યારના સમયમાં તો બધા પોતાનો સ્વાર્થ જ વિચારતા હોય છે જો મને મળે તો મારું નહીં તો બીજા કોઈની સાથે પણ જોવાનું ના પસંદ કરે"

"ચોક્કસ પોસીબલ છે.હજી પણ ઘણા સાચો પ્રેમ કરવાવાળા આ દુનિયામાં જીવે છે બસ એમને એક પ્રેમમાર્ગ પર લઈ જનાર કૃષ્ણ ભગવાન જેવા ગાઈડની જરૂર છે"

"શું તું મારી એવી ગાઈડ બનીશ?"

"મતલબ?"

"જો મારા મનમાં આ બાબત પર કોઈ પણ ખરાબ વિચાર આવી પણ જાય તો તું મને સાચો રસ્તો બતાવીશ?"

"આઈ એમ વિથ યૂ,જ્યાં સુધી તારે જરૂર હોય ત્યાં સુધી હું તારી સાથે છું"

"થેંક્યું બેસ્ટી"

"એની ટાઈમ પાગલ.ચાલ ફોન કર હવે"

"કોને?"

"નરેન્દ્રમોદીને"

"એમનો નંબર નથી,નઈ તો હાલ જ કરત"

"ચાલને હવે કરને ફોન નકુલ અને સલોનીને"

"કાલ કરીશ,અત્યારે બહુ મોડું થઈ ગયું છે"

"ઓકે,જેવી તારી ઈચ્છા"

"હમ"
*
નકુલે એના મમ્મી જ્યોતિબેનને સલોની સાથે થયેલી બધી જ વાતચીત કહી અને છેલ્લે કહ્યું,"મમ્મી જે પણ હતું એ બધું એને મને કહી દીધું છે.અને બધું જ જાણ્યા પછી મેં નક્કી કર્યું છે કે મને એની સાથે સંબંધ જોડવામાં કોઈ પ્રોબ્લેમ નથી.તમારો શું વિચાર છે?"

"મને સલોનીથી કોઈ પ્રોબ્લેમ નથી.પણ............"જ્યોતિબેન બોલતા બોલતા અટકી ગયા.

"મમ્મી તમે શાંતિથી વિચારો અને પછી નક્કી કરો.હું એ જ કરીશ જે તમે કહેશો"નકુલે એના મમ્મીના હાથ પર હાથ મુકતા કહ્યું.

"એક વાત મને કહે,તું સલોનીને પ્રેમ કરે છે ને?"

"કદાચ હા"નકુલ શરમાતા બોલ્યો.

"તો મારી હા છે"

"મમ્મી મને ઉતાવળ નથી.તમે હજી વિચારવા માટે સમય લઈ શકો છો"

"હવે વિચારવાની જરૂર નથી,તારી ખુશીમાં જ મારી ખુશી છે"

"થેંક્યું મમ્મી"નકુલ જ્યોતિબેનને હગ કરતા બોલ્યો.

"કાલે સલોનીને ઘરે બોલાવજે,મારે એની સાથે વાત કરવી છે"

"ઓકે મમ્મી"
*
દેવે સલોની અને નકુલને કોફીશોપમાં મળવા માટેનો મેસેજ કર્યો.નકુલ અને સલોની બંને મળવા માટે રાજી થઈ જાય ગયા.
*
બીજા દિવસે કોલેજમાં બધું જ કામ પતાવીને દેવ નિત્યા પાસે ગયો અને કહ્યું,"ચાલ મારી સાથે"

"ક્યાં?"

"કોફી પીવા"

"કેમ?"

"નકુલ અને સલોનીને મળવા બોલાવ્યા છે"

"ઓહ,સરસ"

"એટલે તો કહું છું તું ચાલ"

"ના ના તમે જઈ આવો,મારે કામ છે"નિત્યા બે આંગળીને ક્રોસ કરતા કહ્યું.

(નિત્યાને કોઈ કારણોસર,કોઈના સારા માટે જૂઠું બોલવું પડતું તો એ એની બે આંગળીને ક્રોસ કરતી અને આ રીતે એ ભગવાનને જૂઠું બોલવા માટે માફી માંગી લેતી.)

"બહાના ના બનાવ"

"અરે સાચું કહું છું,મમ્મીને લઈને બહાર જવાનું છે"

"ઓકે"દેવ ઉદાસ થતા બોલ્યો.

નિત્યાએ મનમાં વિચાર્યું કે જો એ જશે તો પાછું સલોની કઈક ને કઈક બોલશે અમે બધાનો મૂડ ખરાબ થઈ જશે.દેવ એના બે ફ્રેન્ડ સાથે ખુશ રહે તો મારે જૂઠું બોલવું પડે તો હું એ પણ કરીશ.
*
દેવ કોફીશોપમાં બેસીને નકુલ અને સલોનીની રાહ જોતો હતો એટલામાં ત્યાં દેવના માથા પર ટપલી મારતા નકુલ બોલ્યો,"પ્રોફેસર સાહેબ તમે તો બહુ બિઝી થઈ ગયા છો"

"હા,ફ્રેન્ડને મળવાનો ટાઈમ પણ નથી લોકો પાસે"સલોનીએ મોઢું મચકોડતા કહ્યું.

"સોરી ફ્રેન્ડ્સ"દેવ કાન પકડતા બોલ્યો.

"હા હવે ચલ સેન્ટી ના થા"નકુલ એક મુક્કો મારતા કહ્યું.

ત્રણેય મિત્રો એકસાથે બેસીને મસ્તી મજાક કરી,જૂની વાતો ને યાદ કરીને એકબીજાને ચિડાવ્યા અને આમ જ બે કલાક ક્યાં નીકળી ગયા એ લોકોને ખબર જ ના રહી.સાંજના ૭:૩૦ થવા આવ્યા હતા એટલે નકુલ બોલ્યો,"ડિનર કરીને જઈએ"

"મને વાંધો નથી"સલોની બોલી.

સલોની અને નકુલ દેવની સામે જોવા લાગ્યા અને દેવના જવાબની રાહ જોવા લાગ્યા કે દેવ ડિનર માટે રોકાશે કે નહીં.

શું દેવ ડિનર માટે રોકાશે?

નકુલના મમ્મી જ્યોતિબેન સલોની સાથે શું વાત કરવાના હશે?


Share

NEW REALESED