Room Number 25 books and stories free download online pdf in Gujarati

રૂમ નંબર 25 - 2

મિત્રો તમે પ્રકરણ 1માં જોયું કે, એક સફેદ કબુતર અચાનક જ ઉપરના રૂમના બારણાં સાથે અથડાઈને નીચે પાછડાયું. જે ભયંકર દૃશ્ય જોય અરુહી ધ્રુજી ઉઠી અને અચાનક જ ભાગ્યોદય આવી પહોંચ્યો. ત્યારબાદ આગળ આપણે પ્રકરણ 2માં જોઈએ.

****

પ્રકરણ-2 દફન


સવારે છ વાગે રોજની જેમ તૃષા આવી. “ઓહ… માં.” આરોહીએ તેને ખૂનથી લથપથ કબુતર બતાવ્યું અને તેને સાફ કરવા કહ્યું. તૃષાએ પોતાની છાતી પર હાથ રાખ્યો અને બોલી. “હાય માં... ” પછી થોડું અટકાઈને મોંઢામાં રહેલું પાણી ગાળામાં ઉતારીને “મેમ સાબ હું...મને.” કહેતા ફરી અટકાઈ.

“શું મને હું કર્યા કરે છે. સીધી રીતે કે ને કામ કરવું નથી ગમતું.” આરોહી ગુસ્સે થઈ ગઈ. ઉપર રહેલું કબૂતર હજું પણ એ જ જગ્યાએ બેઠેલું હતું અને પોતાના સાથી કબૂતરનો મૃતદેહ જોઈને આંખમાંથી આસું સારતું હતું.

“ના મેમ મેં સાંભળ્યું છે કે આ હવેલીમાં કંઈક છે.” કામવાળી બોલી.

“સાંભળ તૃષા, તું પહેલા એ બધી વાત છોડ અને ફટાફટ કબૂતરને દૂર કરવાનું નક્કી કર.” આરોહી તેની વાતને અવગણતાં બોલી. આરોહી પણ લોહી જોઈ શક્તિ ન હતી એટ્લે તેને બીજું કાંઈ સાંભળવા સમજવામાં રસ ન હતો. બસ ગમે તેમ કરીને એ વાસ મારતું કબૂતર અને તેના લોહીના પડેલા ડાઘા દૂર કરવા માંગતી હતી.

કામવાળીએ કબૂતર લેવા માટે તેના કામચોર પતિને બોલાવવાનો આગ્રહ રાખ્યો. તેનો પતિ આજે પાછો અડધી પોટલી પી ગયો તો. શર્ટના બટન ઉપર નીચે વસેલા અને પગ આડાઅવળા પાડતો-પાડતો ચાલી રહ્યો હતો. “હું...હું. કબુતર લેવા આવ્યો છું.” હવેલીના બારણે ઉભા-ઉભા જ બોલ્યો.

તૃષાએ અંદર ધકેલયો અને એક કોથળો આપ્યો. આરોહીએ પાણીની ડોલ અને પોતું આપ્યું. કામવાળીને આરોહીએ કહ્યું. “તૃષા તારો પતિ હજું આ સાફ કરે છે. ત્યાં સુધીમાં તું આ કબૂતરને દફનાવવા માટે પાછળના બગીચામાં એક ખાડો કરી રાખ.”

“જી મેંમ સાબ.” બોલીને તૃષા પાછળના બગીચામાં ખાડો કરવા ચાલી ગઈ. તૃષા ખાડો કરીને આવી અને પોતાના પતિનું કામ ચકાસવા લાગી. તેના પતિએ ઘણું ખરું સાફ કરી નાખ્યું હતું અને કબુતરને કોથળા ઉપર રાખી દીધું.

પછી બંનેએ સાથે મળીને તેને હવેલીના પાછળના બગીચામાં કબૂતરને લઈ જઈને દફનાવ્યું. “ઉ...ઓક...ઓક…” કરતી તૃષા પોતાના મોંઢા આગળ હાથ રાખ્યા. વધુ વાર તે ત્યાં ઉભી ન રહી શકી એટલે ત્યાંથી ચાલી નીકળી.

હવે એ મૃત કબૂતરનું સાથી કબૂતર પણ તેની દફનાવેલી જગ્યાએ જ રહેવા લાગ્યું. ઘરનું બધું જ કામ પુરું કરીને કામવાળી અને તેનો પતિ નીકળ્યા. તેનો પતિ તૃષાને ઝીણું-ઝીણું કંઈક કેહતો હતો. આરોહીએ તેમના પર ધ્યાન ન આપ્યું.

આજે ભાગ્યોદય વહેલો આવી ગયો. તેના હાથમાં ગુલાબના ફુલ અને તેના પાંદડા હતા. તેની પાછળ-પાછળ એક રીક્ષા આવી અને લગભગ એ બધો જ સામાન હતો. જે લગ્નની પહેલી રાતે જરૂરી છે. ભાગ્યોદય હોટલમાંથી જમવાનું પણ લઈ આવ્યો અને બંને સાથે જમવા બેઠા. પછી તે બંનેએ સાથે મળીને પોતાનો બેડ સજાવ્યો અને તેની સાથે આખો રૂમ પણ. સજાવવાનું પુરુ થયું એટલે આરોહી પણ ઉપરના માળના એક રૂમમાં તૈયાર થવા જાય છે. ભાગ્યોદયે પણ લગ્ન માટે ખરીદેલી શેરવાણી પહેરી લીધી.

ઉપરના રૂમમાં આરોહી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. તે આજે ખુબ જ ઉત્સુક હતી. તે બંનેના મિલનનો સમય નિકટ હતો. એટ્લે સ્વભાવિક છે કે, તેમનો ઉત્સાહ વધી રહ્યોં હતો. આરોહીના શરીર પર સ્પર્શ કરતું એક-એક ઠંડાપાણીનું ટીપું ગરમ વરાળ નાખી રહ્યું હતું. તેનું બદન(શરીર) ગરમ થઇ રહ્યું હતું. નીચે બેઠેલો ભાગ્યોદય પણ તેમનાં પ્રેમની પહેલી મુલાકાત યાદ કરી રહ્યો હતો.

***