Taro Maro Prem - 1 books and stories free download online pdf in English

તારો મારો પ્રેમ - 1

તારો મારો પ્રેમ
"આજે આખા ઘર ને એવી રીતે સજાવો જાણે કોઈ લગ્ન હોઈ ", ઋત્વી ના પિતાએ નોકરને કહ્યું.
"હા, હા, કેમ નહિ તમે તમારા ઘરને સજાવશો ને જ, આખરે ઋત્વી લાંબા સમય પછી આવી રહી છે" અશોક ભાઈ ના પરમ મિત્ર એવા નીરજભાઈ બોલી ઉઠે છે
"અરે તમે ક્યારે આવ્યા" ઋત્વીના પિતાએ તેના મિત્રને કહ્યું
"જ્યારે તમે આ નોકરને ઓર્ડર આપતા હતા ત્યારે હું આવ્યો હતો" નીરજ ઋત્વી ના પિતાને જવાબ આપે છે
'હે અશોક તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો અને હજુ પણ એક નાની દીકરી ના પિતા બની જ ઘર શણઘારી રહિયા છો...?? "નીરજ અશોક ને કહ્યું (અશોક પટેલ બેંગ્લોરના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઋત્વીના પિતા અને નીરજ અશોકના પરમ મિત્ર છે અને ઋત્વીના કાકા)

"શું તે નાની ખુશી છે? તે કોઈપણ સુખ કરતાં ઘણી મોટી છે, મારી રાજકુમારી, મારી વહાલી દીકરી ઋત્વી
10 વર્ષ પછી આવી રહી છે. મારી દીકરી વગર હું 10 વર્ષ કેવી રીતે જીવ્યો છું તે તમે ક્યારેય મહેસુસ નહિ કરી શકો "
અશોક ઉદાસ સ્મિત સાથે નીરજ ને કહ્યું
" હું જાણું છું ઋત્વી ના માતાના મૃત્યુ પછી ઋત્વી એકમાત્ર કારણ છે તમારા જીવવાનું " નીરજ
મોટા સ્મિત સાથે અશોક ને કહ્યું

"તમારે ઋત્વી ને લેવા એરપોર્ટ નથી જવાનું ?? આ બધું છોડો ……નીરજ અશોક ને કહ્યું
"હે ભગવાન, આ બધું ડેકોરેશન કરવામાં હું ભૂલી જ ગયો ઋત્વીની ફ્લાઇટ લેન્ડિંગનો સમય , ચાલો, આપણે ઉતાવળ કરવી પડશે, નહીં તો અમને મોડું થઇ જશે અને ઋત્વી ખીજાય જશે અને અને હું મારી રૂહ ને આવતા ની સાથે જ ગુસ્સો અપાવવા નથી ઇછતો . "અશોક નીરજ ને કહ્યું
અશોક અને નીરજ કાર તરફ જતા
અશોક અને નીરજ કારમાં બેસે છે અને અશોક ડ્રાઈવરને કહે છે કે કારને ઝડપથી એરપોર્ટ પર લઈ જાઓ.

બીજી તરફ
"મને આ દુકાનના સૌથી સુંદર ફૂલો જોઈએ છે કેમ કે મારે જેને ફૂલ આપવા છે તે આ દુનિયા ની સૌથી બીયુટીફુલ છોકરી છે " રિશી એ કહ્યું………… (રિશી રંજન ના સૌથી સુંદર અને મોહક છોકરો)
દુકાનદાર : "બાય ધ વે તમને સૌથી સુંદર ફૂલો કેમ જોઈએ છે?" દુકાનદારે રિશી ને કહ્યું
કારણ કે આજે આ દુનિયાની સૌથી સુંદર છોકરી બેંગ્લોર આવી રહી છે "રિશી જવાબ આપ્યો

દુકાનદાર:
" અચ્છા તો તમારી ગર્લફ્રેન્ડ આવી રહી છે" દુકાનદારે રિશી ને ફૂલો આપતા કહ્યું
" અંકલ તમે તો બોવ સ્માર્ટ છો" રિશી દુકાનદારને પૈસા આપતા કહ્યું
અશોક અને નીરજ શક્ય તેટલી ઝડપથી ડ્રાઈવર ને કાર ચલાવવા કહી સમયસર પહોંચ્યા. અને ઋત્વી ને શોધવાનું શરૂ કર્યું
"કાકા અને પપ્પા ક્યાં છે? કહ્યું કે તમે સમયસર આવશો પણ હજુ સુધી આવ્યા નથી 15 મિનિટ થઈ ગઈ છે
ખબર નથી ક્યાં છે! "ઋત્વી એ પોતાની જાતને કહ્યું
(સુંદર બ્લુ આંખો અને ભૂરા વાળવાળી સૌથી યુવાન અને સુંદર છોકરી ઋત્વી )
ઋત્વી એરપોર્ટથી બહાર નીકળવા માટે ચાલી રહી હતી અને સામેથી આવતા છોકરાએ તેને અચાનક કિસ ગાલ પર કર્યું……
(તે બીજું કોઈ નહિ રિશી છે જેણે ઋત્વી ને કિસ કર્યું)
ઋત્વી એ તેને જોરથી ધક્કો માર્યો અને બૂમ પાડી " તારી હિમ્મત કઈ રીતે થઈ મને કિસ કરવાની અને જોર થી એક થપ્પડ લગાવી દીધો તેના ગાલ પર …..
રિશી એ ઋત્વી તરફ જોયું અને મોટ્ટા અવાજમાં કહ્યું " તમારી હિમ્મત કેવી રીતે થઈ મને થપ્પડ મારવાની?"
"તમે કોણ છો હું તો મારી ગર્લફ્રેન્ડને કિસ કરતો હતો, તમે જ વચમાં આવી ગયા ખબર નહિ ક્યાં થી આવી ગયા "
રિશી એ ઋત્વી ને એકદમ મોટ્ટા અવાજ માં અને ગુસ્સા સાથે કહીંયુ
"શું તમને શું હું તમારી ગર્લફ્રેન્ડ જેવી દેખાય રહી છું ???? તમે બસ મારાથી દૂર રહો નહિ તો હું તમને હજી એક થપ્પડ લગાવીશ અને પોલીસ ના હવાલે કરી આપીશ "
ઋત્વી એ એકદમ ગુસ્સા માં રિશી ને કહીંયુ અને એરપોર્ટ ના બહાર ની તરફ જવા માટે નીકળી પડે છે
થોડી વાર માં એક છોકરી રિશી તરફ આવી અને તેને ગળે લગાવી અને કહ્યું "તમે ક્યાં હતા?" હું તમને ક્યારની શોધી રહી હતી
ઋત્વી એરપોર્ટની બહાર આવી ત્યારે તેણે તેના પિતા અને કાકાને બહાર ઉભા જોયા અને તેમની તેમની પાસે જય અને ઋત્વી એ તેના પિતા ને એકદમ ચુસ્તપણે ગળે લગાવ્યા. અને કહ્યું "પપ્પા મેં તમને બોવ જ મિસ કર્યા"
"મિસ તો અમે પણ તને ખુબ કરી પણ ફાઇનલી આજે તું મારી પાસે આવી જ ગઈ મારી પરી " અશોક ઋત્વી ને કહ્યું
આ બધું જોઈને, ઋત્વી ના કાકાએ તેને કહ્યું કે "ઋત્વી લાગે છે તું મને ભૂલી ગઈ હું પણ અહીં આવ્યો છું" નીરજ ઋત્વી ને કહ્યું
ઋત્વી એ તેના કાકાને ગળે લગાવ્યા અને કહ્યું "મેં તમને પણ એટલાજ મિસ કર્યા જેટલા પપ્પા ને
એકબીજાને મળ્યા પછી, તેઓ બધા ઘરે જવા રવાના થયા….

બધા થોડા સમય માં ઘરે પહોંચ્યા
એકદમ સુંદર તરીકે ઋત્વી નું સ્વાગત કરવા માં આવ્યું જાણે કેટલા વર્ષો પછી નહિ પહેલી વખત ઋત્વી તે ઘર માં આવી રહી હોઈ
ઘર માં રહેલા નોકરો ઋત્વી ના આવતા ફૂલો થી સ્વાટ કરે છે ગુલાબ ના ફુલ નો વરસાદ થયો હોઈ તે રીતે ગુલાબ ના ફૂલો ની પાંખડી ઋત્વી પર વરસી રહી હતી
ઋત્વી એ તેના પિતાને કહ્યું, "આ બધું કરવાની શું જરૂર હતી, તમે મારું સ્વાગત એવી રીતે કરો છો કે હું
પહેલી વાર મારા જ ઘરે આવી હોય જો તમે ભૂલી ગયા હોવ, તો હું તમને યાદ અપાવું કે હું અહીં જ રહેતી હતી

નીરજ , ઋત્વી ના શબ્દો સાંભળીને, મોટેથી હસ્યો અને કહ્યું "મેં પણ કહ્યું હતું પણ તે સાંભળતો નથી “
આ બધી વાતો સાંભળીને અશોકે કહ્યું, " બેટા તું એટલા વર્ષો પછી ઘરે આવી છે શું હું તારું સ્વાગત ના કરી શકુ ??
" એવું નથી ડેડી તમે કરી શકો છો " ઋત્વી એ અશોક ને કહ્યું
"ઠીક છે હવે હું સાંભળીશ નહિ, ફ્રેશ થઈ જા પછી આપણે સાથે નાસ્તો કરીશું" અશોકે કહ્યું
ઋત્વી ફ્રેશ થવા તેના રૂમ માં ગઈ
ઋત્વી તેના રૂમ તરફ ગઈ જલદી તેના રૂમનો દરવાજો ખોલ્યો અને રૂમ જોતી જ રહી ગઈ
આખો રૂમ શણગારવામાં આવ્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગતું હતું કે રૂમની દરેક વસ્તુ ઋત્વી ના પસંદ ની જ હતી તે આ બધું જોઈને ખૂબ ખુશ હતી. ઋત્વી ઝડપથી ફ્રેશ થઈ અને નીચે જાય છે
ઋત્વી એ જોયું કે ડાઇનિંગ ટેબલ ઘણી બધી વાનગીઓથી સજાવેલી છે અને નીરજ બેઠો છે ઋત્વી ડાઇનિંગ ની
તરફ જય રહી હતી અને બધી વાનગી જોઈ બોલે છે "હે ભગવાન, આ બધું શું છે"
પછી, રસોડામાંથી બહાર આવતા અશોકે ઋત્વી ને કહ્યું કે "મેં આ બધી વાનગીઓ તમારા માટે બનાવી છે, તું ટેસ્ટ કરી મને કે કેવી બની છે
ઋત્વી એ આશ્ચર્ય સાથે નીરજ તરફ જોયું અને કહ્યું, "પપ્પાને આ બધું કરવાની જરૂર જરૂર નહોતી
હું આટલું બધું ખાઈ નહિ શકું ડેડ….
અશોકે એક નોકર ને ઈશારો કરતા કઈ લાવવા કહીંયુ .... તે નોકર કિચન માંથી બહાર આવતા તેના હાથ માં રહેલી ટ્રે માં આઈસ ક્રિમ પર ઋત્વી ની નજર હોઈ છે અશોક ઋત્વી ને કહે છે મેં તારી આ ફેવરેટ આઈસ ક્રિમ બનાવી છે સ્પેશ્યલ તારી માટે જ ખાઈ ને કે કેવી બની છે
ઋત્વી એ આઈસ ક્રિમ નો કપ હાથ માં લેતા ખાવાની શરૂવાત કરતા ડેડ ઇટ્સ વેરી ટેસ્ટી
પછી અશોક પણ તેની સાથે બેઠો અને તે બધાએ સાથે નાસ્તો કરવાનું શરૂ કર્યું.
બધાએ નાસ્તો કર્યા બાદ વિક્રાંતે તેને બોલાવ્યો અને કહ્યું " આજે એક પાર્ટી અરેન્જ કરી છે આટલા વર્ષો બાદ આવવા ની ખુશી માં , અને હા બેટા મેં ડિઝાયનર ને પણ બોલાવ્યો છે મેં તેમને કહીંયુ છે તારા પસંદ ના પસંદ હિસાબે કપડાં ડિઝાઇન કરી રાખ્યા છે તો તું જોઈ લેજે થોડા સમય માં તે પણ આવતા જ હશે "
ઋત્વી ડેડ ડિઝાયનર ની શુ જરૂર હતી ???
અશોક ભાઈ બેટા પાર્ટી તારી માટે રાખી છે તો મારી રૂહ એકદમ બધા થી અલગ લાગવી જોઈ એટલે…
ઋત્વી ઓકે કહી ત્યાં થી તેના રૂમ તરફ જવા નીકળી જાય છે
નીરજ એ અશોક ને કહ્યું કે આ બધું એક્સટ્રા જ થઇ રહીયુ છે, ઋત્વી હવે નાની નથી,
જે તમે તેની સાથે આ રીતે વર્તન કરી રહ્યા છો તે હવે મોટી થઈ ગઈ છે, અને સ્માર્ટ પણ. હવે તેની પસંદ નાપસંદ પણ અલગ થઈ ગઈ હોઈ . અને હવે તેની લાઈફ ના ડીસીઝોન તમે એકલા ના લઇ શકો , ઋત્વી ને પોતાની લાઈફ ના ડીસીઝોન લેવાનો પૂરો રાઈટ્સ છે….
અશોક ને નીરજ ની આ બધી વાતો સાંભળી તેવું ફીલ થયું કે સાચે હવે મારી ઋત્વી નાની નથી રહી તે હવે મોટી થઈ ગઈ છે
અને અશોકે કહ્યું …. નીરજ યુ આર રાઈટ
ઋત્વી તેના રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ અને વિચારવા લાગી કે બધું કેટલું અજીબ થઈ રહીયુ છે
થોડા સમય પછી
એક નોકરે તેના દરવાજા ખટખટાવ્યા અને કહ્યું કે મેડમ સાહેબ તમને નીચે બોલાવી રહ્યા છે."

"ઓકે હું આવું છું" ઋત્વી એ નોકરને કહ્યું
થોડી વાર પછી
ઋત્વી નીચે આવી….. તેણે જોયું ડિઝાયનર કેટલા બધા કપડાં લઇ આવ્યા હતા
નીરજ જે સોફા પર બેઠો છે તેની ની નજર ઋત્વી તરફ પડતા કહ્યું, રૂહ આવ બેટા આ છે વિપુલ સિટી ના બેસ્ટ ડિઝાયનર અને વિપુલ આ છે ઋત્વી
હેલો મેમ હું વિપુલ છું આ થોડા કપડાં છે જે થોડા દિવસો પહેલા અશોક સર એ મને તમારી ચોઈસ અને લાઇક્સ કહી હતી એ હિસાબે મેં ડિઝાયન કાર્ય છે ... પ્લીઝ હેવ અ લુક
ઋત્વી એ કહીંયુ ઓકે બતાવો ડ્રેસ …
વિપુલ એક પછી એક બધા ડ્રેસ બતાવવા લાગે છે
ઋત્વી સામે સોફા પર નીરજ ની સાથે બેસી જાય છે અને વિપુલ એક પછી એક ડ્રેસ બતાવવા લાગે છે .... ઋત્વી ને તેમાં થી કોઈ પસંદ નથી પડતા તે મન માં વિચારવા લાગે છે સિટી નો સૌથી બેસ્ટ ડિઝાયનર ના ડ્રેસ છે પણ મારી પસંદ ના નથી
નીરજ ઋત્વી ને કહે છે રૂહ તને આટલા ડ્રેસ માંથી એક પણ પસંદ ના આવ્યા ડ્રેસ ??
મને ખબર છે બેટા કે તને આ બધું પસંદ નથી હવે તું પોતાની માટે ડ્રેસ ખુદ ની મરજી થી લઇ શકે છે ..મેં અશોક ને કહીંયુ હતું પણ તેણે મારી વાત માની નઈ …(નીરજ ઋત્વી માટે બીજા પિતા જેવો છે. નીરજ ને કોઈ પરિવાર નથી. તેણે કોઈની સાથે લગ્ન કર્યા નથી તે હજુ સિંગલ છે અને ઋત્વી ને પોતાની દીકરી જેવો જ વ્યવહાર કર્યો)
એટલા માં વિપુલ એ એક લાઈટ પિન્ક કલર નો ડ્રેસ બતાવે છે અને ઋત્વી જોવે છે અને બોલે છે આઈ લાયક ધીસ ડ્રેસ…
નીરજ ઓકે તો ફાઈનલી તને ડ્રેસ ગમી ગયો .....
હા અંકલ આ ડ્રેસ મારી પસંદ જેવો છે
ઋત્વી તે ડ્રેસ તેના રૂમ માં લઇ લઇ જય છે જો કે સાંજ ની પાર્ટી માટે વધુ સમય બચ્યો નહોતો
ઋત્વી ને તેના પપ્પા નું વર્તન ગમ્યું નહિ કેમકે બધી અરેન્જમેન્ટ એમડમ આલીશાન રીતે કરવા માં આવતી ... ઋત્વી ને આદત નહોતી લંડન માં એકલા રહિયા બાદ ... એક નાના બાળક જેવું લાગી રહીયુ હતું