Rahashymay - 2 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય - 2

રહસ્યમય ભાગ-૧ ને વાંચવા તથા તમારા રીવ્યુ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભર માનુ છું.

રહસ્યમય-૨ -
સામા કાળને કોણ રોકી શકે જે થવાનું છે એ થઈને જ રેશે અને અમને કોઈને ખ્યાલ ન હતો કે હવે પછીના સમયે શું લખ્યું છે અને શું શું થવાનું છે અમારી સાથે......

હોટેલમાં ચા- નાસ્તાની મજા માણીને અમે પાછા ગાડીમાં બેઠા અને મયુરભાઈ એ ગાડી ચાલુ કરીને હજુ ઉપાડી જ છે એટલામાં રાહુલ બોલ્યો....
રાહુલ- અરે બધાં પાક્કું આવી ગયા છે ને? કોઈ છૂટી તો નથી ગયુંને?
એટલામાં મધુનો હસતાં હસતાં જવાબ આવ્યો.
મધુ- અરે તારું જ કંઇક રહી ગયું લાગે છે....હાં....હાં...હાં
રાહુલ- એટલે?
મધુ- અરે ખરેખર તને નથી ખ્યાલ? મનોમન હાસ્ય રેળતા તે બોલી અને તરત જ રાહુલને યાદ આવતા તે બોલ્યો....
રાહુલ- અરે મારો રાજ્યો.... હાં હાં હાં હાં, ખરું કીધું તે મધુ. પણ એ ગયો ક્યાં એમ કહેતા ગાડીમાંથી નીચે ઊતરતાં તે બોલ્યો અને તે સાથે અમે સૌ ગાડીમાં બેઠા બેઠા આમ તેમ નજર ફેરવી પણ ક્યાંય રાજુ નજરે ન ચડયો એટલે હું નીચે ઉતરી જોવા જતો હતો ત્યાં તો અશોકભાઈ બોલ્યા કે આપડે બેસો રાહુલ ગયો છે તો શોધીને લાવશે એટલે હું પાછો મારી જગ્યા બેઠો. અમે સૌ તેમની રાહ જોતા ૩૦ મિનીટ થઈ હશે અને ત્યાં એક દુબળી પાતળી દેખાવે ખૂબ દયનીય માજી ગાડીની સામેની દિશાએથી આવતા જોયા અને એ માજી મયુરભાઈ પાસે આવીને તેમની સામે જોઈ રહ્યા એટલે મયુરભાઈ બોલ્યા આવો માજી શું લેશો? માજી કઈ બોલ્યા નહીં માત્ર જોઈ રહ્યા આ જોઈને અમને સૌને કુતુહલતા જાગી કે માજી કેમ કઈ બોલ્યા નઈ (મોટા ભાગે તેઓ પૈસા માંગવા આવતા હોય પણ તેઓ કઈ બોલ્યા નઈ) અને તે સમય અમે સૌ રાહુલ અને રાજુની રાહ જોવાનું ચક્કર ભૂલીને માજી, મયુરભાઈ અને અશોકભાઇના પ્રકરણમાં ધ્યાન વધારે હતું એટલે માજી કેમ જોઈ રહ્યા છે તે જાણવા અમે સૌ નજર રાખીને બેઠા હતા. એટલામાં સન્ની દ્વારા ન રહેવાતા તે મજાકમાં બોલ્યો કે માજી મયુરભાઈનું ભવિષ્ય તો નથી જોતાંને?(બાજુમાં બેઠેલી અર્ચનાને કોણી મારતા તેની વાતમાં સહમત કરતા તે બોલ્યો) ભવિષ્ય એટલે મારા મગજમાં સવારમાં ઘરેથી નીકળતા આવેલ વિચાર ફરી આવતા વણ જોવતી પીળા મગજ અને શરીરમાં થઈ. એટલામાં માજી અચાનક હસવા લાગ્યાં અને મયૂરભાઈ સામે જોઇને બોલ્યા પણ જાણે અમને સૌને કહેતા હોય તેમ.....
માજી- 'સવાર પડેથી સફર સારી, સાંજ પડેથી વિશ્રામની બારી, જાણ્યો એટલો રસ્તો સરળ, અજાણ્યો એ મોતની સફર'.
માજીના એટલા શબ્દો સાંભળીને મારા મનના દ્રાસ્કો પડ્યો. જાણે મારી સવારની પીળા અને આ વાત બેય એક બીજા સાથે કંઇક સૂચન કરતી હોય તેમ હું આવા વિચારોમાં હતો ત્યાં તો અશોકભાઈથી ન રહેવાતા તેમને ખીસામાંથી પૈસા કાઢીને મયુરભાઈને આપતાં કહ્યું.
અશોકભાઈ- લે આપ માજીને
મયુરભાઈ- અશોકભાઈની પીળા સમજી ગયા હોય તેમ માજીને પૈસા આપ્યા અને કહ્યુ- માજી મારા સદભાગ્ય હું તમારી કહેલ વાતને ચાલુ રસ્તામાં સમજીશ (કટુ હસતાં તે સાથે અર્ચના, મધુ અને સન્ની પણ જાણે મજાક ચાલતો હોય તેમ હસ્યા) જોઈને હું માજીના ગયા પછી તેમને ટોકતા બોલવાં જતો હતો એટલામાં અશોકભાઈ મયુરભાઈને બોલ્યા.
અશોકભાઈ- શું ગમે ત્યાં ગમે તે જોડે લપ કરવાનું. જે મળે એ આપીને પતાવવાની વાત હોય. એવા લોકો હોય જ ગાડાં ન બોલવાનું બોલી ખોટી ઉપાધિઓ ઊભી કરે પણ આપણે તો સમજુ છીએને? એમ સારા ખોટા બધાની સાથે વાતો કરીને મજા માણવી કોઈ દિવસ ભારે પડી જશે.
મયુરભાઈ- અરે મોટાભાઈ કેમ ગુસ્સે થાવ છો. આપડું મુસાફરીનું જીવન છે એટલે આપડે થોડો આનંદ માણવો જોઈએ. જો સફરમાં મજાક-મસ્તી, આનંદ ન હોય તો સફર જલ્દી પતે કેમની?
છોડોને આ બધું અને મજા માણો બસ.
એટલું કહીને મયુરભાઈએ વાત પતાવવાં બોલ્યા આપડા કરણ અર્જુન કેટલે રહ્યા?
એટલે પાછા અમને ગાડીમાં કેમ બેસી રહ્યા છીએ તેનું ભાન થયું અને અમે રાહુલ અને રાજુની રાહ જોવામાં પાછી ૫-૧૦ મિનીટ કાઢી નાખી. એટલામાં બેયનો ખડખડાટ હસવાનો અવાજ આવતા અમે સૌ સ્થિર થયા. બેય આવતા હું બોલ્યો.
હું- એટલી બધી વાર થતી હોય. ક્યાં હતો તું રાજુ? અને રાહુલ! તું રાજુને શોધવા ગયો હતો કે એની જોડે ફરવા? ક્યારના અમે અહી રાહ જોઈએ છીએ. તમારા કારણે આપડે કેટલા મોડા છીએ ભાન છે કઈ?( હું મારા મનમાં આવેલ પ્રશ્નોથી કંટાળીને જાણે મનની ભડાશ એ બે પર કાઢતો હતો અને તે બેઉ મારા બોલવાને મજાક સમજીને અવગણતા હતાં એ જોઈ હું વધારે ગુસ્સે થયો) અહી અમે રાહ જોઈને કંટાળ્યા છીએ. છતાં બેય મહારથી એમનામાં જ મસ્ત છે હજુ પણ ગંભીર નથી. (હું બોલે જતો હતો અને એમણે પોતાની બેઠક લીધી અને એટલામાં મયુરભાઈએ ગાડી ઉપાડી)
રાહુલ અને રાજુના કારણે અમે અમારી મંઝિલથી ઘણા દૂર હતા અને અમારા આયોજન પ્રમાણે અમારે ત્યાં 8 વાગ્યા સુધીમાં પહોંચવાનું હતું (મંઝિલ- અમારા પ્રોજેક્ટના કામના ભાગ રૂપે અમારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેની બોર્ડરનું મધ્યપ્રદેશનું એક ગામ હમીરગઢ પહોંચવાનું હતું. પણ અમારે ત્યાં પહોંચતા બે દિવસ લાગે માટે અમે જેટલું અંતર કપાય તે પ્રમાણે રહેઠાણનું આયોજન કર્યું હતું જેમાં આજની રાત અમે લક્ષ્મીપુર ગામમાં રહેવાના હતા ત્યાંના સરપંચ સાથે અમારી પહેલેથી વાત થઇ ગયેલ હતી અને ત્યાં અમારી સમય પ્રમાણે 8 વાગે હાજર થઈ જવાનું હતું.
પણ હવે કોને ખ્યાલ હતો કે કેટલા વાગે પહોચશું. એમાંય બેયની રાહ જોતા જે થયું હતું એ ઘટનાને યાદ કરતા મંઝિલ પર પહોંચીશું કે નઈએ પણ એક પ્રશ્ન હતો. એમાંય ચા નાસ્તો મોળો કર્યો અને એમાંય આ બધા પ્રકરણમાં ત્યાં જ જમવાનો સમય થઈ ગયો હતો પણ અમારા આયોજન પ્રમાણે મંઝિલ નહિ તો તેનાથી નજીક પણ જવું તો જવું માટે ત્યાં થોડે દૂર જમશું તેમ આયોજન હવે પછીનું હતું અને જેટલું બનશે તેટલું વહેલી તકે લક્ષ્મીપુર પહોંચવાનું એ મૂળ લક્ષ્ય હતું. છતાં ક્યાંકને ક્યાંક આજ હોટેલ પાસે જે થયું એનો પણ વિચાર મનમાં ક્યાંક હતો અને તે વિચાર આગળ જવું કે નવું તેની પર ધ્યાન દોરતાં હતો. (મનોમન હું ખૂબ વ્યાકુળ હતો કે શું ખરેખરમાં આ સફર સરળ હશે? ખરેખર કંઇક ખોટું બનવાનું છે? કે માત્ર આ મનનો વહેમ હશે? પણ વહેમ ક્યાંથી હોય. હું આ પ્રોજેક્ટમાં છેલ્લા ૭ વર્ષથી છું ટીમ પણ એજ હાં અમુક બે. ત્રણ. નવા આવ્યા હતા પણ તેઓને પણ દોઢ - બે વર્ષ થઈ ગયા હતા અને એમાંય જૂના સાથી કરતા પણ તેમની જોડે શરૂઆતથી જ આ પ્રોજેક્ટમાં હતો તેવા અમારા રિલેશન હતા. છતાં ક્યાંય આજ જાણે આવા વિચારો આ સમયે આવે છે કેમ તેનો જવાબ શાયદ મારી પાસે ન હતો કે પછી હું તેનો જવાબ ઈચ્છતો જ ન હતો.) ક્રમશ...... આગળની સ્ટોરી જાણવા માટે રહસ્યમય ૩ જરૂર વાંચજો.... આભાર 🙏