Ozal behind the scenes (a mystery) books and stories free download online pdf in Gujarati

પડદામાં ઓઝલ (એક રહસ્યકથા)

એ દિવસે તો હું એકેશનું વતૅન જોઈને જ ચોંકી ગઈ જે દિવસે તે મારો પીછો કરતાં કરતાં મારી પાછળ રાજસ્થાનનાં એ રિસોટૅમાં આવી ગયો હતો.જ્યાં હું ને મારો ઓફિસ સ્ટાફ રોકાયા હતા. ઓફિસની ટ્રીપ હોવાથી ફેમિલી સાથે આવી ના શકે એ નિયમ હોવાથી હું એકલી જ આવી હતી. જોડે કામ કરતી બધી જ બહેનપણીઓ સાથે હોવાથી મને કોઈ ખાસ ડર ન હતો.

પરંતુ અચાનક રિસોટૅની લોબીમાંથી એકેશને મેં રિસોટૅની અંદર આવતાં જોયો અને મારા ધબકારા વધી ગયા. એની શંકાનું કોઈ સમાધાન ન હતું. લગ્નજીવનનાં દસ વષૅ પછી પણ મારા ચરિત્ર પર શંકાની સોય હંમેશા લટકતી રહેતી. દસ વષૅ સુધી એનું પડખું સેવ્યાં પછી પણ મારી પરનો એનો વિશ્વાસ હું જીતી શકી ન હતી. ખબર નહી શુ કારણ હતું કે તેને મારી પર વિશ્વાસ જ ન હતો.

પહેલાં પ્રેમ થયો ને બાદમાં સહમતીથી લગ્ન કયૉ. બધું જ અમારી મરજીનું થયું હતું પરંતુ મારું જીવન હવે એની શંકા નીચે ચગદાઈ ગયું હતુ.એને સુધારવાનાં ખૂબ પ્રયત્ન કયૉ. પરંતુ એની શંકાની આગ એટલી પ્રબળ હતી કે મારી નિદોઁષતા એને અડકી પણ ન હતી શકતી.

આજે લગ્નનાં કેટલાં વષોઁ પછી હું સ્વતંત્ર રીતે બહારગામ ફરવા આવી હતી. એ પણ ઓફિસના સ્ટાફ સાથે તો તે ત્યાં પણ પોતાની શંકાના બીજને સિંચન દેવાં આવી પહોચ્યોં હતો.

એ નહી સુધરે એમ આખો સમાજ કહી ચૂક્યો હતો. પરંતુ મારી અંદર રહેલો એના પ્રત્યેનો પ્રેમ મને તેને છોડવા દેતો ન હતો. ભલે એ મારઝૂડ કરતો, ભલે ગાળા-ગાળી કરતો, પરંતુ છે તો એ મારો પહેલો પ્રેમને. જેને મેં મારી જાતે પસંદ કયોઁ હતો. જેની સાથે મેં અગ્નિની સાક્ષીએ ફેરા ફયૉ હતાં. હવે એનાં શંકાશીલ સ્વભાવથી કંટાળીને કેવી રીતે છોડી દઉં.ક્યારેક તો એ સુધરશે એ આશાએ બસ જીવે જતી હતી.

રિસોટૅના રજિસ્ટરમાં એન્ટ્રી કયૉ પછી એ સીધો જ મારા રૂમમાં આવી ગયો. કોઈ અજાણ્યી વ્યકિત આવીને મારો લાભ ના ઉઠાવી જાય એનાં માટે એ જાણીતો બની મારો લાભ ઊઠાવવાં આવ્યો. એને જોતાં જ ટ્રીપમાં બધાનાં મોઢાં બગડ્યાં હતાં. પરંતુ તેનો સ્વભાવ બધા જાણતાં હતાં એથી ચચૉ કયૉ વગર બધા પોતપોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં.

વરૂની પંજામાંથી છૂટેલા શિકારને પાછો મેળવતાં જેમ વરૂ તૂટી પડે એ રાતે મારી પર તે તૂટી પડ્યો. જાણે પોતાની હવસને શાંત કરવાં જ અહીં આવ્યો હોય એમ તે આખી રાત મારા શરીરને ચૂંથતો રહ્યો. હું તો હવે ટેવાઈ ગઈ તી. એની હવસના તોફાન સામે એક લાશ બનીને પડી રહી. જાણે કોઈ અસર જ ના હોય એમ.


વહેલી સવારે ઓફિસનો સ્ટાફ જંગલ સફારી કરવાં જ્યારે બોલાવાં આવ્યો ત્યારે મારી આંખ ખુલી. જેવી આંખ ખોલી કે તરત જ મારી બાજુમાં લોહીના ખાબોચિયામાં એકેશની લાશ પડી હતી. મને કંઈ જ સમજાયું નહી. શું બન્યું, કેવી રીતે બન્યું કંઈ જ નહી. બસ હું તો વિસ્ફારિત નજરે જોયા જ કરતી હતી. કાલ સુધી હું જેના સુધરવાની રાહ જોતી હતી એની જ લાશ આજે મારી બાજુમાં પડી હતી. મને ફ્કત એટલું જ યાદ હતું કે રાતે તેને જબરદસ્તી મારા શરીરને ચૂંથી નાંખ્યું હતું. અને મારું શરીર થાકી જતાં હું સૂઈ ગઈ હતી. બીજું મને કંઈ યાદ પણ ન હતું.

ઓફિસના બધા જ સભ્યો મારી હાલત જોઈને દયા ખાવા લાગ્યાં. બધાને ખબર હતી કે હું કંઈ હાલતમાં જીવું છું. બધા અંદર અંદર ગુસપુસ કરવાં લાગ્યાં ને કેવી રીતે શું બન્યું હશે તેની ચચૉ કરવા લાગ્યાં. બધાએ એકેશના મૃત્યુ કરતાં મારા બચ્યાંની વાતને સારી ગણાવી. એકેશનું ખૂન થયું હોવાથી એનો સીધો આરોપ મારી પર જ આવત. મને બચાવવાં માટે ઓફિસનાં મારા દરેક કમૅચારીએ એકેશની લાશને કોઈને પણ ખબર ના પડે એ રીતે સંતાડીને સળગાવી દેવાનું નક્કી કયુઁ. બધા મને મદદ કરવાં માંગતાં હતાં. કેવી રીતે શું બન્યું છે એની તપાસ કરવાં કરતાં હવે શું કરીશું એની ગોઠવણમાં લાગ્યાં. હું પણ અંદરખાને તો એકેશના વતૅનથી કંટાળીને છૂટકારો જ મેળવવાં માંગતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉંડે ઉંડે પહેલા પ્રેમનો તેની સાથેનો અહેસાસ મને કંઈ કરવા ન હતો દેતો. આજે ક્યાંક એની શંકાઓથી જાણે મને છૂટકારો મળી ગયો હોય એમ અંદરથી થોડીક રાહત થઈ હતી. પરંતુ કોઈની સામે મેં તે છતી થવા દીધી નહી.


ઑફિસનાં બધા સ્ટાફના પુરુષો ભેગાં મળીને
એકેશની બોડીને એક મોટા સૂટકેસમાં ભરીને દૂર એક જંગલમાં લઈ ગયા. ત્યાં જ તેને પેટ્રોલ નાંખીને સળગાવી દેવામાં આવી. એકેશની લાશ સળગાવીને આવીને બધા પોતપોતાનાં રૂમમાં ચાલ્યાં ગયા. જાણે કંઈ જ બન્યું ના હોય એમ બધા વતૅન કરવાં લાગ્યાં.

થોડીજ વારમાં મારા રૂમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો. રૂમની અંદર આવવાની પરવાનગી મળતાં એક પાંત્રીસથી ચાલીસની વયનો એક પુરૂષ મારા રૂમમાં પ્રવેશ્યો. જેને જોતાં જ મને કોઈક ઓળખીતું હોય એમ લાગ્યું. આવતાંવેતં એણે મને પૂછ્યું નિવ્યા હવે તું કેમ છે. અજાણ્યાના મોઢે મારું નામ સાંભળતાં જ હું ચોકી ગઈ. એણે પોતાનું નામ રાજન જણાવ્યું.

નામ સાંભળતાં જ જાણે મને કોઈ યાદ આવ્યું હોય એમ હું એકીટશે તેને જોઈ રહી. 'રાજન' મેં પૂછ્યું એણે હકારમાં માથું ધુણાવ્યું. હા રાજન તારો મિત્ર રાજ .
મારી ખુશીનો કોઈ પાર રહ્યો નહી. રાજન મારો નાનપણનો મિત્ર હતો. છેલ્લાં ઘણા વષોઁથી તે વિદેશમાં રહેતો હતો. આજે અચાનક આટલાં વષોઁ પછી એને જોતાં જ મારો ભૂતકાળ મારી આગળ આવીને ઊભો રહી ગયો. એને વળગતાં જ મેં પૂછ્યું તું ક્યાં જતો રહ્યો હતો. મને મૂકીને તારી નિવીને મૂકીને.

રાજને જણાવ્યું કે ભણવાનું પુરું કરી જ્યારે હું તારી સાથે લગ્ન કરવાનાં સપનાં લઈને પાછો આવ્યો ત્યારે તું એકેશ સાથે પરણી ચૂકી હતી. મારી લાગણીઓને ખૂબ દુઃખ પહોચ્યું હતું તેથી હું પાછો વિદેશ જતો રહ્યો હતો.
છેલ્લાં કેટલાંય વષોઁથી હું ત્યાં જ હતો. છ મહિના પહેલાં તારી કંપનીને મારી કંપનીએ ટેકઓવર કરી. ત્યારે કમૅચારીના લિસ્ટમાં તારું નામ જોતાં જ હું ખુશ થઈ ગયો કે મારી નિવી મળી ગઈ.

તારી બધી માહિતી મેં જ્યારે ભેગી કરી ત્યારે માલૂમ થયું કે તારો હસબન્ડ એકેશ એક વિકૃત માણસ છે જે તને રોજ મારે છે, તારી પર શંકા કરે છે, અને તારી સાથે જાનવર જેવું વતૅન કરે છે. તેથી જ એની ચુંગાલમાંથી તને મેં છોડાવાનું નક્કી કયુઁ.

તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો દસ વષૅ પહેલાં કરતો હતો. તારા જીવનની બધી ખુશીઓ પાછી મળે એનાં માટે જ હું અહીં પાછો આવ્યો. કંપનીનાં કોઈપણ સ્ટાફને મારી હકીકત નથી ખબર. હું વિદેશ રહીને જ કંપની હેન્ડલ કરતો હતો. તારી પરનાં એકેશનાં અત્યાચાર વધી જતાં હું અહીં આવ્યો અને મેં એકેશનું કામ તમામ કરી તને આ કારાગારમાંથી છોડાવાનું નક્કી કયુઁ. જે યોજના અંતગૅત કાલે રાતે મારા માણસોએ એકેશનું કાસળ કાઢી નાંખ્યું.

આજે સવારે ઓફિસ સ્ટાફને પણ મારા માણસો દ્રારા જ સૂચના અપાઈ હતી. જેથી એકેશની લાશનો કોઈપણ પુરાવો ના મળે એ રીતે તેને સળગાવી દીધી.

નિવી આ બધું સાંભળતાં જ નીચે ફસડાઈ પડી. તેણે રાજને કીધું તે આ બધું મારા માટે કયુઁ. હું મૂખીઁ તો એકેશના સુધરવાની રાહમાં પોતાનું જીવન હોમીને બેઠી હતી. તારા ગયા પછી મને મારા મિત્ર રાજની ગેરહાજરી ખૂબ જ વતૉતી. પરંતુ તારા કોઈ જ સમાચાર ન હતાં. રાજે કીધું ભલે તું મારાંથી દૂર હતી. પરંતુ મારી જિંદગીમાં તું જ શામિલ હતી. રાજના આટલું બોલતાં જ નિવી તરત રાજને વળગી ગઈ.

વષોઁ જુના દોસ્ત આજે પ્રેમી-પ્રેમિકા બની ગયાં. વષોઁથી નિવીના સંગાથને તરસતો રાજ આજે નિવીને પાછી મેળવી ખુશ થઈ ગયો. રાજે નિવીને કીધું તું બધી તૈયારી કર આપણે થોડીજ વારમાં અહીંથી નીકળવાનું છે.
કયાં જઈશું નિવીએ પૂછયું. આપણે બંને રાતની ફલાઈટમાં વિદેશ જઈ રહ્યાં છીએ.

એકેશની હરકતોથી નિવી છૂટવાં માંગતી હતી. પરંતુ એક સ્ત્રી સહજ સ્વભાવે રોકાઈ જતી હતી. કે એકેશ સુધરી જશે. વિકૃત સ્વભાવના લીધે એકેશે જાન ગુમાવ્યો.

નિવી બધી તૈયારી કરીને રાજની રાહ જોવાં લાગી
રાજ એક મોટી સૂટકેસ લઈને આવ્યો જેમાં એક સ્ત્રીની વિકૃત થયેલ લાશ હતી. નિવી આ જોતાં જ ગભરાઈ ગઈ. રાજે કીધું તું ચિંતા ના કર તને કંઈ નહી થાય.

રાજે સૂટકેસમાંથી તે સ્ત્રીની લાશને નિવીના બેડ પર ગોઠવી દીધી. જાણે તે સૂઈ ગઈ હોય એમ. નિવી તો આ બધું જ જોતી રહી. રાજને પોતાના માણસોને ગાડી તૈયાર રાખવાનું કીધું અને નિવીને બુરખો પહેરાવી તે ત્યાંથી લઈને નીકળી ગયો. એરપોટૅ પહોંચતાં પહેલાં જ નિવીની ગાડીમાં મેકઓવર કરી દેવામાં આવ્યો. નિવ્યામાંથી નિવીને નિશા બનાવી દેવામાં આવી તેનો દેખાવ એ હદે બદલી દેવામાં આવ્યો કે તે પોતે પણ પોતાને ઓળખી શકી નહી.

એકેશ સાથેનાં લગ્નજીવનથી દુઃખી થયેલ નિવ્યા રાજન સાથે સુખી જીવનનાં સપનાં જોવાં લાગી. એરપોટૅ પર નિશાનાં પાસપોટૅથી માંડીને બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. બધી જ જરૂરી વિધી પતાવીને રાજન ને નિશા ફ્લાઈટમાં બેસી જતાં રહ્યાં.

બીજે દિવસે

સવારે છાપાંમાં એક સમાચાર વહેતાં થયાં એક હવસખોર પતિ પોતાની પત્નીને વિકૃત રીતે સળગાવીને ફરાર થયો. આખા રાજસ્થાનમાં બધે જ આ જ સમાચાર આગની પેઠે પ્રસરી ગયાં.

વિદેશમાં

રાજન અને નિશા વિદેશ આવ્યાં એક અઠવાડિયામાં લગ્નગ્રંથિથી બંધાયા. વષોઁ જુના અધુરા રહેલ પ્રણયને ફરી નવું નામ મળ્યું.

ઓફિસ સ્ટાફ
રાજન અને નિવ્યાના લગ્નમાં ઓનલાઈન હાજરી પુરાવીને સેલિબ્રેશન કરવાં લાગ્યો.

નિકેતાશાહ