Room Number 25 - 7 books and stories free download online pdf in Gujarati

રૂમ નંબર 25 - 7

પ્રકરણ 6માં ભાગ્યોદયનો ભ્રમ કેવી રીતે ભાંગ્યો એ જોયા પછી હવે આગળ શું થશે? શું આરોહીના અંદર આવેલી પ્રેતાત્મા ભાગ્યોદયને મારી નાખશે? તે જોઈએ પ્રકરણ 7માં.

***

સવારે લગભગ છ વાગ્યા હશે. ડોર બેલ વાગ્યો ભાગ્યોદય પર કોઈએ ધીમેથી પાણી ધબોડયું અને સાથે-સાથે ગ્લાસ પણ પડ્યો. ભાગ્યોદય ભાનમાં આવ્યો. તેની આજુબાજુ ઘણા બધા કાચના ટુકડા પડ્યા હતા. તેની પાછળ રાતવાળું ટેબલ હતું. એ બધા પર નજર કર્યા બાદ ભાગ્યોદયની નજર પોતાના રૂમમાં પડી. તે ઉભો થયો અને આરોહીને જોવા માટે રૂમમાં આવ્યો. આરોહી બેડ પર એમજ ચણિયાચોળી પહેરીને સૂતી હતી. તેની આંખો ફરતે કાળી કુંડળીઓ પડી ગઈ અને તેના હોઠ પણ સુકાઈ ગયા હતા.

ભાગ્યોદય પોતાના જમણા હાથના ખંભા ઉપર ડાબો હાથ રાખીને દરવાજો ખોલવા ગયો. બારણું ખોલતા જ તેને રાજુના દર્શન થયા અને તેને કહેલું ‘બેસ્ટ ઓફ લક’ પણ યાદ આવ્યું. “સાબ જી... લાગે છે બવ થાકી ગયા છો.” પાછી તેની નજર ભાગ્યોદની શેરવાણી ઉપર પડી અને બોલ્યો. “સાબ આ ટોમેટો કેચપના મેમ શોકીન લાગે છે. કાલે હું આયો ત્યારે તો છેક કાચ પરથી કેચપ પડી રહ્યું હતું. હું તો લૂછીને થાકી ગયો. લાગે છે તમે પણ રાતે કેચપથી રમતા હસો.” રાજુ પોતાના દાંત દેખાડી લાલ રૂમાલથી પોતાનું મોઢું લુછવા લાગ્યો.

પાછળથી રાજુની પત્ની તૃષા સામાન લઈને આવી રહી હતી. ભાગ્યોદયે હવે, બારણું આખું ખોલ્યું. “સાબ આજે રજા લાગે છે.” હસ્તા મોંઢે તૃષા બોલીને અંદર ગઈ. હજુ લોબીએ પહોંચી જ કે સામાન નીચે પટકી દીધો. રાજુ અને ભાગ્યોદય બંને અંદર દોડ્યા. “શું થયું!” રાજુ બોલ્યો.

“આટલું બધું નુકશાન! આખું ઘર લોહી...લોહી!” કામવાળી પોતના નાકને લોહીની વાસથી બચાવતા નાક આડા હાથ રાખતી બોલી.

એ સમયે ભાગ્યોદયની નજર કબુતર પર પડી. હવે તેને સમજાયું. આજે સવારે તેને પાણી નાખીને જગાડનાર એ જ કબુતર હતું. તેના સાથી કબૂતરનું લોહીથી લથબથ થઈને પડવું અને બાકી બધી જ ઘટના. અચાનક જ તેને યાદ આવ્યું (પચ્ચીસ નંબરના રૂમમાં તાળું હતું અને તેમાં આરોહિની ચણિયાચોળી જતી જોય હતી. તે સાચું હતું.) એટલે ભાગ્યોદય એક્દમથી ઉપર ચડવા લાગ્યો. તેની પાછળ રાજુ પણ આવી રહ્યો હતો.

ભાગ્યોદય પચ્ચીસ નંબરના રૂમ પાસે જઈને ઉભો રહ્યોં. તે બારણાંને તાળું ન હતું. ભાગ્યોદયે પચ્ચીસ નંબરનો રૂમ ખોલ્યો. રાજુને હજું કંઈ જ જાણ ન હતી. એ ખાલી ભાગ્યોદયની પાછળ-પાછળ ચાલી રહ્યોં હતો. ભાગ્યોદય રૂમની અંદર ગયો, પરંતુ રૂમ આખો ખાલી હતો. સફેદ દિવાલ પર કાળા અને લાલ ડાઘા પડેલા હતા. અંદરની તરફ બધું જ જોઈને બહાર નીકળી રહ્યોં હતો કે, એ સફેદ કબુતર બારીએથી રૂમની અંદર આવ્યું અને તેની પાછળ આવેલા પવનથી બારણું વસાઈ ગયું. જેવું બારણું બંધ થયું કે તેની પાછળનો ખુફિયા કબાટ ભાગ્યોદયને દેખાયો.

ભાગ્યોદયે તે કબાટને ખોલવા લાગ્યો. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ કબાટ ન ખુલ્યો એટલે તે ત્યાંથી હટી ગયો. રાજુ એકદમ બારણું ખોલીને અંદર આવ્યો. તેણે નીચેની પરિસ્થિતિ અને ગામના લોકોની વાતોમાં મેળ બેસતો સમજાયો. “સાહેબ... આ ઘરમાં ભૂત છે..." રાજુ ગભરામણમાં રાડો પાડવા લાગ્યો. કૂદતાં-કૂદતાં તેનો પગ કબાટના બારણાંની નીચેના એક ટેકા પર પડ્યો. “ઑય...માં મરી ગયો...” રાજુનો અવાજ છેક નીચે આરોહિની બાજુમાં ઉભેલી તૃષાના કાન સુધી પહોંચ્યો.

રાજુનો પગ અથડાવવાથી એ કબાટનું બારણું ખુલ્યું. ભાગ્યોદય કબાટને ચેક કરવા ઝડપથી આખો ખોલ્યો. તે કબુતર પણ તેના ખંભા પાસે આવી બેસ્યું. કામવાળી તૃષા પણ ત્યાં આવી પહોંચી. રાજુને જોઈને તેની ઠેસ વાગેલા પગમાં પોતાની સાડીનો એક છેડો ફાડી બાંધી આપ્યો. હવે તે બધાનું ધ્યાન કબાટ પર પડ્યું. પરંતુ કબાટ આખો ખાલી હતો, બધા જ તે રૂમની અંદરથી નીકળી ગયા એ સમયે બારણું બંધ કરતો રાજુ કબુતરને બહાર કાઢી રહ્યોં હતો. કબુતર ત્યાંથી ન નીકળતા રાજુએ ગુસ્સે થઈને પોતાનો એક પગ ઊંચક્યો અને લાત મારી. ‘કટક’ અવાજ આવ્યો અને એકાદ લોક તૂટ્યો.

કબૂતર તો પણ ટસનું મસ ન થયું એટલે રાજુ તેને હાથ વડે પકડવા જંપલાવ્યો ને દિવાલ અંદરના કબાટના ઉપરના ભાગમાં જઇ ફસાયો. જેવો નીચે આવવા ગયો કે તે કાબટનું ઉપરનું ખાનું અંદરની તરફ નીચે નમ્યુ અને રાજુ કબાટની પાછળના ગુપ્તરૂમની નિસરણી(સીડી) ના પગથિયાં પર જઇ પટકાયો અને લથડતો-લથડતો છેક નીચે સુધી પછડાયો. “ઑય… બાપ્લ્યા. આહ… મરી ગયો…” રાજુનો અવાજ સાંભળીને બહાર ઉભેલા ભાગ્યોદય અને કામવાળી તૃષા અંદર આવ્યા.

બંનેની નજર કબાટની નીચે નમેલા ઉપરના ખાનાની ઉપર પડી. બંને તેને આઘુ-પાસું કરીને નીચેના ભોંયરામાં ગયા. અંદર ખુબજ તીવ્ર વાસ આવી રહી હતી. બંનેએ નાક બંધ કર્યા. અંદર પડેલો રાજુ આચ્છા અંધારામાં પોતાની પોટલી શોધી રહ્યોં હતો. અચાનક જ તેનો હાથ કોઈના ચેહરા પર પડ્યો અને મોટી ચીસ પાડી. “ઑય બાપા મરી ગયો...”

સીડીની સામેની બાજુમાં બહાર નીકળી રહેલી બારી પાસે આવી ઉભેલી તૃષાએ બારી ખોલી.
બધાજ બેબાકળા થઈ ગયાં. તેમની સામે એક દુલ્હનનો શણગાર સજેલી ડેડ બોડી પડી હતી. જે લગભગ અડધી સડી ગઈ હતી. બધા જ ઝડપથી ભાગવા લાગ્યા. રાજુ પણ પોતાની પોટલી લેવા બાજુમાં વળ્યો કે, તેને એક ચોપડી દેખાઈ. રાજુ દારૂની પોટલી અને ચોપડી લઈને ઉપર ભાગી ગયો.

***