Jivanshaili - 6 books and stories free download online pdf in Gujarati

જીવનશૈલી - ૬ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન ભાગ ૨

૪) વૃદ્ધાશ્રમ માં પોતાના દીકરાઓ એમના માં બાપ ને મોકલી દે છે શા માટે? કેમ કે એમને એમની મરજી મુજબ ચાલવું હોય છે. એ વધના લાગવા લાગે છે. બોજ લાગવા લાગે છે.
એ વિચાર્યું છે જયારે તમે નાના હતા ત્યારે તેમણે જ તમારો ઉછેર કર્યો હતો બીજા નહોતા કરવા આવ્યા.એમને એમ વિચાર્યું હોત તો તો કે આ એમને મોટા થઈ વૃદ્ધાશ્રમ માં મોકલી દેશે ય તો અલગ રેહવા જતાં રેહશે. તો અમે શું કામ ઉછેરિયે આ દિવસ જોવા માટે નહિ મોટા કર્યા હોય.એમને તમને તમારા પગ પર ઊભા ન થાવ ત્યાં સુધી તમારો સાથ આપ્યો છે.
ભણાવ્યા ગણાવ્યા શા માટે? કેમ કે તમારું ભવિષ્ય સારું હોય તે માટે તેમને જે કષ્ટ વેઠ્યા છે તે તમારે ના વેઠવા પડે તે માટે તમને સારી રીતે તૈયાર કર્યા .અને તમે શું કરો છો તે હવે તમને બોજ લાગવા લાગ્યા તો તમારા પાછળ એટલા મેહનત કરી એનું ઋણ તો પરત આપવું પડશે. તમે જે કરશો એ તમારું ભવિષ્ય માં તમારા સાથે પણ એવું જ થશે.ઉપરવાળો નહિ છોડે કેહવાય છે ને જેવુ માં. બાપ કરે છે તેવું તમારું બાળક જોવે છે તે પણ તમારા જેમ જ કરશે. જે જોશે તે જ તો શીખશે. માં બાપ ના આખરી શ્વાસ પર એમનું ધ્યાન રાખો જેવુ તેમણે નાનપણ માં તમારું રાખેલું તેવું જ તમે કરો ત્યારે કેહવશો ખરા અર્થ માં દીકરા નહિ તો નહિ કહેવાય.એવું નથી દરેક દીકરા એવું કરે છે જેમને માં બાપ નો અર્થ ના ખબર હોય તે તેવા લોકો જ કરે છે.

૫) જે દીકરા દીકરી માં ભેદભાવ રાખતા હોય તેવા લોકો માટે શા માટે ભેદભાવ રાખો છો? કેમ કે દીકરો કમાવી ને આપે છે એટલે દીકરો, જોઈએ છે કેમ દીકરી નથી કમાતી તે પણ કમાય છે પણ તેમ હોય છે ને દીકરી પારકી થાપણ કેહવાય . તે તો જતી રેહવાની કયારેક ના ક્યારેક પારકા ઘરે પણ દીકરો હશે તો સહારો મળશે તે માટે દીકરો દરેક ને જોઇતો હોય છે.
દીકરી જ હોય છે તમારા સુખ દુઃખ માં દયા આવશે એટલે તે જ ઊભી રહેશે . જો દીકરો એવો ના નીકળ્યો તો તે તરછોડી જ દેશે દીકરા ને ક્યારેય દયા નઈ આવે,પણ જો સારા હશે તો જ દયા આવશે પણ જો લાગણી જ નઈ હોય તો બધું જ વિખરાઈ જશે.
દીકરી ને પણ એટલું જ ભણાવો જેટલું દીકરા ને ભણાવો છો . એ ખાલી ચૂલા ચક્કા સુધી જ નથી હોતી તેની પણ ઈચ્છા, સપના ઓ હોય છે પણ તેને જ કુચ્લવા જ પડે છે . સરખું સ્થાન આપો દીકરા અને દીકરી ને સમાજ માં અને ઘર માં પણ એટલું જ હોવું જોઇએ. ભેદભાવ સમાજે જ ઉત્પન્ન કર્યા છે. પોતાના લોકો એ ઉત્પન્ન કરતા હોય છે એ ભેદભાવ કરવાનું બંધ કરો ત્યારે જ દેશ આગળ આવશે કઈ સુધાર આવશે.
૬) બળાત્કાર આજકલ તો રોજ દિવસ ના કેટલાય કેસ સાભળવા મળતા હોય છે આ જગ્યા પર આ લોકો એ નાની દીકરી હોય કે મોટી કોઈ ને નથી છોડતા શા માટે ? કેમ કરો છે? વેષ્યા એવા ને તો સજા મોત ને મળવી જોઇએ . જે. છોકરી ને ઈજ્જત ન કરે એવા લોકો ને માફ ક્યારેય ન કરવા જોઈએ.
તમારા ઘર માં પણ માં અને બહેન હોય જ છે. તો તમારી બહેન પર કોઈ આવી નજર નાખશો તો તમને ગમશે નઈ ને દરેક દીકરી ને પોતાની બહેન સમજી ને ઈજ્જત કરતા શીખો તમે ક્યારે ના ક્યારે ક બાપ બનશો ત્યારે તેમને દીકરી આવશે ને ત્યારે તમને તે સમજાશે કે દીકરી એટલે શું કહવાય.
જે છોકરીઓ પર આવી કોઈ હરકત કરવાની કોશિશ કરે ત્યારે એમના વિરુદ્ધ લડતા શીખવું જોઈએ . એમનો સામનો કરવાની કોશિશ કરો ના થાય તો પોતાના બચાવ માટે ' પેપર સ્પ્રે ' જેવી વસ્તુ પાસે રાખો જેથી તમારો. બચાવ પોતે કરી શકીએ . એમના પર અવાજ ઉઠાવવો ડરી ને બેસી રેહશો તો એ નીડર વધુ બની જશે .બીજી છોકરીઓ ને તકલીફ પોહચડશે એને અટકાવવું હોય હોય તો પોતે જ આગળ વધી એમના વિરુદ્ધ સજા અપનાવી કોશિશ કરો એમને ગુનો કર્યો છે તમે નઈ તો ડરવાની જરૂર નથી એણે ડરવું જોઈએ . તમારો વાંક કોઈ નથી તો તમારે સુ કામ પાછા પડવાનું નીડર થઈ સામનો કરવો જોઈએ.