Humans are only puppets of nature - 4 books and stories free download online pdf in Gujarati

શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૪

મળી ગોવા જવાની પરવાનગી , પણ .....

ઉમંગભાઈ મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતોનું તારણ કાઢવા અને નિર્ણય લેવા

મથતા હતાં ત્યારે તેમનાં મનમાં મૃદુલ અને આરતીબેન સાથે થયેલી વાતચીતનાં શબ્દો
વમળે ચડયા હતાં.

“તેને માતા-પિતાના સાથ સાથે સાથે એક મિત્રની પણ જરૂર પડશે અને તારાથી સારો અને
સમજદાર મિત્ર બીજો તેને ક્યાં મળશે ?”

“આય લવ યુ પપ્પા ,તમારા જેવા લવિંગ અને કેરીંગ પપ્પા મળ્યા એટલે હું બહુ લકી
છું, હંમેશા તમે મને એક ફ્રેન્ડની જેમ સમજી શકો છો”

“શેખરનાં ઉછેર કરતાં મને આપણા ઉછેર અને મૃદુ પર વધારે ભરોસો છે અને જીવનનાં
કોઈ પણ મોડ પર તેને આપણી જરૂર પડી તો આપણે તેની સાથે હંમેશા હશું જ”

“પપ્પા, મને તમારા અને મમ્મીના સંસ્કાર પર પુરો ભરોસો છે જે મને કોઈ અવળા
રસ્તે નહિ જવા દે અને હું શેખરની સાથે હોઈશ તો તેને પણ સંભાળી લઈશ. પપ્પા, તમને
મારા પર ટ્રસ્ટ છે ને ?“

“ક્યાં સુધી આપણે તેને આપણી હૂંફના પીંજરામાં પૂરી રાખશું ? તેની સામે મોટી
દુનિયા છે, જો આપણે તેને બાંધી રાખીશું તો તે ખુલ્લા આકાશમાં ઉડતા ક્યારે શીખશે
?, આ દુનિયાને જાણતા, સમજતા ક્યારે તેને આવડશે ?, આવનારી જીવનની ચુનોતિઓનો
સામનો કરવા તૈયાર ક્યારે થશે તે ?”

“મેં મારા દિલની વાત મારા ફ્રેન્ડને કહી દીધી છે, હવે તે જે ડીસીજન લેશે તે
મને મંજુર હશે”

“મને તારા દરેક નિર્ણય પર પુરો ભરોસો છે અને તું જે નિર્ણય લઈશ હું હંમેશા
તારી સાથે જ હોઈશ”

પોતાનાં પુત્ર અને પત્નીનો આટલો વિશ્વાસ જોઈ તે એક બાજુ ખુશ હતાં સાથે સાથે
બીજી બાજુ તેમની મુંજવણ વધારે કોમ્પ્લેક્ષ થઇ રહી હતી, એવામાં એ પોતાનાં બાળપણ
અને માતા-પિતા સાથે થયેલા વ્યવહાર અને મેળવેલી શીખ વિશે વિચારવા લાગ્યા,

ઉમંગભાઈનાં પિતા સુદર્શનભાઈ અને માતા સુરભીબેન ગુજરાતના કાઠીયાવાડનાં એક
નાનકડાં ગામમાં ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં, ઘરમાં લક્ષ્મીની ભરમાર
ભલે ન હોય પણ આનંદ અપાર હતો, સુદર્શનભાઈ અને સુરભીબેન પોતાની સમજણ અને
સંસ્કારથી સુખમય દામ્પત્ય જીવન જીવતાં હતાં , જીવનના કપરા કાળમાં મિત્રની જેમ
એકબીજાની સાથે રહી એકબીજાનો સહારો બનતા, પોતાનાં એકનાં એક છોકરા ઉમંગને તેમણે
આજ વિરાસતનો વારસો આપ્યો હતો.

મૃદુભાષી, શાંત અને હોશિયાર ઉમંગ નાનપણથી જ બધાંનો લાડલો, માતા પિતાની ભાદ્રિક
લોકછાપ અને પોતાનાં સ્વભાવથી ઉમંગે બધાનાં દિલ જીતી લીધા હતાં , જ્યાં ગામના
બીજા બાળકોને ભણતરનું કોઈ મહત્વ ન હતું , ઉમંગ પૂરું દિલ લગાડીને ભણતો હતો અને
ક્લાસમાં હંમેશા અવ્વલ આવતો હતો અને તેથી તેનાં શિક્ષક મગન માસ્ટર તેને ખુબ
પુષ્ટી આપતાં હતાં, દશમીમાં જયારે ઉમંગને ૯૦ ટકા આવ્યાં ત્યારે આખું ગામ,
સુદર્શનભાઈ અને સુરભીબેન ખુબ જ ખુશ હતાં.

પણ જયારે મગન માસ્ટરે આવીને સુદર્શનભાઈ અને સુરભીબેને ઉમંગનાં ઉજ્જવળ
ભવિષ્યમાટે તેને શહેરમાં આગળ ભણવા માટે મોકલવાનું કહ્યું, ત્યારે માતા પિતાનું
હૃદય કંપી ઉઠયું, પોતાનાં દિલના ટુકડાં એકનાં એક છોકરાને પોતાનાથી દૂર શહેરમાં
અજાણી જગ્યાએ મોકલાવવાનો વિચાર પણ તેઓ ન કરી શકતાં હતાં પણ જયારે ઉમંગે પણ
શહેરમાં જવાની ઈચ્છા દાખવી ત્યારે તેઓ પોતાની સંવેદનાઓને બાજુ મૂકી અને ઉમંગનું
ભવિષ્ય સુધારવા તેને શહેર ભણવા મોકલવા તૈયાર થઇ ગયા.

પોતાનાં માતા પિતા સાથેનો આ પ્રસંગ યાદ આવતા ઉમંગભાઈની આંખમાંથી આંસુ આવી ગયા
અને તેમની સ્મૃતિમાંથી બીજો પ્રસંગ પસાર થયો જયારે મૃદુલના જન્મ વખતે
સુદર્શનભાઈ અને ઉમંગભાઈની વાત થઇ હતી,

સુદર્શનભાઈએ ઉમંગભાઈને કહ્યું હતું, “મને ખબર છે કે તું એક ખુબ જ સારો પિતા
સાબિત થઇ, તારા અને આરતીના પ્રેમાળ સ્વભાવ અને સમજદારીથી મૃદુલનું તમે ઉમદા
ભરણ-પોષણ કરશો અને અમારાં કરતા પણ સારા માં બાપ બનશો, છતાં મારાં અનુભવનાં
તારણરૂપ થોડી વાત કહેવા માંગું છું જે તને જીવનના કોઈ પગથીયે કામ આવી શકે,
નાનપણથી જ બાળક માતા સાથે વધારે રહે છે એટલે માતા તેની પ્રકૃતિને સારી રીતે
ઓળખી શકે છે પણ પિતાનો રોલ પણ એટલો જ મહત્વનો છે, પિતાએ મિત્રની જેમ રહી,
પોતાને જે સમય મળે તેમાં બાળકને સમજી, તે કેવી પ્રકૃતિ ધરાવે છે તેનું નિરીક્ષણ
કરી, તેનું સિંચન કરવાનું હોય છે, બધી વાતમાં તેને અટકાવવા કરતાં, બાપપણું કરવા
કરતાં, માત્ર ૨-૩ વાત જે તેને અત્યંત નુકશાન કરતાં હોય જેવી કે કુસંગત,
માંસાહાર કે દારૂ વિ. વિ. , મિત્રની જેમ બાળકનો સાથ આવવાનો હોય જેથી જયારે તેને
કોઈ મુશ્કેલી આવે તો દિલ ખોલીને તારી સાથે વાત કરી શકે અને અન્ય કોઈ જગ્યાથી
હુંફ મેળવી ગેરમાર્ગે દોરાય ન જાય. બીજું એ પણ ધ્યાન રાખવું કે બાળકની બાબતમાં
માતા પિતા બન્ને એ એકમત થવું પડે, સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જેથી કોઈની
લાગણી દુભાય નથી અને વ્યવહાર સુદ્રઢ ચાલે”

પોતાનાં પિતાની વાતો યાદ આવતાં ઉમંગભાઈ એકદમ ક્લીયર થઇ ગયા કે તેમણે શું કરવું
જોઈએ અને આરતીબેન સાથે વાત કરી, બન્ને જયારે એમના નિર્ણયમાં સહમત થયા ત્યારે
તેઓ મૃદુલ સાથે વાત કરવા તેનાં રૂમમાં પહોચ્યા, મૃદુલ હજી હિંચકા પર જ બેઠો
હતો, ઉમંગભાઈ તેની બાજુમાં જઈને બેઠા અને મૃદુલને હસતાં હસતાં કહ્યું, “મૃદુ
બેટા, જા જીલે અપની જીંદગી”

મૃદુલ એકદમ હિંચકામાંથી ઉભો થઇ ઉમંગભાઈ સામે જોઈને બોલ્યો, “શું કહ્યું પપ્પા,
ફરીથી કહો ?”

ઉમંગભાઈ બોલ્યા, “ હા તે જે સંભાળ્યું તે જ, તું ગોવા જઈ શકે છે”

મૃદુલ તરત જ તેનાં પપ્પાને ભેટીને બોલ્યો, “થેંક યુ પપ્પા, થેંક યુ પપ્પા સો
મચ”

ઉમંગભાઈ તેને ભેટતા ભેટતા જ બોલ્યા, “ તું ગોવા જઈ શકે છે પણ એક શરતે...”

મૃદુલ થોડું અચકાતા અચકાતા બોલ્યા, “શરત.., કઈ શરત પપ્પા.... ? “