Rahashymay - 4 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય - 4

રહસ્યમય ભાગ ૧,૨, અને ૩ ના રિવ્યૂ બદલ ખૂબ ખૂબ આભાર 🙏

લક્ષ્મીપુરથી નીકળીને અમે લગભગ ચાર પાંચ કલાકનો રસ્તો કાપી નાખ્યો હતો. હાં થોડી રસ્તામાં મુશ્કેલીઓ આવતી હતી પણ એય અમારાં મહારથી મયુરભાઈ આગળ કઈ ન હતી માટે અમને કઈ ભય ન હતો. એમાંય રસ્તાની પરખનો હવાલો તો અમારાં રોની પાસે હતો જ. લક્ષ્મીપૂરથી નીકળીને અમે ગોમતીપુર, હાટવાં, માલતીનગર, મહાવીરપુર અને છેક હવે હરીપુરની બોર્ડર વટાવીને અમે હરિપુરથી ૩૦-૩૫ કી.મી. દૂર હતા ત્યાં રસ્તામાં રજૂ કા ધાબા કરીને નાની હોટલ હતી. અમે ત્યાં જમવા માટે રોકાયા હતા. સવાર ચા નાસ્તો કરી નીકળીને અમે આજે બપોરનું ભોજન સમયસર લીધું હતું. સરસ મજાનું ભાણું આ નાની હોટલમા જમીને અમે આગળ જવા નીકળ્યા જેમાં સફરની વાટે અમે જમી કરીને રસ્તાનો આનંદ માણી રહ્યા હતા. જેમાં સન્ની, રાજુ, રાહુલનું અલગ ચાલતું હતું તો ક્યાંક અર્ચના અને મધુનું કઈક અલગ ચાલતું અને બાકીના બધા પોતપોતાનાંમાં મસ્ત બનીને રસ્તાનો આનંદ માણી રહ્યા હતા. માત્ર રોની અને મયુરભાઈ વચ્ચે થોડી રસ્તાને લઈને ચર્ચાઓ થતી હતી. આમ આગળ જતાં અમે લગભગ ફરી ૫-૬ કલ્લાકનો રસ્તો વટાવીને અમે આગળ ૩ કિ.મી. દૂર બે ફાંટા આવતા ગાડી ફાંટાના વળાંકે સાઇડમાં ઉભી રાખી. ગાડી ઉભી રહેતા બધા લાંબા સમયની બેઠકને કારણે હળવા થવા નીચે ઉતર્યા.

રોની અને મયુરભાઈની વાતો પરથી લાગતું હતું કે રોની અને મયુરભાઈ આગળના રસ્તે કયો વળાંક લેવો એ બાબતે ચર્ચા કરી રહ્યા હતાં. (જેમાં રોની સાથે મયુરભાઈની અગાઉની ચર્ચા પ્રમાણે જમણી બાજુ વળવાનું હતું અને હાલ રોની ફાંટા પર લગાવેલ બોર્ડ પ્રમાણે ઊંધી દિશા સૂચવતો હતો. મયુરભાઈના મત પ્રમાણે બોર્ડની દિશા બદલાઈ હોય તો? માટે એકવાર યોગ્ય માહિતી લઇ લેવી. જેથી આપડે કોઈ ખોટી દિશાએ ના જઈએ. આવી સામાન્ય ચર્ચા થતી હતી તેથી ગાડીમાંથી સૌ હળવા થવા નીચે ઉતર્યા અને હું નીચે ઉતરીને મયુરભાઈ અને રોની ની ચર્ચામા જોડાયો)

મયુરભાઈ- રોની મારી વાત તું સમજ ખાલી એક વાર ચોખવટ કરવાથી કઈ વાંધો છે?
તે પહેલાં રસ્તો વર્ણવ્યો હતો તેના પ્રમાણે આપડે જમણી બાજુએ જવાનું હતું અને હાલ તું બોર્ડ જોઇને ડાભી એ જવાનું કહે છે? તું પહેલાં સાચી માહિતી મેળવ.

રોની- અરે મોટાભાઈ તમારી વાત સાચી પણ હું એ માહિતી પ્રમાણે જ કહું છું તમને કે બોર્ડ પ્રમાણે જઈએ. કેમ કે માહિતી આપનાર પ્રમાણે આપડે બોર્ડની દિશાએ જવાનું છે.

મયુરભાઈ- પણ બોર્ડની દિશા કોઈ કારણસર બદલાઈ હશે તો?
મારી સેન્સ પ્રમાણે આ રસ્તો યોગ્ય નથી લાગતો મને.

રોની- અરે મોટાભાઈ હું કહું એમ કરોને

મયુરભાઈ- અરે પણ તું મારી વાત સમજ કોઈ ખોટો રસ્તો પકડી આગળ વધવાથી કઈક નુકશાન થયું તો?

રોની- અરે કઈ નુક્શાન નથી થવાનું કેટલા સમયથી આપડે સાથે કામ કરીએ છીએ?
એકવાર પણ ખોટો રસ્તો સૂચવ્યો ખરો? કે પછી નુકશાન થયું? હે મિહીરભાઈ?

(થતું હશે બધા ઓળખ્યા પણ આ મિહીરભાઈ કોણ? હેને? મિહીર એટલે હું મિહીર નટુદાસ પટેલ)

આમ લાંબી ચર્ચા બાદ અમે સૌ રોનીના બતાવેલ રસ્તે જવા એક મત થયા અને ગાડીમાં બેઠા. મયુરભાઈ એ ગાડી ઉપાડી અને અમે ડાભી બાજુનો રસ્તો લીધો.

અમે એક વિરાન રસ્તાના માર્ગે જઈ રહ્યા હતા. જેમ જેમ ગાડી આગળ વધી રહી હતી, એમ એમ અમને રસ્તાનું શાંત વાતાવરણ જોઇને યોગ્ય રસ્તે જઈ રહ્યાનો અહેસાસ થતો હતો. જેમાં મયુરભાઈને પણ એમની ભૂલ સમજાઈ ગઈ હોય એમ તે પણ ગાડી પુર જોસથી ચલાવી રહ્યા.

યોગ્ય રસ્તો ? વિચાર આવતો હશે કે યોગ્ય રસ્તો કેમનો નઈ?

તો હાં અગાઉ વાત કરી હતી તે પ્રમાણે અમારાં અંતેવાસી પ્રોજેક્ટમા અમારે આવા જ વિરાન ગામડાઓ અને તેમાં રહેતા લોકોની માટે કામ કરવાનુ હોવાથી અમને વિરાન રસ્તા અને ગામડાઓનો અનુભવ હતો અને તેથી જ આવા વિરાન ગામડાં/અંતેવાસી સમૂહથી અમે જાણકાર હતા અને તેને જોતા અત્યાર યોગ્ય રસ્તે હોવાનો ગાડીમાં બેઠેલા દરેક લોકોનું માનવું હતું.

આમ હમીરગઢનો રસ્તો પાર કરતાં કરતાં હવેતો સાંજ પણ પળી ગઈ હતી. અમે લગભગ ઘણો ખરો રસ્તો પાર કરી નાખ્યો હતો અને હવે સૂરજ પણ અળધો ડૂબતા સંધ્યા પણ ચારે કોર ફૂલી હતી પણ તેમ છતાંય ક્યાંય દૂર દૂર સુધી ગામની સીમ નજરે ચડતી ન હતી અને હજુ પણ અમે કોઈ શંકા વગર રસ્તામાં સીધીગતિએ આગળ વધી રહ્યા હતા.

આમ હજુ અઢી ત્રણ કલાક આગળ વધતાં હવે અંધકારે પણ તેનું સ્થાન લેવા માંડ્યું હતું છતાંય હમીરગઢની સીમ નજરે ન ચડતી હતી. તેથી હવે મને પ્રશ્ન થતો હતો કે માહિતી પ્રમાણે રાત્રી પહેલા પહોંચવાની જગ્યાએ હજુ રસ્તામાં જ ગતિ કરી રહ્યા છીએ અને આમ ગણી મનમા મથામણ કર્યા બાદ હવે ન રહેવાતા મે રોની ને પૂછ્યુ.

હું:- રાત્રીનો સમય થઈ ગયો છે છતાં પણ સીમ નજરે પડતી નથી. શું ખરેખર આપડે યોગ્ય રસ્તે જઈ રહ્યા છીએ?

રોની:- મિહીરભાઈ રસ્તો તો યોગ્ય જ છે પણ આપડે મોડા પડ્યા છીએ. તમને ખ્યાલ નથી ફાટાની માથાકૂટ? (અને મનોમન મને પણ તેનો જવાબ યોગ્ય લાગતા હું મારી હતી એ મુદ્રામાં આવીને રસ્તાને જોઈ રહ્યો)

આગળ જતાં હવે રાત્રીના અંધકારની પણ ભયાનકતા જણાઈ રહી હતી છતાં રસ્તાનો અંત જણતો ન હતો. ચારેકોર માત્ર જંગલ અને અંધારા સિવાય માનવ વસાહતનું ક્યાંય નામો નિશાન ન હતું. હવે ગાડીમાં બેઠેલા સભ્યોમાં પણ રસ્તા અને રસ્તાની ભયાનકતાને લઈને વાતો થતી હતી અને હવે સ્થિતિ એવી હતી રસ્તામાં ક્યાય કોઈ નજરે ચડે તો પૂછાય કે રસ્તો યોગ્ય છે કે કેમ! માટે હવે નક્કી હતું કે જે કોઈ નજરે ચડશે એને પૂછી લેવું.

આમ આગળ જતા હવે આ જંગલના રસ્તામા જીવતા જાગતા માણસને શોધવાનો ટાર્ગેટ મહત્વનો બની રહ્યો હતો. આમ ગાડીમાં બેઠેલ દરેક માણસ રસ્તાના ભયાનક અંધકારમાં પણ બહાર નજર રાખીને રસ્તામાં માણસને શોધી રહ્યા હતા.

આ પરિસ્થિતિ ચાલુ જ હતી અને આગળ ગાડીની લાઇટથી હવે ચાર ચોકડી પડતો કાચો રસ્તો નજરે પડતો હતો. જેવા આ કાચી ચાર ચોકડીએ પોચવા આવ્યા કે ત્યારે અચાનક એક ઘટના બનતા ગાડીને આંચકો આવ્યો અને મયુરભાઈથી ગાડીનો કાબૂ જતા સીધા ચોકડીથી થોડે દૂર આગળથી જમણી બાજુ ગાડી ઢાળમાં ઉતરી પડી અને અચાનક ઢાળમાં ઊતરતાં ગાડીની ગતિ વધારે હતી. જેથી ગાડીમાં બેઠેલ તમામનો જીવ તાળવે આવી ગયો હતો અને અમારી બે બહાદુર રાણીઓના મોં માંથી ચીસ નીકળી ગઈ હતી. ગાડીની ગતિને જેમ તેમ કાબૂમાં લાવીને ગાડી ઉભી રહી અને બધાના જીવમાં જીવ આવ્યો પણ અંધારું એટલું હતું કે કોઈ ગાડીમાંથી નીચે ઉતર્યું નઈ માત્ર અમારા પ્રોજેક્ટ મેનેજર અને અમારા મયુરભાઈ નીચે ઉતરીને ગાડીને ચારેકોર ચકાસીને ગાડીના આગળના ભાગમાં ઉભા આ અચાનક થયેલ ઘટના વિશે જાણે ચર્ચા કરી રહ્યા હતા.

અચાનક આ શું થયું એ દરેકના મનમાં પ્રશ્ન હતો માટે તે જોતા એમની વચ્ચેની ચર્ચામાં દરેકનું ધ્યાન હતું. થોડી વારમાં બન્ને આવી ગાડીમાં તેમનું સ્થાન લીધું. અંધારું હોવાથી કઈ દિશામાં જવું એ પણ દરેકના મનમાં મોટો પ્રશ્ન હતો પણ પરિસ્થિતિ જોતા કોઈ બોલ્યું નઈ.

ગાડીમાં બેસતા મયુરભાઈ એ ગાડી જે દિશામાં હતી એના વિરુદ્ધ દિશામાં લીધી. ગાડી જ્યાં ઘટના બની એ જગ્યાએ આવી ઉભી રહી (આ જોતા મે મયુરભાઈની આ આવડતને મનોમન બિરદાવી)

અમે સહુ બનેલ ઘટના પર આવી પહોંચ્યા. ત્યા આજુ બાજુ નજર કરી પણ કઈ નજરે ચડ્યું નઈ અને સમયના અભાવે સમય મર્યાદાને ધ્યાને લઇને અજાણ્યા રસ્તે આમ તેમ જવું પણ યોગ્ય ન લાગતા ગાડીમાંથી ઉતારેલ સાથી મિત્રો ગાડીમાં બેઠા અને ગાડી આગળના રસ્તે ચાલી...... પણ દરેકનાં મનમાં પ્રશ્ન માત્ર વચ્ચે કોણ આવ્યું હસે એનો જ હતો. બધા મનોમન આ ઘટનાને વાગોળી રહ્યા હતા પણ કોઈ કઈ કહી શક્યું નઈ. આમ ગાડી જેમ જેમ આગળ ચાલતી જતી હતી એમ હવે મને ન રહેવાતા મારાથી બોલાઈ ગયું.

હું - એમ અચાનક શું આવ્યું હશે? (આટલું કહેતા જ બધાના મોં માંથી એક જ જવાબ આવ્યો હતો માત્ર હા!)
એટલામાં સન્ની બોલ્યો.

સન્ની- કોઈ જનાવર હશે. (સન્નીના આ જવાબથી થોડી રાહત થઇ હતી પણ...)

અર્ચના- પણ કોઈ માણસ...(થોડી ગંભીર થઈ માત્ર આટલું બોલી ચૂપ રહી ગઈ. જાણે એને પણ આ વિચાર પર બોલવું ન ગણ્યું હોય. પણ અર્ચનાના આ કહેવા અને વાક્ય અધૂરું રાખી ચૂપવા રહેવાના વિચિત્ર વ્યવહાર પર મારા મનમાં વિચાર હૃદય ના ધબકારા સાથે વધુ તેજ બન્યા અને મનોમન હું વિચારે ચડ્યો)

દરેકના ઘટનાને લઈને અનેક પ્રશ્નો હતા અને સામે દરેકના મનમાં એક પ્રાર્થના હતી કે જંગલી જનાવર હોય તો વાંધો નઈ પણ કોઈ માણસ ન હોય અને હાલના સમયની ઘટનાને જોતા માણસ શબ્દ ખૂબ જ ભય જનક લાગતો હતો.