Jivanshaili - 4 in Gujarati Motivational Stories by Jinal Vora books and stories PDF | જીવનશૈલી - ૪ - જીવન નું ચક્રવ્યું

જીવનશૈલી - ૪ - જીવન નું ચક્રવ્યું

જીવન નું ચક્રવ્યું તો અનંત કાળ સુધી ફરતું જ રહેશે.એ અટકતું નથી. સમય પસાર થતો જશે.જેમ મુત્યુ નું કાળ નિશ્ચિત હોય છે. ક્યારે કેવી રીતે એ તો સમય બતાવશે. પણ એ ફરી એ બીજા જન્મ સાથે એ ફરી એ કાળ અને ચક્રવ્યું ફરશે.તો આ જ ચક્રવ્યું માં સમય નો સદુપયોગ કરી જીવન ને નષ્ટ નઈ કરો. તમારો જન્મ કઈ કરવા માટે અને કોઈ ઉદ્દેશ્ય માટે જ જન્મ થયો હોય છે.તે ઉદ્દેશ્ય તો સમય જ બતાવશે.પણ ત્યાં સુધી જીવન ને માણો મજા થી જીવી લેવું જોઇએ.કોને ખબર હોય છે. ક્યારે બુલાવો આવી જશે.તે આવે એના પેહલા કઈ કરી ને બતાવો. પોતાના માટે પરિવાર માટે કઈ સિદ્ધ કરી બતાવો.
ભાગવત ગીતા માં લખ્યું છે " જન્મ અને મરણ નું
ચક્રવ્યું તો ફરતું જ રહેશે".એ કોઈ ના કહેવાથી કઈ નઈ થાય એ તો કુદરત નો નિયમ છે.જેવા કર્મ કરશો એવા જ ફળ મળશે અને ઉપર જઈને પણ એનો હિસાબ તો આપવો જ પડશે એજ નિર્ધારિત કરશે કે તમે "સ્વર્ગ કે નર્ક" માં જશો. એ આપણે નહિ આપણા કર્મ જ નિર્ધારિત કરે છે.તો સારા કર્મ કરો કેહવાય છે ને ભગવાન થી તો ડરો એ તમારા પાપો નું પરિણામ તે જ સમય સાથે આપશે.તમારું તેમની સામે કઈ નઈ ચાલે. પૃથ્વી પર જે કરવું હોય તે કરો. પણ પરિણામ પણ ભોગવવા તૈયાર રહેવુ પડશે.
હાર , જીત તો ચાલતી રહે છે જીવન માં એકવાર હારી જઈશું તો અનેકો વાર જીતીશું પણ તો હાર કેટલી વાર થઇ એને ના ગણવું,જીત કેટલી વાર થઈ એ ગણવું જોઈએ,જીત ને ગણીશું તો તાકાત મળશે. હાર ને ગણી ને શો અર્થ એ તો તમને નીચે જ લઈ જશે એ મહત્વ નથી આપતું. જીત મહત્વ ની છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. છોલાવું પણ પડે છે.છોલાયા વગર થોડી કઈ થાય છે.

" જેમ પેન્સિલ ની અણી ઓછી થઈ જાય અથવા તૂટી જાય તો એને તમે ફેંકી દો છો નઈ ને એને ફરી છોલી ને ચલાવો છો ને એક પેન્સિલ ને પણ છોલાવું પડે છે." તો આપણે તો માનવી છીએ. છોલાવું તો પડશે જ તો જ નવો માર્ગ મળશે.નવા માર્ગ પર જવા પ્રયાસ કરતા રહેવું જોઈએ.માર્ગ ભૂલી જશો તો ઉપરવાળો નવો માર્ગ બતાવવા કોઈને કોઈ રૂપ થી મોકલી આપે છે. આપણને એનો ખ્યાલ નથી રહેતો પણ તે તેની મદદ કરી દે છે.પણ સમજવાનું આપણે છે કે કયો માર્ગ બતાવ્યો.એ તો માર્ગ બતાવશે જ પણ ચાલવું તો આપણે જ પડશે એ આપણે જ સમજવું પડશે.દરેક વખતે નહીં બતાવે માર્ગ પણ એક વખત તો જરૂર બતાવશે.

જેમ મહાભારત માં શ્રી કૃષ્ણ એ અર્જૂન ને યુદ્ધ ના પહેલા એને મનોબળ થી તૈયાર કરવા માટે ભાગવત ગીતા ના સાર સમજાવી ને અર્જૂન ને મન થી, તાકાત, મગજ થી એને બધી રીતે સજ્જ કરી નાખેલો.એ તો એક ભગવાન છે ને પણ પોતે જ માર્ગ બતાવ્યો એમ આપણને પણ મદદ કરે છે.

જીવન માં જે પણ બને છે એ ઈશ્વર ની મરજી થી થાય છે.આપણે કેટલો પણ પ્રયાસ કરી એ એ કાર્ય થતુ નથી. કારણ ત્યારે તે કાર્ય કરવાનો સમય હોતો નથી એ ઈશ્વર જ નિર્ધારિત કરે છે.તે તેના સમય પર થશે. આપણે વગર કામની જ ચિંતા માં હોઈએ છીએ કે શું કામ આપડી સાથે જ થાય છે.કેમ નથી થતું? એવા સવાલો આવે છે.પણ તેના જવાબ તો ઈશ્વર પાસે જ હોય છે.સમય એનો આવશે એટલે તે તમને ખબર પણ નહી હોય અને આવી ને ઉભો રહી જશે.કહેવત છે ને " belive in karma" અર્થાત ભરોસો રાખો કર્મ પર એટલે કે ભગવાન પર એ બધું સારું કરી દેશે.એની મરજી વગર પત્તું પણ નથી હલતું એવું પણ કેવાય છે ને તો આ તો તમારી જિંદગી છે.એ એમના વગર નહિ પણ એમના મુજબ જ ચાલશે. તમે તેને બદલી નહિ શકો. જે થવાનું છે તે થઈ ને જ રેહશે.જેમ કોઈ જતુ રહે છે આપણે તેમને રોકી સખવાના છીએ નહીં ને એ એના સમય પર થતુ રહે છે.આને જ જીવન કેહવાય. જો બધું મળી જતું હોત સેહલાઈ થી તો તમે કોઈ મેહનત જ ના કરતા હોત બસ માગતા જ હોત એટલે તો કઠિન છે કે એની માટે મેહનત અને આશા રાખવી પડે છે.

જેમ શંકર ભગવાન ને કેટલી તપસ્યા કરી છે એમને શેની જરૂર એ તો ભગવાન છે પણ એમને કઠોર તપસ્યા કરી છે. કેમ કે એમના જીવન માં પણ કઈક મેળવવા માટે કરી એમ આપણે પણ કઠોર પરિશ્રમ કરવો પડશે ત્યારે તો જીવન જીવ્યું કેહવાશે.
સંસ્કાર આપણને આપણે નાના હોઈએ ત્યાર થી જ આપવામાં આવે છે. એવું થયું છે કે મોટા થઈ જાવ એટલે સમજણ આપીશું તો જ સમજશે નહિ ને નાનપણ થી જ સંસ્કાર નું સંચાર થતુ હોય છે.પણ નાનપણ માં એટલું નથી સમજી કરતા પણ તે મોટા થયા પછી એનો સાર સમજી
યે છીએ. એ શા માટે આપવામાં આવે છે ખબર છે કેમ કે આપણાં માં સમજણ આવે ત્યારે આપણને મુશ્કેલી ઓછી આવે મતલબ મુશ્કેલી તો આવશે પણ તેનું નિવારણ તો પેહલા થી શીખવેલું જ હોય છે.એટલે એટલી ઓછી લાગે કોઈ પણ મુશ્કેલી એનો હલ પણ થોડી વાર લાગે પણ મળી જાય છે. કેમ કે તમારા માં સમજણ નું સંચાર પેહલા જ કરવામાં આવેલું હોય છે.આપણે પણ જયારે માં - બાપ બનીશું ત્યારે આપણા બાળકો માં પણ સંસ્કાર નું સંચાર કરવું પડશે જ ને તમારા માં જ નઈ હોય તો સંસ્કાર,સમજ તો આવનારી પેઢી માં કંઈ રીતે આપશો.
શરૂઆત પેહલા જ કરવી પડે છે.સંસ્કાર,સમજણ, વ્યવહાર બધી રીતે સજજ રહવું પડશે. આગળ જિંદગી કેટલી મોટી છે તેમનો તો આપણને ખ્યાલ પણ નહિ હોય ક્યારે શું કરવું? એ સમય શીખવી દેશે પણ આપણે ત્યાં સુધી એમના એમ તો ના બેસી રેહવાય.બધી રીતે સજ્જ હમણાં થી થવું પડશે.સમય નો સદુપયોગ કરવો જોઈએ એમના એમ એને વેડફી ના દેવો જોઇએ.વેડફી દઈશું તો નુકશાન આપણું જ થશે. સમય ફરી નઈ પાછો આવે પછી પછતાવો થશે જયારે સમય હતો ત્યારે વેડફી નાખ્યો.


Rate & Review

Jayanti Vora

Jayanti Vora 7 months ago

Neha Vora

Neha Vora 6 months ago

👍

Patel Suneh

Patel Suneh 7 months ago

Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified 7 months ago

Nayana Bhatt

Nayana Bhatt 7 months ago